વંદના કે અંજલી !

એપ્રિલ 27, 2015 at 1:00 પી એમ(pm) 12 comments

 

pushp

વંદના કે અંજલી !

અખિલ જગતના દર્શન કરી, પ્રભુ તારૂં સ્મરણ કરૂં,

સર્વ જીવો સહીત માનવીઓમાં પ્રભુ તુંજને હું નિહાળું,

જીવતી જાગતી આ દુનિયામાં સૌને હું તો વંદન કરૂં,

આવા હ્રદયભાવો રહી, પ્રેમ-ઝરણે સ્નાન હું કરતો રહું !………….(૧)

 

સંસારી માનવ તો જીવનમાં કર્મો કરતો રહે,

જન્મ અને મરણ વચ્ચે એની જીવન સરિતા વહે,

જાણે કે અજાણે સારા કે નબળા કર્મો થતા રહે,

સર્વ કર્મોમાં સારૂં નિહાળી, સૌને વંદન મારા રહે !…………………(૨)

 

માનવ દેહ નથી કાયમનો, આખરે છે અંત એનો,

મૃત્યુ સમય કેમ,ક્યારે અને ક્યાં તે છે નિયમ પ્રભુનો,

એવા સમયે,રહે કર્મોરૂપી પહેચાણ જગમાં એ જ ક્રમ સૌનો,

આત્મા અમર છે એવું સમજી, અંજલી અર્પણ કરવાનો હક્ક છે ચંદ્રનો !……….(૩)

 

વંદના કે અંજલી શબ્દોમાં અર્પણ કરી છે અનેક,

 જાણેલ કે કોઈ અજાણ વ્યક્તિઓ વિષે લખી હતી અનેક,

આખરે, સૌમાં આત્મારૂપી દર્શન કરતા, નિહાળ્યો છે પ્રભુ એક,

શબ્દોમાં હ્ર્દયભાવો અને પ્રભુ- ગુણલા ગુંથી, લીધી છે તકો ચંદ્રે અનેક !………..(૪)

 

કાવ્ય રચના ઃ તારીખઃ માર્ચ,૨૦,૨૦૧૫                      ચંદ્રવદન

 

બે શબ્દો…

અનેક “અંજલી”રૂપી કાવ્ય રચનાઓ તમે આગળ વાંચી.

એ પહેલા પણ આ બ્લોગ પર અનેક “અંજલી કાવ્યો” તમે વાંચ્યા જ હશે.

કોઈ જીવ માટે એનું જીવનનું જાણી, “વંદના”રૂપી કાવ્ય રચનાઓ પણ કરી હતી.

આ બધું યાદ કરતા, આ કાવ્ય-પોસ્ટ થઈ છે.

આ કાવ્ય રચના દ્વારા તમોને ખ્યાલ આવશે કે ચંદ્ર-હ્રદયમાંથી સૌ માટે શુભ ભાવનાઓની પ્રસાદી અર્પણ થઈ છે.

સર્વ રચનાઓમાં “પ્રભુ-પ્રેરણા”નો આધાર છે…જે કાંઈ શક્ય થાય તેમાં પ્રભુની કૃપા જ છે….મારૂં તો કાંઈ નથી !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

After so many Posts as the ANJALI KAVYO…..I thought of this Post.

I wanted to convey my feelings for OTHERS that INSPIRE me to create the POEMS in GUJARATI …It is my way of “paying my last Respects” to a Person who had lived on this Earth as a HUMAN and as a MORTAL departed this Earth. While on the Earth he/she had  done ALL ACTIONS. Within these, I see the GOOD and I express that as a POEM.

These CREATIONS are possible because of the INSPIRATIONS from GOD.

Hope you had liked the Posts I had published.

Many of you had prayed for the ETERNAL PEACE for the SOULS.

I THANK you ALL !

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

છગનભાઈ ઉનાગર જીવનકહાણી ! ચંદ્રવિચારોશબ્દોમાં (૩૩)

12 ટિપ્પણીઓ Add your own

 • 1. P.K.Davda  |  એપ્રિલ 27, 2015 પર 3:06 પી એમ(pm)

  ડોકટર સાહેબ, એ બધી અંજલીઓ પણ છે અને વંદના પણ છે. જે આપણી સાથે હતા પણ આજે નથી એમને યાદ કરવાની આનાથી સારી બીજી કોઈ રીત હોઈ જ ન શકે. તમારી લાગણીઓને વંદન.

  જવાબ આપો
 • 2. Pravina Avinash  |  એપ્રિલ 27, 2015 પર 3:20 પી એમ(pm)

  વંદના કે અંજલી શબ્દોમાં અર્પણ કરી છે અનેક,
  જાણેલ કે કોઈ અજાણ વ્યક્તિઓ વિષે લખી હતી અનેક,

  Good deed and thought

  pravinash

  જવાબ આપો
 • 3. captnarendra  |  એપ્રિલ 27, 2015 પર 3:38 પી એમ(pm)

  આખરે સૌમાં આત્મારૂપી દર્શન કરતાં, નિહાળ્યો છે પ્રભુ એક! જીવમાં શિવનું દર્શન કરી તેની વંદના કરતા આ કાવ્યમાં આપની નમ્રતા હૃદયને સ્પર્શી ગઈ.

  જવાબ આપો
 • 4. SARYU PARIKH  |  એપ્રિલ 27, 2015 પર 6:55 પી એમ(pm)

  આખરે, સૌમાં આત્મારૂપી દર્શન કરતા, નિહાળ્યો છે પ્રભુ એક,
  શબ્દોમાં હ્ર્દયભાવો અને પ્રભુ- ગુણલા ગુંથી, લીધી છે તકો ચંદ્રે અનેક”
  Very nice vandana….
  Saryu

  જવાબ આપો
 • 5. chandravadan  |  એપ્રિલ 27, 2015 પર 9:22 પી એમ(pm)

  This was an Email Response>>>

  Re: Fw: NEW POST @ CHANDRAPUKAR ………………………..વંદના કે અં………………
  harnish jani
  To chadravada mistry Today at 12:56 PM
  આપનું આ કાવ્ય સુંદર રચાયું છે. આખી માનવજાત અને સૃષ્ટિને આવરી લેતું.
  શબ્દો લયમાં ગોઠવાયા છે. અભિનંદન.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Harnishbhai,
  Abhar.
  Fari Avjo !
  Chandravadan

  જવાબ આપો
 • 6. nabhakashdeep  |  એપ્રિલ 28, 2015 પર 4:15 એ એમ (am)

  આખરે, સૌમાં આત્મારૂપી દર્શન કરતા, નિહાળ્યો છે પ્રભુ એક,

  શબ્દોમાં હ્ર્દયભાવો અને પ્રભુ- ગુણલા ગુંથી, લીધી છે તકો ચંદ્રે અનેક
  સુંદર સત્ય દર્શનના મનોભાવ..એક ઉંચું પદ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 7. Vinod R. Patel  |  એપ્રિલ 28, 2015 પર 5:59 એ એમ (am)

  આખરે, સૌમાં આત્મારૂપી દર્શન કરતા, નિહાળ્યો છે પ્રભુ એક,
  શબ્દોમાં હ્ર્દયભાવો અને પ્રભુ- ગુણલા ગુંથી, લીધી છે તકો ચંદ્રે અનેક !

  જાણીતા અને અજાણ્યાઓ માટે પણ અંજલિ આપવાની હૃદયની ભાવના

  એ આપની વિશેષતા રહી છે જે સરાહનીય છે .

  જવાબ આપો
 • 8. chandravadan  |  એપ્રિલ 28, 2015 પર 1:45 પી એમ(pm)

  This was an Email Response>>>

  Re: NEW POST @ CHANDRAPUKAR ………………………..વંદના કે અંજ

  Dharamshi Patel
  To chadravada mistry Apr 27 at 7:44 PM
  Hari om,

  Waw

  Dharamshi Limbani Thane Mumbai
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamsihji,
  Abhar for Reading the Post !
  Chandravadan

  જવાબ આપો
 • 9. vimala  |  એપ્રિલ 28, 2015 પર 7:49 પી એમ(pm)

  જાણીતા અને અજાણ્યાઓ માટે અંજલિ આપી વંદના કરતી કૃતી દ્વારા આપના દિલની .ઉચ્ચતા નિષ્પન થાય છે.
  આપની રચનાઓ દ્વારા સમજણની અનેક પ્રેરણા પ્રાપ્ય બને છે .આભાર

  જવાબ આપો
 • 10. chandravadan  |  એપ્રિલ 29, 2015 પર 12:34 પી એમ(pm)

  This was an Email Response>>>

  વંદના કે અંજલી !

  Apr 28 at 9:00 PM
  Bahu j sundar.
  Purvi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Puvi,
  Abhar !
  Dr. Mistry ( Uncle)

  જવાબ આપો
 • 11. chandravadan  |  એપ્રિલ 29, 2015 પર 12:38 પી એમ(pm)

  This was an Email Response>>>

  Re: NEW POST @ CHANDRAPUKAR ………………………..વંદના કે અંજ

  Dharamshi Patel
  To chadravada mistry Apr 28 at 7:43 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamsihji,
  Abhar Tamaro
  Chandravadan

  જવાબ આપો
 • 12. Ishvarlal R. Mistry.  |  મે 2, 2015 પર 12:55 એ એમ (am)

  very nice post and Anjali poems.keep up the good work ,best wishes always.
  Ishvarlal.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 177 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 391,415 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

%d bloggers like this: