પ્રેમનો પ્યાલો !

January 5, 2015 at 1:44 am 10 comments

પ્રેમનો પ્યાલો !
પ્રેમનો પ્યાલો હસ્તે લીધો,
પ્રભુનામ લઈને પીધો,
અરે ભાઈ ! મેંને તો પ્રેમનો પ્યાલો રે પીધો (૨)…….(૧)

 

 

કોઈ કહે એ તો ઝેર હતું,
કોઈ કહે એ તો અમૃત હતું,
હું ના કાઈ ના જાણું એનું….એજી……..રે……
 પ્રેમનો પ્યાલો રે પીધો,
અરે ભાઈ ! મેંને તો પ્રેમનો પ્યાલો રે પીધો (૨)……….(૨)

 

 

રસ લાગ્યો રે મીઠો મુજને,
કેમ કહું એને શબ્દોમાં તુજને ?

પ્રભુ નામનો રસ પીધો …..એજી….રે…..

પ્રેમનો પ્યાલો રે પીધો,
અરે ભાઈ ! મેંને તો પ્રેમનો પ્યાલો રે પીધો (૨)……..(૩)

 

 

પ્રેમરસ મીરાએ પીધો…
ભક્તોએ રસ એવો પીધો ….
ભક્તિ કરે તે સૌ જાણે….એજી……રે ……
અરે ભાઈ ! મેંને તો પ્રેમનો પ્યાલો રે પીધો (૨)………….(૪)

 

કાવ્ય રચના ઃ તારીખ,સેપ્ટેમ્બર,૨૦,૨૦૧૪                  ચંદ્રવદન

 

 

બે શબ્દો….
પ્રભુભક્તિમાં જે રસ હોય તે ભક્તો જ જાણે.
જે કોઈ રસ એવો પી તો….એ કદી બીજા રસની આશા ના રાખે.
બસ…આટલો જ સંદેશો છે આ રચનામાં.
આશા છે કે તમોને રચના ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

A Poem in Gujarati “PREMNO PYALO” meaning “A GLASS of LOVE”

The Love here is the LOVE for the DIVINE ( God).

One can not describe it…only a DEVOTEE can experience it.

This is the MESSAGE in this Poem.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

માનવ તંદુરસ્તી (૩૮) માનવીની આંખો એટલે જગતને નિહાળવાની બારીઓ ચંદ્રવિચારો શબ્દોમાં (૩૦)

10 Comments Add your own

 • 1. ગોદડિયો ચોરો…  |  January 5, 2015 at 5:42 am

  આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ

  સરસ ભક્તિ રસનો પ્યાલો કાવ્ય રુપે સરવે વાચકોને પાયો છે.

  Reply
 • 2. દાદીમા ની પોટલી  |  January 5, 2015 at 4:35 pm

  હરિરસ રૂપી પ્રેમનો પ્યાલો જો જે કોઈને મળી જાય તો જરૂર તે પીવો જોઈએ, ખૂબજ સુંદર ભાવ સાથેની રચના.

  Reply
 • 3. Vinod R. Patel  |  January 5, 2015 at 6:04 pm

  હરી રસનો પ્યાલો મીરાએ પીધો , ઘણા જ હરિભક્તોએ પીધો

  આપણને થોડો ચાખવા મળે તો પણ થઇ જાય ભયો ભયો ….

  Reply
 • 4. chandravadan  |  January 5, 2015 at 10:00 pm

  This was an Email Response>>>

  Prabhulal Tataria

  To me Today at 8:16 AM

  અભાર
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Prabhudasji,
  Thanks for reading the Post.
  Chandravadan

  Reply
 • 5. pragnaju  |  January 5, 2015 at 11:04 pm

  વાહ

  યાદ આવે
  મન મતવાલો પ્યાલો ચાખિયો‚ હે જી પ્યાલો પ્રેમ હૂંદો પાયો‚

  જરા રે મરણ વા કો ગમ નહીં‚ જરા રે મરણની જેને ભે નહીં ને

  સદગુરુ શબદુમાં પાયો… સદગુરુ ચરણુંમાં આવો…

  મન મતવાલો…

  મન રે મતવાલો પ્યાલો પ્રેમનો‚ પ્યાલો જેણે પ્રેમ હૂંદો પીધો રે ;

  જરા રે મરણ વા કો ગમ ભે નહીં ને‚

  ગુરુજીના વચનુંમાં‚ ગુરુજીના વચનુંમાં સીધ્યો રે…

  મન મતવાલો…

  એ… બંક રે નાડી ધમણ્યું ધમે‚ બ્રહ્મ અગનિ‚ બ્રહ્મ અગનિ પરજાળી રે‚

  ઈંગલા ને પિંગલા સુખમણા‚

  ત્રિકુટિમાં લાગી… ત્રિકુટિમાં લાગી ગઈ તાળી રે…

  મન મતવાલો…

  વિના દીપક વિના કોડિયે‚ ઘૃત વિના જાગી‚ ઘૃત વિના જાગી જ્યોતિ રે ;

  ચાંદો ને સૂરજ દોનું સાખિયા‚

  સનમુખ રે’વે‚ સનમુખ રે’વે સજોતિ રે…

  મન મતવાલો…

  સૂન રે શિખર પર ભઠ્ઠી જલે‚ વરસે અમીરસ‚વરસે અમીરસ ધારા રે‚

  અખંડ કુમારી પ્યાલો ભરી લાવે

  પહોંચે પીવન સરજનહારા રે…

  મન મતવાલો…

  ગગન ગાજે ને ઘોયું દિયે‚ ભીંજાય ધરણી‚ ભીંજાય ધરણી અંકાશા રે‚

  પંડે ને વ્રેહમંડે ધણી મારો પ્રગટિયા‚

  બોલ્યા લખીરામ… બોલ્યા લખીરામ દાસા રે…

  મન મતવાલો…

  Reply
  • 6. chandravadan  |  January 6, 2015 at 1:07 am

   Pragnajuben,
   Thanks for sharing this Rachana of Lakhiram
   Chandravadan

   Reply
 • 7. Ramesh Patel  |  January 6, 2015 at 2:51 am

  હૃદયથી ઉભરતો સાચો પ્રેમ એ પ્રભુ પ્રેમ..મંગલકારી.સરસ ભાવના.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 8. P.K.Davda  |  January 6, 2015 at 4:51 pm

  આજના સમયમાં સાચી ભક્તિ કરવી બહું કઠણ છે, છતાં જેને પ્રાપ્ત થાય છે એ સૌથી સુખી છે.

  Reply
 • 9. chandravadan  |  January 6, 2015 at 4:58 pm

  This was an Email Response>>

  પ્રેમનો પ્યાલો !

  Jan 5 at 2:12 PM
  Dharamshi Patel
  To me Jan 5 at 8:01 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharashiji,
  Abhar Tamaro !
  Chandravadan

  Reply
 • 10. vimala  |  January 7, 2015 at 2:23 am

  પ્રભુ પ્રેમના ભક્તિરસનો પ્યાલો ધરીને ભક્તિનો રસાસ્વાદ ચખાડી દીધો આપે, આભાર.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

January 2015
M T W T F S S
« Dec   Feb »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: