“ચાલને,માણસ થઈએ !”પુસ્તક-વાંચન !

January 8, 2015 at 2:36 pm 7 comments

scan

“ચાલને,માણસ થઈએ !”પુસ્તક-વાંચન !
“ચાલને, માણસ થઈએ !”નામે એક નાની પુસ્તિકા મારા હાથમાં આવતા, હું તરત એને વાંચવા લલચાયો.
આ પુસ્તિકાના લેખક હતા શ્રી રેવાભાઈ પ્રજાપતિ.
પાલનપુરમાં શરૂ કરેલ “ડો. ચંદ્રવદન અને કમુબેન મિસ્ત્રી સાહિત્ય પરિષદ”નામની ટ્ર્સ્ટ દ્વારા આ ચોથું પુસ્તક હતું. પ્રજાપતિ જ્ઞાતિમાં જે કોઈને પોતાની વિચારધારા એક નાના પુસ્તકરૂપે પ્રગટ કરવા ઈચ્છા હોય અને એવું શક્ય કરવા શક્તિ ના હોય ત્યારે આ ટ્ર્સ્ટ દ્વારા એ શક્ય બની શકે છે. આવા હેતુને ધ્યાનમાં લઈ, આજે સંસારમાં વાંચન માટે એક પુસ્તક છે …તે માટે મારા હૈયે ખુશી છે.
પુસ્તક અંદર “માનવતા”ભર્યા ખજાના વિષે મને ફોન દ્વારા જાણ થઈ હતી. પુસ્તક ખોલતા, પાન ૫ પર મારી નજર પડી. લેખક રેવાભાઈએ એમનો “હ્રદયભાવ” શબ્દોમાં “અક્ષર બ્રહ્મ….પરમ બ્રહ્મ “નામે પ્રગટ કર્યો હતો તે વાંચ્યો. જે વાંચ્યું તેથી હું ખુબ જ પ્રભાવિત થઈ આનંદમાં હતો…..અને, અન્ય લેખન વાંચવા માટે આતુર હતો.
પોતે કોઈ કવિ કે લેખક નથી,એવી કબુલાત કરતા રેવાભાઈએ જે રીતે શબ્દોમાં પોતાના હ્રદયભાવો દર્શાવ્યા તેમાં મને મારા પોતાના દર્શન થયા.મારા હૈયે પણ એવા જ ભાવો મને પ્રેરણાઓ આપે છે કે એવા શબ્દો લેખ કે “કાવ્ય જેવું”બની જાય છે.પુસ્તક પ્રકાશન દ્વારા રેવાભાઈનો ભક્તિભાવને મેં અનુભવ્યો. આવા માનવીને જાણી મારા હૈયે ખુબ જ ખુશી છે.
પુસ્તિકાના પાનો નિહાળતા, પાન ૬થી પાન ૧૫માં “મુસ્તકોની મહેક”દ્વારા રેવાભાઈએ કવિભાવ પ્રગટ કરી, માનવીઓમાં છુપાયેલ “માનવતા”ના દર્શન કરાવ્યા.ત્યારબાદ, પાન ૧૬થી “પ્રત્યક્ષ અનુભૂતિ એરણે….”નામે ૧૦ જુદી જુદી વિચારધારામાં એક શિક્ષક તરીકે સંસારમાં કર્મભૂમી નિભાવતા, એમના અનુભવોનું વર્ણન કરતા, એમણે શિક્ષણના મુલ્યની સમજ આપી. અને, ત્યારબાદ, પાન ૩૫થી અંતે પાન૪૦ સુધી “પ્રકીર્ણ” દ્વારા ૪ સંસારી દ્રશ્યોમાં મનુષ્યમાં છુપાયેલી “માનવતા”ના દર્શન સૌને કરાવ્યા.
આટલા વાંચન દ્વારા એક નાની સુંદર પુસ્તિકાનો અંત…પણ, મારી નજર ફરી પાન ૪ પર હતી. “પ્રકાશન વેળાએ…..”નામકરણે પ્રકાશન સમિતિએ જે શબ્દો લખ્યા હતા તે વાંચ્યા.રેવાભાઈના જીવનની રૂપરેખા હતી. રેવાભાઈનો જન્મ બનાસકાંઠાના એક નાના ગામમાં એક સાધારણ પ્રજાપતિ કુટુંબમાં થયો હતો. એમનો શિક્ષણ પ્રત્યેનો પ્રેમ ઉંડો હતો.અંતે સંસારીજીવનમાં એઓ એક “શિક્ષક”બન્યા. એક આદર્શ શિક્ષક તરીકેની ભૂમીકા ભજવી એમણે એમના જીવનમાં તન-મનથી આગેકુચ કરી અને સાથે એવી સફરમાં એઓ “ભક્તિ”થી રંગાયા….એમના હૈયે “માનવતા” ખીલતી રહી.એના પરિણામરૂપે મોરારીબાપુના “ચિત્રકુટ” તેમજ ડો.કલામ સાહેબના “ઈનોવેટિવ ટીચર” એવોર્ડના હક્કદાર બની એમનું સનમાન કરવામાં આવ્યું. એથી જ, રેવાભાઈનું એક પ્રજાપતિ જ્ઞાતિ રત્નરૂપી મુલ્યને સમજી, એમની વિચારધારા અન્યને એક પુસ્તકરૂપે પ્રસાદીરૂપે મળે એવા ભાવે ટ્રસ્ટની પ્રકાશન સમિતિએ પગલું લીધું. ૨૩મી નવેમ્બર,૨૦૧૪ના શુભ દિવસે એમની “ચાલને,માણસ થઈ” પુસ્તકના વિમોચન સમયે એમને “નરસીહ મહેતા એવોર્ડ” સાથે સનમાનીત કર્યા.આવા નામકરણે એક શુભ શરૂઆત થઈ…અને, ભવિષ્યમાં એવા એવોર્ડ દ્વારા જ્ઞાતિમાં અન્યને પ્રેરણા આપવાનો ઈરાદો છે.
રેવાભાઈએ પુસ્તક પ્રકાશન બાદ, મને એક પરસનલ પત્ર પોસ્ટથી મોકલ્યો હતો તે ૨૧મી ડિસેમ્બર,૨૦૧૪ના દિવસે ભારત/ઈંગલેન્ડ ફર્યા બાદ અમેરીકા આવી વાંચ્યો. એ પત્ર દ્વારા રેવાભાઈએ મારા પ્રત્યે એમનો સ્નેહ પ્રગટ કરી, આભાર માન્યો. પણ પત્રમાંથી એમના શબ્દો વીણી હું અંતે એટલું જ કહું>>>
હું તો એક માનવી છું, બસ, એટલું જ હું જાણું,
મુજ હૈયે જે “માનવતા”ભરી છે તે જ શબ્દોમાં હું કહું,
ત્યારે, “હું નથી જ કરતો”ના ભાવે પ્રભુને બધું જ અર્પણ કરૂં,
અને, “હું નથી”ના ભાવમાં પ્રભુમાં સમાય જવા પ્રયાસો હું કરૂં,
રેવાભાઈ, તમોએ જે શબ્દોમાં “ચાલને, માણસ થઈએ” પુસ્તકનું લેખન કર્યું છે તે વાંચકને સંસારીજીવનમાં “માનવતા”નું ફુલ ખીલવવા જરૂરથી પ્રેરણાઓ આપે છે એવું મારૂં માનવું છે.સંસારીજીવન જીવવા માટે એક ચાવી છે.
આવા સુંદર પુસ્તક લેખન માટે તમોને ખુબ ખુબ અભિનંદન ! ભવિષ્યમાં તમે વધું લખી અનેકને પ્રેરણાઓ આપો એવી શુભેચ્છાઓ.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
This is my READ on this small Book named “CHALNE MANAS THAIYE”….meaning LET US BE HUMAN BEINGS (with HUMANITY)
A teacher in Gujarat named REVABHAI B. PRAJAPATI had written this Book.
As a teacher he had received the National AWARDS.
It was my pleasure reading this Book.
I am happy that it was possible to publish it via the SAHIYTA PARISHAD TRUST  which was established @ PALANPUR, GUJARAT.
Those who had the opportunity of reading this book will surely enjoy it.
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: Uncategorized.

વિવેકચુડામણી ! ” ‘ચંદ્રપૂકાર’ કહાની….બ્લોગ-એક ઝલક” પુસ્તક વિષે

7 Comments Add your own

 • 1. pragnaju  |  January 8, 2015 at 2:41 pm

  હું તો એક માનવી છું, બસ, એટલું જ હું જાણું,
  મુજ હૈયે જે “માનવતા”ભરી છે તે જ શબ્દોમાં હું કહું,
  ત્યારે, “હું નથી જ કરતો”ના ભાવે પ્રભુને બધું જ અર્પણ કરૂં,
  અને, “હું નથી”ના ભાવમાં પ્રભુમાં સમાય જવા પ્રયાસો હું કરૂં,

  સુંદર વાત
  અભિનંદન !

  Reply
 • 2. chandravadan  |  January 9, 2015 at 1:51 am

  This was an Reference to this Post>>>

  6. vimala | January 8, 2015 at 11:33 pm

  “ચાલને માણસ થઈએ ” જોઈને
  “હું માનવી માનવ થાવ તો ઘણું” પંક્તિ યાદ આવી ગઈ.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Vimalaben
  Abhar for Reading this Post too.
  Chandravadan

  Reply
 • 3. mangesh  |  January 9, 2015 at 7:19 am

  ‹fiW›’HÎÎfi_ ∞‰fi ÷˘ ⁄‘Î ∞‰Ì … flèÎÎ »ı. …LQ›Î, ¤H›Î, fi˘¿flÌ
  ¿flÌ, ’flH›Î, ⁄Î’Î ⁄L›Î, ÿÎÿÎ ⁄L›Î fiı ÃÎÃÕÌ‹Î_ √›Î. ∞‰fifi˘ ±Î … ø‹
  ËÂı ? ±Î‰Ì flÌ÷ı ∞‰fi ∞‰‰Îfi˘ Ëı÷ ¢ ? ÂÎ ‹ÎÀı …L‹ ·ı‰˘ ’Õı »ı ?
  ∞‰fi‹Î_ Â_ ≠ÎM÷ ¿fl‰Îfi_ »ı ? ‹Îfi‰ÿıË ‹Y›˘ ÷ı ’˘÷ı ‹Îfi‰‘‹˝‹Î_ ˢ‰˘
  Ωı¥±ı. ‹Îfi‰÷Î ÁÏË÷ ˢ‰˘ Ωı¥±ı, ÷˘ ∞‰fi ‘L› ⁄L›_ ¿Ëı‰Î›.
  ‹Îfi‰÷ÎfiÌ T›ÎA›Î ’˘÷ÎfiÌ Ω÷ μ’fl◊Ì … fiyÌ ¿fl‰ÎfiÌ »ı. ‹fiı
  ¿˘¥ ÿ—¬ ±Î’ı ÷˘ ‹fiı fi◊Ì √‹÷_, ÷˘ ‹Îflı ¿˘¥fiı ÿ—¬ fi ±Î’‰_ Ωı¥±ı.
  ±Î ÏÁ©Î_÷ ∞‰fifiÎ_ ÿflı¿ T›‰ËÎfl‹Î_ …ıfiı ŒÌÀ ◊¥ √›˘, ÷ıfi΋Î_ ’ÒflÌ
  ‹Îfi‰÷Î ±Î‰Ì √¥.
  ‹fiW›’b_ ±ı ÷˘ «Îfl √Ï÷fi_ …_¿Âfi »ı. I›Î_◊Ì «Îflı › √Ï÷‹Î_
  …‰ÎfiÌ »^À »ı. ’HÎ …ı‰Î_ ¿ÎflH΢ ÁıT›Î_ ˢ› ÷ı √Ï÷‹Î_ …‰_ ’Õı.
  ‹Îfi‰‘‹˝‹Î_ flèÎÎ ÷˘ ŒflÌ ’λ˘ ‹fiW›’b_ ÿı¬Âı ±fiı ‹Îfi‰‘‹˝ ’fl‰ÎflÌ
  √›Î ÷˘ Ωfi‰fl‹Î_ ±‰÷Îfl ±Î‰Ì Ω›. ‹Îfi‰‘‹˝◊Ì ±Î√‚
  Á’flèÎ‹fifiÎ ‘‹˝‹Î_ ±ÎT›˘ ±fiı ±Î¬Ì Ï…_ÿ√Ì ’fl˘’¿Îfl‹Î_ √¥, ÷˘
  ÿı‰√Ï÷‹Î_ ±‰÷Îfl ◊Λ ±fiı ‹fiW›‹Î_ ±ÎI‹iÎÎfiÌ ’ÎÁı◊Ì ±ÎI‹‘‹˝
  ≠ÎM÷ ¿flÌ ·ı ÷˘ Ãıà ‹˘ZÎ√Ï÷ – ’fl‹’ÿfiı ≠ÎM÷ ¿flÌ Â¿ı.

  Reply
 • 4. mangesh  |  January 9, 2015 at 7:21 am

  માનવતાની વાખ્યા પોતાની જાત પરથી નક્કી કરવાની છે કે પોતાને કોઈ દુખ આપે તો ગમતું નથી તો બીજાને દુખ ના આપવું જોઈએ.

  Reply
 • 5. રીતેશ મોકાસણા  |  January 9, 2015 at 8:38 am

  ખુબ સરસ વિવેચન અને લખાણ

  Reply
 • 6. દાદીમા ની પોટલી  |  January 9, 2015 at 1:37 pm

  હું તો એક માનવી છું, બસ, એટલું જ હું જાણું,
  મુજ હૈયે જે “માનવતા”ભરી છે તે જ શબ્દોમાં હું કહું,
  ત્યારે, “હું નથી જ કરતો”ના ભાવે પ્રભુને બધું જ અર્પણ કરૂં,
  અને, “હું નથી”ના ભાવમાં પ્રભુમાં સમાય જવા પ્રયાસો હું કરૂં,
  સુંદર ભાવ સાથે નમ્રતા ના દર્શન થાય છે.
  અભિનંદન !

  Reply
 • 7. Dilip Gajjar  |  January 9, 2015 at 8:54 pm

  Saras..

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,104 hits

Disclimer

January 2015
M T W T F S S
« Dec   Feb »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: