Archive for જાન્યુઆરી 19, 2015

હરિશચંદ્ર ઓઝા પરિવારની મારી પહેચાણ !

 

 

 

 

હરિશચંદ્ર ઓઝા પરિવારની મારી પહેચાણ !
આફ્રીકાના રોડેશીયાના દેશમાં સૌરાષ્ટના એક પ્રજાપતિ રહે,

હૈયે આનંદ ભરી,કહાણી હું કહું છું એમની, સૌને આજે !………..(ટેક)

૧૯૫૫ની સાલે, લીવીંગસ્ટન શહેરે એક બાળ આવે,
કોરોનેશન સ્કુલમાં અભ્યાસ કરતા ઓઝા કુટુંબને એ જાણે,
જાણી એવું, બાળ-હૈયે અનોખો આનંદ વહે !…………………..(૧)

હરિશચંદ્રજી નામે શહેરે ધંધો વર્ષોથી એ કરે,
શુશીલા નામે જીવનસાથીનો સાથ એને મળે,
સંસારે સંસ્કારો આપતી જોડીના દર્શન બાળ કરે !……………..(૨)

ત્રણ દીકરાઓ વિરેન્દ્ર, અશોક અને શરદ નામે,
શિક્ષણ પ્રેમી સંતાનોને બંને ખુબ જ વ્હાલ કરે,
દર્શન એવા કરતા, બાળ તો છે ખુબ જ રાજી !……………….(૩)

ઓઝા અટકે ગુજરાતના એક પ્રજાપતિ જાણ્યા,
એવી અટકે સોરઠીયા પ્રજાપતિ સ્વરૂપે ઓળખ્યા,
વંશવેલાની પહેચાણે બાળ હૈયે છે ખુબ જ ખુશી !…………………..(૪)

મેરીસ્ટમાં જાણી,૨૦૧૪માં વિરેન્દ્રને ચંદ્રવદન મળે,
હૈયે આનંદ લાવી, વાતો કરતા પૂરાણી યાદ તાજી બને,
એવી યાદમાં,બાળ બદલે ૭૧ વર્ષના યુવાન છે રાજી !………………(૫)

ચંદ્રવદન છે મિસ્ત્રી અટકે અને હરિશચંદ્રજી છે ઓઝા અટકે,
દક્ષિણ અને ઉત્તર ગુજરાતના પ્રજાપતિઓ છે જુદી જુદી અટકે,
જાણી એવું, પ્રજાપતિ ગૌરવ વહે છે આજે ચંદ્ર-હૈયે !…………………(૬)

આજે, હરિશચંદ્રજી તો જગ છોડી છે પ્રભુધામે,
પવિત્ર આત્મામાં અમરતા નિહાળી, ચંદ્ર છે આ સંસારે,
અંતે, મીઠી યાદોમા રહી, અંજલી અર્પે હરિશચંદ્રજીને !……………..(૭)
કાવ્ય રચના ઃ તારીખ,ઓક્ટોબર,૧૬,૨૦૧૪                           ચંદ્રવદન

 

બે શબ્દો…

આ કાવ્ય રચના કેવી રીતે તે મારે જરૂર લખવું છે.

રવિવાર અને ૨૦૧૪નો ઓકટોબર માસ….એક સ્નેહી ( રમેશ પટેલ)ની દીકરીનો લગ્ન દિવસ.

લગ્ન ગ્રીનવીલ,સાઉથ કેરોલીનામાં. હું એમાં હાજરી આપી રહ્યો હતો.

અચાનક, મારી સામે એક વ્યક્તિ. આવી કહે “ઓળખે છે ?”

જોઈને મારૂં મન કહે “આ તો કોઈ જાણી પહેચાણી લાગે છે !” પણ…મુખે નામ ના આવે.

અંતે જાણ્યું કે એ જ છે” વિરેન્દ્ર ઓઝા” જે અસલ ઝામ્બીઆ, આફ્રીકાના લીવીંગસ્ટોન શહેરના રહીશ.

૧૯૫૮-૧૯૫૯માં જ્યારે ક્વે ક્વે શહેરની હાઈસ્કુલે અભ્યાસ કરતો ત્યારે એ “સીનીઅર” હતો….મેં પણ લીનીન્ગસ્ટોનમાં પ્રાઈમરી અભ્યાસ કર્યો હતો એથી હું “ઓઝા પરિવાર”ને સારી રીતે જાણું.

આશરે ૫૫થી વધુ વર્ષો બાદ આ સ્નેહમિલન.

એની સાથે વાતો થતા પુરાણી યાદો તાજી થઈ…એવી ચર્ચામાં થોડો સમય પહેલા વિરેન્દ્રના પિતાજી હરિશચંદ્ર ઓઝા ગુજરી ગયા હતા તેનું યાદ આવ્યું.

બસ….આ ઘટના આધારે હરિશચંદ્રભાઈને “અંજલી” આપવાની ઈચ્છા થઈ….અને આ રચના !

પ્રભુ એમના આત્માને પરમ શાંતી બક્ષે એવી મારી પ્રાર્થના !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This Poem in Gujarati is my Recollection of the OZA PARIVAR as I had known as a Child while I was in the Primary School at Livingstone of Zambia,Africa.

Virendra Oza ( son of Harichandra Oza) & I were at the same High School & I had known him then.

At the Wedding in Greenville, South Carolina, I met Virendra after more than 55 years.

The old memories became fresh.

The Poem is my way of  saying that & giving the “ANJALI” to HARISHCHANDRA OZA ( Father of Virendra) whom I admired very much.

May the Soul of Harichandrabhai rest in PEACE !

Dr. Chandravadan Mistry.

જાન્યુઆરી 19, 2015 at 1:39 પી એમ(pm) 18 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 395,699 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031