સુવિચારો ઃ માનવીનું હ્રદય !

મે 21, 2015 at 9:08 પી એમ(pm) 7 comments

સુવિચારો ઃ માનવીનું હ્રદય

(૧) મન કે બુધ્ધિથી ભલે વિચારો જન્મે, પણ અંતે તો હ્રદય દ્વારા જ પવિત્રતાના પંથે માનવ સફર હોય શકે !

(૨) ખરા હ્રદયભાવભરી પ્રાર્થના એ જ ખરી પ્રાર્થના, જે પ્રભુને પહોંચે કારણ કે માનવી ત્યારે સત્યના પંથે હોય !

(૩) કદી જીવન સફરમાં માનવીએ હ્રદયના ઉંડાણમાં ડુબકી ના મારી, તો જાણજો કે એના માનવ જન્મે એનો ઉધ્ધાર ના થયો !

(૪) આત્મા કયાં છે ? એવા સવાલ સાથે દેહમાં નિહાળો તો કદાચ માનવીને એના આત્માના દર્શન એના હ્રદયમાં જ થઈ શકે !

તારીખ ઃ મે,૨,૨૦૧૫                                   ચંદ્રવદન

 

બે શબ્દો…

હ્રદય વિષે વિચારતો હતો.

અને મનમાં અનેક વિચારો આવ્યા.

મંથન કરતા, ચાર વિચારો “માખણ”જેમ તરતા નજરે પડ્યા.

બસ….આ જ વિચારો “સુવિચારો” કે “ચંદ્રસુવિચારો”રૂપે પ્રગટ કર્યા છે.

તમો પણ વાંચી મનન કરજો…સૌમાં ખજાનો ભર્યો જ છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 FEW WORDS…

Today’s Post is titled “SUVICHARO” meaning “PEARLS (THOUGHTS) of WISDOM”

The TOPIC is HEART ( Human Heart )

One Thought is “Even when the thoughts are born by the MIND or BRAIN, it is the HEART that leads to the PATH of PURITY”

One must PRAY with the HEART….try to LOOK DEEP into the HEART..and may be you can find the SOUL in your HEART.

Hope you enjoy this Post.

Dr. Chandravadan Mistry

Entry filed under: સુવિચારો.

“મળવા જેવા માણસ”નામકરણે દાવડાજીની કલમે લખાયેલ વ્યક્તિ પરિચયનો ખજાનો કેશવભાઈ પ્રજાપતિ અમેરીકાના પ્રવાસે !

7 ટિપ્પણીઓ Add your own

 • 1. pravina Avinash  |  મે 21, 2015 પર 10:45 પી એમ(pm)

  સત્ય વાત.

  જવાબ આપો
 • 2. pravinshastri  |  મે 22, 2015 પર 1:03 એ એમ (am)

  ડોક્ટર સાહેબે માત્ર હાર્ટ અને માઈન્ડની એનેટોમી જ નથી પચાવી એમાં વિશ્વનિયંતાની અદ્ભૂત કારીગીરી જેવી લાગણીને પણ પોતાના જીવનમાં વણી લીધી છે. ડોક્ટર સાહેબ આપ હંમેશાં આપના કાવ્યો દ્વારા સ્વજનો પ્રતિ સ્નેહ ઝરણાં વહાવતા રહો છો. દરેક વખતે પ્રતિભાવ આપવામાં હું ઊણો ઉતર્યો છું એને ક્ષમ્ય ગણશો પણ હમેશાં આપની પોસ્ટ વાંચતો રહું છું. આપ પરિવાર સહિત કુશળ હશો. સપ્રેમ વંદન.

  જવાબ આપો
 • 3. chandravadan  |  મે 23, 2015 પર 12:40 એ એમ (am)

  This was an Email Response>>>

  Re: NEW POST>>>>>સુવિચારો ઃ માનવીનું હ્ર

  Purvi Malkan
  To chadravada mistry Today at 3:21 PM
  મજા આવી ગઈ. બહુ જ સુંદર
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Purvi,
  Khub Abhar.
  Uncle

  જવાબ આપો
 • 4. pareejat  |  મે 23, 2015 પર 1:01 એ એમ (am)

  અંકલજી મજા આવી ગઇ. આપની આ પોસ્ટ વાંચતાં એક પ્રસંગ યાદ આવી ગયો. એકવાર મારા બહુ જ જૂના પાડોશી અહીં અનાયાસે મળી ગયાં. અમે પરસ્પર મળીને ખૂબ ખુશ થયા. ત્યારપછી બે-ચાર વાર મળ્યા પણ ખરા. એકવાર વાતચીત દરમ્યાન તેઑને ખબર પડી કે અમે યોગેશ્વર સ્વાધ્યાયી નથી તેથી તેઓ કહે કે સ્વાધ્યાયમાં કેમ નથી જતી? મે કહ્યું એટલો સમય નથી. મંગળ થી રવિ સુધી જોબ ઉપર હોઉં છુ ને સોમવારે રજા હોય, તો મારા સમયે તો સ્વાધ્યાય થાય નહીં, ઉપરાંત અમે એટલા ધાર્મિક..ધાર્મિક નથી, તેથી મંદિર, સ્વાધ્યાયમાં પણ જતાં નથી. તેઓ કહે કે સ્વાધ્યાયમાં જઈશ નહીં તો હૃદય કેવી રીતે ચોખ્ખું થશે? મે કહ્યું કે હૃદય સ્વચ્છ કરવા સ્વાધ્યાય કરવા જવું જરૂરી નથી, પણ બે-ચાર માણસોને મળી નવા વિચારોની આપ-લે થાય , નવી વાત શીખીએ તે માટે સ્વાધ્યાયમાં જવાય, પણ હૃદય ચોખ્ખું કરવું હોય મન સ્વચ્છ રહેશે તો હૃદય પણ સ્વચ્છ રહેશે. તેઓ મારી વાત સાથે સંમત થઈ શકયા નહીં, પણ હું હૃદય ચોખ્ખું કરવા સ્વાધ્યાયમાં જતી નથી તે વાતને ધ્યાનમાં લઈ તેમણે એ બધી જ જૂની યાદો, સુંદર ક્ષણો પર પૂર્ણવિરામ મૂકી દીધું. આજે પણ હું સ્વાધ્યાયમાં જતી નથી, પણ સ્વાધ્યાયીઑ મારે ત્યાં ચોક્કસ આવે છે. અમે આજેય અવનવા વિચારોની આનંદથી આપ-લે કરીએ છીએ, પણ હજુ સુધી હૃદય ચોખ્ખું કરવા મારે ક્યાંય જવું પડતું નથી, મારા ઘરના વ્રજમાં જાઉં છુ ત્યારે, મારા મિત્રો ને ઘરના સદસ્યોને મળું છુ ત્યારે હૃદય આપોઆપ સ્વચ્છ થઈ જાય છે.

  જવાબ આપો
 • 5. P.K.Davda  |  મે 23, 2015 પર 2:22 પી એમ(pm)

  આ તમારા હ્રદયમાંથી નીકળેલા શબ્દો છે અને એટલે જ એ તદ્દન સાચા અને સારા છે.

  જવાબ આપો
 • 6. chandravadan  |  મે 25, 2015 પર 1:02 એ એમ (am)

  This was an Email Response>>>

  Re: NEW POST>>>>>સુવિચારો ઃ માનવીનું હ્રદય !
  Dharamshi Patel
  To chadravada mistry May 21 at 7:52 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshiji…Abhar>>>Chandravadan

  જવાબ આપો
 • 7. Ishvarlal R. Mistry.  |  મે 26, 2015 પર 9:38 પી એમ(pm)

  Very true Chandravadanbhai, well said.Thankyou for sharing.

  Ishvarbhai.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 177 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 391,414 hits

Disclimer

સંગ્રહ

મે 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: