શાંતીલાલ ભગત કે શાંતીલાલસરને અંજલી !

એપ્રિલ 21, 2015 at 1:54 પી એમ(pm) 9 comments

શાંતીલાલ ભગત કે શાંતીલાલસરને અંજલી !

 

શાંતીલાલ ભગત નામે જગમાં પ્રજાપતિજન એક,

શાળા ટીચર નાતે પ્રેમથી શાંતીલાલ સર કહે અનેક,

અંજલી અર્પણ કરૂં છું એમને !………………………..(ટેક)

 

ગુજરાતના નળોદબીગ્રી ગામે જન્મ જેનો હતો,

નવસારીના પ્રજાપતિ આશ્રમે રહી શાળા અભ્યાસ જેનો હતો,

સગા સ્નેહીના કારણે આફ્રીકાના નોર્થ રોડેસીયામાં વસવાટ જેણે કર્યો,

એવા સહાસીને આજે ચંદ્ર નમન કરે !………………………(૧)

 

અંગ્રેજી ભણતર અને શિક્ષણ પ્રેમ જેના હૈયે વહેતો રહે,

એવા શાંતીલાલ તો લુસાકાની ઈન્ડીયન શાળાના ટીચર બને,

 “લોટસ” શાળા-બાળકો એમને પ્રેમથી શાંતીલાલસર કહે,

એવા શિક્ષણપ્રેમીને આજે ચંદ્ર નમન કરે !…………………(૨)

 

૧૯૬૪માં નોર્થ રોડેસીયાને સૌ ઝામ્બીઆ નામે પૂકારે,

સંજોગો બદલાતા, શાંતીલાલ તો ટીચરની નોકરી છોડે,

પરિવારના પ્રેમ અને ગુજરાન માટે દુકાન ખોલી ધંધો કરે,

એવા પરિવારપ્રેમીને આજે ચંદ્ર નમન કરે !……………..(૩)

 

સંસારી જીવનમાં દીકરા દીકરીઓનું સંતાન સુખ મળે,

સંતાનો સર્વે અમેરીકા હશે એવા વિચારો હૈયે ભરે,

થોડી આશા પુરી કરી, ફરી નિરાશાઓ પણ હૈયે ભરે,

એવા સંસારીને આજે ચંદ્ર નમન કરે !…………………(૪)

 

સંસારી જીવનમાં પત્ની વિયોગનું દર્દ હૈયે અનુભવે,

છતાં, સંતાનોને માર્ગદર્શન આપવાની ફરજ ના ચુકે,

અને, ઘડપણની ના-તંદુરસ્તીમાં કદી હિંમત ના હારે,

એવા કર્મયોગીને આજે ચંદ્ર નમન કરે !……………..(૫)

 

પ્રજાપતિ જ્ઞાતિ પ્રેમના ઝરણા હંમેશા એમના હૈયે હતા,

લાગણીભાવોના સરિતાનીર પણ હૈયે વહેતા હતા,

ભક્તિભાવના રસ કારણે આત્મબળના ઝરણા હૈયે હતા,

એવા જગમાનવીને આજે ચંદ્ર નમન કરે !…………(૬)

 

૨૦૧૫માં એપ્રિલ માસે બીજી તારીખનો દિવસ હતો,

ભરનિંદરની શાંતીમાં શાંતીલાલે પ્રાણ છોડ્યાનો એ દિવસ હતો,

શાંતીરૂપી માનવ દેહ છોડી, આત્મા તો પ્રભુ પાસે હતો,

એવા આત્મારૂપી પ્રભુઅંસને આજે ચંદ્ર નમન કરે !……(૭)

 

નયને આંસુંઓ લુંછો, અને આત્મા અમર છે એવું યાદ કરો,

ગીતા-જ્ઞાનના આધારે જગવાસીઓ તમ હૈયે હિંમત ભરો,

મીઠી યાદમાં શાંતીલાલ તો જગમાં અમર છે એવું તમે માનો,

એવા જગમાનવને આજે ચંદ્ર નમન કરે !……………(૮)

 

કાવ્ય રચના ઃ તારીખ,એપ્રિલ,૫,૨૦૧૫                      ચંદ્રવદન

 

 

બે શબ્દો…

સાઉથ આફીકામાં રહેતા ડો. શશીકાન્તભાઈનો ઈમેઈલ આવ્યો અને શાંતીલાલભાઈ ગુજરી ગયાના સમાચાર જાણી દીલગીરી અનુભવી.

પ્રભુને પ્રાર્થના કરી કે એમના આત્માને પરમ શાંતી બક્ષે.

એમના સંતાનોનો ઈમેઈલ મળ્યો અને આશ્વાસનનોભર્યા “બે શબ્દો” લખી સંતોષ અનુભવ્યો.

શાંતીલાલભાઈને લુસાકામાં રહેતા મેં જાણ્યા હતા તેની યાદ તાજી થઈ અને પ્રભુપ્રેરણાથી આ રચના દ્વારા એમને “અંજલી” આપવા માટે પ્રયાસ કર્યો છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This was my last Respects ( Anjali) to SHANTILAL BHAGAT who had resided at LUSAKA, ZAMBIA, AFRICA for many years.

He was a teacher at the Primary School for the Indian Community at Lusaka.

Being of the Prajapati Community, I had closely known Shantilalbhai.

He lived long….His death brought saddness of a loss….His memory will live on.

May his Soul rest in the ETERNAL PEACE.

Dr. Chandravadan Mistry

 

Entry filed under: કાવ્યો.

મિત્ર વેણીલાલ વાઘેલાને અંજલી ! છગનભાઈ ઉનાગર જીવનકહાણી !

9 ટિપ્પણીઓ Add your own

 • 1. venunad  |  એપ્રિલ 21, 2015 પર 4:36 પી એમ(pm)

  આપે તમારા જીવનપથ પર મળેલા ઘણા મહાનુંભાવોને યાદ કરી અંજલી કાવ્ય રૂપે શ્રધાંજલી અર્પી છે. સ્વ. શ્રી શાન્તીલાલને જરુરથી શાંતી મળી હશે!
  ખૂબજ સરસ રચના.

  જવાબ આપો
 • 2. Ishvarlal R. Mistry.  |  એપ્રિલ 21, 2015 પર 5:44 પી એમ(pm)

  Very nice poem about Shantilal Bhagat, he was very nice person,and quite talented, he helped lot of people and pretty religious , .May his soul rest in peace.Our sympathy to the family. well said Chandravadanbhai.

  Ishvarbhai Mistry.

  જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  એપ્રિલ 22, 2015 પર 12:53 એ એમ (am)

  નયને આંસુંઓ લુંછો, અને આત્મા અમર છે એવું યાદ કરો,
  ગીતા-જ્ઞાનના આધારે જગવાસીઓ તમ હૈયે હિંમત ભરો,

  જુના મિત્રના અવસાનનો બનાવ દુખ દાયક હોય છે .

  શાંતીલાલભાઈને શ્રધાંજલિ

  જવાબ આપો
 • 4. P.K.Davda  |  એપ્રિલ 22, 2015 પર 1:24 એ એમ (am)

  ડોકટર સાહેબ, તમે આ અંજલીઓની હારમાળા તમારા બ્લોગમાં મૂકી તમારા સગા સંબંધી અને મિત્રોનું ઋણ ચૂકવી રહ્યા છો. તમારા જીવનમાં એમના ફાળાનો સ્વીકાર કરી તમે તમારૂં જીવન પણ ધન્ય કરી રહ્યા છો.
  તમારી શક્તિઓનો બહુ સરસ સદઉપયોગ કરી રહ્યા છો તે બદલ તમને હ્રદય પૂર્વક ધન્યવાદ.

  જવાબ આપો
 • 5. Pravina Avinash  |  એપ્રિલ 22, 2015 પર 4:06 એ એમ (am)

  જુના મિત્રના અવસાનનો બનાવ દુખ દાયક હોય છે .

  પ્રભુ તેમને શાંતિ આપે .

  જવાબ આપો
 • 6. chandravadan  |  એપ્રિલ 23, 2015 પર 4:07 એ એમ (am)

  This was an Email Response>>>

  Re: NEW POST @ CHANDRAPUKAR…… શાંતીલાલ ભગત કે શાંત
  Dharamshi Patel
  To chadravada mistry Apr 21 at 7:36 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshiji,
  Abhar for reading.
  Chandravadan

  જવાબ આપો
 • 7. chandravadan  |  એપ્રિલ 23, 2015 પર 4:11 એ એમ (am)

  This was an Email Response>>>

  READ A POST @ CHANDRAPUKAR(2)

  chadravada mistry શાંતીલાલ ભગત કે શાંતીલાલસરને અંજલી ! April 21,
  Noorjehan Bhana

  To chadravada mistry Today at 6:19 PM

  So sorry to hear about this sad news.
  May his family find peace and comfort in the memories they hold of him
  Our deepest condolences
  Noor and Mahomed Bhana
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Noorjehan/Mahomad
  Thanks for reading & expressing your feelings.
  Mohomed must have studied @ Lotus School
  Chandravadan

  જવાબ આપો
 • 8. chandravadan  |  એપ્રિલ 23, 2015 પર 1:14 પી એમ(pm)

  This was an Email Response>>>

  Dr S. D. Mistry

  To ‘chadravada mistry’ Apr 22 at 11:33 PM

  Dear Chandravadanbhai,
  Yes.Idid read your tribute to Shantilalbhai.It was beautifully narrated in your poetic style.
  I read all your postings.I admire your writings whether it is tribute,poems,thoughts or stories.
  With warm regards,
  Shashibhai
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Shashibhai,
  Knowing that you read all the Posts @ Chandrapukar brings the greatest joy in my heart.
  You read the Tribute to Shantilalbhai too
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 9. chandravadan  |  એપ્રિલ 23, 2015 પર 1:24 પી એમ(pm)

  This was an Email Response of Bhagyawan, son of Late Shantilal Bhagat>>>>

  Bugs Media – B. Bhagat

  To chadravada mistry

  April 23 2015

  Dear Dr Chadravada and all, thank you for the tribute to my Father, Bapuji. I/we can not believe he has left us when he had so much to see.

  I will ask Prerenaben to read this tribute to Bapuji.

  Why did you have to leave us when we needed you so much, Bapuji?

  Your son,
  Bhagyawan Bhagat

  BUGS MEDIA SERVICES
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>.>>
  Bhagyawan & All,
  It was nice of you to reply with your appreciation of the Tribute as a Poem.
  I understand your feeling of his loss….It is so difficult to accept this even knowing it to be the truth.
  That’s why I say join the name of God as you remember your dear Bapuji. This memories will lift your feelings towards the “Positive Thoughts & Joy of enjoying his Love”
  ChandravadanKaka

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 177 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 391,415 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

%d bloggers like this: