રવિશંકર રાવળની કહાણી !

જાન્યુઆરી 15, 2015 at 1:54 પી એમ(pm) 13 comments

KALAGURU RAVISHANKAR RAVAL

રવિશંકર રાવળની કહાણી !

એક રવિશંકર રાવળની કહું છું જીવન કહાણી,

સાંભળજો તમે, ધ્યાનથી એ જ કહાણી !…………..(ટેક)

ઓગસ્ટ,૧,૧૮૯૨ સાલે ગુજરાતના ભાવનગર ધામે,

એક આત્મા માનવ સ્વરૂપ જગમાં ધારણ કરે,

જેને જગમાં રવિશંકર રાવળ નામે સૌ જાણે !…………(૧)

પિતાજી પોસ્ટમાસ્તર અને જવું પડે જુદા જુદા શહેરે,

મળે જે થકી, પ્રેરણાઓ સંસ્કુતીની જુદા જુદા સ્થાને,

પણ, ચિત્રકાર બનવા પ્રેરણાઓ આપી, કહે એવું રવિશંકરજી પોતે !……(૨)

શાળા પછી, કોલેજ અભ્યાસ કરતા, શિક્ષકો એની કલા-જ્ઞાનનું જાણે,

મુંબઈ જઈ, આર્ટ સ્કુલે જવા માટે સલાહો એમને આપે,

કોઈ કહે “બન એંજીનીઅર”પણ રવિશંકર આર્ટ્સ માટે રસ ધરે !……..(૩)

મુંબઈની “જે.જે.સ્કુલ ઓફ આર્ટ્સ”માં એડમીશન મળે,

શાળાની વિચારધારાથી દુર રહી, ભારતીય સંસ્ક્રૂતીનો આદર કરે,

કળાની કદર કરતા, “બોમ્બે આર્ટ સોસાઈટી”ગોલ્ડ મેડલ અનાયત કરે !……(૪)

૧૯૧૫માં જાણીતા પત્રકાર હાજી મહમદ-અલ્લારખીયા રવિશંકરને પ્રથમ નોકરી આપે,

૧૯૨૧માં હાજી મહમદના મૃત્યુએ રવિશંકર દર્દ હૈયે અનુભવે,

પણ, હિંમત ના હારી, અને અમદાવાદમાં “કુમાર”માસીક શરૂ કરે !………….(૫)

એ સિવાય,અન્ય બાળમાસીકે “ચાંદાપોલી”નામે રવિશંકરની ચિત્ર-મહેક સૌને ગમે,

૧૯૩૯માં “બાવલાના પરાક્રમો”ચિત્રરૂપે પ્રગટ કરે,

જે થકી, “પીનોકીઓ”ની વાર્તા ગુજરાતીમાં જીવીત બને !……………..(૬)

ભારતની સંસ્કુતીને ધ્યાનમાં રાખી, રવિશંકર જીવન વહેતું રહે,

તેમાં, ચિત્રોરૂપે અનેક વ્યક્તિઓ અને કનૈયાલાલ મુનશી પુસ્તકો ચિત્રોરૂપે,

જે થકી, “કલાગુરૂ”નું પદ કાકા કાલેલકર એમને અર્પે !……………..(૭)

રવિશંકરને તો જીવન સફરે એવોર્ડો તો અનેક મળતા રહે,

૧૯૨૩માં કલક્તામાં આર્ટ પ્રદર્શનમાં એમના ચિત્રને બીજુ પ્રાઈઝ મળે,

૧૯૩૦માં “રણજીતરાય મેડલ”પણ એમને મળે !………………..(૮)

૧૯૨૭માં એક મહિનામાં અજંતા ગુફાને ચિત્રોમાં મઢે,

૧૯૩૬માં ત્રણ મહિનાની જાપાન ટુર એઓ કરે,

અને, ૧૯૪૧માં રવિન્દ્રનાથ ટાગોરની “શંતિનિકેતન”ને આર્ટ ટુર કરે !…..(૯)

૧૯૪૧માં તો “આર્ટ સોસાયટી ઓફ ઈન્ડિયા”નું પ્રમુખપદ એમને મળે,

એ જ વર્ષે “બોમ્બે આર્ટ સોસાઈટી”નું પ્રમુખપદ પણ એ સંભાળે,

અંતે, ૧૯૪૮માં સ્વતંત્ર ભારતના રસીઅન આર્ટીસ નિકોલસ રોરીલના મહેમાન બને !…..(૧૦)

૧૯૫૧માં કલક્તાની “ઓલ ઈન્ડિયા આર્ટ કેન્ફરેન્સ”માં હાજર રહે,

૧૯૫૨માં આર્ટ ટુરે સોવિએટ રશિયાની સફર પણ એ કરે,

૧૯૬૫માં રશિયા વિષેની એમની પુસ્તક માટે “નહેરૂ એવોર્ડ”મળે !…………..(૧૧)

જીવન સફરે આટલું બધું આર્ટમાં હાંસીલ જે કરે,

તે જ ૧૯૬૫માં ભારત સરકારના “પદમશ્રી”એવોર્ડના હક્કદાર બને,

૧૯૭૦માં જેને “ઈન્ડિયા આર્ટ એકેડેમી” ફેલોપદ અર્પે !………………….(૧૨)

આર્ટરૂપી  ચિત્રોથી  રવિશંકર જીવન જ્યોત પ્રકાશીત રહે,

૧૯૭૭માં રવિશંકરજી તો અમદાવાદમાં “ચિત્રકુટ”ઘરે પ્રાણ તજે,

ત્યારે, પરમ શાંતી અને મુખે “ઓમ નમ શિવાયઃ”નો મંત્ર રહે!……………(૧૩)

જે વાંચી જાણ્યું  એ જ કાવ્યરૂપે આજે ચંદ્રે કહ્યું,

થોડા શબ્દોમાં પુર્ણ જીવન વિષે કહેવું તો અશક્ય રહ્યું,

બસ, ચંદ્ર -આશા એટલી કે સૌ “અંજલી” રૂપે સ્વીકારે તો ખુબ થયું !……..(૧૪)

કાવ્ય રચના ઃ તારીખ, જાન્યુઆરી,૧૩,૨૦૧૫                        ચંદ્રવદન

 

 

 

બે શબ્દો…

થોડા દિવસો પહેલા રવિશંકરજીના દીકરા ડો. કનક્ભાઈ મારા બ્લોગની પોસ્ટ વાંચી એક પ્રતિભાવ આપ્યો.

એમાં એમના પિતાશ્રી સ્વ. રવિશંકર રાવળના જીવન વિષે એક બ્લોગ છે તેની “લીન્ક” મોકલી.

બ્લોગ પર જઈ, મે બધું વાંચ્યું.

ત્યારબાદ, ઈમેઈલથી કનકભાઈ સાથે ચર્ચા થતા….મેં એમને પિતાજીના જીવન વિષે “કાવ્યરચના” કરવા ઈચ્છા દર્શાવી.

એઓ સહમત હતા….ગુગલ દ્વારા રવિશંકરજીના જીવન વિષે જાણ્યું, અને એ આધારીત જ આ રચના પોસ્ટરૂપે પ્રગટ થઈ છે.

તમો જે કોઈને રવિશંકરજી વિષે જાણવું હોય તો નીચેની “લીન્ક”થી એમના બ્લોગ પર જવા વિનંતી છે>>>>

web site: http://ravishankarmraval.org/

 

આશા છે કે તમોને આ કાવ્યપોસ્ટ ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today  a Poem in Gujarati on the Life of LATE  RAVISHANKAR RAVAL of GUJARAT.

With his PAITINGS he had the RECOGNITION with AWARDS in Gujarat & India.

KAKA KALELKAR bestowed the Title of KALAGURU to him for his talents.

This poem had picked “some events” of his Life.

One can read MORE with a Link>>>

web site: http://ravishankarmraval.org/

This Poem is my ANJALI to this GREAT ATMA and the JEWEL of INDIA.

 

Dr. Chandravadan Mistry

 

Advertisements

Entry filed under: કાવ્યો.

મકર સંક્રન્તી ઉત્સવ ! આનંદ આશ્રમની ગૌમાતા

13 ટિપ્પણીઓ Add your own

 • 1. puthakkar  |  જાન્યુઆરી 15, 2015 પર 7:09 પી એમ(pm)

  રવીશંકર રાવળ વિષે ઘણી માહિતી મળી…અભિનંદન ‘ચંદ્રપુકાર’

  જવાબ આપો
  • 2. chandravadan  |  જાન્યુઆરી 15, 2015 પર 7:32 પી એમ(pm)

   Thakarsaheb,
   After a long time your visit.comment for this Post & also for Makar Sankranti Post.
   Your words mean a lot.
   I will await for REVISITS.
   Happy 2015 !
   Chandravadan

   જવાબ આપો
 • 3. chandravadan  |  જાન્યુઆરી 15, 2015 પર 7:36 પી એમ(pm)

  This was an Email Response>>>

  Re: NEW POST……..રવિશંકર રાવળની કહાણી !
  harnish jani

  To me Today at 9:26 AM

  કલાગુરુ, મારા હમેશાં પ્રિય રહ્યા છે. મારું જીવન કુમારે ઘડયું છે. ધન્યવાદ.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Harnishbhai,
  Abhar for the Comment.
  Chandravadan

  જવાબ આપો
 • 4. pravina Avinash  |  જાન્યુઆરી 15, 2015 પર 9:10 પી એમ(pm)

  રવિશંકર રાવળ વિશે જાણી આનંદ થયો.

  જવાબ આપો
 • 5. nabhakashdeep  |  જાન્યુઆરી 16, 2015 પર 12:42 એ એમ (am)

  આપણા ગુજરાતનું કલા ગૌરવ..સરસ સંપાદન ડૉશ્રીચંદ્રવદનભાઈ

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 6. pragnaju  |  જાન્યુઆરી 16, 2015 પર 2:20 એ એમ (am)

  સરસ માહિતી

  જવાબ આપો
 • 7. Vinod R. Patel  |  જાન્યુઆરી 16, 2015 પર 4:32 એ એમ (am)

  શ્રી કનકભાઈ રાવલ ના પુ. પિતાશ્રી કલાગુરુ સ્વ. રવિશંકર રાવળ પ્રથમ

  કોટીના ચિત્રકાર જ નહિ પણ એક સાહિત્યકાર અને પત્રકાર પણ હતા.

  ખુબ જાણીતા ગુજરાતી સામયિક કુમાર ના એ આદ્ય સ્થાપક હતા.

  કુમાર માસિક આજે પણ ચાલુ છે એ સ્વ. રવિશંકર રાવલને એક મોટી અંજલિ છે.

  જવાબ આપો
 • 8. રીતેશ મોકાસણા  |  જાન્યુઆરી 16, 2015 પર 2:29 પી એમ(pm)

  રવીશંકર રાવળ વિષે ઘણી માહિતી મળી , સરસ માહિતી

  જવાબ આપો
 • 9. smdave1940  |  જાન્યુઆરી 16, 2015 પર 11:43 પી એમ(pm)

  મહાત્મા ગાંધીના યુગે શું શું નથી આપ્યું? સાચા ગાંધીવાદી ચિત્રકાર પણ આપ્યા.

  જવાબ આપો
 • 10. P.K.Davda  |  જાન્યુઆરી 17, 2015 પર 12:36 એ એમ (am)

  કલાગુરૂનું કાવ્ય સ્વરૂપે સુંદર પરિચય.

  જવાબ આપો
 • 11. kanakraval  |  જાન્યુઆરી 18, 2015 પર 2:47 એ એમ (am)

  ચંદ્રવદનભાઈની કલાગુરુ રવિશંકર રાવળ(મારા સ્વર્ગસ્થ પિતા)ની જીવન ધારા ગદ્ય સ્વરુપે રજુ કરીને કવિત્વની શક્તિ દર્શાવી છે. તેમનો આ ઉદ્યમ આદરણિય છે તે માટે તેમને અંનેક ધન્યવાદો.
  મારી તેમને વિનંતી છે કે તેઓ આ ક્રુતિ ‘કુમાર’ના તંત્રિ શ્રી.ધિરુભાઈને પ્રકાશન માટે અવ્શ્ય મોકલે.

  કલાગુરના જીવન-કલા સર્જન માટે વિસ્તારથી માહિતી મેળવવા ઉત્સુક મિત્રો તેમની આત્મકથા “ગુજરાતમાં કલાના પગરણ’ (આર્ચર પ્રકાશન -અમદાવાદ) મેળવી શકે.- જય ગુજરાત,કનક્ભાઈ રાવળ

  જવાબ આપો
  • 12. chandravadan  |  જાન્યુઆરી 18, 2015 પર 2:13 પી એમ(pm)

   સ્નેહી કનકભાઈ,

   નમસ્તે !

   તમે પધારી પ્રતિભાવ આપ્યો તે વાંચી ખુબ જ આનંદ.

   આ પહેલા અનેકે પધારી પ્રતિભાવો આપ્યા હતા તેથી પણ ખુશી તો હતી જ.

   પણ…કલાગુરૂ રવિશંકરજીના પુત્રના નાતે તમે પધારી “બે શબ્દો” લખ્યા તે મારા માટે તમારા પિતાજીના આશિર્વાદો બરાબર છે.

   “કુમાર”માસીક પ્રકાશન કે એમના તંત્રી ધીરૂભાઈનો ઈમેઈલ હું જાણતો નથી…તો, આશા છે કે તમે જ એમને આ કાવ્ય પોસ્ટ મળે એવું કરશો કે એમને પણ વાંચવાનો લ્હાવો મળે.

   પ્રતિભાવ માટે ખુબ ખુબ આભાર !

   ફરી આ પોસ્ટ વાંચવા પધારજો…નવા પ્રતિભાવો હોય તે વાંચશો.

   આ પોસ્ટ સિવાય, અન્ય પોસ્ટો વાંચવા બ્લોગ પર આવતા રહેશો !

   ……ચંદ્રવદન

   જવાબ આપો
 • 13. chandravadan  |  જાન્યુઆરી 19, 2015 પર 1:16 એ એમ (am)

  This was an Email Response>>>>

  Re: NEW POST……..રવિશંકર રાવળની કહાણી !

  Yashumati Raksha Patel
  To me Today at 4:40 PM
  શ્રી રવિશંકર રાવળ વિષે ઘણું ઘણું જાણવા મળ્યું. અવાર નવાર તમારી પોસ્ટથી ખુબ માહિતી મળતી રહે છે.
  આભાર
  રક્ષા
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Raxaben,
  Abhar Tamaro !
  Fari Avjo !
  Chandravadan

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 304,752 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: