વિવેકચુડામણી !

January 7, 2015 at 1:16 pm 6 comments

7844e-floweranimation

 

 

વિવેકચુડામણી !

આદિ શંક્રાચાર્યનું એક સંસ્કુત કાવ્ય  “વિવેકચુડામણી” નામે,

આદી શંક્રાચાર્ય શબ્દોમાં “વેદાંત” વિચારધારાને સૌ જાણે,………(૧)

“વિવેક”પંથે માનવી સંસારમાં જો હોય,

તો, “મોક્ષ”ની પ્રાપ્તિ અશક્ય ક્દી ના હોય,…………..(૨)

એથી જ,આ કાવ્યને વિવેકરત્નમણી સૌ ગણે,

સદીઓથી આ અણમોલ રત્ને પ્રકાશ આપ્યાનું સૌ જાણે,……….(૩)

૫૮૦ પદોમાં ગુરૂ-શિષ્ય સંવાદ આ તો રહ્યો,

જેમાં, ગુરૂએ ખરા આત્માનો જ્ઞાન પ્રકાશ સૌને દીધો,………(૪)

ગુરૂ કોને કહી શકાય ? એવો પ્રષ્ન કરી,

ખરા ગુરૂના લક્ષણો શિષ્યને જવાબરૂપે મળે,…………(૫)

આત્મા જે નથી તે “અનાત્મા”ના દર્શન માટે જે શબ્દોમાં કહ્યું,

તેમાં, કાયામાં છુપાયેલા પ્રાણ,ઇંદ્રીયો,ગુણો, અવગુણોનું વર્ણન થયું, ……(૬)

આત્માની ખરી ઓળખની પુર્ણતા કાજે,

ધ્યાન કે “મેડીટેશન”અપનાવવાનું મહત્વ સૌને મળે,……..(૭)

જે આત્માને ખરેખર પુર્ણતાથી જાણે,

તે જ ખરેખર જ્ઞાનપ્રકાશ ગ્રહી સ્થીર હોય શકે,……….(૮)

આ કાવ્યરૂપી સંવાદમાં “સ્વ”ને જાણી,

આત્મારૂપી પ્રકાશની સમજખાણ મળ્યાની વાત રહી,……(૯)

પરિવર્તન આવું લાવવા, સંસારી મોહમાયાને છોડવી રહી,

કર્મફળનો ત્યાગ કરી, કર્મો કરવાની કળા શીખવી રહી,…….(૧૦) 

ગીતા ઉપદેશમાં  “સ્થિતપજ્ઞ”પદની સમજ જેણે જાણી,

તેણે આ શંક્રાચાર્ય કાવ્યવાણી દ્વારા “મોક્ષ”અવસ્થાને જાણી,……..(૧૧)

એથી, ચંદ્ર અંતે કહે, “વેવેકચુડામણી” જાણી ગીતાજ્ઞાન મળ્યું એવું માનજો,

જે છુપાયેલું છે, તેને પ્રકાશીત કરવાની ફરજ છે સૌની કહી, પાલન તમે કરજો,….(૧૨)

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૬,૨૦૧૫                  ચંદ્રવદન

 

બે શબ્દો…

દર મહિને પહેલા રવિવારે બાળકોમાં ભક્તિરસ જાગૃત કરવા પૂજાનો કાર્યક્રમ મંદિર હોય, તે પ્રમાણે જાન્યુઆરી ૩,૨૦૧૫ના દિવસે પૂજા માટે હાજરી આપી.

પૂજા બાદ….ચિનમયા મીસન દ્વારા લેક્ચર આપતા ડો. પીલાઈએ “વિવેકચુડામણી”ની સમજ આપી.

ત્યારબાદ….ગુગલ દ્વારા જાણકારી મેળવી.

એવી જાણકારી આધારીત આ રચના થઈ છે….૫૦૦ જેવા પદોમાથી “સાર”રૂપે કાંઈ કહેવું અસંભવ છે.

છતાં….કાવ્યરૂપે મારી સમજ પ્રમાણે કહેવાનો આ મારો પ્રયાસ છે.

ભુલો સુધારશો….તમારી સમજ પ્રમાણે પ્રતિભાવરૂપે જરા કહેશો.

તો…વાંચી મને ખુશી હશે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This is Poem in Gujarati, trying to tell of the a Poem in Sanskrit of 580 Verses composed by Adi Shankracharya to explain the VEDANT Philosophy. It is a dialogue between the GURU & the DISCIPLE ( Shishya).

It defines the TRUE GURU….and goes on to explain the TRUE ATMA ( Soul), and in doing so there is introduction of the term AN-ATMA ( that which is NOT Atma).

By the Process of the DETACHMENT and freeing oneself from the MOHMAYA ( the Worldly Atractions), one can understand the SELF & the ATMA.

The MEDITATION is an instrument to cultivate the STATE of SELFLESSNESS or ACTIONS with the DETACHMENT.

All these Poetic Words ultimately leads to the TEACHINGS of GITA.

One who had understood the VIVEKCHUDAMANI can achieve the MOXA ( Ultimate Salvation).

Hope this brief understanding in ENGLISH leads one to the Path of VIVEK ( Path of the TRUTH).

Those wishing to know more of VIVEKCHUDAMANI  can click on the LINK below>>>

http://en.wikipedia.org/wiki/Vivekachudamani

 

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

ચંદ્રવિચારો શબ્દોમાં (૩૦) “ચાલને,માણસ થઈએ !”પુસ્તક-વાંચન !

6 Comments Add your own

 • 1. pragnaju  |  January 7, 2015 at 1:41 pm

  ગૂઢ ચિંતનની અનેક વાતમા—
  આ વાતનું ચિંતન વધુ અસરકારક– નેત્રાદિ ઇંદ્રિયો દ્વારા રૂપાદિ વિષયોમાં સંબધવાળું થયેલું ચિત તેના તે વિષયોના રમણિયપણાદિ ગુણોનું ચિંતન કરે છે. વારંવાર કરેલા તે ચિંતનથી તેમાં તે વિષય પ્રાપ્ત કરવાની ઇચ્છા પ્રગટે છે. વિષયની ઇચ્છાથી તે વિષય મેળવવા માટે પુરૂષની પ્રવૃતિ થાય છે. પછી તેનું સેવન થાય છે. એમ ચિત ઉત્તરોત્તર પોતાની સ્થુલતાને ચંચલતામાં વધારો કરતું રહે છે.
  આત્મજ્ઞાનીને પોતાના સ્વરૂપના વિસ્મરણથી ભિન્ન બીજો કોઇ પણ મોટો અનર્થ નથી. તેથી આત્મસ્વરૂપના વિસ્મરણથી અવિવેક, તેથી અવિવેકથી દેહાદીમાં હું એવું જ્ઞાન, તેથી દેહાદીમાં હુંપણાના જ્ઞાનથી જન્મ-મરણરૂપ સંસાર, અને તેથી સંસારથી તેને નાના પ્રકારની પીડા થાય છે. હવે આત્મસ્વરૂપનું વિસ્મરણ ચિતને વિક્ષેપવાળું કરે છે તેમ જણાવે છે

  Reply
 • 2. P.K.Davda  |  January 7, 2015 at 4:38 pm

  આપણા પ્રાચીન ગ્રંથોમાં બધી વાતોનો ઉકેલ છે પણ કાળક્રમે એ ભૂલાઈ ગયા છે.

  Reply
 • 3. Vinod R. Patel  |  January 7, 2015 at 5:59 pm

  આદિ શંક્રાચાર્યના સંસ્કુત કાવ્ય “વિવેકચુડામણી વિષે સારી પ્રાથમિક માહિતી.

  ૫૦૦ જેવા પદોમાથી “સાર”રૂપે કાંઈ કહેવું અસંભવ છે છતાં આનાથી વાચક વધું

  જાણવા પ્રેરાય તો આ પોસ્ટનો હેતુ સરશે..

  Reply
 • 4. chandravadan  |  January 8, 2015 at 1:01 am

  This was an Email Response>>>

  NEW POST

  વિવેકચુડામણી ! વિવેકચુડામ
  Today at 5:53 AM
  himatlal joshi
  To me Today at 4:57 PM
  પ્રિય ચંદ્ર વદન બની મિસ્ત્રી
  તમે રચેલું આદ્ય શંકરાચાર્ય નું વિવેક ચુડામણી નું કાવ્ય વાંચ્યું . બહુ અલંકારિક હતું ધન્યવાદ
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Abhar.
  I am happy to know that you liked the Kavya
  Chandravadan

  Reply
 • 5. દાદીમા ની પોટલી  |  January 8, 2015 at 9:45 am

  ગીતા ઉપદેશમાં “સ્થિતપજ્ઞ”પદની સમજ જેણે જાણી,
  તેણે આ શંક્રાચાર્ય કાવ્યવાણી દ્વારા “મોક્ષ”અવસ્થાને જાણી,……..
  એથી, ચંદ્ર અંતે કહે, “વેવેકચુડામણી” જાણી ગીતાજ્ઞાન મળ્યું એવું માનજો,
  જે છુપાયેલું છે, તેને પ્રકાશીત કરવાની ફરજ છે સૌની કહી, પાલન તમે કરજો,….

  Reply
 • 6. vimala  |  January 8, 2015 at 11:33 pm

  વિવેકચુડામણી વિષે કાવયાત્મક સમજ પ્રસ્તુત કરીને જીજ્ઞાસા જગાડવા માટે આભાર.
  “ચાલને માણસ થઈએ ” જોઈને
  “હું માનવી માનવ થાવ તો ઘણું” પંક્તિ યાદ આવી ગઈ.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,864 hits

Disclimer

January 2015
M T W T F S S
« Dec   Feb »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: