મકર સંક્રન્તી ઉત્સવ !

January 14, 2015 at 5:40 pm 16 comments

 

 

મકર સંક્રન્તી ઉત્સવ !

મકર સંક્રન્તીના દિવસને તો સૌ જાણે,

પણ, મકર સંક્રાન્તી ઉત્સવ શાને ?

કહો તમે, હું કહું છું સૌને આજે !………….(ટેક)

સાત વિચારધારામાં એ વિષે હું કહું,

તમે સાંભળજો, જે આજે હું કહું,

એને માનો યા ના માનો જરા સાંભળો જે હું કહું !…………..(૧)

હિન્દુ ઉત્સવોમાં આજ એક દિવસ એવો,

જે, અંગ્રેજી કેલેન્ડરની ૧૪મી જાન્યુઆરીએ આવે તેવો,

આ હકિકત તમે જાણી પ્રથમ, માનો એટલો જ ભાવ મારો !…………..(૨)

સુર્યદેવ સુર્યરાશી મકર કે કેપ્રીકોર્નમાથી બહાર નિકળે,

અને, બીજા ઝોડીયાકમાં પ્રવેશે તેને “સંક્રાન્તી” સૌ કહે,

એથી, “મકર સંક્રાન્તી”નામે ઉત્સવ સૌ એને કહે !……………………(૩)

પણ, આવી ઘટનાનું મહત્વ શું રે રહ્યું ?

એ ઘટના સાથે રાત્રી અને દિવસ એક સરખા એવું થયું,

વંસત આવતા, ધીરે ધીરે દિવસો રાત્રીઓ કરતા મોટા એવું શક્ય થયું !………….(૪)

આ સમયગાળો એટલે ખેતરોમાં પાકરૂપી હરિયાલી ચમકે,

એથી સૌ ખુશ થઈ, સમગ્ર ભારતમાં ઉત્સવ ઉજવે,

ભલે, “પોંગલ” “ઉત્તરાણ” કે અન્ય નામે જુદા જુદા સ્થાને !……………..(૫)

પૂછે સૌ ઃ એ દિવસે તલ-લાડુ શાને થાય ?

તલ અને ગોળ થકી “પ્રેમભાવ” જાગૃત, એવું કહેવાય,

સાથે શત્રુતા તુટી, મૈત્રીભાવ બંધાય એવું પણ મનાય !………………..(૬)

સાથે સૌ પૂછે ઃ પતંગો ચગાવવાનું કેમ થયું ?

તંદુરસ્તી માટે સુર્ય કિરણોનું મહત્વ સમજી ખુશીભાવનું જોડાણ થયું,

 બહાર જઈ, સુર્યકિરણોનો લાભ લેવાનું  “પતંગ ચગાવવા”ની પ્રથાથી થયું !……(૭)

જે લખ્યું તેને કોઈ વિજ્ઞાનરૂપી સમજણ કહેશે,

તો, કોઈ એને હિન્દુઓનો ધાર્મીક ઉત્સવ ગણશે,

પ્રેમભાવથી જે થાય તેને ચંદ્ર તો ઉત્તમ જ કહેશે !…………………………(૮)

ભલે, તલ લાડુઓ અને મિઠાઈઓ તમે ખાજો,

અને, પતંગો ચગાવી, હૈયે ખુશીઓ તમે ભરજો,

પણ, મકર સંક્રાન્તે તમ હ્રદયભાવથી પ્રભુને રાજી જરૂર કરશો !…………….(૯)

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૧૪,૨૦૧૫                       ચંદ્રવદન

 

બે શબ્દો…

આજે ૧૪મી જાન્યુઆરી ૨૦૧૫ અને મકર સંક્રાન્તનો દિવસ.

અચાનક વિચાર્યું કે આજે મકર સંક્રાન્તી વિષે એક કાવ્ય રચના.

જે શક્ય થયું તેને જ પોસ્ટરૂપે પ્રગટ કર્યું છે.

ગમ્યું ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

It is 14th January 2015.

14th January means MAKAR SANKANTI.

A day celebrated with JOY with the FLYING of KITES…and eating SWEETS ( MITHAI) which include traditionally SASAME SEEDS BALLS with GOL ( TAL LADU).

In the Gujarati Poem I had tried to tell the FACTS  as I had known.

Those of you with the DIFFERENT VIEWS…please express yours !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

પ્રભુભક્તની મુજવણો રવિશંકર રાવળની કહાણી !

16 Comments Add your own

 • 1. pragnaju  |  January 14, 2015 at 5:46 pm

  Happy Makarsankranti

  Reply
 • 2. vimala  |  January 14, 2015 at 5:55 pm

  ધર્મ,વિજ્ઞાન,પતંગ,પ્રેમ,. તંદુરસ્તી, નવધાન્યનો ઉત્સવ-ઉમંગ અને જીવનશૈલીનું
  કાવ્ય ગમ્યુ…..ગમ્યુ…ગમ્યુ…..

  Reply
 • 3. pravina Avinash kadakia  |  January 14, 2015 at 9:25 pm

  Happy Makarsankranti

  pravinash

  Reply
 • 4. chandravadan  |  January 15, 2015 at 1:04 am

  This was an Email Response>>>

  મકર સંક્રન્તી ઉત્સવ !
  Today at 12:53 PM
  Yashumati Raksha Patel
  To me Today at 1:42 PM
  કાવ્ય ઘણું ગમ્યું. કાવ્યમય જ્ઞાન કોને ના ગમે?

  રક્ષા
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Raxaben,
  Abhar !
  Chandravadan

  Reply
 • 5. Dilip Gajjar  |  January 15, 2015 at 1:24 am

  Happy makarsankranti…enjoy..jivanrupi pavan patanj..

  Reply
 • 6. chaman  |  January 15, 2015 at 2:08 am

  Good explanations

  Reply
 • 7. chandravadan  |  January 15, 2015 at 3:29 pm

  This was an Email Response>>>

  મકર સંક્રન્તી ઉત્સવ !
  Dharamshi Patel
  To me Jan 14 at 7:43 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  ABHAR,Dharamsihji>>>Chandravadan

  Reply
 • 8. puthakkar  |  January 15, 2015 at 7:22 pm

  પ્રભુનો રાજી કરશો…

  સર્વ માટે બિન સ્વાર્થી આપનો સ્નેહ સ્પર્શી જ જાય…

  ‘‘ભલે, તલ લાડુઓ અને મિઠાઈઓ તમે ખાજો,
  અને, પતંગો ચગાવી, હૈયે ખુશીઓ તમે ભરજો,
  પણ, મકર સંક્રાન્તે તમ હ્રદયભાવથી પ્રભુને રાજી જરૂર કરશો !…………….’’

  Reply
 • 9. સુરેશ જાની  |  January 15, 2015 at 9:07 pm

  Reply
  • 10. chandravadan  |  January 15, 2015 at 11:37 pm

   Sureshbhai,
   It’s OK if that Video can not be posted.
   Thanks for this Video
   Chandravadan

   Reply
 • 11. chandravadan  |  January 15, 2015 at 11:40 pm

  This was an Email Response>>>>

  Best Wishes

  Uday Kuntawala
  To me Today at 1:00 PM
  ડો ચંદ્રવદનભાઈ ,
  નમસ્તે ,
  તમારી ટુંકી ટુંકી વાર્તા,કવિતા અને અન્ય લેખો વાંચી ગણી જાણકારી મળે છે.
  તમારું આ કાર્ય આગળ વધે એવી અમારી હાર્દિક શુબેચ્છાઓ અને પ્રભુ પ્રાર્થના
  સહુને મકર સંક્રાંતિ ની શુભ કામના
  લિ ઉદય કુંતાવાલા
  સરે યુ કે
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Uday,
  Thanks for your nice words.
  Please do revisit my Blog
  Chandravadan

  Reply
 • 12. Vinod R. Patel  |  January 16, 2015 at 4:24 am

  મકર સંક્રાન્તી વિષે સરસ કાવ્યમય માહિતી

  મકર સંક્રાન્તી નાં અભિનંદન

  Reply
 • 13. aataawaani  |  January 16, 2015 at 4:30 am

  પ્રિય ચંદ્રવદન ભાઈ મિસ્ત્રી
  તમે માંકાર્સંક્રન્તીની સમજણ કાવ્યના રૂપમાં આપી ધન્ય વાદ કવીશ્વર

  Reply
 • 14. રીતેશ મોકાસણા  |  January 16, 2015 at 2:31 pm

  સરસ સમજણ સાથે સાહિત્ય પીરસતી કવિતા !!

  Reply
 • 15. ishvarlal R. Mistry.  |  January 19, 2015 at 7:56 pm

  Happy Makarsankrant[,very nice poem with meaning.
  Thankyou Chandravadanbhai .

  Ishvarbhai.

  Reply
 • 16. chandravadan  |  January 24, 2015 at 5:26 pm

  This was an Email Response>>>

  નમસ્તે ચંદ્રવદનભાઈ,
  ભાઈશ્રી હર્ષદ ટેલરે મોકલેલ આપની રચના માણી. આપની ભાવનાને વંદન કરું છું. એક વાત ઉમેરવા જેવી લાગી તેથી લખું છું.
  સામાન્ય રીતે આપણા લોકો મકરસંક્રાંતિ અને ઉત્તરાયણને એક જ સમજે છે. પણ બંને જુદા જુદા દિવસે આવે છે. એવી ભેળસેળ કેવી રીતે થવા પામી તે એક રહસ્ય જ છે. હું પોતે પણ વર્ષો સુધી એમ જ માનતો રહ્યો હતો. વર્ષો પહેલાં, એકવાર ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય વિવેચક ડૉ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સાહેબને મળવા જવાનું થયું. જોગાનુજોગ તે દિવસે મકરસંક્રાંતિ હતી. તેમણે મને સમજાવતાં કહ્યું કે, ‘તમે તો સાયન્સ ગ્રેજ્યુઅેટ છો એટલે તમને તો ખબર હશે જ કે, મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ બંને જુદી જુદી અવકાશી ઘટના છે.‘ હું તો ચોંક્યો. જે વાત હું મારી જિંદગીમાં પહેલીવાર સાંભળી રહ્યો છું છતાં, આ મહાનુભાવે તો એમ માની જ લીધું કે જાણે હું તો બીજા કરતાં વધારે જાણકાર છું!
  તેમણે કહ્યું કે આખી દુનિયામાં રાત અને દિવસ સરખા હોય એવા બે દિવસો છે. રરમી સપ્ટેમ્બર અને ત્રેવીસમી માર્ચ. ઉત્તર ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રિ ૨૧મી જૂને હોય છે. તેવી જ રીતે દક્ષિણ ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રિ ૨૨મી ડિસેમ્બરે હોય છે. બાવીસમી ડિસેમ્બર પછી સૂર્ય ધીમે ધીમે ઉત્તર તરફ ખસવા લાગે એ થયું ઉત્તરાયણ. એટલે કે મકરસંક્રાંતિ થાય તે પહેલાં જ ઉત્તરાયણ ચાલુ થઈ ગયેલું ગણાય.
  તો પછી સંક્રાંતિ કોને કહેવાય? કોઈ પણ ગ્રહ એક રાશિ પૂરી કરીને નજીકની બીજી રાશિમાં પ્રવેશ કરે તેને સંક્રાંતિ થઈ કહેવાય. રાશિ બાર છે. સૂર્ય આખા વરસમાં બાર રાશિનું ભ્રમણ પૂરું કરે છે. એટલે કે એક રાશિમાં લગભગ એક મહીનો રહે છે. 14મી એપ્રિલે મેષ રાશિમાં (અને કેતુ નક્ષત્ર) હોય. સૂર્ય એક રાશિમાં લગભગ ૩૦ દિવસ રહે. બધા મહિનાની ૧૪મી તારીખે રાશિ નથી બદલાતી કારણ કે, કોઈ મહીનો ૩૦, ૩૧ કે ૨૮ દિવસનો પણ હોય. પંચાંગમાં સૂર્યની રાશિ બદલાવાની તારીખો આપેલી હોય છે. ૧૪મી જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિમાંથી બહાર નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી એ દિવસે સૂર્યની મકર સંક્રાંતિ થઈ કહેવાય. હંમેશાં ૧૪મી તારીખે જ મકરસંક્રાંતિ થાય એવું પણ નથી બનતું. લીપ યરને હિસાબે કોઈ વરસે ૧૫મી તારીખે પણ મકરસંક્રાંતિ થાય ! કોઈ વરસે ૧૩ જાન્યુઆરીએ પણ થાય!! પબ્લિકના માનસમાં ૧૪ તારીખ ફિટ થઈ ગયેલી હોવાથી આપણે એની ચૂંથાચૂંથમાં પડતા નથી કારણ કે, એમ માનવાથી કાંઈ આભ તૂટી પડવાનું નથી.
  આપે જે તત્વજ્ઞાનની વાતો લખી તે એની જગ્યાએ બરાબર જ છે, મારો ઉદ્દેશ ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ જુદી જુદી ખગોળીય ઘટના છે તે તરફ નમ્રભાવે અંગુલિનિર્દેશ કરવાનો છે. આપને કદાચ, મારી આ સ્પષ્ટતા ગમશે.
  પરભુભાઈના પ્રણામ
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Parbhubhai,
  After the Publication of this Post Your Email brings JOY.
  1stly for sending the Email
  2ndly for your NICE Response to the Post.
  As I was gathering the INFO..I did realised the CHNGE in the dates…but your INPUT to say of MAKAR SANKRANTI & UTTARAN based on your disussions with a Gyani brings the ADDITIONAL JOY od SHARING this with ALL as I publish your Email Communication as your COMMENT.
  Thanks !
  I hope you do not mind.
  I invite you to visit my Blog & post your comments when you think you desire & that can be @chandrapukar
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,005 hits

Disclimer

January 2015
M T W T F S S
« Dec   Feb »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: