Archive for જાન્યુઆરી 4, 2015

માનવ તંદુરસ્તી (૩૮) માનવીની આંખો એટલે જગતને નિહાળવાની બારીઓ

 

 

eye information

eye information

eye information

માનવ તંદુરસ્તી (૩૮)  માનવીની આંખો એટલે જગતને નિહાળવાની બારીઓ

માનવ શરીર વિષે અનેક સીસ્ટમોના વર્ણન દ્વારા બધું જ કહી દીધું હોવા છતાં મને થયું કે એક પોસ્ટરૂપે આંખોની સમજ આપવી યોગ્ય હશે.

એથી જ, આજે હું આ પોસ્ટ લખી રહ્યો છું.

જીવીત ચીજો સાથે પ્રાણીઓને આંખો પ્રભુના વરદાનરૂપે દેહના બાંધારણે મળી હતી.

આંખો દ્વારા કુદરતનો શણગાર જોવાની શક્તિ.

માનવી જ એક પ્રાણી છે કે જે દેહરૂપે મળ્યું તેને વધુ સમજવા હંમેશા પ્રયાસો કરતો રહે છે.

આવી નવી શોધની માનવ દોડ કારણે જે જાણવા મળ્યું એને આપણે બે વિભાગે ચર્ચા કરીશું>>>

(૧) આંખો એક માનવદેહના ભાગરૂપે યાને એની “એનોટોમી” ( ANATOMY )

(૨) આંખો દ્વારા કેવી રીતે જોય શકાયની જાણકારી યાને “ફીઝીઓલોજી” ( PHYSIOLOGY )

ચાલો તો વિસ્તારે ચર્ચાઓ કરીએ.

(૧) આંખોનું એનાટોમીકલ (ANATOMICAL ) વર્ણન

(i) આંખના ગોળાની બહાર અને ફરતે સહાય કરતા ભાગો

માનવીનો દેહ નિહાળતા પ્રથમ હાડપિંજરના દર્શન.

માથાના ભાગે બે ઉંડી જગાઓ યાને “ઓરબીટસ” ( ORBITS )

બે જગાઓ એટલે બે આંખોરૂપી ગોળાઓ.

આ ઓરબીટલ (ORBITAL ) જગા જુદા જુદા નામના નાના મોટા હાડકાઓથી બનેલી છે.

આંખનો ગોળાની ફરતે જુદા જુદા નામના મસ્લસો (MUSCLES  ) છે.

આ મસ્લ્સો દ્વારા ગોળો જુદી જુદી દિશાઓમાં ફેરવી શકાય છે.

આ મસ્લસો( MUSCLES) એક ગ્રુપરૂપે “એક્ષટ્રાઓક્યુલર મસલ્સ” ( ETRAOCULAR MUSLES) કહેવાય છે.

આવા મસલ્સ સિવાય છે આંખના ગોળા સાથે જોડાયેલ “એડેનેક્ષીઆ” ( ADENEXIA)જેમાં સમાવેશ થાય છે>>>

( a) આયલીડસ (Eyelids )

( b) લેક્રીમલ એપરાટસ  (Lacimal Aparatus )

આઈલીડસ બંધ થતા આંખોનું રક્ષણ થાય છે.

લેક્રીમલ એપરાટસ દ્વારા આંસુંઓ બને અને આંખોને ભીની રાખે અને એ રીતે એનું રક્ષણ કરે છે.

(A) આંખનો ગોળાનું વિગતે વર્ણન

આવા વર્ણનમાં નીચેની માહિતી જાણવી રહી>>>>

(i) કોન્જક્ટાઈવા (CONJUCTIVA ) 

આ રહ્યું એકદમ પાતળું તત્વ જે આંખની બહારનું “કોટીંગ” ( coating) છે.

એકદમ ટ્રાન્સપેરેન્ટ (Transparent )

(ii) કોર્નીઆ (CORNIA )

આ મધ્ય ભાગે છે.

એકદમ ટ્રાન્સપેરેન્ટ (Transparent ) અને એના પણ જુદા જુદા વિભાગે વર્ણન છે.

એના પોષણ માટે એની પાછળના ભાગે પ્રવાહી તત્વ દ્વારા છે

(iii) આક્યસ હુમર (AQUOUS HUMOUR )

કોર્નીઆની પાછળ અને “લેન્સ” (Lens ) આગળના ભાગે જે જગા છે ત્યાં પાણી જેવું પ્રવાહી.

આ પણ ટ્રાન્સપેરેન્ટ છે.

(iv) લેન્સ (LENS ) 

આ એક આકાર બદલી શકાય એવો ભાગ જે મધ્યમાં આવેલો છે

આમાંથી પ્રકાશ કિરણો પસાર થઈ શકે.

(v ) વીટ્રીઅસ હુમર (VITREOUS HUMOUR  ) 

લેન્સની પાછળના ભાગે આવેલું પ્રવાહી તત્વ જેમાંથી પણ પ્રકાશ કિરણો પસાર થઈ શકે

( vi) આંખના આકારની દિવાલરૂપી હદ

અહીં, આપણે ત્રણ વિભાગે વર્ણન કરી શકીએ>>>

(a) રેટીના (RETINA  )

આકાર આપતો અંદરનો ભાગ.

અહી મગજમાથી શરૂ થતી “ઓપટીક નર્વ” (OPTIC NERVE )  અને એની સાથે “ફોટો સેન્સીટીવ”  ( PHOTOSENSITIVE) “રોડ્સ અને કોન્સ”  (RODS/CONES) નો સમાવેશ થાય છે.

( b) યુવીઆ (UVEA  ) 

આ વચ્ચે રહેલ ભાગે “કોરોઈડ” (CHOROID ) નામે તત્વ છે અને અહીં લોહીના ભ્રમણની વ્યવસ્થા અને અન્ય તત્વો છે.

“આઈરીશ” ( IRIS) અને “સીલીઅરી બોડી” (CILIARY BODY  ) નો સમાવેશ થાય. સીલીઅરી બોડી થકી આગળ અને પાછળના પ્રવાહીનો સબંધ છે, અને, આઈરીશ દ્વારા કલર અને મધ્યમાં કાંણા યાને પ્યુપીલ (PUPIL  ) ને નાનું મોટું કરવાની શક્તિ.

( c) સ્કેલરા (SCLERA ) 

આ તત્વના બંધારણમાં “કનેક્ટીવ ટીસયું (Connective Tissue ) છે.

આ કોર્નીઆ અને આઈરીશની એક જગાએથી પ્રવાહી તત્વ ભ્રમણમાં ફાળો આપે છે.

( B )આંખોની જોવાની શક્તિ યાને વીઝન (VISION )

આ વિષયે ચર્ચાઓ કરવી એટલે આંખની “ફીઝીઓલોજી” (PHYSIOLOGY  ) વિષે માહિતી આપવી.

આંખો દ્વારા બહારના દ્રશ્યોને જોઈને એની સમજી અનુભવવું.

આવી ક્રિયાની સરળ સમજ નીચેના વર્ણન દ્વારા આપવા મારો પ્રયાસ છે>>>>

( i) બહારની ચીજોરૂપી આકાર, સાથે પ્રકાશ.

   બહારના ભાગેની “કોર્નીઆ”  (CORNEA )ના “પ્યુપીલ ” ( PUPIL) રૂપી પ્રેવેશદ્વાર કારણે પ્રકાશનું અંદર જવું, આગળના પ્રવાહી તત્વમાંથી પસાર થવું અને ત્યારબાદ “લેન્સ” (LENS ) માંથી પસાર થઈ પાછળના પ્રવાણી તત્વમાંથી પસાર થઈ અંતે રેટીના (RETINA  )ના ફોટોસેનસીટીવ ( ii) જગાએ બહારના દ્રશ્યના આકારરૂપી “ઈમેઈજ” ( IMAGE)નું ત્યાં પહોંચવું.

આટલી ક્રિયાથી ત્યાંની નર્વસ સીસ્ટમ જાગૃત થાય છે.

( iii) ઓપટીક નર્વ (Optic Nerve  ) ના તાંતણે આ બહારના ઈમેઈજને મગજના અંદર “વીસીયુઅલ કોર્ટેક્ષ” ( Visual Cortex) સુધી પહોંચાડવાનું કાર્ય પુર્ણ થાય છે.

 અહીં પહોંચતા, મગજમાં એની સમજનું જ્ઞાન શક્ય બને છે.

(iv) આવી સમજ દ્વારા માનવી દ્રશ્ય શું છે તે સમજી શકે છે.

આવા વર્ણનને આપણે એક કેમેરારૂપે નિહાળીએ.

પ્રકાશ કે લાઈટના કિરણો સાથે આકાર બહારથી કેમેરાની અંદરની લેન્ક દ્વારા પાછળ એક “નેગેટીવ” (NEGATIVE )રૂપે પ્રીન્ટ થાય છે….આ ક્રિયા એટલે રેટીના સુધી પહોંચવું જેવું થયું

પણ જ્યારે નેગેટીવની “પોઝીટીવ”રૂપી પ્રીન્ટ થાય ત્યારે જ ખરું પીકચરની જાણ થાય…..યાને મગજમાં સંદેશો પહોંચી “સમજ”રૂપી જ્ઞાન થયું એવું કહેવાય.

અંતિમ વિચારો અને સમજરૂપે>>>>

(૧) આંખના બધા જ તત્વો જે પ્રમાણે કુદરતે બક્ષ્યા છે તે પ્રમાણે જ રહે ત્યારે જ માનવી પાસે જોવાની શક્તિ છે એવું કહી શકાય.

કોઈ પણ તત્વમાં ખામી હોય ત્યારે જોવા માટે તકલીફો કે જરા પણ ના જોઈ શકાય યાને અંધાપો કે “બ્લાઈન્ડનેસ” (BLINDNESS )

(૨) જો કોર્નીઆ ટ્રાન્સપેરન્ટ ના હોય તો એ ધોળી કે “ઓપેક” (OPAQUE ) થઈ ગઈ હોય ત્યારે જોઈ ના શકાય કે જોવા માટે તકલીફો

  રોગો કારણે કે વાગ્યું હોય ત્યારે આવું થાય.
(૩) આગળના ભાગે આવેલ “આક્યુઅસ હુમર” રૂપી પ્રવાહી તત્વ જો કારણોસર એની “ટ્રાન્સપરન્સી”ગુમાવે તો જોવા માટે તકલીફો રહે

(૪) “લેન્સ” ( LENS) એની ટ્રાનસપરેનસી (Transparency ) ગુમાવે ત્યારે મોતિયો કે “કેટેરેક્ટ” (Cataract)થયો એવું કહેવાય. આ કારણે જોવામાં તકલીફો.

(૫)લેન્સની પાછળના ભાગનું પ્રવાહી તત્વ લોહી અન્ય પદાર્થે કારણે બદલાઈ જાય તો જોવામાં તકલીફો

(૬)રેટીનાની અન્ય રોગોના કારણે બિમારી કે ત્યાં લોહીનું બહાર “હેમોરેઈજ” (Hemorrage) રૂપે નીકળવું….તો, એના કારણે જોવામાં તકલીફો.

(૭) ફોટો સેન્સીટીવ વિસ્તારે રોડ્સ/કોન્સ  (Rods/Cones  ) બરાબર ના હોય તો પણ જોવા માટે તકલીફો..અહીં વાઈટીમીન “એ” ઓછા પ્રમાણે હોય ત્યારે પણ આવું થાય.

(૮) અંતે દ્ર્શ્યની સમજ માટે “ઓપટીક નર્વ” (Optic Nerve ) નું મહત્વ ઘણું જ છે. બહારનું દ્રશ્યનું ઈમેઈજ (Image ) મગજની યોગ્ય જગાએ ના પહોંચી શકે તો જોઈ આ શકાય.

 

અંતે મારે એટલું કહેવું છે કે>>>>બહારની ચીજને જોતા એનું “ઈમેઈજ” (Image ) રેટીના પર પડે અને ત્યારબાદ એ ઓપટીક નર્વના તાંતણે મગજ તરફ જાય ત્યારે વચ્ચે એવા નર્વ બંડલનું “કોસીંગ” થાય. આથી, જમણી આંખનું ઈમેઈજ ડાબી બાજુના મગજના વીસ્યુઅલ એરીઆ (Visual Area  ) માં જાય અને ત્યાં એનું ફાઈનલ એનાલસીસ  (Final Analysis ) થાય અને આપણે શું જોઈ રહ્યા છીએ એનું જ્ઞાન થાય.

આ યાદ રાખવાનું રહે કારણ કે એક બાજુની મગજની રોગ કે મારની અસરનો પ્રભાવ બીજી બાજુ પડે છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

 

 

EYES : Anatomy & Physiology

After saying in Gujarati, this is the short narration on the Eyes in English.

Eyes are a paired Organs of VISION.

Each eye is located in the bony socket called the Orbital space, and the eyeball within are supported by>>>

(i) various muscles which allows the eye to move in many directions.

(ii) other supporting structures namely

(a) Eyelid

(b) Lacrimal Glands & its draining system for the tears.

The Eyeball itself consists of>>>

( A) The Transparent Medium of

(i) Conjunctiva

(ii) Cornea

(iii) Lens

(iv) Aqueous & Vitreous Humour

(B) The Body consisting of :

(i) Retina

(ii) Uvea

(iii) Sclera

Retina is the inner layer of the eyeball and it with the Optic Nerve has its connection with the area of the Brain that deals with the VISION.

The Uveal track consists of :

(i) Choroid

(ii) Ciliary Body

(iii) Iris

The Sclera is the outermost & it is vascular & made up of the Connective tissues.

The VISION is the end result of a COMPLEX pathway in which the IMAGE of the EXTERNAL OBJECT is first carried to the the PHOTOSENSITIVE portion of the Retina and then the MESSAGE is taken to that area of the BRAIN which has the relationship to the VISION. It is here that the FINAL UNDERSTANDING of the IMAGE is done and thus the RECOGNITION of that EXTERNAL OBJECT.

One must know that the OPTIC NERVE fibers cross in its path & so the RIGHT EYE takes the IMAGE to the LEFT side of the BRAIN.

This is the brief narration for the EYE & the VISION

Dr. Chandravadan Mistry

જાન્યુઆરી 4, 2015 at 1:38 પી એમ(pm) 16 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 395,706 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031