Archive for જાન્યુઆરી 12, 2015

પ્રભુભક્તની મુજવણો

        પ્રભુભક્તની મુજવણો
ભક્ત તો પ્રભુની અપાર શક્તિ જાણી મુંજાય,
કેમ પ્રભુને રાજી કરવા એ એને ના સમજાય,
સર્વ જગાએ અને કણ કણમાં પ્રભુના દર્શન કરી,
કેમ એક જગાએ પ્રભુને કેદી કરવાની ઈચ્છા તાળી,
સુર્ય જેવું તેજ જેનું એવા પ્રભુને દીવો કેમ ધરૂં ?
મુર્તિ જે ધાતુ કે માટીની, એ પણ છે તારી બનાવેલી હું જાણું,
અરે, ફુલો પણ સર્જેલા તારાજ બાગના,નથી કાઈ અહીં મારૂં,
સૌનો પાલનહાર, ભોજનનો હક્કદાર તું,નથી આપવાનું કાઈ મારૂં,
ભલે માનવી પોતાના વિચારે તારા આકારો દોરે અનેક,
નથી મુખ, ડોક હાથપગો કે છાતી,તું તો નિરાકાર છે એક,
આટલું જાણી, મુરખ કેવો કે ચંદન લેપ માટે કપાળ તારૂં શોધું !
આવો મુરખ પણ છે ભક્ત છું હું તારો, એમાં જરા ના કહું હું ખોટું,
જેવી ઈચ્છા કે જેવો હ્રદયભાવ મારો,રાજી કરવા તું બન્યો છે તેવો,
બસ, આ મુરખ જીવડો હવે ના છોડે તુંજને, બન્યો છે પાગલ એવો !
કાવ્ય રચના ઃ તારીખ ડીસેમ્બર,૨૬,૨૦૧૪                        ચંદ્રવદન

 

બે શબ્દો…

આ કાવ્ય પોસ્ટમાં ભક્તના મનમાં થયેલી મુજવણોનો ઉલ્લેખ છે.

ભક્ત પ્રભુને સર્વ શક્તિમાન, નિરાકાર જાણી વિચારે કે એને ખરેખર શું આપી શકાય ?

વિશ્વમાં જે છે તે એનું જ…તો ફુલો, ફળો કે ભોજન પણ એનું જ !

એનો પ્રકાશ અનેક સુર્યો કરતા વધું તો શાને દીવો ?

નથી કોઈ આકાર તો શાને માનવ આકાર ?

આટલું જાણ્યા બાદ કપાળ શોધી તિલક શાને કરવા ઈચ્છા ?

બધી જ મુજવણો કહ્યા બાદ ભક્ત પોતાને પાગલ ગણી એની પાસે જ જવા માટે હઠ રાખે છે.

ગમ્યું ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

A Devotee (Bhakt)knowing that GOD is ALL POWERFUL & that EVERYTHING Belongs to HIM shows his CONFUSION as how to OFFER ANYTHING ATALL….The Devotee even admits that GOD has NO SHAPE ( NIRAKAR)…then any HUMAN FORM given may be NOT CORRECT.

Knowing ALL THESE the Devotee searches for the FOREHEAD to do the TILAK.

Then….the Devotee admits to a MAD PERSON ( PAGAL) & and REQUEST GOD to be as he desires & wishes to be such a FOOL & not to leave GOD’s COMAPNY.

This is FEELING in this Poem

Hope you like it !

Dr. Chandravadan Mistry

 

જાન્યુઆરી 12, 2015 at 2:55 એ એમ (am) 9 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 395,690 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031