માનવ તંદુરસ્તી (૩૮) માનવીની આંખો એટલે જગતને નિહાળવાની બારીઓ

જાન્યુઆરી 4, 2015 at 1:38 પી એમ(pm) 16 comments

 

 

eye information

eye information

eye information

માનવ તંદુરસ્તી (૩૮)  માનવીની આંખો એટલે જગતને નિહાળવાની બારીઓ

માનવ શરીર વિષે અનેક સીસ્ટમોના વર્ણન દ્વારા બધું જ કહી દીધું હોવા છતાં મને થયું કે એક પોસ્ટરૂપે આંખોની સમજ આપવી યોગ્ય હશે.

એથી જ, આજે હું આ પોસ્ટ લખી રહ્યો છું.

જીવીત ચીજો સાથે પ્રાણીઓને આંખો પ્રભુના વરદાનરૂપે દેહના બાંધારણે મળી હતી.

આંખો દ્વારા કુદરતનો શણગાર જોવાની શક્તિ.

માનવી જ એક પ્રાણી છે કે જે દેહરૂપે મળ્યું તેને વધુ સમજવા હંમેશા પ્રયાસો કરતો રહે છે.

આવી નવી શોધની માનવ દોડ કારણે જે જાણવા મળ્યું એને આપણે બે વિભાગે ચર્ચા કરીશું>>>

(૧) આંખો એક માનવદેહના ભાગરૂપે યાને એની “એનોટોમી” ( ANATOMY )

(૨) આંખો દ્વારા કેવી રીતે જોય શકાયની જાણકારી યાને “ફીઝીઓલોજી” ( PHYSIOLOGY )

ચાલો તો વિસ્તારે ચર્ચાઓ કરીએ.

(૧) આંખોનું એનાટોમીકલ (ANATOMICAL ) વર્ણન

(i) આંખના ગોળાની બહાર અને ફરતે સહાય કરતા ભાગો

માનવીનો દેહ નિહાળતા પ્રથમ હાડપિંજરના દર્શન.

માથાના ભાગે બે ઉંડી જગાઓ યાને “ઓરબીટસ” ( ORBITS )

બે જગાઓ એટલે બે આંખોરૂપી ગોળાઓ.

આ ઓરબીટલ (ORBITAL ) જગા જુદા જુદા નામના નાના મોટા હાડકાઓથી બનેલી છે.

આંખનો ગોળાની ફરતે જુદા જુદા નામના મસ્લસો (MUSCLES  ) છે.

આ મસ્લ્સો દ્વારા ગોળો જુદી જુદી દિશાઓમાં ફેરવી શકાય છે.

આ મસ્લસો( MUSCLES) એક ગ્રુપરૂપે “એક્ષટ્રાઓક્યુલર મસલ્સ” ( ETRAOCULAR MUSLES) કહેવાય છે.

આવા મસલ્સ સિવાય છે આંખના ગોળા સાથે જોડાયેલ “એડેનેક્ષીઆ” ( ADENEXIA)જેમાં સમાવેશ થાય છે>>>

( a) આયલીડસ (Eyelids )

( b) લેક્રીમલ એપરાટસ  (Lacimal Aparatus )

આઈલીડસ બંધ થતા આંખોનું રક્ષણ થાય છે.

લેક્રીમલ એપરાટસ દ્વારા આંસુંઓ બને અને આંખોને ભીની રાખે અને એ રીતે એનું રક્ષણ કરે છે.

(A) આંખનો ગોળાનું વિગતે વર્ણન

આવા વર્ણનમાં નીચેની માહિતી જાણવી રહી>>>>

(i) કોન્જક્ટાઈવા (CONJUCTIVA ) 

આ રહ્યું એકદમ પાતળું તત્વ જે આંખની બહારનું “કોટીંગ” ( coating) છે.

એકદમ ટ્રાન્સપેરેન્ટ (Transparent )

(ii) કોર્નીઆ (CORNIA )

આ મધ્ય ભાગે છે.

એકદમ ટ્રાન્સપેરેન્ટ (Transparent ) અને એના પણ જુદા જુદા વિભાગે વર્ણન છે.

એના પોષણ માટે એની પાછળના ભાગે પ્રવાહી તત્વ દ્વારા છે

(iii) આક્યસ હુમર (AQUOUS HUMOUR )

કોર્નીઆની પાછળ અને “લેન્સ” (Lens ) આગળના ભાગે જે જગા છે ત્યાં પાણી જેવું પ્રવાહી.

આ પણ ટ્રાન્સપેરેન્ટ છે.

(iv) લેન્સ (LENS ) 

આ એક આકાર બદલી શકાય એવો ભાગ જે મધ્યમાં આવેલો છે

આમાંથી પ્રકાશ કિરણો પસાર થઈ શકે.

(v ) વીટ્રીઅસ હુમર (VITREOUS HUMOUR  ) 

લેન્સની પાછળના ભાગે આવેલું પ્રવાહી તત્વ જેમાંથી પણ પ્રકાશ કિરણો પસાર થઈ શકે

( vi) આંખના આકારની દિવાલરૂપી હદ

અહીં, આપણે ત્રણ વિભાગે વર્ણન કરી શકીએ>>>

(a) રેટીના (RETINA  )

આકાર આપતો અંદરનો ભાગ.

અહી મગજમાથી શરૂ થતી “ઓપટીક નર્વ” (OPTIC NERVE )  અને એની સાથે “ફોટો સેન્સીટીવ”  ( PHOTOSENSITIVE) “રોડ્સ અને કોન્સ”  (RODS/CONES) નો સમાવેશ થાય છે.

( b) યુવીઆ (UVEA  ) 

આ વચ્ચે રહેલ ભાગે “કોરોઈડ” (CHOROID ) નામે તત્વ છે અને અહીં લોહીના ભ્રમણની વ્યવસ્થા અને અન્ય તત્વો છે.

“આઈરીશ” ( IRIS) અને “સીલીઅરી બોડી” (CILIARY BODY  ) નો સમાવેશ થાય. સીલીઅરી બોડી થકી આગળ અને પાછળના પ્રવાહીનો સબંધ છે, અને, આઈરીશ દ્વારા કલર અને મધ્યમાં કાંણા યાને પ્યુપીલ (PUPIL  ) ને નાનું મોટું કરવાની શક્તિ.

( c) સ્કેલરા (SCLERA ) 

આ તત્વના બંધારણમાં “કનેક્ટીવ ટીસયું (Connective Tissue ) છે.

આ કોર્નીઆ અને આઈરીશની એક જગાએથી પ્રવાહી તત્વ ભ્રમણમાં ફાળો આપે છે.

( B )આંખોની જોવાની શક્તિ યાને વીઝન (VISION )

આ વિષયે ચર્ચાઓ કરવી એટલે આંખની “ફીઝીઓલોજી” (PHYSIOLOGY  ) વિષે માહિતી આપવી.

આંખો દ્વારા બહારના દ્રશ્યોને જોઈને એની સમજી અનુભવવું.

આવી ક્રિયાની સરળ સમજ નીચેના વર્ણન દ્વારા આપવા મારો પ્રયાસ છે>>>>

( i) બહારની ચીજોરૂપી આકાર, સાથે પ્રકાશ.

   બહારના ભાગેની “કોર્નીઆ”  (CORNEA )ના “પ્યુપીલ ” ( PUPIL) રૂપી પ્રેવેશદ્વાર કારણે પ્રકાશનું અંદર જવું, આગળના પ્રવાહી તત્વમાંથી પસાર થવું અને ત્યારબાદ “લેન્સ” (LENS ) માંથી પસાર થઈ પાછળના પ્રવાણી તત્વમાંથી પસાર થઈ અંતે રેટીના (RETINA  )ના ફોટોસેનસીટીવ ( ii) જગાએ બહારના દ્રશ્યના આકારરૂપી “ઈમેઈજ” ( IMAGE)નું ત્યાં પહોંચવું.

આટલી ક્રિયાથી ત્યાંની નર્વસ સીસ્ટમ જાગૃત થાય છે.

( iii) ઓપટીક નર્વ (Optic Nerve  ) ના તાંતણે આ બહારના ઈમેઈજને મગજના અંદર “વીસીયુઅલ કોર્ટેક્ષ” ( Visual Cortex) સુધી પહોંચાડવાનું કાર્ય પુર્ણ થાય છે.

 અહીં પહોંચતા, મગજમાં એની સમજનું જ્ઞાન શક્ય બને છે.

(iv) આવી સમજ દ્વારા માનવી દ્રશ્ય શું છે તે સમજી શકે છે.

આવા વર્ણનને આપણે એક કેમેરારૂપે નિહાળીએ.

પ્રકાશ કે લાઈટના કિરણો સાથે આકાર બહારથી કેમેરાની અંદરની લેન્ક દ્વારા પાછળ એક “નેગેટીવ” (NEGATIVE )રૂપે પ્રીન્ટ થાય છે….આ ક્રિયા એટલે રેટીના સુધી પહોંચવું જેવું થયું

પણ જ્યારે નેગેટીવની “પોઝીટીવ”રૂપી પ્રીન્ટ થાય ત્યારે જ ખરું પીકચરની જાણ થાય…..યાને મગજમાં સંદેશો પહોંચી “સમજ”રૂપી જ્ઞાન થયું એવું કહેવાય.

અંતિમ વિચારો અને સમજરૂપે>>>>

(૧) આંખના બધા જ તત્વો જે પ્રમાણે કુદરતે બક્ષ્યા છે તે પ્રમાણે જ રહે ત્યારે જ માનવી પાસે જોવાની શક્તિ છે એવું કહી શકાય.

કોઈ પણ તત્વમાં ખામી હોય ત્યારે જોવા માટે તકલીફો કે જરા પણ ના જોઈ શકાય યાને અંધાપો કે “બ્લાઈન્ડનેસ” (BLINDNESS )

(૨) જો કોર્નીઆ ટ્રાન્સપેરન્ટ ના હોય તો એ ધોળી કે “ઓપેક” (OPAQUE ) થઈ ગઈ હોય ત્યારે જોઈ ના શકાય કે જોવા માટે તકલીફો

  રોગો કારણે કે વાગ્યું હોય ત્યારે આવું થાય.
(૩) આગળના ભાગે આવેલ “આક્યુઅસ હુમર” રૂપી પ્રવાહી તત્વ જો કારણોસર એની “ટ્રાન્સપરન્સી”ગુમાવે તો જોવા માટે તકલીફો રહે

(૪) “લેન્સ” ( LENS) એની ટ્રાનસપરેનસી (Transparency ) ગુમાવે ત્યારે મોતિયો કે “કેટેરેક્ટ” (Cataract)થયો એવું કહેવાય. આ કારણે જોવામાં તકલીફો.

(૫)લેન્સની પાછળના ભાગનું પ્રવાહી તત્વ લોહી અન્ય પદાર્થે કારણે બદલાઈ જાય તો જોવામાં તકલીફો

(૬)રેટીનાની અન્ય રોગોના કારણે બિમારી કે ત્યાં લોહીનું બહાર “હેમોરેઈજ” (Hemorrage) રૂપે નીકળવું….તો, એના કારણે જોવામાં તકલીફો.

(૭) ફોટો સેન્સીટીવ વિસ્તારે રોડ્સ/કોન્સ  (Rods/Cones  ) બરાબર ના હોય તો પણ જોવા માટે તકલીફો..અહીં વાઈટીમીન “એ” ઓછા પ્રમાણે હોય ત્યારે પણ આવું થાય.

(૮) અંતે દ્ર્શ્યની સમજ માટે “ઓપટીક નર્વ” (Optic Nerve ) નું મહત્વ ઘણું જ છે. બહારનું દ્રશ્યનું ઈમેઈજ (Image ) મગજની યોગ્ય જગાએ ના પહોંચી શકે તો જોઈ આ શકાય.

 

અંતે મારે એટલું કહેવું છે કે>>>>બહારની ચીજને જોતા એનું “ઈમેઈજ” (Image ) રેટીના પર પડે અને ત્યારબાદ એ ઓપટીક નર્વના તાંતણે મગજ તરફ જાય ત્યારે વચ્ચે એવા નર્વ બંડલનું “કોસીંગ” થાય. આથી, જમણી આંખનું ઈમેઈજ ડાબી બાજુના મગજના વીસ્યુઅલ એરીઆ (Visual Area  ) માં જાય અને ત્યાં એનું ફાઈનલ એનાલસીસ  (Final Analysis ) થાય અને આપણે શું જોઈ રહ્યા છીએ એનું જ્ઞાન થાય.

આ યાદ રાખવાનું રહે કારણ કે એક બાજુની મગજની રોગ કે મારની અસરનો પ્રભાવ બીજી બાજુ પડે છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

 

 

EYES : Anatomy & Physiology

After saying in Gujarati, this is the short narration on the Eyes in English.

Eyes are a paired Organs of VISION.

Each eye is located in the bony socket called the Orbital space, and the eyeball within are supported by>>>

(i) various muscles which allows the eye to move in many directions.

(ii) other supporting structures namely

(a) Eyelid

(b) Lacrimal Glands & its draining system for the tears.

The Eyeball itself consists of>>>

( A) The Transparent Medium of

(i) Conjunctiva

(ii) Cornea

(iii) Lens

(iv) Aqueous & Vitreous Humour

(B) The Body consisting of :

(i) Retina

(ii) Uvea

(iii) Sclera

Retina is the inner layer of the eyeball and it with the Optic Nerve has its connection with the area of the Brain that deals with the VISION.

The Uveal track consists of :

(i) Choroid

(ii) Ciliary Body

(iii) Iris

The Sclera is the outermost & it is vascular & made up of the Connective tissues.

The VISION is the end result of a COMPLEX pathway in which the IMAGE of the EXTERNAL OBJECT is first carried to the the PHOTOSENSITIVE portion of the Retina and then the MESSAGE is taken to that area of the BRAIN which has the relationship to the VISION. It is here that the FINAL UNDERSTANDING of the IMAGE is done and thus the RECOGNITION of that EXTERNAL OBJECT.

One must know that the OPTIC NERVE fibers cross in its path & so the RIGHT EYE takes the IMAGE to the LEFT side of the BRAIN.

This is the brief narration for the EYE & the VISION

Dr. Chandravadan Mistry

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health.

માનવ તંદુરસ્તી (૩૭ ) ..ડોકટરપૂકાર (૧૨)…થાઈમસ ગ્લાન્ડ અને સેલુલર મેમોરી યાને યાદશક્તિ પ્રેમનો પ્યાલો !

16 ટિપ્પણીઓ Add your own

  • 1. pragnaju  |  જાન્યુઆરી 4, 2015 પર 1:41 પી એમ(pm)

    આંખ અંગે સરસ માહિતી

    તમારે મરણ બાદ પણ જોવું છે ?

    નેત્રદાન કરો

    જવાબ આપો
  • 2. pravina Avinash  |  જાન્યુઆરી 4, 2015 પર 1:56 પી એમ(pm)

    Good info. about eyes.

    જવાબ આપો
  • 3. Saryu Parikh  |  જાન્યુઆરી 4, 2015 પર 2:25 પી એમ(pm)

    Good information. Eyes are always fascinating anatomy subject.
    Saryu

    જવાબ આપો
  • 4. chandravadan  |  જાન્યુઆરી 4, 2015 પર 4:53 પી એમ(pm)

    This was an Email Response>>>

    HEALTH POST @ CHANDRAPUKAR
    People
    me માનવ તંદુરસ્તી (૩૮) માનવીની આંખો એટલે જગતને નિહાળવાની બારીઓ માનવ શરીર વિષે ….
    Today at 5:51 AM
    me On Sunday, January 4, 2015 5:51 AM,
    Today at 7:58 AM
    himatlal joshi
    To me Today at 8:09 AM
    પ્રિય ચંદ્રવદનભાઈ
    તમે તમારી આવડતનો ઉપયોગ કરીને बहुजन हितार्थे ઘણું કરી રહ્યા છો। ઘણું સુંદર કાર્ય છે .
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>.>>
    Ataaji,
    Tamone Gamyu Ane Mari Khushi.
    Abhar !
    Chandravadan

    જવાબ આપો
  • 5. Vinaykant  |  જાન્યુઆરી 4, 2015 પર 5:35 પી એમ(pm)

    Please write about how to
    Protect our eyes in this electronic age.40% children have eye
    Problems.your article for
    Eyes is good.

    Vinubhai Shah..B.Sc.
    Running Age..77 years.

    Sent from my iPhone

    >

    જવાબ આપો
    • 6. chandravadan  |  જાન્યુઆરી 4, 2015 પર 8:40 પી એમ(pm)

      વિનુભાઈ,

      નમસ્તે !

      તમે કદાચ પહેલીવાર બ્લોગ પર પધારી પ્રતિભાવ આપ્યો છે એવું થાય છે.

      પ્રથમ તમો આવ્યા અને પ્રતિભાવ આપ્યો તે માટે ખુબ ખુબ આભાર.

      તમોને “તંદુરસ્તી”ની પોસ્ટ ગમી તેનો આનંદ.

      તમે પ્રતિભાવરૂપે કંઈક જાણવા ઈચ્છા રાખી તે જાણી જવાબરૂપે>>>>

      ગમે તે યુગ હોય પણ આંખોની દેખરેખ રાખવી એ સર્વની ફરજ કહેવાય.

      આ માટે પ્રથમ પગલું તો સારો પોષણકારી ખોરાક આરોગવો જે થકી વીટામીન “એ” પ્રમાણમાં મળે…આથી “નાઈટ-બ્લાઈડનેસ”( Night Blindness) જેવી બિમારી ના થાય.

      આ સિવાય, કસરતો/પ્રાણાયામ સાથે નિયમિત ભોજન કરવાની ટેવ, અને રાત્રીએ સુવાનો નિયમ અને પ્રમાણમાં સુવાની ટેવ, શરીરની તંદુરસ્તી સાથે આંખોને પણ લાભ હોય.

      જ્યારે પણ આંખોની ઈજા થવાની સંભવતા હોય ત્યારે રક્ષણ માટે “ગ્લાસ” વિગેરેનું ધ્યાનમાં લેવું.

      આટલું કહ્યા બાદ…..

      હવે “ઈલોક્રોટીનીક” યુગની વાતો કરીએ.

      ઘણી ખરી તકલીફો “કોમ્પ્યુટર”ના કારણે છે. એક સાથે લાંબા સમય માટે કોમ્પ્યુટર સામે કામ કરતા આંખો પર “તણાવ” યાને “સ્ટેસ” થાય અને આંખોથી જોવામાં મુશીબતો પડે.

      તો આ માટે>>>

      (અ) દરેક ૨૦ મીનીટે કોમ્પ્યુટર સ્ક્રીન છોડી દુરની ચીજો જોવાનો નિયમ રાખવો

      (બ) આંખોને સમય સમયે મીંચતા રહેવું.

      ઉપરના વર્ણન સિવાય>>>

      “અલ્ટ્રાવાયોલેટ લાઈટ” (Ultra Violet ) દ્વારા પણ આંખોને બુરી અસર પડે છે. આધુનિક યુગમાં “લેઝર” (Lezar) ) કે જુદા જુદા રંગે ચમકતી “નીઓન” ( Neon) લાઈટ આવી બુરી અસર કરી શકે…તો, એ પર ધ્યાનમાં લેવાની જરૂરત હોય છે.

      વિનુભાઈ, મારા આ જવાબ દ્વારા થોડો સંતોષ હશે…પણ જો બીજા પ્રષ્નો હોય તો જાણ કરશો.

      >>>ડો. ચંદ્રવદન
      Dr. Chandravadan Mistry

      જવાબ આપો
  • 7. Vinod R. Patel  |  જાન્યુઆરી 4, 2015 પર 6:21 પી એમ(pm)

    જગતને નિહાળવાની બારી આંખ વિષે જાણવા જેવી ઉપયોગી માહિતી

    જવાબ આપો
  • 8. vimala  |  જાન્યુઆરી 4, 2015 પર 9:29 પી એમ(pm)

    જગતને નિહાળવાની બારી ખોલી આપીને આપે અમને વ્યવહારુ દૃષ્ટિ આપી.
    શાળામાં શરીર વિજ્ઞાનમાં આંખ વિષે ભણેલ પણ
    બહુ સમજેલ નહીં તે સ્પષ્ટ થયુ.
    આભાર.

    જવાબ આપો
  • 9. pragnaju  |  જાન્યુઆરી 4, 2015 પર 10:55 પી એમ(pm)

    Pl explain in detail
    The Ends of Chromosomes as Clues to the End of Cancer
    Decoded Science-Dec 5, 2011
    Telomeric DNA: As chromosomes divide during cell division, the ends are shortened and it is necessary for the cell to protect these gaps with …

    Telomeres Affect Gene Expression
    Scientist (blog)-May 5, 2013
    As telomeres shorten with age, genes as far as 1,000 kilobases away … sits next to a telomere—a protective DNA sequence that caps the ends …

    Hallmarks of Cancer 4: Limitless Replicative Potential
    Scientific American (blog)-Oct 11, 2013
    With every replication of a cell, about 50-100 nucleotides of telomeric DNA is lost. This progressive loss eventually causes the telomeres to lose …
    Late Effects & Premature Aging After Pediatric Cancer
    Curetoday.com (press release)-Dec 12, 2013
    Telomeric DNA shortens slightly every time a cell divides, ultimately leading to telomere dysfunction. Some researchers believe dysfunctional …

    જવાબ આપો
    • 10. chandravadan  |  જાન્યુઆરી 5, 2015 પર 1:21 એ એમ (am)

      પ્રજ્ઞાજુબેન,

      તમે ફરી પધારી, આ પોસ્ટ પર ચર્ચાને ઉંડાણમાં પર લઈ ગયા.

      ડી.એન.એ. (DNA ) અને એની અંદરના તત્વો, અને એના વિષે શોધ/જાણકારીનો ઉલ્લેખ કરતા, “ટેલેમીઅર” (TELOMERE ) વિષે કહ્યું.

      મેડીકલ પ્રોફેસનની વ્યક્તિઓ પણ આ વિષે અજાણ હોય કે એવી જાણકારી “અલ્પ” હોય કારણ કે આ “રીસર્ચ” (RESEARCH ) નો વિષય છે.

      મેં જે વાંચ્યું તેને સરળ સમજરૂપે કહી તમોને જવાબ આપવા પ્રયાસ કર્યો છે.

      પ્રથમ….”ટેલેમીઅર” (TELOMERE ) શું ?

      ડી.એન.એ.(DNA ) ના “ક્રોમોઝોમ્સ (CHROMOSOMES ) ના અંતની કડીએ જે તત્વ હોય તેને “ટેલેમીઅર” (TELOMERE ) નામ આપવામાં આવ્યું …આ ભાગ કમજોર ના થાય કે બીજા ક્રોમોઝોમેસ સાથે જોડાય ના જાય તેવા “રક્ષણ”રૂપી કાર્ય કરે છે.

      પણ એક “સેલ”નું જ્યારે વિભાજન થયું રહે તેમ “ટેલેમીઅર” ટુંકો થઈ શકે તેના રક્ષણ માટે એક “ટેલેમીઅર રીવર્સ ટ્રાનસ્કીપ્ટેઈસ” (Telomere Reverse Transcriptase ) નામના “એનઝાઈમ” (Enzyme ) નું કામ છે.

      જ્યારે….કેન્સર સેલ (Cancer Cell ) થાય ત્યારે આ “કુદરતી રક્ષણ” યાને “નેચરલ ડીફેન્સ” (Natural Defence ) નો ભંગ થયો હોય.

      વધું ઉંડાણમાં ના જતા, વિજ્ઞાનીકોને “ડીએનએ/ક્રોમોઝોનેસ/જીન્સ” (DNA/Chromosomes/Genes ) પર વધુ જાણકારી મેળવવાની બાકી રહી છે….તો જ એક દિવસ કેન્સર સેલ્સ કેમ થાય અને એને અટકાવવા જવાબો હશે…એ દિવસ માટે વાટ જોવી પડશે પણ મારૂં માનવું છે કે જે “પ્રોટીન” તત્વોથી ડીએનએ અને એને લગતા જીન્સની વધુ જાણકારી દ્વારા એ એક હકિકતરૂપે સૌ જાણશે…ત્યારે જ કેન્સરનો ડર દુર હશે.

      બસ…આટલા સરળ સમજમાં મારી ભુલ હોય સુધારશો…જો આ ઉંડા વિષયને જરા સમજી શક્યા તો એટલું જ બસ છે !

      ડો. ચંદ્રવદન

      જવાબ આપો
  • 11. pragnaju  |  જાન્યુઆરી 5, 2015 પર 1:43 એ એમ (am)

    આપની માહિતી માટે આભાર
    હંમણા કેન્સર અંગે ખાખાખોળા કરતા આ ”ટેલેમીઅર” વિષે જાણ્યું હવે એવું જાણવા મળ્યું કે…
    deepak chopra – soul of healing meditations – YouTube
    Video for deepak chopra meditation cd► 45:43► 45:43
    http://www.youtube.com/watch?v=-xzP2c4FQr4
    May 13, 2014 – Uploaded by Paul Miller
    +Renee Rutledge Hi Renee! Really happy to hear that you enjoy the videos. It’s uplifting, fun and encouraging …થી ડીએનએ/ક્રોમોઝોનેસ/જીન્સ” વગેરે વ્યવસ્થિત થાય છે આપ આ યુ ટ્યુબ નો અભ્યાસ કરી આપનો અનુભવ જણાવશો

    જવાબ આપો
    • 12. chandravadan  |  જાન્યુઆરી 5, 2015 પર 1:55 એ એમ (am)

      Happy to note @ your satisfaction with my Reply.
      There are LOTS of things UNKNOWN….Meditation Value…Positive Thoughts & the VALUE on the HEALTH.
      Dr. Chopara has his Audience & he is making his THEORIES.
      The FUTURE RESEARCH will give the ANSWERS
      Chandravadan

      જવાબ આપો
  • 13. chandravadan  |  જાન્યુઆરી 5, 2015 પર 1:37 પી એમ(pm)

    This was an Email Response>>>

    me માનવ તંદુરસ્તી (૩૮) માનવીની આંખો એટલે જગતને નિહાળવાન…
    harnish jani
    To me Jan 4 at 6:22 PM

    Thank you. I m a diabetic and have both lences removed in 1993. I m lucky everything is fine. I get my eyes examined twice a year. On my lst visit my eye doctor found edges of my lenses started to cover up. But it may take another year or two to do something.
    Thank you.
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Harnishbhai,
    Read your Comment.
    Thanks for sharing about your Health.
    You see the Doctor on the Follow Up…My Prayers for you !
    Chandravadan

    જવાબ આપો
  • 14. chandravadan  |  જાન્યુઆરી 5, 2015 પર 1:43 પી એમ(pm)

    This was an Email Response>>>

    Jan 4 at 7:58 AM
    Kalpana Desai
    To me Jan 4 at 5:48 PM
    Thanks.
    Show message history
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Kalpanaben,
    May be your 1st visit/comment.
    Thanks !
    You can read ALL Health Posts by CLICKING on the Manav Tandurasti @ Category Section on the Right of the Main Page
    Hoping you will REVISIT my Blog
    Dr. Chandravadan

    જવાબ આપો
  • 15. P.K.Davda  |  જાન્યુઆરી 6, 2015 પર 4:55 પી એમ(pm)

    આંખની રચના વિષે ખૂબ જ ઊંડાણમાં માહીતિ.

    જવાબ આપો
  • 16. chandravadan  |  જાન્યુઆરી 6, 2015 પર 5:01 પી એમ(pm)

    This was an Email Response>>>

    માનવ તંદુરસ્તી (૩૮) માનવીની આંખો એટલે જગતને નિહાળવાની બારીઓ……
    Dharamshi Patel
    To me Jan 5 at 7:56 PM
    Hari om,

    Waw

    Dharamshi
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Dharamshihji,
    Abhar !
    Chandravadan

    જવાબ આપો

Leave a reply to pragnaju જવાબ રદ કરો

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,351 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031