Archive for મે 26, 2015

કેશવભાઈ પ્રજાપતિ અમેરીકાના પ્રવાસે !

7844e-floweranimation
કેશવભાઈ પ્રજાપતિ અમેરીકાના પ્રવાસે !
 
અમદાવાદ શહેર પ્રથમવાર છોડી, કેશવભાઈએ અમેરીકાની સફર કરી,
પ્લેનમાં બેસી, ડુબઈ થઈ અંતે અમેરીકાના ટેક્ષાસના હ્યુસ્ટન શહેરે પહોંચી,
પત્ની સવિતાબેન સાથે કેશવભાઈ તો અમેરીકાના હ્યુસ્ટનમાં કૈલાસબેન પટેલ ઘરે,
નવા દેશમાં ફરવાની સાથે, અમદાવાદના છાત્રાલય ભંડોરના વિચારો મનમાં રહે,
કેશવભાઈ, આ બધું ના ભુલશો, યાદ રાખશોને તમે ?……………………….(૧)
 
કૈલાસબેન દીકરો ડોકટર જે, વેકશન દિવસો લઈ, હ્યુસ્ટન અને ટેક્ષાસ બતાવે,
એપ્રિલ ૮,૨૦૧૫ દિવસે પધાર્યા બાદ દુર એક સુંદર ગુફા બતાવી કેશવભાઈને ખુશ કરે,
હ્યુસ્ટન શહેરના મંદિરો અને જોવા જેવી જગાઓ જોવાની તકો કેશવભાઈને મળે,
પણ,થોડું છાત્રાલય માટે ફંડ ભેગું થયું ત્યારે જ કેશવભાઈ શાંતીભરી ખુશી અનુભવે,
કેશવભાઈ, આ બધું ના ભુલશો, યાદ રાખશોને તમે ?……………………..(૨)
 
શનિવાર અને ૧૮મી એપ્રિલનો શુભ દિવસે હ્યુસ્ટન છોડી, કેલીફોર્નીઆ જવાની વાત હતી,
સાઉથ વેસ્ટ એરલાઈન્સના પ્લેનમાં સાથીદાર ગંગારામ અને પત્ની સાથેની સફરની આ વાત રહી,
લોસ એંજીલીસ શહેરના એરપોર્ટ પર ઉતરી બેગો સાથે વાટ જોઈ હૈયે મળવાની આશાઓ હતી,
ત્યારે, વાનમાં ચંદ્રવદન અને કમુ નામે બે વ્યક્તિઓ નિહાળી એક યાદગાર ઘડી બની,
કેશવભાઈ, આ બધું ના ભુલશો, યાદ રાખશોને તમે ?……………………….(૩)
 
વાનમાં બેસી કેલીફોર્નીઆના રસ્તા પર આ જીવનની પહેલી સફર બની ગઈ,
કમુ વાન ચલાવે, આગળ બેસી ચંદ્રવદન રસ્તે દેખાય તેના વર્ણનથી સૌ હૈયે ખુશીઓ ભરી,
મોટા શહેર લોસ એંજીલીસ બાદ,ડુંગરા અને રણ પ્રદેશમાં પામડેલ પછી લેન્કેસ્ટર આવવાની ઘડી,
ત્યારે એક્ષીટ ૪૩ અને એવેન્યુ “જે” થી હાઈવેય ૧૪ છોડી, હાલકોમ એવેન્યુના ઘરે આવી સફર પુરી કરી,
કેશવભાઈ, આ બધું ના ભુલશો, યાદ રાખશોને તમે ?………………………..(૪)
 
કેશવભાઈને અમદાવાદમાં મળ્યાથી જાણું પણ સવિતાબેનને નજીકથી જાણવાની તક મળી,
સાથે આવેલા ગંગારામભાઈને પ્રથમવાર મળી જાણવાની પણ અમોને તક મળી,
ગરીબાય અનુભવી, સંયુક્ત કુંટુંબીક પ્રેમ હોય છતાં, કેશવભાઈ જીવને પ્રભુ કૃપા મળી,
અંતે, ઘરે લક્ષ્મીને પામી,પ્રજાપતિ સમાજ પ્રેમી બની, સંસારમાં આગેકુચ કરી,
કેશવભાઈ, આ બધું ના ભુલશો, યાદ રાખશોને તમે !……………………….(૫)
 
૧૮મી એપ્રિલ તો ઘરે આરામ કરતા વાતો કરતા હૈયે આનંદ ભર્યો,
સાંજના જમણને પ્રેમથી આરોગતા, ફોટાઓ પાડી ચંદ્રે એને યાદગાર કર્યો,
રાત્રીએ સુઈ, રવિવારે સવારે નાસ્તા પછી કાંઈ જોઈશું એવો નિર્ણય લીધો,
નવા બંધાયેલ મંદિરના દર્શન પછી, પામડેલની “એન્ટેલોપ વેલી મોલ” જોવાનો લ્હાવો લીધો,
કેશવભાઈ, આ બધું ના ભુલશો, યાદ રાખશોને તમે ?…………………….(૬)
 
છત્રાલયની વાતો કરતા, ટેક્ષાસમાં મળેલા દાન સહકારની ચર્ચા થઈ,
કેલીફોર્નીઆમાં પણ જોવા લાયક સ્થળોની ચર્ચા સાથે ફરી છત્રાલયના ફંડ વિષે વાતો થઈ,
મારી ઈચ્છા મુજબ મારો દાન સહકારમાં છત્રાલય સાથે મારી ૧૯૯૩ની શિક્ષણ ઉત્તેજન યોજના રહી,
કેશવભાઈને જરા નિરાશા, પણ એમના રૂમ-દાતાર વિચારની દાનરકમ અંતે તો સમાજને મળી,
કેશવભાઈ, આ બધું ના ભુલશો, યાદ રાખશોને તમે ?……………………….(૭)
 
સોમવાર અને સાન્તા બારબરાથી પુનમભાઈ પ્રજાપતિ વાનથી મારા ઘરે,
ટેબલ પર સાથે બેસી, હૈયે ખુશીઓ ભરી જમતા, યાદગીરી ફોટાઓમાં ચંદ્ર મઢે,
બપોરના ૧નો સમય હશે અને સૌ છે વાનમાં,લાસ વેગાસ અને ગ્રાન્ડ કેનીયનની ટ્રીપે,
વીકટરવીલ જરા મળી, પુનમભાઈ સાંજના સમયે  સૌને લાવે લાસ વેગાસની મોટેલે,
કેશવભાઈ, આ બધું ના ભુલશો, યાદ રાખશોને તમે ?………………………..(૮)
 
જીવતી જાગતી કેસીનોભારી લાસ વેગાસ નગરીના દર્શન રાત્રીએ સૌ કરે,
હૈયે ખુશી ભરી રાત્રી મોટેલે વિતાવી, દિવસના ફરી નગરીના દર્શન કરે,
અને, રોડ ટ્રીપે, હુવર ડેમ કરી અંતે સૌ હતા ગ્રાન્ડ કેનીયનની મોટલે,
દિવસ અને સાંજના સમયનો લાભ લઈ, વિશ્વની એક અજાયબીને નિહાળે,
કેશવભાઈ, આ બધું ના ભુલશો, યાદ રાખશોને તમે ?…………………………(૯)
 
મંગળવારે જોયા પછી રાત્રી ગાળી, બુધવાર ‘ને ૨૧ તારીખે ગ્રાન્ડ કેનીયન ફરી નિહાળી,
તમો હતા વાનમાં અને ૫૦૦થી વધુ માઈલોની એકધારી પુનમભાઈએ ગાડી હાંકી,
સાંજના નવ પહેલા અંતે લોસ એંજીલીસમાં તમો અને પ્રેમચંદભાઈની મહેમાનગીરી મળી.
તમો સહીસલામ અને લાસ વેગાસ અને ગ્રાન્ડ કેનીયન જોયાની ચંદ્ર હૈયે હતી ખુશી,
કેશવભાઈ, આ બધું ના ભુલશો, યાદ રાખશોને તમે ?………………………..(૧૦)
 
લોસ એંજીલીસ રહ્યા રહ્યા તમે અસલ પાટણવાસી પ્રજાપતિઓને મળ્યા,
અનેક તરફથી છાત્રાલય માટે સારો દાન-સહકાર મળ્યાની ખુશી હૈયે લાવ્યા,
દક્ષિણ ગુજરાતના પ્રજાપતિઓને મળવાના પ્રયોસોમાં જરા હૈયે નિરાશા લાવ્યા,
ત્યારે ચંદ્રે તમોને એની વાણી સંભળાવી, ફરી ખુશીઓ લાવવા પ્રયાસો કર્યા,
કેશવભાઈ, આ બધું ના ભુલશો, યાદ રાખશોને તમે ?………………………….(૧૧)
 
 
૨૮મી એપ્રિલના રોજ તમે કેલીફોર્નીઆ પ્લેનથી છોડી પોર્ટલેન્ડ ઓરેગન જાશો,
અંતે લોસ એંજીલીસમાં શું શું જોયું તેને ફરી યાદ કરી, કદી ના તમે ભુલશો,
પોર્ટલેન્ડમાં નાથુભાઈ પ્રજાપતિનો  મીઠો સતકાર મેળ્યાની ખુશી તમ-હૈયે લેશો,
એમના દીકરાને મળવાના કારણે ક્રીસ્ટલ સીટીમાં પધારી ફરી કેલીફોર્નીઆમાં હશો,
કેશવભાઈ, આ બધું ના ભુલશો, યાદ રાખશોને તમે ?………………………(૧૨)
 
 
ફરી કેલીફોર્નીઆ પણ નોર્થના સાન ફ્રાન્સીસકો શહેરના “ગોલ્ડન ગેઈટ બ્રીજ” જોવાની તક મળી ?
જોઈ શક્યા તો એની ખુશી, ના જોઈ શક્યા તો ફરી કેલીફોર્નીઆ આવવા વિનંતી છે મારી,
પોર્ટલેન્ડમાં જે જોવાનું જોઈ, છત્રાલયના માટે દાન સહકારની સફળતા તમે ગણી,
અંતે પ્લેન સફર નક્કી હતી તે પ્રમાણે કરી, “ચીકાગો” શહરે પડાવની આશા પુરી કરી,
કેશવભાઈ, આ બધું ના ભુલશો, યાદ રાખશોને તમે ?……………………….(૧૩)
 
 
૨૮મી એપ્રિલના દિવસે કેલીફોર્નીઆ છોડી, પોર્ટલેન્ડ રહી અંતે ચીકાગોમાં મહેમાન બન્યા,
ત્યારે, તમ હૈયે ખુશી કે માર્ગદર્શન માટે મોતીલાલ પ્રજાપતિ તમારી સંગે હાજર હતા,
શહેર અને અન્ય જે બતાવ્યું તે પ્રમાણે જોતા, છાત્રાલયની વાતો ફરી તાજી કરી,
 જે કાંઈ સહકાર મળ્યો તેમાં તમારી આશાઓ પુર્ણ કે થોડી નિરાશા, એમાં પ્રભુ ઈચ્છા હતી,
કેશવભાઈ, આ બધું ના ભુલશો, યાદ રાખશોને તમે ?…………………………(૧૪)
 
 
૮ંમી મેના દિવસે ફરી પ્લેન સફરે ચીકાગોથી તમે ન્યુ જર્સીના એડીસન શહેરે હશો,
હવે, તો ગંગારામની દીકરીના ઘરે હશો એથી ૧૨ દિવસે સફર પુરી થશેના વિચારોમાં હશો,
ન્યુ યોર્ક શહેર ફરતા, એમ્પાયર સ્ટેટનું મકાન અને લીબરટીનું સ્ટેયું અને ટાઈમ સ્વેર નિહાળ્યું ?
વોસીન્ગટન ડીસી જઈ, વાઈટ હાઉસ કે અન્ય જોવાની તકો લઈ કાંઈ નવું જોયું ખરૂં ?
કેશવભાઈ, આ બધું ના ભુલશો, યાદ રાખશોને તમે ?………………………..(૧૫)
 
અમેરીકાની ટ્રીપે તમે અમદાવાદના ગુજરાત પ્રજાપતિ સમાજ કદી ના ભુલ્યા,
પ્રમુખપદની જવાબદારી નિભાવતા, છાત્રાલયના ફંડ માટે હંમેશા તમ- વિચારો જીવીત રહ્યા,
જે કાંઈ શક્ય થયું તે જ પ્રભુ ઈચ્છા હતી એવા સ્વીકાર દ્વારા ફરી તમો આનંદમાં હતા,
૨5મી મે, ૨૦૧૫ના દિવસે અમેરીકાની વિદાય લેતા, અનેક વ્યક્તિઓના આભારીત બન્યા,
કેશવભાઈ, આ બધું ના ભુલશો, યાદ રાખશોને તમે ?………………………….(૧૬)
 
 
 મોટી મોકાની જમીન ગુમાવ્યાની નિરાશા,પણ આજે એક ભવ્ય છાત્રાલય છે સંસ્થા-ધામે,
અત્યારે,પ્રજાપતિ કુમારો માટે સુંદર જગા, પણ ભવિષ્યમાં કન્યાઓ માટે સુવિધાઓ હશે અન્ય જગાએ,
પ્રજાપતિ કોમમાં કન્યાઓને અને કુમારોને શિક્ષણ ઉત્તેજન મળે તેની ખુશીઓ હૈયે વહેતી રહે,
છાત્રાલય નિભાવને ધ્યાનમાં લઈ, “મનોરંજન હોલ” પણ છત્રાલય નજીક સંસ્થાના હક્કે જરૂર હશે,
કેશવભાઈ, આ બધું ના ભુલશો, યાદ રાખશોને તમે ?……………………………….(૧૭)
 
 
અંતે ચંદ્ર સૌને કહે ઃઅમદાવાદની ગુજરાત પ્રજાપતિ સમાજરૂપી સંસ્થા તો છે પૂરાણી,
અમદાવાદ વિસ્તારથી દુર અખિલ ગુજરાતના પ્રજાપતિઓ સંગે એકતાના બીજ રોપવાની છે આ કહાણી,
દક્ષિણ ગુજરાતના પ્રજાપતિ બાળકો અમદાવાદ છાત્રાલયે રહેતા,ભવિષ્ય પ્રેમ સાથે એકતા જરૂર લાવશે,
હવે, શિક્ષણ ઉત્તેજનના યજ્ઞ દ્વારા “પ્રજાપતિ ગૌરવ”નું ફુલ ખીલી ગુજરાતમાં મહેક જરૂર આપશે,
કેશવભાઈ, આ બધું ના ભુલશો, યાદ રાખશોને તમે ?…………………………………..(૧૮)
 
 
કાવ્ય રચના ઃ તારીખ,૨૮,૨૦૧૫                         ચંદ્રવદન
 
બે શબ્દો…
કેશવભાઈ પ્રજાપતિ એટલે અમદાવાદના “ગુજરાત પ્રજાપતિ સમાજ”નામની એક જુની સંસ્થાના પ્રમુખ.
એમણે સંસ્થાની જવાબદારી લીધાને થોડા વર્ષો થઈ ગયા.
પ્રજાપતિ જ્ઞાતિ સમાજના ભલા માટે એમની વિચારધારા હંમેશા રહી છે.
એમના પ્રમુખપદ હેથળ એક સુંદર છાત્રાલય થયું……અમેરીકાના વીઝા મળતા, નવા દેશ જોવાની ઈચ્છા સાથે એમણે છાત્રાલય માટે ફંડ ભેગું કરવાનું વિચાર્યું.
પ્રથમ હ્યુસ્ટન,ટેક્ષાસ..અને પછી કેલીફોર્નીઆ આવતા, મારા ઘરે મહેમાન બની, ફર્યા, ફંડ ભગું કર્યું….અને પછી પોર્ટલેન્ડ ઓરેગોન….ચિકાગો….અને અંતે ન્યુ જર્સી અને ન્યુયોર્ક વિગેરે.
અંતે ફરી ગુજરાત.
બસ, આજ કહાણી વિસ્તારે કાવ્યરૂપે કહી છે.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
This Poem in Gujarati is about the 1st U.S.A Trip made by KESHAVBHAI PRAJAPATI ( President of GUJARAT PRAJAPATI SAMAJ of AHMEDABAD, GUJARAT, INDIA) with his wife SAVITABEN.
They 1st landed at Houston, Texas and then to LOS ANGELES, CALIFORNIA. While in California, they were the Guests at our house at LANCASTER for 2 days. Then from California they went to PORTLAND, ORAGON…then to CHICAGO..then finally to EDISION, NEW JERSEY. From there by the plane to AHMEDABAD, GUJARAT on 25th MAY 2015( having changed the original plan of going on 20th)
I hope you enjoy this Post.
Dr. Chandravadan Mistry

મે 26, 2015 at 1:09 પી એમ(pm) 8 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 177 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 391,415 hits

Disclimer

સંગ્રહ

મે 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031