એક સુંદર વિચાર સાથે ચંદ્રવિચારો !

જાન્યુઆરી 27, 2015 at 9:21 પી એમ(pm) 10 comments

Trees in a green forest in spring Stock Photo - 17882181

 

 

 

એક સુંદર વિચાર સાથે ચંદ્રવિચારો !

એક સુંદર વિચાર, જે આવ્યો હતો એક ઈમેઈલમાં,

એને જ  વિસ્તારવાનો વિચાર આવ્યો ચંદ્રમનમાં !…………….(ટેક)

“વન” અને “રણ” એવા બે શબ્દોને તું જાણ,

“જી’ સાથે “વન”ને જોડતા, બને એ તો “જીવન”,

“મ” સાથે “રણ” જોડતા, બને એ તો “મરણ”,

વિચાર એક સુંદર રહ્યો, માની લીધો એને !…………….(૧)

આવા વિચારને વિસ્તારતા, કાંઈ તમે વધુ સમજો,

જીવનને “વન” ગણો તો લીલુછમ બનાવવું એ ફરજ સમજો,

“પુરૂષાર્થ”નું પાણી સાથે “પ્રભુશ્રધ્ધા”નું ખાતર આપજો,

તો જ એ રહે લીલુછમ, એ જરૂર મનમાં લેજો !…………(૨)

આવી વિચારધારા જે કોઈ જીવનમાં ના સમજી શકે,

તેનું જીવન બની જાય “રણ” એવું ચંદ્ર સૌને કહે,

જીવન જો “રણ” બન્યું તમારૂં, તો જરૂર માનજો,

કે, જીવન જીવતા જીવતા,જગમાં “મરણ” તમે ભોગવજો !…..(૩)

“જન્મ”અને “મરણ” છે બે જીવનબિન્દું, વચ્ચે “જીવન” વહે,

માનવ વિચારધારા ‘ને સમજમાં અપાર શક્તિ જે રહે,

તે જ કર્મોને “સત્ય”અને “અસત્ય”ની સમજ ધરે,

અબ જાગ, સતકર્મો કરી, ભવસાગર તરી, જીવન તારૂં ધન્ય બને !…..(૪)

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી, ૧૬,૨૦૧૫             ચંદ્રવદન

 

બે શબ્દો…

મારા મિત્ર ઉદયનો ઈમેઈલ આવ્યો.

જે નીચે મુજનો સંદેશો લાવ્યો>>>>

Uday Kuntawala

Today at 1:48 AM

આ વાંચી, મારા હૈયે ખુશી.

મારા મનમાં “વિચારો” આવ્યા.

અને, આ સુંદર વિચારને વિસ્તારવા ઈચ્છા થઈ.

જે થકી….આ કાવ્ય રચના થઈ.

માનવ એના મળેલ “માનવ અવતાર” યાને “માનવ જીવન” મળ્યાનો હેતુ સમજી શકે એવા ભાવ સાથે આ રચના છે.

આશા છે કે તમોને આ કાવ્ય-પોસ્ટ ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

An Email with the thought of JIVAN (Life) compared to GREEN FOREST ( VAN)

And  the MARAN ( Death) compared to RAN ( DESERT ).

This understanding is EXPANDED with the POEM.

I hope you like the Creation.

Dr. Chandravadan Mistry

 

 

Advertisements

Entry filed under: કાવ્યો.

૨૬મી જાન્યુઆરીનો ભારતનો રીપબલીક ડે ! ચંદ્રવિચારધારા (૧૬)…મનની શાંતી અને પરમ આનંદ

10 ટિપ્પણીઓ Add your own

 • 1. vimala  |  જાન્યુઆરી 28, 2015 પર 12:33 એ એમ (am)

  1) જીવનને “વન” ગણો તો લીલુછમ બનાવવું એ ફરજ સમજો,

  “પુરૂષાર્થ”નું પાણી સાથે “પ્રભુશ્રધ્ધા”નું ખાતર આપજો,

  તો જ એ રહે લીલુછમ, એ જરૂર મનમાં લેજો !…………(૨)

  આવી વિચારધારા જે કોઈ જીવનમાં ના સમજી શકે,

  તેનું જીવન બની જાય “રણ” એવું ચંદ્ર સૌને કહે,

  જી-વન, મ-રણનું વાસ્તવિક ચિત્ર.

  2) જીવન જો “રણ” બન્યું તમારૂં, તો જરૂર માનજો,
  કે, જીવન જીવતા જીવતા,જગમાં “મરણ” તમે ભોગવજો

  માનવ જીવનના હેતુનુ સુંદર નિરૂપણ.

  જવાબ આપો
 • 2. captnarendra  |  જાન્યુઆરી 28, 2015 પર 1:56 એ એમ (am)

  એક અક્ષરની વૃદ્ધિ થવાથી જીવનના બે પરમ સત્યો સામે આવ્યા! શબ્દોની માયા પણ કેવી! આપના કાવ્યમાં આ વાત સરસ રીતે પ્રગટ થાય છે. પોસ્ટ માટે આભાર.

  જવાબ આપો
 • 3. chandravadan  |  જાન્યુઆરી 28, 2015 પર 4:25 એ એમ (am)

  This was an Email Response>>>

  NEW POST @ CHANDRAPUKAR……….એક સુંદર વ..
  Today at 5:19 PM

  himatlal joshi

  To me Today at 8:06 PM
  bahu sundar kavy rchna chhe chandrvadan bhaai
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataji,
  Abhar Tamaro.
  Chandravadan

  જવાબ આપો
 • 4. સુરેશ  |  જાન્યુઆરી 28, 2015 પર 12:49 પી એમ(pm)

  સરસ શબ્દરમત. ગમી.

  જવાબ આપો
 • 5. chandravadan  |  જાન્યુઆરી 28, 2015 પર 1:55 પી એમ(pm)

  This was an Email Response>>>

  Re: NEW POST @ CHANDRAPUKAR……….એક સુંદર વિચાર સાથે

  harnish jani

  To me Jan 27 at 5:14 PM
  મને કાવ્યો સાથે ઝાડ પાનનો ફોતો ગમ્યો. વોલ પેપર બનાવીશ.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  હરનિશભાઈ,

  પધાર્યા…પોસ્ટને નિહાળી….અને જે ગમ્યું તે લખ્યું….એ માટે આભાર.

  ફરી આવશો.

  ચંદ્રવદન

  જવાબ આપો
 • 6. nabhakashdeep  |  જાન્યુઆરી 28, 2015 પર 5:36 પી એમ(pm)

  ડૉશ્રી ચંદ્રવદનભાઈ

  ખૂબ જ સરસ વિચાર દર્શન..બે શબ્દોમાં .એટલું જ ચીંતન ભર્યું..આપનું કાવ્ય..જાણે સોનામાં સુંગંધ.જીવન વન તો કલશોર નહીં તો રણ એટલે સૂકારો..તડપતું જીવન…ને અંત.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 7. ishvarlal R. Mistry.  |  જાન્યુઆરી 29, 2015 પર 10:13 પી એમ(pm)

  Chandravadanbhai, Very nicely said about Sundar Vichar. very interesting and thoughtful,
  Ishvarbhai.

  જવાબ આપો
 • 8. chandravadan  |  જાન્યુઆરી 31, 2015 પર 3:35 એ એમ (am)

  This was an Email Response>>>

  Re: NEW POST @ CHANDRAPUKAR……….એક સુંદર વિચાર સાથે

  Yashumati Raksha Patel
  To me Jan 28 at 9:03 AM
  વન અને રણ વિષેનાં સુંદર વિચારોને કાવ્યમાં ગુંથી લીધા! વાંચવાનો ઘણો આનંદ આવ્યો।

  રક્ષા
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Raxaben,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 9. chandravadan  |  જાન્યુઆરી 31, 2015 પર 3:38 એ એમ (am)

  This was an Email Response>>>

  NEW POST @ CHANDRAPUKAR……….એક સુંદર

  Jan 27 at 5:03 PM
  Rajul shah
  To me Jan 29 at 4:19 AM
  Very nice and suggestive thoughts .

  Sent from my iPhone
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Rajulben,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 10. દાદીમા ની પોટલી  |  જાન્યુઆરી 31, 2015 પર 2:47 પી એમ(pm)

  જીવનને “વન” ગણો તો લીલુછમ બનાવવું એ ફરજ સમજો,
  “પુરૂષાર્થ”નું પાણી સાથે “પ્રભુશ્રધ્ધા”નું ખાતર આપજો,
  તો જ એ રહે લીલુછમ, એ જરૂર મનમાં લેજો !…………

  ખૂબજ સુંદર વિચારધારા…. સુંદર રચના…

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,373 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: