માનવ દેહ અને જીવનના વિચારો !

ડિસેમ્બર 30, 2014 at 12:32 એ એમ (am) 5 comments

 

 

 

 

    PICTURES via GOOGLE SEARCH

 HUMAN….YOUNG YOUTH OLD AGE & DEATH

માનવ દેહ અને જીવનના વિચારો !

માનવ દેહ તો માટીનો બનેલો,

એનો તો કેમ રાખીશું ભરોષો ?…………(૧)

છતાં, જીવતા રહેતા, કાળજી લેવી ફરજ બને છે સૌની,

તો, કાળજી લેશો તો જ  તંદુરસ્તી હશે સૌની !……..(૨)

જીવન સફરે માનવી અનુભવે ઘટનાઓ ઘણી,

ભલે, ઘટનાઓ થયા કરે, પણ લેજો એમાંથી કાંઈ શીખવાની ઘડી !……(૩)

સંસારમાં જરૂરતની અગત્ય ચીજો ચોક્કસાઈથી રાખવી,

તો, બનશે જીવનની હર ઘડી આનંદઘડી,ટેવ એવી જો રહી !………….(૪)

યુવાની એક દિવસ ચાલી જશે અને ઘડપણ  જરૂર આવશે,

લાચારીથી માનવ દેહ અંદરની વેદનાઓ માનવીને પુકારશે,…………(૫)

એવા સમયે,મન, મગજ સાથ ના આપે ખરા,

શાને થોભી રહ્યા છો ? નિર્ણય લ્યોને જરા !……………………..(૬)

પોતાના દેહનું શું કરવું તેની “વીલ” કરવાનું વિચારજો જરા,

ના વિચાર્યું તો પરિવારને મુશીબતો, એટલું જાણજો જરા !………(૭)

મૃત્યુ તો આવશે અને દેહ બળી માટીમાં જ હશે,

પણ,મૃત્યુ પહેલાની હાલતે શું કરવું અંતે તેનો હક્ક છે તમોને !……..(૮)

“હેલ્થ વીલ” માં રેસપીરેટર મશીન સાથે જીવવું કે નહી તે કહેવું,

જીંદગીમાં મળશે થોડા દિવસો, તો, સમજીને કાંઈ વિચારવું રહ્યું !……..(૯)

ભાગ્યમાં લખ્યું હોય તો “કેન્સર”જેવા રોગો પણ ભોગવવા પડે,

ડર શાને એનો ?થોડી અસફળ સારવાર બાદ,”હોસપીસ કેર”યોગ્ય રહે !…..(૧૦)

સંસારે જીવન એટલે જગની કમાણી તો સાથે જ હોય,

એનું વિચારતા, “વીલ” દ્વારા હ્રદયનું કહેવાની તક લેવાની હોય !…………(૧૧)

ના માનશો કે વીલ કર્યાથી કંઈક કર્યું તમે ખોટું,

ભલે, વીલ હોય હેલ્થની કે જીવનપુજીની , જે કર્યું એ જ ખરું !……………(૧૨)

જીવતા હોય ત્યારે રાખજો બધું જ તમ હક્કે અને તમારૂં,

સર્વ આપી દીધું તો, પસ્તાવવાનું પડશે, એટલું જ કહેવું મારું !…………….(૧૩)

સંસારે જીવતા રહ્યા તે સમયે સતકર્મો કરજો તમે,

બસ, એ જ સાથે આવશે, બીજા બધા માટે શાને કરો ચિંતા તમે ? ………..(૧૪)

અંતે, ચંદ્ર કહે, અરે ! માનવી પ્રભુએ જ આપી છે સમજશક્તિ તને,

રાખજે શ્રધ્ધા કે જીવન સફરમાં કરેલા તારા જ કર્મો મુક્તિ આપે તને !………(૧૫)

કાવ્ય રચના ઃ તારીખ ડીસેમ્બર,૨૯,૨૦૧૪                         ચંદ્રવદન

 

બે શબ્દો…

“૨૦૧૪ના નવેમ્બર માસની ઘટના” નામે પોસ્ટ પ્રગટ કર્યા બાદ, પ્રજ્ઞાજુબેને પધારી પ્રથમ પ્રતિભાવ આપ્યો, તે નીચે મુજબ >>>

1. pragnaju  |  December 29, 2014 at 3:23 pm

પણ કેટલીય ઘટનાઓ ફરી-ફરીને બન્યા કરે છે, જેમાં આપણે આગલા અનુભવે એકશન-રિએકશન બદલાવી શકીએ. આપનું ન ધારેલું કામ સરળતાથી થયું તે આનંદની વાત છે અને પ્રભુ પાડ માની શ્રધ્ધા પ્રમાણે કર્યું તે સારું થયું પણ આવી ઘટનાઓ થયા જ કરશે તેમ ન માનવું. ડ્રાઇવર્સ લાયસન્સ,પાસપોર્ટ જેવા ડોક્યુમેંટ અંગે ચોક્કસાઇ રાખવી જરુરી છે.
ખોટૂં ન લગાડશો હવે તો વીલની જેમ લાઇફ વીલ ( અંગે થોડા વખત પર જાણ્યું ) પણ કરાવવું જરુરી થયું કે પોતે શરીરની લાચાર થાય તો ક્યાં સુધી જીવતા રાખવા ? અમારા સ્નેહીઓમા થોડા ને તેમના કહેવાથી હોસપીસ મા દાખલ કર્યા!
આ અંગે ચોટદાર કાવ્ય કરશો

બસ….આટલા શબ્દોમાંથી પ્રભુપ્રેરણા મળી, અને એક કાવ્ય રચના થઈ તેને જ તમો આજે પોસ્ટરૂપે વાંચી રહ્યા છો.

સંદેશો એક છે>>>

માનવીએ પોતાના દેહની કાળજી રાખવી એ જ એની ફરજ છે….ભલે અંતે તો દેહ બળી માટીમાં જ ભળી જાય. પણ જીવન જીવતા, ઘટનાઓ બને તેમાંથી શીખતા રહેવું, અને સમજશક્તિ હોય તે દરમ્યાન “વીલ” દ્વારા પોતાના વિચારો/ઈચ્છાઓ પ્રમાણે શબ્દોમાં મુકવું એ જ “યોગ્યતા” કહેવાય. આ જીવનમાંથી સતકર્મો સિવાય બીજું કાંઈ જ સાથે લઈ જઈ શકતા નથી તો પણ જે છે તે ઈચ્છા મુજબ પરિવાર કે અન્યને કેમ મળે તેનો જવાબ પરિવારને મળે, તેમજ દેહને અંત સમયે શું કરવું એનો નિર્ણય લેવા માટે સરળતા રહે.આથી, જીવનપુંજીની તેમજ દેહની “વીલ” પેપર પર દર્શાવવી એ એક અગત્યની વાત છે.

આશા છે કે આવો સંદેશો સૌને ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Yet another UNPLANNED POST.

It is a Poem in Gujarati with the MESSAGE of CARE for the BODY to maintain GOOD HEALTH….and to LEARN from DAY to DAY EVENTS in LIFE. And to be WISE to make the WILL on LIFE and also the WILL on HEALTHCARE as one DEPARTS this EARTH.

These 2 DOCUMENTS will give the RELIEF to the FAMILY as they will have the PROPER DIRECTIVES for the ACTIONS which will take place as you DEPART from this WORLD.

Hope you like the POEM & its MESSAGE.

Dr. Chandravadan Mistry

 

 

Entry filed under: કાવ્યો.

૨૦૧૪ના નવેમ્બર માસની એક ઘટના ! ચંદ્રવિચારધારા (૧૪)…. ૨૦૧૫નું નવું વર્ષ !

5 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ડિસેમ્બર 30, 2014 પર 1:54 એ એમ (am)

  ખૂબ સરસ રીતે જીવનની અગત્યની વાતની રજુઆત કરી
  અમુલ્ય માનવદેહમા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યની જાળવણી
  મૃત્યુ પણ સરળ રહે સાથે દેહ કે દેહના કોઇ ભાગનું દાન અને બને તેટલું જીવતાજીવ જ દાન થાય

  જવાબ આપો
  • 2. chandravadan  |  ડિસેમ્બર 31, 2014 પર 12:39 એ એમ (am)

   Pragnajuben,
   Thanks for reading a Poem created by the Inspiration from your Comment on another Post on this Blog.
   I am happy to know that you liked it !
   I am content !
   Chandravadan

   જવાબ આપો
 • 3. chandravadan  |  ડિસેમ્બર 31, 2014 પર 1:06 એ એમ (am)

  This was an Email Response>>>>

  માનવ દેહ અને જીવનના વિચારો !
  Today at 7:01 AM
  Yashumati Raksha Patel
  To me Today at 4:13 PM
  જીવનની સાર્થકતા અને મૃત્યુની સરળતા કાવ્યમય સરસ રીતે સમજાવી દીધી. સમજવાવાળા જરૂર અનુસરશે.

  રક્ષા
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Raxaben,
  Abhar for the Comment.
  Chandravadan

  જવાબ આપો
 • 4. nabhakashdeep  |  જાન્યુઆરી 1, 2015 પર 7:00 પી એમ(pm)

  આદરણીયડોશ્રી ચંદ્રવદનભાઈ મિસ્ત્રી

  ડૉક્ટર સાહેબનું એટલું જ મૂલ્યવાન આધ્યાત્મિક દર્શન…જે અનુભવી સંત વાણીનો જાણે સાક્ષાતકાર.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 5. દાદીમા ની પોટલી  |  જાન્યુઆરી 4, 2015 પર 3:37 પી એમ(pm)

  ખૂબજ સુંદર અને મહત્વનું મૂલ્યવાન જ્ઞાન પ્રદાન કરવા બદલ વંદન.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,545 hits

Disclimer

સંગ્રહ

ડિસેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: