કસ્તુરી હરણ !

માર્ચ 2, 2015 at 5:58 પી એમ(pm) 18 comments

 

Male Himalayan musk deer

MALE MUSK DEER of KASMIR, INDIA ( KASTURI MRUG)

 

કસ્તુરી હરણ !

વનમાં એક અનોખી શાંતી છે.

એક બાળ હરણ સુર્યપ્રકાશમાં ધરતી પરનો લીલો ચારો આરોગી રહે છે. એ બાળ હરણનું નામ હતું “કસ્તુરી”.

પવનનું અચાનક આવવું, અને કસ્તુરી એક “મહેક”નો અનુભવ થાય. એ પહેલા હરણના ટોળામાં ફરતું. આ પહેલીવર જ એ એકલું હતું.

કસ્તુરી મનમાં વિચારે “આટલી સારી મહેક ક્યાંથી આવે છે ?”

એવા વિચાર સાથે ધરતીને એ સુંઘે….આજુબાજુની ઝાડીને સુંઘે, અને દુરના વૃક્ષો પાસે જઈ સૌને સુંઘે. મહેક ક્યાંથી આવે એ એને નથી સમજાતું. એ નારાજ થઈ બેસી જાય છે.

એ ફરી હરણ ટોળામાં આવે. નારાજ નિહાળી એક વૃધ્ધ પૂછે ઃ” બેટી, શા માટે નારાજ ?” કસ્તુરી મહેક વિષે કહે. કોઈને ટોળામાં એકસાથે રહેતા એવો અનુભવ ના હતો. એથી, “બેટા એવું કાંઈ નથી. આ તારો ભ્રમ છે !” એવો જવાબ મળ્યો.

કસ્તુરીને સંતોષ ના થયો.

એ તો ફરી બહાર એકલી એની ધુનમાં ચાલી રહી હતી. એ વનની બહાર માનવ વસ્તી નજીક આવી ગઈ. એ થાકી હતી અને એક બાગની વાડ નજીક બેસી ગઈ. બાગમાથી એણે અવાજ આવતો સાંભળ્યો ઃ “કેમ નારાજ છે ?” ઉંચે જોયું તો એક ગુલાબનું ફુલ હલી, હસતા હ્સતા એને કહી રહ્યું હતું ઃ”અરે, બેનડી, હું પણ એક સમયે તારા જેવી મુરખ હતી. મારી મહેકને હું જાણી શકી ના હતી. એકવાર, માળી મારી નજીક આવી બોલ્યો ‘ઓ ગુલાબ, તારી મહેક મને તો ખુબ જ ગમે !’. ત્યારે જ મને ભાન થયું કે જે મુલ્યવાન છે તે બધું જ મારી અંદર છે”

કસ્તુરીએ એના દેહને નિહાળ્યો. એનું નાક દેહ નજીક લઈ ગઈ. ફરી એને મનને ગમતી મહેકનો અનુભવ થયો. એ ખુશી સાથે બોલી ઉઠી ” મારો પ્રાણ મારી અંદર…મારી મકેક મારી અંદર. હું જે છું તે મારા અંદર જ છે. તો બીજે એની શોધ કરવાની જરૂર નથી”

હવે કસ્તુરી જ્ઞાન-પ્રકાશ સાથે આનંદમાં હતી !

વાર્તા લેખન ઃ તારીખ,જાન્યુઆરી,૩૧,૨૦૧૪                ચંદ્રવદન

 

બે શબ્દો…

કસ્તુરી હરણ પોતાના દેહની મહેકથી અજાણ રહી, એને શોધવા એની દોડ ચાલુ રાખે તેમ માનવી પણ સંસારી મોહમાયામાં પ્રભુની શોધમાં જગમાં દોડતો રહે…અંતે એ જાણે કે “આત્મા”રૂપે પ્રભુ તો એની અંદર જ છે.

આ વાર્તાનો “બોધ” બસ આટલો જ છે.

હેતું પુર્ણ થયો કે નહી એનો ખ્યાલ નથી.

પણ, મેં એક પ્રયાસ કર્યો છે.

આશા છે કે તમોને આ વાર્તા ગમે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

This Post is a TUNKI VARTA ( SHORT STORY).

It is on the DEER….with the special KASTURI  SMELL.

The deer unaware of the source of that smell, tries to locate it. 

But …..not aware that the smell is from it’s OWN BODY. Finally there is the REALIZATION of this TRUTH.

The MESSAGE is to the MANKIND….”Do not wander searching for the GOD…He is WITHIN as the ATMA or the SOUL.

 

Dr. Chandravadan Mistry

Entry filed under: ટુંકી વાર્તાઓ.

ચંદ્રવિચારો શબ્દોમાં (૩૧) બે બિલાડીઓનો ઝગડો !

18 ટિપ્પણીઓ Add your own

 • 1. Vinod R. Patel  |  માર્ચ 2, 2015 પર 9:48 પી એમ(pm)

  એકવાર, માળી મારી નજીક આવી બોલ્યો ‘ઓ ગુલાબ, તારી મહેક મને તો ખુબ જ ગમે !’. ત્યારે જ મને ભાન થયું કે જે મુલ્યવાન છે તે બધું જ મારી અંદર છે”

  સરસ

  ઘણીવાર માણસને એની ખૂબીઓ એને ગુલાબની જેમ કોઈ બતાવે ત્યારે જ ખબર પડે છે.

  જવાબ આપો
 • 2. pravinshastri  |  માર્ચ 2, 2015 પર 10:45 પી એમ(pm)

  આત્મજ્ઞાન સંદેશ.

  જવાબ આપો
 • 3. vimala  |  માર્ચ 3, 2015 પર 1:36 એ એમ (am)

  ” મારો પ્રાણ મારી અંદર…મારી મકેક મારી અંદર. હું જે છું તે મારા અંદર જ છે. તો બીજે એની શોધ કરવાની જરૂર નથી”
  વાર્તા વાંચીને આત્મબોધ સમજાયો, = આપનો હેતુ સર્યો ઍમજ કહેવાયને?

  જવાબ આપો
 • 4. Dilip Gajjar  |  માર્ચ 3, 2015 પર 7:23 પી એમ(pm)

  Wah..saras tunki varta thi..shikh aapi..bhiter ni mahenk ane gywn prakash..

  જવાબ આપો
 • 5. chandravadan  |  માર્ચ 3, 2015 પર 7:46 પી એમ(pm)

  This was an Email Response>>>

  Re: NEW POST………….કસ્તુરી હ
  himatlal joshi
  To me Mar 2 at 12:33 PM
  પ્રિય ચંદ્ર વદન મિસ્ત્રી ભાઈ
  આ અસલી હરણ નું ચિત્ર છે કે કોમ્પુટર ની કરામત છે .?
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  GoogleThi Lidhelu Picture….Kadach ComputerNi Karamat Hoy Shake !
  Chandravadan

  જવાબ આપો
  • 6. chandravadan  |  માર્ચ 4, 2015 પર 4:03 એ એમ (am)

   Yet another Comment by Ataaji>>>

   NEW POST………….કસ્તુરી હરણ !
   himatlal joshi

   To me Today at 7:45 PM

   પ્રિય ચંદ્ર વદન ભાઈ
   એક વખત આ કસ્તુરી મૃગ (હરણ ) મારી પાસે આવી ચુક્યું હતું . ફરી સુગંધી ફેલાવવા આવ્યું . એક કોકની ગજલ ની કડી યા આવી .
   मृग नाभिमे सुगन्धि सूंघे वो घास गंधी ,, दुनिया सबी है अंधी समझे नहीं ई शारा
   >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
   Ataaji,
   Fari Abhar !
   Chandravadan

   જવાબ આપો
 • 7. chandravadan  |  માર્ચ 3, 2015 પર 8:36 પી એમ(pm)

  These Comments for this Varta Post were wrongly posted & so copy/pasted here>>>>

  7. ઇન્દુ શાહ | March 3, 2015 at 2:46 am

  પ્રાપ્તસ્ય પ્રાપ્તિનો આનંદ.
  Edit Comment
  Reply
  8. dipakvaghela | March 3, 2015 at 6:05 am

  Waah Great mast Toonki Varta aape lakhi bahu j saras touch tahi gayi sidha heart ma…
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Induben/Dipakbhai
  Thanks for your Comments.
  Chandravadan

  જવાબ આપો
 • 8. ishvarlal R. Mistry.  |  માર્ચ 4, 2015 પર 6:59 એ એમ (am)

  Very nice tuki Varta, everything is inside ,we have to remember,donot look for it outside. True AtmaGnan.Samajwani vat is very true. like your post.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 9. chandravadan  |  માર્ચ 5, 2015 પર 12:23 એ એમ (am)

  This was an Email Response>>

  NEW POST………….કસ્તુરી હરણ !
  Dharamshi Patel
  To me Mar 3 at 7:30 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamsihji,
  Abhar Tamaro.
  Chandravadan

  જવાબ આપો
 • 10. દાદીમા ની પોટલી  |  માર્ચ 5, 2015 પર 3:02 પી એમ(pm)

  સ્તુરીએ એના દેહને નિહાળ્યો. એનું નાક દેહ નજીક લઈ ગઈ. ફરી એને મનને ગમતી મહેકનો અનુભવ થયો. એ ખુશી સાથે બોલી ઉઠી ” મારો પ્રાણ મારી અંદર…મારી મકેક મારી અંદર. હું જે છું તે મારા અંદર જ છે. તો બીજે એની શોધ કરવાની જરૂર નથી”
  હવે કસ્તુરી જ્ઞાન-પ્રકાશ સાથે આનંદમાં હતી !

  પોતાનામાં રહેલી સુગંધ નો અનુભવ તો જીવન પર્યંત કોઈક સમયે જ અનુંભી શકાય છે.
  સુંદર !

  જવાબ આપો
 • 11. chandravadan  |  માર્ચ 5, 2015 પર 3:43 પી એમ(pm)

  This was an Email Response>>>

  Subject: NEW POST………….કસ્તુરી હરણ !
  Virendra Oza
  To me Today at 7:11 AM
  I marvel at the minds of poets such as you. Their muse is released into unexpected directions by who knows what neuronal creative process.
  What got you musing in the direction of the musk deer?
  Virendra
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Virendra,
  While in India….you had commented.
  I had heard of the DEER & the SMELL story….It gave me the INSPIRATION to turn it as the “SOUL & DIVINE SEARCH of the HUMANS”…Thus this VARTA.
  Chandravadan

  જવાબ આપો
 • 12. captnarendra  |  માર્ચ 5, 2015 પર 6:06 પી એમ(pm)

  ઘણા સમય બાદ ચંદ્રપુકારની મુલાકાત લીધી અને કસ્તુરીમૃગ વિશેના આપના વિચાર વાંચી ગંભીર અનુભુતિ થઈ. આત્મદર્શનનું આપનું રૂપક વેધક અને વિચારપ્રવર્તક લાગ્યું. આપના ગદ્ય લેખનમાંથી કસ્તુરીની ખુશ્બૂ આવી!
  આપની વાત પરથી યાદ આવેલા એક અનુભવ કહેવાનું મન થાય છે. ૧૯૭૯-૮૦ના વર્ષોમાં હું કાશ્મીરમાં ૧૪૦૦૦ ફીટની ઊંચાઈએ આવેલા શિખરો પર ફરજ પર હતો. આટલી ઊંચાઈ પર ઘાસનું તણખલું પણ જોવા ન મળે, પણ બે-એક હજાર ફીટ નીચે ગીચ જંગલ હતા. બરફ પડવાની શરૂઆત નહોતી થઈ ત્યારે એક દિવસ પેટ્રોલીંગ પર જવા નીકળ્યો ત્યાં એક અજબ સુગંધ આવી. આસપાસ કંશું નજર નહોતું આવતું. થોડી નીચાઈ પર ઉતર્યાં ત્યાં ચાર-પાંચ કાશ્મિરી બંદુકધારી સામેથી આવતા જોયા. સલામ-ખુશામદીદ બાદ અમે તેમને અા જંગલમાં આવવાનું કારણ પૂછ્યું. “આપે ખુશ્બૂ મહેસૂસ કરી?” અમે હા કહેતાં તેમણે કહ્યું, “આ કસ્તુરાની મહેક હતી. અમે આ સુગંધનો સુરાગ લઈ તેનો શિકાર કરવા નીકળ્યા છીએ.” કસ્તુરી મૃગને તેઓ ‘કસ્તુરા’ કહે છે અને તેની નાભિમાંથી નીકળતી કસ્તુરી વજનમાં સોનાથી વધુ કિંમતની હોય છે.
  આપે જણાવ્યા પ્રમાણે કસ્તુરી મૃગને પોતાને પોતાની અમૂલ્ય આંતરીક ગુણનો ખ્યાલ નથી હોતો અને તેની સુગંધમાં મત્ત થઈને તે શોધવા નીકળે છે. માણસ તેનો આનંદ લેવાને બદલે તેને મારી નાખી પોતાના સ્વાર્થ માટે ફરતો હોય છે. કેવી વિડંબના!

  જવાબ આપો
  • 13. chandravadan  |  માર્ચ 5, 2015 પર 9:05 પી એમ(pm)

   નરેન્દ્રભાઈ,

   નમસ્તે.

   ભલે તમે લાંબા સમયે પધાર્યા….પણ જ્યારે તમારો પ્રતિભાવ વાંચવા મળે ત્યારે મને એક અનોખો આનંદ થાય છે….કારણ કે તમો જે લખો તેમા અનુભવરૂપી કે અન્ય “જ્ઞાન”રૂપી સત્ય જાણવાનો લ્હાવો મળે છે.

   “કસ્તૂરી હરણ” વિષે જાણ્યું હતું છતાં, મને થતું કે એવી મહેકવાળું મૃગ એક “કલ્પના” હશે કે પછી “પૂરાણો”ની જાણકારીરૂપે હકિકત હશે….આ યુગમાં ના હશે.

   તમે કાશમીરનો અનુભવ કહી મને એક સત્યનું જ્ઞાન આપ્યું.

   પ્રતિભાવ માટે આભાર.

   ફરી પધારજો !

   >>>ચંદ્રવદન

   જવાબ આપો
 • 14. nabhakashdeep  |  માર્ચ 6, 2015 પર 8:00 પી એમ(pm)

  અરે વાહ! ખૂબ જ ઋષી ભાવના વિચારો..કસ્તુરી ને ગુલાબના પુષ્પ જેવા મહેકતા. આપણા શાસ્ત્રોની વાત ,કેટલી સરળ રીતે આપે મર્મસ્પર્શી રીતે અભિવ્યક્ત કરી…આપે સમયની ક્ષણોનો ઉત્તમ ઉપયોગ કરી,

  સરસ વાત રચી…ડૉશ્રી ચંદ્રવદનભાઈ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 15. sapana53  |  માર્ચ 6, 2015 પર 8:12 પી એમ(pm)

  સરસ સંદેશ…..

  જવાબ આપો
 • 16. Harnish Jani  |  માર્ચ 6, 2015 પર 10:52 પી એમ(pm)

  bahu saras Bodh.
  I liked it. AapNe sau.
  Kasturi Mrug

  જવાબ આપો
 • 17. pravina Avinash kadakia  |  માર્ચ 9, 2015 પર 2:01 એ એમ (am)

  સરસ અને સરળ વાત સુંદર શબ્દોમાં.

  પ્રવિનાશ

  જવાબ આપો
 • 18. chandravadan  |  માર્ચ 17, 2015 પર 10:15 પી એમ(pm)

  To READ this Post @ JAN FARIYAD>>>>>>

  Jan Fariyad Issue 8-3-15.pdf

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,545 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: