ભુરિયા ફળિયા કહાણી એક કાવ્યરૂપે !

મે 13, 2015 at 6:26 પી એમ(pm) 13 comments

7844e-floweranimation

 

ભુરિયા ફળિયા કહાણી એક કાવ્યરૂપે !
 
ભુરિયા ફળિયા કહાણી એક પુસ્તકરૂપે કેમ ?
સવાલ એવો સૌ પૂછે તો કહેવું છે મારે એ જ !…….(ટેક)
 
પ્રથમ સૌ પૂછે નામ ભુરિયું ફળિયું કેમ પડ્યું ?
અજાણ હોય તેને હૈયે દુઃખ થયું તેનું મેં જાણ્યું,
એથી જ, જવાબ શોધવા માટે મનમાં થયું !………..(૧)
 
એકને પૂછ્યું પછી અન્યને પણ પૂછ્યું,
“ભુરી ક્યારી” નામે જમીન કારણે એવું નામ પડ્યું,
એવું જાણી, મારૂં મન જરા સંતોષી થયું !………….(૨)
 
જવાબ એવો સંતોષ લાવે ત્યારે કોઈએ પૂછ્યું,
શા માટે ગામે “નવા ફળિયા” નામે પ્રજાપતિ ફળિયું થયું ?
બે પ્રજાપતિ ફળિયા એક ગામે જાણી, મનડું મારૂં ગુંચવાયું !………..(૩)
 
ફરી, કોઈને પૂછ્યું અને અનેકને એ વિષે પૂછ્યું,
અસલ “કુંભારવાડ” મોટી ખડકી નજીક ભુરીખાડીએ હતો એવું જાણ્યું,
એક કુંભારવાડમાંથી બે ફળિયા બન્યા જાણી મન મારૂં ખુશ થયું !……..(૪)
 
છતાં, મનમાં શંકા હતી કે બે ફળિયા જુદા જુદા નામે,કોઈ કારણે જ હશે,
સત્ય જાણવા મારા મનમાં વિચારો અનેક ઉભા થઈ મુજને મુજવતા રહે,   
મનની શાંતી માટે જવાબ મેળવવા પ્રષ્નો પૂછતો રહ્યો હું સૌ જનને !…….(૫)
 
કુંભારવાડે કાચા ઝુપડા જેવા ઘરોમાં રોગચાળાએ રહી ના શકાય એવું થયું,
કે પછી, બધા જ ઘરો આગમાં બરી ગયા અને એ જગા છોડવાનું થયું,
જે થકી, રહીશોએ કુંભારવાડ છોડતા, બે ફળિયા બન્યાનું થયું………..(૬)
 
એવા સમયે થોડા કુટુંબોને ગામની હદમાં રહવાનું યોગ્ય લાગ્યું,
તો, થોડા કુટુંબોએ સહાસી બની હદ બહાર રહેવું યોગ્ય ગણ્યું,
આવા મતભેદે “નવું ફળિયું” ‘ને “ભુરિયું ફળિયું”બન્યાનું મારૂં માનવું !…..(૭)
 
ગામ હદ બહાર તો ખેતરરૂપી જમીન હતી  “ભુરી ક્યારી” નામે,
રસ્તો વચ્ચે રાખી, એક નાકેથી બનાવ્યા કાચા ઘરો સામ સામે,
જે થકી, બન્યું એક સુંદર ફળિયું “ભુરિયા ફળિયા” નામે !…………….(૮)
 
આ ફળિયાના નાકે,પ્રથમ કુળદેવી ખોડિયાર માતાનું મંદિર બન્યું,
કુળદેવી હતી સૌની, તો શા કારણે  માતાજીને ભુરિયા ફળિયે આવવાનું થયું ?
ફરી મતભેદ થતા, પ્રજાપતિઓ ઝગડ્યા અને અંતે આ વિષે નિર્ણય હશે !………(૯)
 
બે પક્ષી અંતે એક લોટરીથી ચિઠ્ઠી ખેંચતા માતાજીને ભુરિયું ફળિયું જવાનું થયું,
એવા સમયે,માતામુર્તી કોઈ નહી ઉંચકી શક્યા, ફક્ત રતનજી નાના હસ્તે એ શક્ય થયું,
એક નાનકડા મંદિરે માતાની સ્થાપના થઈ અને માતકૃપા ફળિયે વહેતી રહી !……..(૧૦) 
 
આ પ્રમાણે, વેસ્માના એક કુંભારવાડમાંથી બે પ્રજાપતિ મોહ્લ્લાઓ થયાની કહાણી બની,
જાણકારી આધારીત, ઈ.સ. ૧૮૦૦ની શરૂઆત પછી, ફળિયે ઘરો બન્યાની આ કહાણી રહી,
આજે, આ ઘટના પ્રજાપતિ ઈતિહાસ પાને મઢી હતી તે જ સૌએ  જાણી !……………(૧૧)
 
અસલ વેસ્માના કુંભારવાડના વતનીઓ જે સંપથી એક સાથે રહેતા હતા,
તેઓ સૌ ગુજરાત રાજધાની ચાંપાનેર શહેરના રહેનારા હતા,
એથી જ, “ચાંપાનેરી કુંભાર”નામની ઓળખે સૌએ એમને જાણ્યા હશે !………….(૧૨)
 
પણ, કુળદેવી ખોડિયાર માતાનું પૂજન શા માટે સૌ કરે ?
એવા પ્રષ્ન કારણે સૌની નજર સૌરાષ્ટ તરફ રહે,
કારણ કે,ખોડિયાર સૌરાષ્ટ જન્મીનુંપૂજન ત્યાં જોવા મળે !…………….(૧૩)
 
ઈતિહાસની ઘટનાઓને જોડતા, અસલ ગુજરાત પ્રજાપતિઓ સૌરાષ્ટ રહીશો હશે,
ત્યાંથી ગુજરાન કે અન્ય કારણે ચાંપાનેર શહરે આવી, સ્થાયી થયા હશે,
અંતે દક્ષિણ તરફ આવતા વેસ્મા ગામે “કુંભારવાડ” બન્યો હશે !………….(૧૪)
 
વેસ્મા ગામે આજે બે પ્રજાપતિ પંચોની માર્ગદ્રશને બે ફળિયા અમર છે,
કુંભારવાડમાં એક પંચ હતું તો ઝગડાઓ ભુલી, નવયુગે ફરી એકતા હોય શકે ?
જે હયાત પ્રજાપતિ રહીશો છે આજે, તેઓ જ આવું સ્વપ્નું સાકાર કરી શકે !……(૧૫)
 
એવા સમાધાનરૂપે હું કહું કે ભલે બે ફળિયા પંચે કારભાર અલગ રહે,
પણ, “પ્રજાપતિ સમાજ, વેસ્મા” નામે વર્ષે વર્ષે ગામે થોડી મીટીંગો કરે,
તો, ચંદ્રનું માનવું છે કે પ્રજાપતિ ગૌરવ વધી ચમકી શકે !………………..(૧૬)
 
ફરી ભુરિયા ફળિયાનું કહેતા, કહું છું હું ઘટનોથીભરી કહાની સૌને આજે,
પ્રથમ ફક્ત કુંભારી યાને માટીકામરૂપી કળા હતી ગુજરાન કાજે,
ત્યારે, કમાણી ઓછી અને ગરીબાય નાતના વડલાઓને સતાવે ઘણી !…….(૧૭)
 
વડલાઓ સુથારી કામની કળાથી ગુજરાન માટે નવો રસ્તો કાઢે,
 અભણ હોય ગરીબાય આવે, એવું જાણી, થોડા શિક્ષણ પ્રેમી પણ બને,
અરે ! સહાસી બની, પરદેશગમન કરી કમાણી વધારવા જરા ના ડરે !…….(૧૮)
 
આવી વિચારધારામાં ભુરિયા ફળિયા રહીશો અનેક સાઉથ આફીકાની સફરે,
ઈસ્ટ આફ્રીકા કે ફીજી જાવા માટે નિર્ણય લેતા કોઈ ના જરા ડરે,
પરિવર્તન આવ્યું ફળિયે કે ગામમાં “ઝવેરી ફળિયું” ઉપનામ ફળિયાને મળે !…….(૧૯)
 
અરે ! એક વાત બીજી હું કરૂં અને એ છે ફળિયે અન્ય ગામોના રહીશોની,
જ્યારે અસલ રહીશો પરદેશે તો એના સગાસ્નેહીઓ લીધી ફળિયે રહેવાની જવાબદારી,
એરૂ, વડોલી,બારડોલી, લાખણપોર કે અન્ય ગામોના વતનીઓ કહે ભુરિયું મારૂં ગર્વથી !……(૨૦)
 
ભલે ભુરિયા ફળિયાવાસી પરદેશ રહે, સૌનો પ્રાણ અંતરઆત્મા તો હંમેશ ફળિયે રહે,
એવા પ્રેમના કારણે, ફળિયે નવા નવા કાર્યો અનેક બને અને બનતા રહે,
એ જ કારણે ભુરિયા ફળિયું છે આજે પ્રગતિના પંથે !……………………………..(૨૧)
 
પ્રગતિના પંથે,૧૯૭૩માં નવું સુંદર મોટું ખોડિયાર માતા મંદિર બને,
૧૯૭૭માં પ્રજાપતિ પંચની ખુલ્લી જમીન પર “પ્રજાપતિ ભવન” બને,
પછી “વારીગ્રહ” અને “બાળભવન” સાથે “બાળવિહાર” બને !…………………(૨૨)
 
હવે, ૨૦૧૪માં મ્યુઝીઅમ, લાઈબ્રેરી, ક્લોકટાવર ‘ને ગેસ્ટરૂમની વાત રહે,
સાથે,ભોજનગ્રહ અને જમીન હદે પાકી દિવાલ બાંધવાની પણ વાત રહે,
ત્યારે સુંદરતા વધારવા પેવરબ્લોગ જમીન પર હોય એવી વાત રહે !………..(૨૩)
 
જે કંઈ ફળિયે થયું તે તો ખરેખર ખોડિયાર માત કૃપાથી જ થયું,
હવે પછી કાંઈ થાય કે ના થાય તેમાં પણ માત કૃપા હશે એવું સૌએ માનવું,
આવી સમજ હૈયે હંમેશા સ્વીકારી, ભવિષ્યમાં સૌએ આગળ ચાલવું !………..(૨૪)
 
અંતે ઉપર કહેલા સુત્રે મારે સૌને એટલું જ કહેવું રહ્યું,
ભુરિયા ફળિયે પ્રજાપતિ સાથે છે દેશાઈઓ અને બ્રાહ્મણો રહે,
જે પ્રમાણે ફળિયાની રચના થઈ તેમાં પ્રભુકૃપા હંમેશા વહેતી રહે !…………..(૨૫)
 
અંતે કહેવું છે કે એક “કુંભારવાડ”માંથી બે ફળિયામાંથી એક છે “ભુરિયું ફળિયું”,
“જે જાણેલું તે જ લખાણું”તેથી જ આજે સૌએ હકિહતોરૂપે એને વંચાણું,
જે લખેલું વાંચ્યું તમે, તો હવે આ ગૌરવગાથાનું કદી ના તમે ભુલવું !……….(૨૬)
 
 
કાવ્ય રચના ઃ તારીખ ઓક્ટોબર,૧૯,૨૦૧૪                     ચંદ્રવદન

બે શબ્દો…

હું શું કહું ?

વેસ્મા ગામ જે દક્ષિણ ગુજરાતમાં આવેલ…તે જ મારૂં જન્મ સ્થળ.

“ભુરિયું ફળિયું” એટલે વેસ્મા ગામનું એક ફળિયું જ્યાં મારો જન્મ.

બસ….જે સ્નેહ મારા હ્રદયમાં છે તેના આધારે આ રચના દ્વારા મેં “ફળિયા ઈતિહાસ” કહેવાનો પ્રયાસ કર્યો છે.

જે જાણ્યું તે તમોને ગમ્યું હશે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS….

My Birthplace is the village of VESMA in South Gujarat,India.

“BHURIYA FALIYA” is the name of the Street I was born.

What I had known as the “Faliya Formation History”..I had tried to tell as a Poem in Gujarati.

Hope you enjoy this Post.

 

Dr. Chandravadan Mistry.

Advertisements

Entry filed under: કાવ્યો.

ભારતી-જયન્તીની ૫૦મી વેડીન્ગ એનીવરસરી “મળવા જેવા માણસ”નામકરણે દાવડાજીની કલમે લખાયેલ વ્યક્તિ પરિચયનો ખજાનો

13 ટિપ્પણીઓ Add your own

 • 1. pravina Avinash kadakia  |  મે 13, 2015 પર 8:03 પી એમ(pm)

  It shows how much love you have for your birth place.

  pravina Avinash

  જવાબ આપો
 • 2. દાદીમા ની પોટલી  |  મે 14, 2015 પર 9:45 એ એમ (am)

  આપ આપની જન્મભુમી ને કેટલો પ્યાર કરો છો તે આપના કાવ્યા દ્વારા ફલિત થાય છે. ધન્યાવાદ

  જવાબ આપો
 • 3. chandravadan  |  મે 14, 2015 પર 12:52 પી એમ(pm)

  This was an Email Response>>>

  NEW POST @ CHANDRAPUKAR… ભુરિયા ફળિયા કહાણી એક…
  harnish jani

  To chadravada mistry May 13 at 7:45 PM

  મારાથી નીચેની કોમેંટ નથી મુકાતી.

  વાહ,માતૃભૂમિ માટે તમારો પ્રેમ જોઈને વાહ સિવાય શું કહેવાય. હવે આ ઈતિહાસ બાળકોને પણ સમજાવજો અને વેસ્મા ગામની લાયબ્રેરીમાં પણ મુકશો. થન્યવાદ. તમારી મહેનતથી ડોક્ટરી ડિગ્રી મેળવી ્આપને અભિનંદન.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Harnishbhai,
  Thanks a lot for your words for me as expressed as a comment for this Post.
  Chandravadan

  જવાબ આપો
 • 4. chandravadan  |  મે 15, 2015 પર 4:45 પી એમ(pm)

  This was an Email Response>>>

  NEW POST @ CHANDRAPUKAR… ભુરિયા ફળ……
  May 14 at 11:24 AM
  Hansa Mistry
  To chadravada mistry May 14 at 2:55 PM
  Namaste Chandravanbhai

  Thank you for sharing, very interesting, I have learnt something new!

  Regards
  Hansaben
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Hansaben,
  Thanks for your Email Response.
  I am sure you are happy to know how 2 Prajapati Faliya are formed of ONE Kumbharwad @ Vesma.
  You can pass on this INFO to others interested. You can send the LINK for this Post as>>>

  https://chandrapukar.wordpress.com/2015/05/13/%E0%AA%AD%E0%AB%81%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AB%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5/
  Chandravadanbhai

  જવાબ આપો
 • 5. chandravadan  |  મે 15, 2015 પર 9:11 પી એમ(pm)

  This was an Email Response>>>

  NEW POST @ CHANDRAPUKAR… ભુરિયા ફળિયા કહાણી એ…..
  Dharamshi Patel
  To chadravada mistry May 13 at 7:40 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshihji..ABHAR>>>Chandravadan

  જવાબ આપો
 • 6. chandravadan  |  મે 16, 2015 પર 8:30 પી એમ(pm)

  This was an Email Response>>>
  Re: ભુરિયા ફળિયા કહાણી એક કાવ્યર.
  himatlal joshi
  To chadravada mistry Today at 7:19 AM
  પ્રિય ચંદ્ર વદન ભાઈ
  તમારી કવિતાથી કુંભાર કુંભ કાર પ્રજાપતિ વિશેનો ભુરીયા ફળિયાનો અને તમારા જન્મ સ્થળના ગામનો ઈતિહાસ જાણ્યો , તમારી યાદ શક્તિ અને કાવ્ય કલાને સોસો સલામું જય ખોડીયાર મા . મારા સસરાના કુળદેવી ખોડિયાર છે . આતા
  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

  Ataaji,
  Abhar !
  Tamone Kavya Rachana Gami Teno Anand.
  Jai Khodhiyar Mata !
  Chandravadan

  જવાબ આપો
 • 7. Ishvarlal R. Mistry.  |  મે 17, 2015 પર 5:34 એ એમ (am)

  Very nice poem on Bhuriyafaliya, good to remember your birth place.
  Well done Chandravadanbhai.
  Ishvarlal.

  જવાબ આપો
 • 8. રીતેશ મોકાસણા  |  મે 17, 2015 પર 11:09 એ એમ (am)

  માતૃભુમી અને વતન ની યાદ કદી મરતી નથી, એ સાર્થક કરતાં કાવ્ય ને માણ્યું. એ ફળિયામાં જવાનો લહાવો લેવાશે ખરો !

  જવાબ આપો
 • 9. સુરેશ જાની  |  મે 17, 2015 પર 3:17 પી એમ(pm)

  સરસ સંશોધન. ગમ્યું.

  જવાબ આપો
 • 10. P.K.Davda  |  મે 17, 2015 પર 3:18 પી એમ(pm)

  જનની જન્મભૂમિસ્ચ સ્વર્ગાદ અસિ ગરિયસી

  (મા અને જ્ન્મભૂમી સ્વર્ગથી પણ વધારે વહાલાં છે,)

  જવાબ આપો
 • 11. chandravadan  |  મે 18, 2015 પર 12:27 પી એમ(pm)

  This was an Email Response>>>

  May 17 at 9:24 PM
  Dear Chandravadanbhai,
  I read your poem on Bhuria Falia,Vesma.
  I stayed in my Mama’s home in Bhuria Falia for six years. First two years in primary school and next four years at
  AV School at Char Rasta.It was from 1941 to 1947.
  I admire your ability to create poems for anything to everything.
  With warm regards,
  Shashibhai
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Shashibhai,
  Your Comment means a lot for this Post.
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 12. nabhakashdeep  |  મે 20, 2015 પર 1:20 એ એમ (am)

  આપના વતન પ્રેમે, અમને પણ ભૂરિયા ફળિયાના વાસી બનાવી દીધા છે..અમને વેસ્માના સમાચાર વાંચવા મળે ને આપની યાદ રમી જાય.ખૂબ જ ભાવ ભરેલી રચના.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 13. pareejat  |  મે 21, 2015 પર 4:03 એ એમ (am)

  કોઈ ફળિયાનોય ઇતિહાસ હોય શકે છે, તેની ઓળખાણ હોય શકે છે.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 293,932 hits

Disclimer

સંગ્રહ

મે 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: