શું ખરેખર બદલાય છે બધું !

February 7, 2015 at 11:26 pm 12 comments

 

શું ખરેખર બદલાય છે બધું !

જ્યારે આ સંસાર નિહાળી વિચારૂં,

ત્યારે, બધું જ બદલાય છે એવું હું સમજું !……………(ટેક)

આકાશ તરફ નિહાળું,

બ્રમાંડ બદલતું છે એવું જાણું,

ધરતી પર નજર કરૂં,

તો, જગ બદલતું હું નિહાળું,

અરે ! બધું જ બદલાય છે એવું અંતે હું કહું !…………….(૧)

જગમાં માનવીઓને નિહાળું,

જીવનસફરે દેહ સૌના બદલાય છે,

મનથી જન્મેલા સૌના સ્વભાવો બદલાય છે,

સુખ કે દુઃખોભર્યા અનુભવો પણ બદલાય છે, 

અરે ! બધું જ બદલાય છે એવું અંતે હું કહું !……………….(૨)

બધું જ નિહાળી, જ્યારે સર્જનહારને શોધુ,

ત્યારે, સર્જનહારના દર્શને મારી જ વિચારધારા બદલાય છે,

જેવો હતો તેવો જ સર્જનહાર તો આજે પણ છે,

નથી કાંઈ બદલાવ અહીં, એ જ પરમ સત્ય છે,

ભલે,બધું બદલાય, પણ પ્રભુ આદિ-અનાદિ એક છે !………(૩)

કદી કોઈ સર્જનહારનો ઈન્કાર કરે,

તો, થતા બદલાવોને કદી એ ના સમજી શકે,

પોતેજ સર્જનહાર સમજી, બધું જ બદલવા પ્રયાસો એ કરે,

એવી જીવન સફરે સંસારે એના જ પતનનું ઘડતર એ કરે,

એથી જ…ચંદ્ર કહે, સતકર્મોથી થયેલ બદલાવને સ્વીકારવાનું રહે !…(૪)

કાવ્ય રચના ઃ તારીખ, જાન્યુઆરી,૨૦,૨૦૧૫              ચંદ્રવદન

બે શબ્દો….

૨૦મી જાન્યુઆરી,૨૦૧૫…વહેલી સવાર.

હું રૂમમાં કોમ્પ્યુટર નજીક.

એક ઈમેઈલ હતો જેમાં “બધું જ બદલાય છે”નો સદેશો હતો..જેમાથી  થોડું નીચે છે>>>>

નમસ્તે,
મિત્રો ,
મારી જાત સાથે થોડી વાત કરી તો ખબર પડી કે હું કેટલો બદલાઇ ગયો છું.
મને લાગે છે કે તમારુ પણ મારા જેવુ જ હશે. ભલે થોડો સમય લાગે, પ્લીઝ જરા તપાસી
તો જુવો………………
નાની સાઇકલમાં બહુ મજા આવતી આજે કાર પણ એ મજા નથી આપતી હું કેટલો બદલાઇ ગયો
છું.
છાસમાં પલાળેલી બ્રેડ પર મીઠું-મરચું નાંખીને ખાવાથી મળતો આનંદ મેકડોનાલ્ડના
બર્ગર કે ડોમિનોઝના પિત્ઝામાંથી પણ નથી મળતો.
હું કેટલો બદલાઇ ગયો છું.
સાંધેલા ચપ્પલ પહેરીને મોટા ડુંગરાઓ ચડી જતો પણ આજે એડીદાસના શુઝ ડંખ્યા કરે
છે. હું કેટલો બદલાઇ ગયો છું.
ખેતર કે વગડામાં ઝાડવા નીચે પાથર્યા વગર પણ ઘસઘસાટ ઉંઘી જતો ને આજે એસી રૂમમાં
પણ સતત પડખા બદલ્યા કરુ છું.
હું કેટલો બદલાઇ ગયો છું.
વેકેશનમાં મામાની ઘરે આખો મહીનો રહેતો એ મામા માત્ર મારા મોબાઇલમાં સેવ થયેલા
છે વાત થતી નથી કે મળાતું નથી.
હું કેટલો બદલાઇ ગયો છું.
બે ચાર મિત્રોનો સહવાસ આખી દુનિયા સાથે છે એવી અનુભૂતિ કરાવતો અને આજે
ફેસબુકમાં હજારો મિત્રો હોવા છતા સાવ એકલો હોઉં એમ લાગે છે.
હું કેટલો બદલાઇ ગયો છું.
કંઇ ખબર ન પડવા છતાય મંદિરમાં આંખ બંધ કરીને બેસતો અને ભગવાનની મૂર્તિ દેખાતી
આજે મોટી મોટી ધ્યાન શિબિરો પણ મનને સ્થિર નથી કરી શકતું. હું કેટલો બદલાઇ ગયો
છું.
અગરબતીની સાથે સાવ મફતમાં આવતા અતરની સુવાસ દિવસો સુધી આવતી અને આજે નોટીકાના
મોંઘા પરફ્યુમની સુવાસ બે સેકન્ડ પણ નથી અનુભવી શકતો. હું કેટલો બદલાઇ ગયો છું.
ઠીકરાની પાટી અને માટીના પેનની મઝા આઇફોન અને આઇપેડ પાસે સાવ ઝાંખી પડે છે.
હું કેટલો બદલાઇ ગયો છું.
બેંક બેલેન્સ વધવા છતા પણ દિવસે દિવસે આનંદ ઘટતો જાય છે. હું કેટલો બદલાઇ ગયો
છુ
Yogesh Kothari

 

આ વાંચન બાદ…મારા મનમાં વિચારો.

અને…આ રચના !

ગમી ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

Everything CHANGES.

In the SPACE above or on the EARTH.

This is the NORM.

Yet…ONE who NEVER CHANGE is GOD (CREATOR).

The CHANGE one desire is the CHANGE with one’s GOD DEEDS ( SATKARMO).

This is is the MESSAGE.

Dr. Chandravadan Mistry

 

Advertisements

Entry filed under: કાવ્યો.

નવયુગે પરિવર્તન ! જોકરના દર્શન કરો !

12 Comments Add your own

 • 1. Vinod R. Patel  |  February 8, 2015 at 2:24 am

  મનથી જન્મેલા સૌના સ્વભાવો બદલાય છે,
  સુખ કે દુઃખોભર્યા અનુભવો પણ બદલાય છે,

  સાચી વાત છે. ઘણું બધું બદલાતું રહે છે.

  પરિવર્તન એ જગતનો નિયમ છે.

  Reply
 • 2. સુરેશ જાની  |  February 8, 2015 at 1:43 pm

  આજે ફેસબુકમાં હજારો મિત્રો હોવા છતા સાવ એકલો હોઉં એમ લાગે છે.
  —–
  બસ એની સાથે જ જીવવાનું શરૂ કરીએ તો, બધી માયા ફિકી લાગવા માંડશે. બાકી તો અસંખ્ય પરમાણુઓના સંયોજનો અને મિશ્રણો બનતા જ…. સતત બદલાતા જ રહેવાના!
  પરિવર્તન…. પરિવર્તન….. પરિવર્તન….
  https://gadyasoor.wordpress.com/article-_series/

  Reply
 • 3. pravina Avinash  |  February 8, 2015 at 2:03 pm

  પરિવર્તન એ જગતનો ક્રમ છે

  નથી બદલાયા આપણો ભ્રમ છે

  નિહાળ, શાને ખોટો ઉઠાવે શ્રમ છે

  સતત હૈયે સંઘર્યો પાવન પ્રેમ છે

  Reply
 • 4. P.K.Davda  |  February 8, 2015 at 3:18 pm

  Change is inevitable.

  Reply
 • 5. SARYU PARIKH  |  February 8, 2015 at 4:22 pm

  very nice.
  Saryu

  Reply
 • 6. chandravadan  |  February 9, 2015 at 12:37 am

  This was an Email Response>>>>

  NEW POST>>>>>શું ખરેખર બદ….
  Today at 5:29 AM
  Purvi Malkan
  To me Today at 4:06 PM
  sundar, sundar atishay sundar.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Purvi,
  After a LONG time you are on my Blog.
  Thanks !
  Hope to see you again !
  Chandravadan (Uncle)

  Reply
 • 7. ishvarlal R. Mistry.  |  February 9, 2015 at 6:17 am

  very nice post chandravadanbhai, everything changes is very true.that is rule of nature, a small plant does not remain same it grows into big plant or tree.Satkarma in life is good change in ilfe.
  way to go.
  Ishvarlal.

  Reply
 • 8. દાદીમા ની પોટલી  |  February 9, 2015 at 12:14 pm

  પરિવર્તન એ જીવનમાં જરૂરી છે, અને આપણે સૌ જાણીએ છીએ કે પરીવર્ત એ જગતનો નો નિયમ છે. પરિવર્તનમાં આપણી સાતત્યતા જાળવી જરૂરી છે.

  Reply
 • 9. chandravadan  |  February 9, 2015 at 1:06 pm

  This was an Email Response>>>

  NEW POST>>>>>શું ખરેખર બદ

  Feb 8 at 5:29 AM
  himatlal joshi
  To me Feb 8 at 5:27 PM
  प्रिय चन्द्र वदन मिस्त्री भाई
  रंग बदल जाते है जज्बात बदल जाते है ,
  वक्त पे इन्सानके ख्यालात बदल जाते है .

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Namaste !
  Abhar !
  Chandravadan

  Reply
 • 10. chandravadan  |  February 9, 2015 at 1:09 pm

  This was an Email Response>>>

  NEW POST>>>>>શું ખરેખર બદલાય છે બધું !
  Feb 8 at 5:21 AM
  Dharamshi Patel
  To me Feb 8 at 7:40 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharasihji,
  Abhar Tamaro !
  Chandravadan

  Reply
 • 11. Dhanjibhai  |  February 10, 2015 at 12:45 am

  Like the poem very much,sir thanks.

  Reply
 • 12. chandravadan  |  February 11, 2015 at 12:44 am

  This was an Email Response>>>

  NEW POST>>>>>શું ખરેખર બદલાય છે બધું !(2)

  Feb 8 at 5:21 AM

  Yashumati Raksha Patel
  To me Today at 4:27 PM
  સાચે જ રંગ બદલાતી દુનિયામાં બધું બદલાશે, પણ સર્જનહારને શોધતા આપણે જ બદલાયી જઈશું!
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Raxaben,
  Thanks !
  Chandravadan

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,680 hits

Disclimer

February 2015
M T W T F S S
« Jan   Mar »
 1
2345678
9101112131415
16171819202122
232425262728  

%d bloggers like this: