ચંદ્રવિચારધારા (૧૫) ….માનવીનું મન ક્યાં છે ?

જાન્યુઆરી 21, 2015 at 1:37 પી એમ(pm) 13 comments

 

માનવનું મન ક્યાં છે ?

માનવી એની સમજ પ્રમાણે તરત વિચારી કહે ” મન તો જરૂર મગજમાં હશે !”

આવી સમજમાં મગજની ઘડતરની અંદર એ શોધવા લાગે.

જુદા જુદા આકારે બનેલા વિભાવો હોય એવું એ જાણે.

ત્યારે, માનવી ફરી વિચારે “ક્યાં હશે એ મન ?”

એક જગાએ પંપાળે, બીજી જગાએ પંપાળે….કાંઈ ના મળે.

એ એની શોધ માટે નિરાશ ના થાય.

મગજની અંદરના ભાગે કાપી નિહાળી મનને શોધે.

અંદરના ભાગને પંપાળે અને ત્યાં એનું ઘડતરમાં શું જુદુ છે એવા વિચારો કરે.

બસ,માનવ સ્વભાવ જ એવો કે અજાણને જાણવા એના પ્રયાસો હંમેશા હોય.

આવી શોધની દોડમાં તાંતણાના પંથે રહી “પ્રયોગો” કરી, વિચારોનો સંગ્રહ ક્યાં હોય શકે એવું અનુમાન કરે.

અંતે….શરીર તત્વોમાં “મન” હોય જ ના શકે એવી વિચારધારા તરફ એ આગેકુચ કરે.

ત્યારે, માનવી સ્વીકારે કે માનવ શરીર સિવાય એની સાથે “પ્રાણ” રૂપી શક્તિની જરૂરત છે.

આવા સ્વીકાર સાથે એ હ્રદય તરફ નજર કરે.

મગજ જેનું નર્વરૂપી તાંતણા દ્વારા શરીરના દરેક નાના મોટા અંગો સાથે જોડાણ હોય એવું જાણે.

મનને સમજવા હ્રદય અને મગજને જોડી “પ્રાણ”રૂપી શક્તિ નિહાળવા લાગે.

શરીરની અંદર કે શરીર બહાર વિચારની ગતીને “કોનસીએસનેસ”નામે જાહેર કરે.

“મન” એટલે વિચારોનો જન્મ આપનાર …..મગજ એટ્લે વિચારોને ભ્રમણે રાખનાર…હ્ર્દય એટલે  વિચારો અમલ થાય તે પહેલા યોગ્ય કે અયોગ્યતાની સમજ દેનાર….અને અંતે, “આત્મા”રૂપે અંતિમ સલાહ આપનાર.

બસ…. માનવ શોધરૂપી દોડમાં “મન”ને પુર્ણ જાણ્યું એવું કહેતા માનવી એના સ્વભાવ પ્રમાણે અચકાય છે.

એથી, નવા નવા પ્રયોગે માનવી નવું નવું જાણતો રહ્યો છે….આજનું “અજાણ” કાલે નવું સત્યરૂપી “જાણકારી” હોય શકે.

મન જ માનવીને આવું કરવામાં સહાય કરે છે પણ આવી સહાય આપતા મન પોતાના પરિચયથી અજાણ રાખે છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

This is the 15th Post as CHANDRAVICHARDHARA.

It is my way of EXPRESSING my THOUGHTS my way.

This may be AGREEABLE to SOME….but some will OBJECT to that & will have a DIFFERENT UNDERSTANDING of the TOPIC discussed.

Therefore…you are encouraged to post your THOUGHTS as your COMMENTS for this Post.

The Gujarati write-up of this Post in SUMMARY>>>It is the Human Nature to find out what is UNKNOWN..In that pursuit, he thinks of MAN ( MIND) as in the BRAIN…then he/she EXPLORES the INDIDE of it & traces the AREA which may be considered as the LOCATION of the HUMAN MIND…..But, he/she thinks there may be MORE to this & thus the PURSUIT continues.

So what do you think ??

Please READ this Post & your COMMENTS welcomed.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: ચંદ્રવિચારધારા/Chandravichardhara.

હરિશચંદ્ર ઓઝા પરિવારની મારી પહેચાણ ! કાશીબેન તો પ્રભુધામે !

13 ટિપ્પણીઓ Add your own

 • 1. pravina Avinash kadakia  |  જાન્યુઆરી 21, 2015 પર 6:18 પી એમ(pm)

  મનનું ક્યાં ઠેકાણું છે

  એ તો જરીપુરાણું છે

  તેનું મધુરું ગાણું છે

  અવળચંડુ ને સોણું છે

  પ્રવિનાશ

  જવાબ આપો
 • 2. Vinod R. Patel  |  જાન્યુઆરી 21, 2015 પર 8:47 પી એમ(pm)

  મન હોય તો માળવે જવાય .

  મન અવળચંડું હોય છે. આડુ ભટક્યા જ કરતું હોય છે. કોઈવાર મનને મારવું
  પડે છે.

  તન અને ધન ની વચ્ચે મન આવે છે .

  જેણે મન જીત્યું એણે જગ જીત્યું.

  જવાબ આપો
 • 3. Dhanjibhai  |  જાન્યુઆરી 22, 2015 પર 2:41 એ એમ (am)

  Very good mail.

  જવાબ આપો
 • 4. chandravadan  |  જાન્યુઆરી 22, 2015 પર 1:32 પી એમ(pm)

  This was an Email Response>>>

  Re: ચંદ્રવિચારધારા (૧૫) ….માનવીન

  himatlal joshi
  To me Jan 21 at 6:12 PM
  પ્રિય ચંદ્ર વદન ભાઈ મિસ્ત્રી
  મન વિશેની વાતો તમારા તરફથી જાણી .
  મન એક અદ્ભુત વસ્તુ કહેવાય એ કોઈ શરીરનો અવયવ નથી . બરાબર ?

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Abhar Tamaro.
  Tame Kahyu E Barabar Chhe
  Chandravadan

  જવાબ આપો
 • 5. chandravadan  |  જાન્યુઆરી 22, 2015 પર 1:34 પી એમ(pm)

  This was an Email Response>>>

  ચંદ્રવિચારધારા (૧૫) ….માનવીનું મન

  Hemang Nanavaty .Hemang
  To me Jan 21 at 7:00 PM
  ડોક્ટર સાહેબ કહેવતો અર્ધ સત્ય હોય છે તેવી આપણામાં પ્રચલિત માન્યતા છે. તેમાં મન હોય તો માળવે જવાય -સુથારનું ચિત્ત (મન)બાવળિયે -મન મર્કટ જેવું એટલે મન લાગે છે તેના કરતાં અનેક રીતે સર્વ વ્યાપક ગૂંચવણ યુકત હોય તેવું અમાપ છે.આપની મેડીકલ પરિભાષામાં જે હોય તે.પરંતુ ભક્તિ અને વેદની પરિભાષામાં તેને અતિ ગહન ની ઉપમા આપવામાં આવી છે.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>.>>>>
  Hemagbhai,
  Thanks !
  Your Comment appreciated.
  Chandravadan

  જવાબ આપો
 • 6. chandravadan  |  જાન્યુઆરી 22, 2015 પર 1:37 પી એમ(pm)

  This was an Email Response>>>

  ચંદ્રવિચારધારા (૧૫) ….માનવીનું મન

  Dharamshi Patel
  To me Jan 21 at 8:21 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharasihji,
  Abhar for reading this Post
  Chandravadan

  જવાબ આપો
 • 7. puthakkar  |  જાન્યુઆરી 22, 2015 પર 2:26 પી એમ(pm)

  Dear Doctor Chandravadanbhai, Very rightly said by you..Mind is not physical..

  “મન” એટલે વિચારોનો જન્મ આપનાર …..મગજ એટ્લે વિચારોને ભ્રમણે રાખનાર…હ્ર્દય એટલે વિચારો અમલ થાય તે પહેલા યોગ્ય કે અયોગ્યતાની સમજ દેનાર….અને અંતે, “આત્મા”રૂપે અંતિમ સલાહ આપનાર.
  બસ…. માનવ શોધરૂપી દોડમાં “મન”ને પુર્ણ જાણ્યું એવું કહેતા માનવી એના સ્વભાવ પ્રમાણે અચકાય છે.’’

  Congratulations for such thinking…

  Some related writing: How minds work and human behavior is regulated…has been tried to explain here…http://wp.me/pdMeq-71. Have a visit..

  જવાબ આપો
  • 8. chandravadan  |  જાન્યુઆરી 22, 2015 પર 9:16 પી એમ(pm)

   Pravinbhai,
   Thanks !
   I visited your Blog & I commented there>>>>

   chandravadan
   0 0 Rate This
   પ્રવિણભાઈ,

   તમે ફરી પધારી પ્રતિભાવ આપ્યો તે માટે આભાર.

   તમે “લીન્ક” કહી તે પ્રમાણે હું તમારા બ્લોગ પર …”ભજન શા માટે ? ભાગ-૪ ની પોસ્ટ પર..તો એ પહેલાની બીજી ત્રણ પોસ્ટ વાંચી.

   આ વાંચન બાદ મને થયું કે કાંઇક “સાર”રૂપે લખું. સાર-

   માનવી જન્મે ત્યારથી જ ‘હું’ કહેતા શીખે. ‘હું, હું ’ કહેતા એ અન્યને ભુલે.

   એવા પરિવર્તનમાં એ અંતે ભગવાનને પણ ભુલે.

   જ્યારે સંજોગોને કારણે ‘હતાશ’ થઇ જાય ત્યારે ક્ષણભર પ્રભુને યાદ કરે..પણ મુસીબતો દુર થતાં, ફરી પાછો અભિમાનમાં ‘ હુંપદે’

   કોઈકવાર ઠોકરભરી અવસ્થા એને સત્ય તરફ દોરે…તો કોઈ જીવન શરૂઆતથી જ સેવા કે સત્ય તરફ હોય.

   જે કોઈ સત્ય તરફ હોય તે અંતે ‘ભક્તિ પંથે’ હોય છે ( ભલે એ પ્રભુ છે એવું કબુલ ના કરે ! )

   પણ…ભક્તિભાવે એ પ્રભુ તરફ દોડે છે…એવી દોડમાં ભજનરૂપી ગુણલા પણ હોય.

   ભજન દ્વારા જ ‘મનની સ્થીરતા’ અને ‘મોહમાયાનો ત્યાગ’ હોઇ શકે….ભલે ‘વ્યાયામ’ રૂપી લાભ એ અન્ય લાભોની ગણતરી હોય.

   તો ચંદ્ર કહે….

   હૃદયભાવથી પ્રભુના ગુણલા ગાતાં શબ્દો ભજન બને,

   જેવો ભાવ દર્શાવ્યો તેમ સંસારે કર્મો તું કરતો રહે,

   તો, મન સ્થિર અને મોહમાયા જરૂર દૂર ભાગે,

   અંતે, માનવી, પ્રભુ રાજી અને કૃપા એની વરસાવે !

   …..ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY
   http://www.chandrapukar.wordpress.com
   See you again @ Chandrapukar !

   જવાબ આપો
   • 9. puthakkar  |  જુલાઇ 14, 2015 પર 2:13 પી એમ(pm)

    આભાર માનનીય ચંદ્રવદનભાઇ (ચંદ્રપુકાર).

    આપે બહુ સરસ વાત ઉમેરી છે. ભજન વિષે આપે જાણે કે, પહેલેથી જ ચિંતન કરેલું છે એમ લાગ્યું.

    આપે જણાવેલી આ વાત આગળની કોઇક કડીમાં યોગ્ય તબક્કે (સાતત્ય અને સંદર્ભને અનુલક્ષીને) સામેલ કરવાનો મારો વિચાર છે..

    આપની કોમેન્ટ પ્રત્યે મોડો અભિપ્રાય દર્શાવવા બદલ દિલગીરી વ્યક્ત કરૂ છુ…

 • 10. nabhakashdeep  |  જાન્યુઆરી 23, 2015 પર 1:40 એ એમ (am)

  સર્વ ઉપાયો …મનની શાન્તિ માટે જ..એજ જીવન ઘડતરનો પાયો.સરસ મંથન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 11. ishvarlal R. Mistry.  |  જાન્યુઆરી 23, 2015 પર 6:28 એ એમ (am)

  Very nice post on mind, Lots of comments are true. Mind control is very important, Bhakti can be very helpful. your thoughts are correct Chandravadanbhai.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 12. દાદીમા ની પોટલી  |  જાન્યુઆરી 23, 2015 પર 2:08 પી એમ(pm)

  એક પ્રાત:સ્મરણીય સંત શ્રી દ્વારા એવું ઉદાહરણ આપવામાં આવેલ કે,માનવીનું મન ૪૦ શેરનું બનેલ હોય છે. (અહીં શેર શબ્દ હિન્દી તેમજ મન ગુજરાતી શબ્દ પ્રયોગ છે, એટલેકે હિન્દી શેર એટલે સિંહ, અને ગુજરાતીમાં માપ મન એટલેકે એક મણ=૪૦ શેર …)

  સંત શ્રી નું કેહવું છે કે એક શેર+=સિંહ ને વાસ્તવિક જીવનમાં કાબુમાં રાખવો કેટલો મુશ્કેલ હોય છે,જ્યારેઅં મન તો ૪૦ શેરનું બનેલ છે, તેનો સરળતાથી ક્ન્ત્રોલ્કોઈપણ વ્યક્તિ માટે મુશ્કેલ છે, તે માટે સતત અભ્યાસની જરૂરત દરેક ને છે.

  જવાબ આપો
 • 13. chandravadan  |  જાન્યુઆરી 24, 2015 પર 3:56 પી એમ(pm)

  This was an Email Response>>>

  Re: NEW POST>>>>>>>ચંદ્રવિચારધારા (૧૫) ….માનવી
  Yashumati Raksha Patel
  To me Jan 23 at 6:30 PM
  મન, મગજ, હૃદય અને આત્મા – “મન” એટલે વિચારોનો જન્મ આપનાર …..મગજ એટ્લે વિચારોને ભ્રમણે રાખનાર…હ્ર્દય એટલે વિચારો અમલ થાય તે પહેલા યોગ્ય કે અયોગ્યતાની સમજ દેનાર….અને અંતે, “આત્મા”રૂપે અંતિમ સલાહ આપનાર.
  કેટલી સરસરીતે સમજાવ્યું! એટલે તો કહ્યું છેને કે અંતરાત્મા હંમેશા સાચું કહેતો હોય છે.

  રક્ષા
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Raxaben,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,097 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: