ચંદ્રવિચારધારા (૧૮) …સુખ યાને હેપીનેસ એટલે શું ?

મે 5, 2015 at 12:41 pm 6 comments

ચંદ્રવિચારધારા (૧૮) …સુખ યાને હેપીનેસ એટલે શું ?

૩૦મી માર્ચ,૨૦૧૫ના દિવસે, વિનોદભાઈ પટેલે એમના બ્લોગ “વિનોદ વિહાર”પર “સુખની શોધમાં આખું જગત”નામે એક પોસ્ટ પ્રગટ કરી. એ પોસ્ટ મેં વાંચી અને પ્રતિભાવ આપ્યો. એ પ્રતિભાવમાં મારા “કાવ્ય”રૂપે થોડી વિચારધારા હતી. એ વાંચ્યા બાદ, વિનોદભાઈએ મને એક ઈમેઈલ મોકલ્યો. જે તમો સૌ નીચે વાંચી શકો છો>>>>

 

New comment on વિનોદ વિહાર

જગત દોડી રહ્યું આજે ,સુખ ખુશીની શોધમાં, ભુલાતી …
વિનોદભાઈ,
તમો તમારા બ્લોગ પર વીડીયો સાથે માહિતી પ્રગટ કરો છો તે વાંચી ખુબ જ આનંદ થાય છે.
આ પોસ્ટ હતી સુખ કે આનંદ વિષે.
જાણેલું વાંચી હૈયું અને મનડું ખુશી,
અજાણને જાણી હૌયું અને મનડું ખુશી,
સુખ કે હેપીનેસ જે માનવી કહે કે ઈચ્છે,
એ મેળવવા હૈયા મનડે આશાઓ ભરે,
આશાઓ ફળતા માનવ કહે હું છું ખુશ,
આનંદ એવો માણી, પળભર છે એ ખુશ,
તો “પરમ આનંદ” શું છે જરા તમે મુજને કહો,
જે દેહના ઉંડાણમાંથી તેને “પરમ આનંદ” કહો,
જેમાં રહે પ્રભુરૂપી દિવ્ય પ્રકાશ, એવું તમે જાણો,
સમજ એવી ગ્રહણ કરી, સચ્ચિદાનંદને પહેચાણો !
>>ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar..Your Comments give the Happiness !

 

 

હિન્દુ ધર્મ કે સનાતન ધર્મની વિચારધારા પ્રમાણે “ખરૂં” સુખ યાને “પરમ સુખ” એટલે “પરમ આનંદ”. એ અનંત હોય….જ્યાં “પરમ તત્વ”કે પ્રભુની અનુભુતી હોય.

પણ….સંસારી માનવી “મોહમાયા”થી લીપટાયેલ હોવાના કારણે ફક્ત “ક્ષણભર” આનંદને અનુભવી શકે છે.

માનવ દેહ સાથે મળેલા “જીવ”નો સ્વભાવ દેહ ભીતર સમાયેલ પ્રભુ તત્વના કારણે હંમેશા “આનંદ”ની શોધમાં જ હોય છે.

માનવનું “મન” એને આનંદ પ્રાપ્ત કરવા વિચારો જાગૃત કરે છે….અને ત્યારે એનું “હ્રદય” એને આનંદ મેળવવા દોરવણી/સમજ આપે છે.

સંસારી ઘટનાઓમાં ફાળો આપતા માનવી અંતે પોતાના માટે આનંદ ચાહે છે.

કર્મો માનવી કરે….જ્યારે જ્યારે મુખડે “હાસ્યભાવ” કે “ખુશી”નો અનુભવ થાય ત્યારે ત્યારે ક્ષણો માટે જે અનુભવે તેને આનંદ કહી માનવી મનમાં “શાંતી” પણ અનુભવે છે.

જ્યારે જ્યારે સંજોગો કે ઘટનાઓ મુખડે “આંસુંઓ” કે મનમાં “અશાંતી” લાવે ત્યારે ત્યારે “આનંદ” માનવીથી દુર હોય.

અને, માનવી ફરી ફરી આનંદની “શોધ”માં રહે છે.

આ પ્રમાણે જીવનભર માનવીની “આનંદ માટેની દોડ” ચાલું જ રહે છે.

“ક્ષણભર્યા” આનંદથી સંતોષ માની લેતા માનવી આ સંસારમાં અંધકારમાં રહે છે.

પણ….જીવન સફરે કદી માનવી કોઈ ઘટના કારણે કે પછી કોઈ જ્ઞાનીના માર્ગદર્શને મન અને હૈયામાં “દિવ્ય શક્તિ”પ્રકાશની સમજ મેળવી શકે તો એ ત્યારે “ક્ષણભર્યા આનંદ” ને બદલે “પરમ આનંદ”મેળવવાની આશાઓમાં રહે છે.

જ્યારે કોઈ પણ માનવી “પરમ આનંદ”ની સમજ મેળવે ત્યારે એનું “સ્વ”પણું દુર થાય અને એની નજર “અન્ય” તરફ વળે છે….માનવ હૈયે અન્ય પ્રત્યે “પ્રેમ” જાગૃત થતા, એ અન્યના “સુખ”નું વિચારે. આવું માનવ “પરિવર્તન” એટલે માનવી જરૂરથી એના જીવનમાં “પરમ આનંદ”તરફ આગેકુચ કરી રહ્યો છે ….આ છે મારો મત !

આથી મારે અંતે આટલું જ કહેવું છે>>>

ફક્ત પોતાના આનંદનું ત્યાગી, અન્યના આનંદમાં ખુશી અનુભવવાની આદત દ્વારા હૈયે “પ્રેમ ઝરણા”વહે તેમાં સ્નાન કરતા માનવી “ક્ષણભર્યો” આનંદ અનુભવી અંતે પરિવર્તનરૂપે “પરમ આનંદ”ને પામી શકે છે….અને કદી “પરમ આનંદ” ના પણ મેળવી શકે તો પણ એનું જીવન ધન્ય બની ગયું હશે. 

આ રહી “ચંદ્રવિચારધારા” !

હવે…તમો આ પોસ્ટ વાંચી મારી સાથે સહમત હોય કે નહી, પણ તમારી વિચારધારા તમારા પ્રતિભાવરૂપે જરૂરથી જણાવશો.

હું તમારા પ્રતિભાવો વાંચવા આતુર છું !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

WHAT IS HAPPINESS ?

This is the TOPIC discussed in this Post.

Such DISCUSSIONS had been published in other Blogs too.

Here I am telling my VIEWS as CHANDRAVICHARADHARA.

AND INVITING YOU ALL TO READ & EXPRESS YOUR VIEWS.

I will be eager to read your VIEWS as your COMMENTS.

 

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: ચંદ્રવિચારધારા/Chandravichardhara.

એક અનોખું પતિ પત્ની મિલન !…..સુજાની બર્થડે સમયે ! અનિલ ચાવડા કહાણીમાં કાવ્ય-પ્રેમ !

6 Comments Add your own

 • 1. Vinod R. Patel  |  મે 6, 2015 at 2:42 pm

  આપનો આભાર , સુખ અંગેની પોસ્ટ રી-બ્લોગ કરવા માટે

  Reply
 • 2. P.K.Davda  |  મે 6, 2015 at 5:43 pm

  સુખ અને દુખ એક જ સિક્કાની બે બાજુ છે. ટોસ કરીયે તો ક્યારેક સુખ આવે, ક્યારેક દુખ આવે.

  Reply
 • 3. pravina Avinash kadakia  |  મે 6, 2015 at 6:34 pm

  સુખ અને દુખ મનની અવસ્થા છે. દરેક વ્યક્તિને માટે ભિન્ન છે.

  Reply
 • 4. chandravadan  |  મે 6, 2015 at 10:35 pm

  This was an Email Response>>>

  Re: NEW POST………………..ચંદ્રવિચારધારા (૧૮) …સ
  Dharamshi Patel
  To chadravada mistry May 5 at 7:48 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamsihji>>>ABHAR for READING>>DR. MISTRY

  Reply
 • 5. La Kant Thakkar  |  મે 9, 2015 at 6:43 am

  “તો “પરમ આનંદ” શું છે જરા તમે મુજને કહો,
  જે દેહના ઉંડાણમાંથી તેને “પરમ આનંદ” કહો,
  જેમાં રહે પ્રભુરૂપી દિવ્ય પ્રકાશ, એવું તમે જાણો,
  સમજ એવી ગ્રહણ કરી, સચ્ચિદાનંદને પહેચાણો” [ Dr. chandravadanmistry]
  ********************************************************************************
  તમારા ઉપરના લખાણે….મને પ્રેર્યો . મનગમતી વસ્તુ ….હૈયાની વધુ કરીબ …

  “સરલ છે માર્ગ પરમ સુધી પહોંચવાના,ક્યારેક આવે વળાંકો ,આવે યાત્રાની મઝા ” -આ મારી ‘પન્ચ-લાઈન” મારા ૨૦૧૩ના આ ‘કાવ્ય-સંગ્રહ’-“પરમ આનંદ” માંથી … ” કંઈક ”
  “….ચોકડી મારીને બેઠા પછી, પ્રભુ નામ-સ્મરણસહ અંતરમાં ધ્યાન, સત્ય નારાયણ ગોયન્કા પ્રણિત , એવં sri sri ravishankar પ્રેરિત , આર્જેન્ટીનાના ”સિલો”ની જેવી પદ્ધતિઓને સહારે ખુદને તપાસવાનું, રમણ મહર્ષિની ”સેલ્ફ-ઇન્ક્વાયરી” માં પળોટાવાનું , સહજ શક્ય બનતું ગયું. “એક પ્રકારનો નિજી આંતરિક “આનંદ” પ્રાપ્ત થયો… ઈશ-કૃપાના ચાલકબળે અને કર્મગત અને આધીન સ્વયં-સંચાલિત યંત્રણા દ્વારા મનન-મંથન-ચિંતન અને ક્વચિત, રસ અને અભિરુચિને કારણે નિમિત્ત પ્રેરક સાહિત્ય-વસ્તુ-વાનાં-સાધનો સામે ચાલીને મારા સુધી કાલાનુક્રમે આવતા / પહોંચતા રહ્યા. ……”
  *******************************************************************************
  પ્રસ્તાવના માંથી ……..

  “પરમ આનંદની પ્રાપ્તિ તરફનો પ્રયાસ”

  “ક્યારેક આકાશમાં તારા-દર્શન કરતાં મન આનંદ અનુભવે તો , કયારેક વર્ષાની રિમઝિમ મન ને તરબતર કરી દે, કદીક ભોજનનો આસ્વાદ ,તો કદીક પ્રિયજનનું મિલન હૃદયને પુલકિત બનાવી દે, પણ આ બધી આનંદ-દાયક ઘટનાઓ આવે અને વિરમે…..,પરંતુ ‘પરમ આનંદ’ની અવસ્થા-દશા પ્રાપ્ત થઇ ગયા પછી એ ક્યારે પણ છૂટે નહીં. પરમ આનંદની પ્રાપ્તિ તો અદભૂત હોય જ ,પણ એની પ્રાપ્તિ તરફના પ્રયાણનો આનંદ જ્યારે શ્રી લક્ષ્મીકાંત ઠક્કરે અનુભવ્યો હશે ત્યારે જ એમની કલમમાંથી કાવ્યની ધારા વહી હશે એવો અનુભવ મેં જ્યારે એમની હસ્તપ્રત વાંચી ત્યારે મને થયો. ક્યારેક, નિર્બંધ બનીને વહેતું ઝરણું,તો ક્યારેક પ્રાસાનુપ્રાસના કિનારામાં વહેતી સરિતા પરમ આનંદની પ્રાપ્તિ તરફ ગતિશીલ બનતી દેખાય છે . કવિએ પોતાના અંતરમનનાં આંદોલનોને આબાદ ઝીલી લઇને શબ્દોથી સુશોભિત બનાવ્યા છે . “ભવ્ય કોઈની ભીતર બંસી બાજી છે” , “પરમનો પાવન સ્પર્શ કરતો હું ” , “ માત્ર અહં બ્રહ્માસ્મિ વારંવાર રટતો હું ” જેવી પંક્તિઓ કવિની આત્માનુભૂતિ છે. અંતરના અજવાળામાં આનંદનો ઓચ્છવ કરતા કવિ લખે છે કે,
  ” સુવાસ અને શ્વાસના અભેદ બિંદુએ સ્થિરતા, આનંદ,
  અવાજ-નાદ ને શાંતિનો કેવો આ એહસાસ છે, આનંદ! ”
  વળી , ભીતરના અંધકારને ઉલેચવા મથતા માણસની પ્રાર્થનાને તાદૃશ કરતાં કવિએ લખ્યું છે,કે:- ” ભીતર ભર્યો કાળો અંધાર ઉલેચો નાથ,
  અમને ઉજાળો ,આપો તમારો હાથ,નાથ .”
  શબ્દોના સામર્થ્યને વધાવતા કવિ, મૌનનું મૂલ્ય સમજાવતાં લખે છે કે,
  ” શબ્દો મારી જાન ને ,વાણી મારી શાન ,તારા મૌન ની સમીપે ,આન-બાન કુરબાન .”અંતરના આનંદ , જગતનાં દ્વંદ્વ અને કાવ્ય-સર્જનને એક તાંતણે બાંધવાનું કઠિન કાર્ય એટલે કવિનો સર્જન પ્રયાસ ! શ્રી લક્ષ્મીકાંત ઠક્કર,”કંઈક”એ કવિના કર્મનો સન્નિષ્ઠ પ્રયાસ કરતાં લખ્યું છે, કે,
  સામે ઉભેલા જીવતા જગતની વાત જુદી છે ,
  ભીતરના સ્વના સમીકરણો ની વાત જુદી છે ,
  વિપરીત ઘણુંએ જીવ્યા પછીની વાત જુદી છે ,
  અલખને ઓટલે બેઠેલા નીર્લેપની વાત જુદી છે.’
  જીવાયલા જીવનની ઘણીબધી પળોની સ્મૃતિઓને સંદૂકમાંથી કાઢીને એમાં અનુભવોનું મેળવણ કરી, કવિ પોતાની હૃદયસ્થ લાગણીઓને વ્યકત કરતાં પોતાની જીવન-સંગિની ને સંબોધીને લખે છે,કે,-
  “તું મારો આયનો છે, ‘પુષ્પા’ ,મારાં ખુશીના વાનાં ક્યાં છે છાનાં ?
  એના ન હોય કરાર કોઈ, દીધું, કર્યુ, માણ્યું એ જ આનંદ-વાનાં.”
  સંઘર્ષશીલ જીવનમાં , કવિએ એકાઉન્ટન્ટ તરીકે લાંબી કારકિર્દી વિતાવી છે . આંકડાઓ સાથેનો એમનો ઘરોબો ક્યારેક, કવિતામાં દૃષ્ટિગોચર થતો રહે છે. લાંબા હિસાબો પછી, સરવાળે શૂન્યતાનો ભાવ અનુભવતા ‘કંઈક’ લખે છે કે , ” અન્તત : બધું એક જ, ને, છેવટે તો ‘શૂન્ય’,
  આમ કરો કે ,તેમ, થાય બધું એમ જ શૂન્ય !”
  આમ વિવિધ રીતે ,અવનવા રૂપકોથી કવિતાને વધાવતા,શણગારતા , કવિશ્રી લક્ષ્મીકાંત ઠક્કર , “કંઈક”ના આ કાવ્ય-સંગ્રહ “પરમ આનંદ”માં એમના હૃદયની ઊર્મિ,અનુભવનું આંધણ, તથા આનંદના આવિર્ભાવનો ત્રિવેણી-સંગમ રચાય છે .કવિતાઓ, મુક્તકો , હાઈકુઓનો પણ સમાવેશ ‘પરમ આનંદ’માં કરાયો છે, જે સંગ્રહને વિવિધતાસભર બનાવે છે. તો ક્યાંક મૂળ તત્વને પ્રદર્શિત કરવા માટેનો પરિશ્રમ દેખાય છે. એ સિવાય દરેક રચના નિજાનંદ તરફના કવિના વલણને તથા ‘ પરમ આનંદ’ પ્રાપ્તિના તેમના પ્રયાસને સુંદર રીતે ઉજાગર કરે છે.
  પોતાના પરિવાર માટે પરિશ્રમ કરનારા, નિજાનંદ માટે સાહિત્યસર્જન કરનારા પ્રિય મિત્ર કવિશ્રી લક્ષ્મીકાંત ઠક્કર , ‘કંઈક ‘ના પ્રથમ કાવ્ય સંગ્રહ “પરમ આનંદ” ના પ્રકાશન પ્રસંગે એમને ખૂબ ખૂબ અભિનંદન ,
  -પ્રફુલ જોષી ,[ ડોમ્બીવલી,મુંબઈ ]
  ******************************************************************************* “સારાને સારૂં જ મળે,સામે આવે, એવું બનતું જોવાય છે. (એક ગોત્ર-જાતના ગુણધર્મો ધરાવતા) જૂથવાદ – ગ્રૂપીઝમ-“લાઇક એટ્રેક્ટ્સ લાઇક “ ને આધીન જ હોય ને? છે જ .આવા વિશ્વાસ –ખાતરી દૃઢતર થતા રહ્યા છે.આજ તો આધ્યાત્મ-પથની બલિહારી છે. હરિ છે તેમજ રહેવા દે. મારા માટે સારું છે,વધુ શ્રેયસ્કર હોય તે જ થાય.બસ, “ અંતરતમ મમ વિકસિત કરો હે અંતર્યામી!”એજ પ્રાર્થના.”
  -ઘણે વખતે ….. આ આમ મુખરિત થવાયું ….-લા’કાન્ત / ૯.૫.૧૫

  Reply
  • 6. chandravadan  |  મે 9, 2015 at 1:40 pm

   લક્ષ્મીકાન્તભાઈ,

   લાંબા સમય બાદ, તમે બ્લોગ ઓઅર પધારી, પ્રતિભાવરૂપે જે લખ્યું તે વાંચી ખુશી.

   આ પણ “ક્ષણભર્યો આનંદ” કહેવાય.

   પણ…..આ આનંદમાં ચર્ચા જે છે તે અંતે તો “પરમ આનંદ” તરફ જ દોરે છે.

   એથી…નરસીંહ મહેતાના શબ્દો”એમનું એમ”ને લઈ એક રચના કરી તેમાંથી પંક્તિઓ>>>

   પૃથ્વી ફરતી રહે,અને સાથે ગ્રહો બધા પણ ફરે,

   છતાં, આકાશ એમનું એમ જ રહે, એ ના ફરે,

   નિરક્ષણ આવું કરતા, પ્રભુ, યાદ તારી એ લાવે,

   એવી યાદમાં, પ્રભુ તું એમનો એમ ‘ને આકાશની યાદ આવે,

   અને અંતિમ પંક્તિ છે>>

   મોહમાયાથી મળ્યો છુટકારો,જ્યારે હું ગાયબ અને હવે છે ફક્ત તું,

   ના રહી ઈચ્છા મોક્ષ કે સ્વર્ગની, બસ,પ્રભુ પરમ શાંતી જ છે તું,

   મળ્યાનો આનંદ..ફરી મળવાની આશા !

   >>>ચંદ્રવદન

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

મે 2015
M T W T F S S
« Apr   Jun »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: