અનિલ ચાવડા કહાણીમાં કાવ્ય-પ્રેમ !

મે 8, 2015 at 12:40 પી એમ(pm) 9 comments

 

અનિલ ચાવડા કહાણીમાં કાવ્ય-પ્રેમ !

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના નાનકડા ગામે જન્મી,

ભલે ગરીબાય હોય, પણ બાળપણથી જે છે કાવ્ય લેખન પ્રેમી,

એ છે અનિલ ચાવડા, બીજો કોઈ નહી !…………………………(ટેક)

 

ગામડે શાળાઓમાં ભણતા, અમદાવાદમાં કોલેજ અભ્યાસ કરતા,

કાવ્ય સર્જનની આદતે, ભજન મંડળે કોઈવાર ભજનો રચતા,

લાગ્યો રે નાતો સાહિત્ય સંગે અનિલને !…………………………..(૧)

 

ગામડે ગરીબી અને ખેતી મજુરી નિહાળી ‘ને અનુભવી,

જીવનમાં સંઘર્ષ કરવાની આદતે, ઉચ્ચ શિક્ષણનો મતલબ જાણી,

કાવ્ય રચવાની લગનીનો રંગ લાગ્યો છે અનિલને !…………………(૨)

 

કાવ્યો લખે પણ ના જાણે કાવ્યોમાં છંદો હોવા જરૂરીત,

એક પુસ્તક વાંચન અને કવિઓ દ્રારા પ્રેરણાઓ મેળવી,

અંતે, શુધ્ધ કાવ્ય-રચનાઓ બની છે અનિલની !………………….(૩)

 

પ્રકૃતિ, જીવન અનુભવો કાવ્ય સર્જન પ્રક્રિયામાં ફાળો દેતા,

કાવ્યો દ્વારા લોકપ્રિયતા અને અનેક એવોર્ડો હાંસીલ કરતા,

આખરે, યુવાજીવને મળે કવિપદ અનિલને !……………………….(૪)

 

શરૂઆતે અછંદ અને પછી ખરેખર શુધ્ધ કાવ્યો લખી,

અંતે જીવન સફરે,ગઝલ રચનાઓ લખવાનું પસંદ કરી,

ગુજરાત સાહિત્યકારોમાંથી એક યાત્રા છે અનિલની !……………….(૫)

 

કવિતા સર્જન સાથે અખબારોમાં પણ લેખન કરનાર,

સંસારી જીવન સફરે જીવન માટે કલમનો આધાર લેનાર,

ચંદ્ર આજે વંદન અર્પે છે અનિલને !………………………………(૬)

 

કાવ્ય રચના ઃ તારીખ એપ્રિલ,૧૩,૨૦૧૫                   ચંદ્રવદન

 

બે શબ્દો...

આજે જે કાવ્ય પોસ્ટ છે તે ગુજરાતના યુવા કવિ “અનિલ ચાવડા”ના જીવન વિષે છે.

અનિલે જ મોકલેલી એક ઈમેઈલમાં એમના થયેલા ઈન્ટરવ્યુનું લખાણ વાંચતા એમના જીવન અને કાવ્યપ્રેમ વિષે જાણ્યું.

જે જાણ્યું એ જ મેં કાવ્યરૂપે કહેવા પ્રયાસ કર્યો છે.

જેમણે આ ઈન્ટરવ્યુ વાંચવું હોય તેઓ નીચેની લીન્કે જઈ શકે છે >>>

અનિલ ચાવડા સાથે સંવાદ – આરાધના ભટ્ટ
HTTP://WWW.ANILCHAVDA.COM/ARCHIVES/1547

આશા છે કે તમોને આ પોસ્ટ ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Anil Chawda….a young Poet ( Kavi) of Gujarat.

Born in a poor family in a village in Gujarat.

From the childhood, his heart was always involved into the poetry.

Reading about his life, I had attempted to tell that story in a “kavya-like” format….My way of VANDAN to him.

Hope you enjoy this Post.

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

ચંદ્રવિચારધારા (૧૮) …સુખ યાને હેપીનેસ એટલે શું ? મધર્સ ડે યાને માતાનો દિવસ !

9 ટિપ્પણીઓ Add your own

 • 1. P.K.Davda  |  મે 8, 2015 પર 5:39 પી એમ(pm)

  Like Jignesh Adhyaru, Anilbhai is another example of rising from the advesities and achieving a place in the society.

  જવાબ આપો
 • 2. pravina Avinash kadakia  |  મે 8, 2015 પર 5:43 પી એમ(pm)

  છંદમાં લખવાના પ્રયત્નો ચાલુ છે. અનિલભાઈ પ્રેરણા !

  જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  મે 8, 2015 પર 7:44 પી એમ(pm)

  કવિ અને લેખક શ્રી અનીલ ચાવડા એ ગુજરાતી સાહિત્ય જગતમાં એક ઉગતો સિતારો છે. યુવાન વયે એમણે એમનું સ્થાન નિશ્ચિત કરી બતાવ્યું છે. એમને અભિનંદન અને શુભેચ્છાઓ .

  જવાબ આપો
 • 4. Vimala Gohil  |  મે 8, 2015 પર 8:24 પી એમ(pm)

  નવનીતસમર્પણમા વાંચેલ,ફરી અહીં આપની કવિતા સાથે વાંચતા આનંદ થયો.
  આરાધનબેન મુલાકાતી સંવાદના પ્રશ્નો દ્વારા વ્યક્તિનુ સાંગોપાંગ વ્યક્તિત્વ ઉપાસાવી દે છે.
  અહિ આપની અનિલભાઈ વિષેની કવિતામાં પણ ઍ જોવા મળ્યુ.
  સંજય વૈદ્ય અન પ્રીતીસેન ગુપ્તા સાથેના આરાધનબેનના સંવાદો પણ રસપ્રદ હતા.

  જવાબ આપો
 • 5. chandravadan  |  મે 9, 2015 પર 7:08 પી એમ(pm)

  This was an Email Response>>>

  Re: NEW POST… અનિલ ચાવડા કહાણીમાં કાવ્ય-પ્
  Dharamshi Patel
  To chadravada mistry May 8 at 7:46 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Abhar for Reading the Post,Dharamsihji>>>C M MISTRY

  જવાબ આપો
 • 6. રીતેશ મોકાસણા  |  મે 10, 2015 પર 11:51 એ એમ (am)

  અન્કલ, માટે તો ઓર ગૌરવ લેવા જેવું. નભમાં ચન્દ્ર માફક તેમની રચનાઓ છવાયેલી રહે એજ અભ્યર્થના.

  જવાબ આપો
 • 7. Anil Chavda  |  મે 20, 2015 પર 7:29 એ એમ (am)

  પ્રિય સાહેબ
  આપે મને અને મારા સર્જનને આપની કવિતામાં વણી લોકો સુધી પહોંચાડી આપ્યા તે બદલ આપનો દિલથી આભારી છું.

  જવાબ આપો
  • 8. chandravadan  |  મે 20, 2015 પર 1:13 પી એમ(pm)

   અનિલભાઈ,

   તમારો પ્રતિભાવ વાંચ્યો.

   હ્રદયદ્વારો ખોલી, એક વ્યક્તિ વિષે સ્નેહશબ્દોમાં એક રચના કર્યા બાદ એ જ વ્યક્તિ એવી રચના વાંચી એની ખુશી દર્શાવે ત્યારે રચનારના હૈયે “જે ખુશી” થાય તેને શબ્દોમાં વર્ણન કેવી રીતે કરી શકાય ?

   અનિલભાઈ, તમે પધારી આ પોસ્ટરૂપી રચના વાંચી “બે શબ્દો” લખ્યા તે વાંચી મને સંતોષભર્યો આનંદ થયો છે.

   તમોએ તમારી રચનાઓ દ્વારા અનેકના હ્રદય જીતી લીધા છે અને “ગુજરાતના સાહિત્ય”ને શિખરે લાવી ગૌરવ વધાર્યું છે. માતા સરસ્વતીની કૃપા તમારા પર વરસતી રહે અને તમારી કલમે અનેક કાર્યો થતા રહે એવી આશા.

   ફરી તમો મારા બ્લોગ પર પધારશો એવી આશા !

   >>>ચંદ્રવદન

   જવાબ આપો
 • 9. pareejat  |  મે 23, 2015 પર 1:04 એ એમ (am)

  એમનું લખાણ મને બહુ રુચે છે. બહુ સુંદર લખાણ છે તેમનું.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 177 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 391,414 hits

Disclimer

સંગ્રહ

મે 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: