કરેલી ભુલોનો પસ્તાવો !

ડિસેમ્બર 28, 2014 at 3:15 પી એમ(pm) 9 comments

 

 

કરેલી ભુલોનો પસ્તાવો !
ભુલો ઘણી કરી હતી મેં જીવનભર,
પસ્તાવાના ઝરણે ધોઈ હતી એને જીવનભર,…….(૧)
ભુલો થાય, અને થયેલી ભુલો સમજાય,
ત્યારે,ભુલોની કબુલાત એ જ પ્રથમ પગલું કહેવાય……(૨)
એવી કબુલાત દ્વારા જ હ્રદય હલે,
જે થકી, પસ્તાવાનું ઝરણું ઝરે………….(૩)
જ્યારે જે કોઈ પસ્તાવાના ઝરણે સ્નાન કરે,
તે જ પ્રભુ પાસે ભુલોની માફી માંગી શકે,…….(૪)
જ્યારે પસ્તાવાભરી માફી પ્રભુ પાસે માંગે,
ત્યારે જ, અન્ય માનવી પાસે ક્ષમા માટે હાથ ફેલાવે…..(૫)
ભુલો માટે ક્ષમા માંગવી કઠીણ છે,
પણ, ખરો હ્રદય-પસ્તાવો હોતા,એ સરળ છે,……..(૬)
ભુલોની કબુલાત અને પસ્તાવામાં પ્રેમ,દયાના દર્શન થાય છે,
અભિમાન પીગળી, માનવી તો માનવતા ભરપુર બની જાય છે,……(૭)
માનવીના રોગો માટે ઔષદીઓ એક ઉપચાર છે,
તેમ, પસ્તાવાભર્યા દીલમાં પ્રેમ-ઝરણાઓ ઉપચાર છે………..(૮)
માનવી શાને તું ચીંતારૂપી ભાર શીરે ધરે ?
ચીંતાઓ ત્યાગી, ભુલોનો ભાર પસ્તાવાથી હલકો કરી શકે !……….(૯)
અંતે એથી, ચંદ્ર કહે માનવી છે તું અપુર્ણ, ભુલો તું કરી શકે,
એવી ભુલો ફરી ના કરવાની ટેક સાથે પસ્તાવાના ઝરણે જીવન ધન્ય કરી શકે !…..(૧૦)
કાવ્ય રચના ઃ તારીખ ડીસેમ્બર,૨૮, ૨૦૧૪                    ચંદ્રવદન
બે શબ્દો…
આજે ૨૮મી ડીસેમ્બર…..એ પહેલા, માનવી જીવનસફરે ભુલો કરે તેના વિષે કાવ્ય પોસ્ટ.
આ પોસ્ટ વાંચી, અનેકે પ્રતિભાવો આપ્યા.
તેમાં વિનોદભાઈ પટેલ તેમજ પ્રજ્ઞાજુબેન વ્યાસના પ્રતિભાવો વાંચી આ રચના કરવા પ્રેરણા મળી છે.
આજે રચના બની…અને, આજે જ પોસ્ટરૂપે પ્રગટ કરી છે.
આશા છે કે તમોને ગમે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Last Post was on the MISTAKES Humans make while living on the Earth.
There were COMMENTS ( by Vinodbhai Patel & Pragnajuben Vyas) stressing the VALUE of the TRUE REGRETS for the mistakes.
Based on this THOUGHT…..I was inspired to create this NEW POEM.
Hope you like the MESSAGE.
Dr. Chandravadan Mistry

 

Entry filed under: કાવ્યો.

જીવન સફરમાં થતી ભુલો ! ૨૦૧૪ના નવેમ્બર માસની એક ઘટના !

9 ટિપ્પણીઓ Add your own

 • 1. Vinod R. Patel  |  ડિસેમ્બર 28, 2014 પર 4:17 પી એમ(pm)

  ભૂલો થવી એ સ્વાભાવિક છે .ભૂલોમાંથી જ જીવનના બોધપાઠ શિખવા મળે છે . ભૂલોનો પસ્તાવો કરવાથી દિલ હળવું અને શાંત બને છે .

  બનતા સુધી કલાપીની આ કાવ્ય કડિયો યાદ આવે છે

  હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે

  પાપી એમાં ડૂબકી મારી પુણ્યશાળી બને છે.

  જવાબ આપો
 • 2. P.K.Davda  |  ડિસેમ્બર 28, 2014 પર 6:07 પી એમ(pm)

  હા પસ્તાવો વિપૂલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે
  પાપી એમા ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
  -કલાપી
  પસ્તાવાના વિપુલ ઝરણે ડૂબકી મેં લગાવી
  ન્યાયાધિસે કબુલ ગણીને કેદમા નાખી દીધો;
  ના કીધેલી વકીલે મુજને તોય એનું ન માન્યુ,
  શાને સાચું સમજી લઈને માન્યું તારું કલાપી?
  -પી. કે. દાવડા

  જવાબ આપો
 • 3. chandravadan  |  ડિસેમ્બર 28, 2014 પર 7:35 પી એમ(pm)

  This was an Email Response>>>

  કરેલી ભુલોનો પસ્તાવો !

  Today at 9:50 AM
  harnish jani
  To me Today at 10:28 AM

  તમે ભૂલ કરો અને ક્યાં તો તમને ખબર ન પડે કે એ ભૂલ હતી. અથવા તો તમે એ ભૂલ છે એમ સ્વિકારવા તૈયાર ન હો તો??? ક્યાંથી શિખવાના છો?
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Harnishbhai,
  Abhar !
  1st KABULAT…if you know you made the mistake.
  If NOT knowing it was the MISTAKE….it can be brief, but eventually you know it as the MISTAKE….then the KABULAT…then MAFI
  Chandravadan

  જવાબ આપો
 • 4. captnarendra  |  ડિસેમ્બર 28, 2014 પર 8:23 પી એમ(pm)

  The Realization that a mistake was made comes as a pang of regret after committing it, or as a backlash from the sufferer. All said and done, I remember what one of my mentors had said : “it takes great courage to apologize for the wrong one has done knowingly or unknowingly. However it requires much greater grace and nobility to accept the apology and forgive and forget”
  I have heard many people say that they have forgiven but could never forget the wrong that was done. That, to mind is the person who says this is hypocrite. One who never forgets has not really forgiven.

  The last one has nothing to do with the poem, but it’s a thought that has occurred in my mind.

  જવાબ આપો
 • 5. Rajul Shah  |  ડિસેમ્બર 28, 2014 પર 10:24 પી એમ(pm)

  સરસ વાત. પોતાની ભૂલનો સ્વીકાર તો ઘણી મોટી વાત છે. ભૂલનો સ્વીકાર કરતા શીખીએ એ તો સૌથી ઉત્તમ વાત કહેવાય.

  જવાબ આપો
 • 6. pragnaju  |  ડિસેમ્બર 29, 2014 પર 12:42 એ એમ (am)

  માનવીના રોગો માટે ઔષદીઓ એક ઉપચાર છે,
  તેમ, પસ્તાવાભર્યા દીલમાં પ્રેમ-ઝરણાઓ ઉપચાર છે…
  આનો અમને અનુભવ છે આ વાત કાવ્ય સ્વરુપે વધુ અસરકારક બને છે
  સામુદાયિક ઘ્યાન અને યોગ વૈશ્વિક રોગ ઉપચારક ઊર્જા ઉત્પન્ન કરે છે! … પોતાની જાતને અને પોતાના સ્વાર્થને ભૂલી બીજાના સુખને ચાહવું એને પ્રેમ કહેવાય. … માનવીને કુદરત પાસેથી હિલીંગ એનર્જીં સતત મળતી જ રહે છે. … પ્રાણ ઊર્જાના જીવતા જાગતા ભંડાર એવા દૈવી ચિકિત્સકો અને સિદ્ધ યોગીઓ પાસે આવીને અને ઉપચાર પામીને રોગમુક્ત બને છે.
  પસ્તાવાના વિપુલ ઝરણે ડૂબકી મેં લગાવી
  ન્યાયાધિસે કબુલ ગણીને કેદમા નાખી દીધો;
  ના કીધેલી વકીલે મુજને તોય એનું ન માન્યુ,
  શાને સાચું સમજી લઈને માન્યું તારું કલાપી?
  -પી. કે. દાવડા અને કોમેંટમા અમારા દાવડાજી ની કાવ્યમય અભિવ્યક્તી ગમી.ગઇ કાલે PK જોયું ત્યારે તમે ખૂબ યાદ આવ્યા
  હવે મળવા જેવા ને કાવ્યમય સ્વરુપે લખશો
  તમારા કેલિફોર્નિયામાં રહેતા ચિકિત્સક કેરોલ નેબર કહે છે કે ચિંતા, ક્રોધ, ડર જેવા જીવનઘાતક ભાવો આપણી તંદુરસ્તીને નુકસાન કરે છે. હિલીંગની ચાવી છે સંબંધો અને સંયુક્તતા. જ્યાં પ્રેમ, વિશ્વાસ અને સહયોગછે ત્યાં સલામતી છે. હૃદયના ભાવ એનર્જી (ઊર્જા)નો મૂળ સ્ત્રોત છે. તમે હૃદયને ખોલો એટલે વિસ્તરો છો, હળવા થાવ છો, ખૂલો છો અને ખીલી ઉઠો છો. માનવી બહારથી અલગ છે પણ ભીતરથી સંયુક્ત છે. આખું વિશ્વ એની ભીતર છે. હોલોગ્રામનો દરેક અણુ અલગ દેખાય છે પણ તે દરેક અણુમાં બાકીના બધા અણુની માહિતી સમાવિષ્ટ થઇ જાય છે. જગતના દરેક અણુમાં તમે છો અને તમારામાં જગતનો દરેક અણુ પ્રતિબિંબિત છે

  Introduction to Pranic Healing Course (Basic) in … – YouTube
  Video for pranic healing Youtube► 64:32► 64:32
  http://www.youtube.com/watch?v=RHswdru9m7k
  Nov 26, 2013 – Uploaded by Anandar Chandrahasan
  Introduction to Pranic Healing Course (Basic) in Tamil by Anandar. <a href="/channel …

  મા ડૉ સાહેબને વિનંતિ કે આવા ચિકિત્સકની મુલાકાત લ ઇ કાવ્ય સ્વરુપે રજુ કરે ડૉ દિપક ચોપ્રા કે ડૉ ડીન ઓર્નીશ તમારી નજીક રહેતા હશે આમા અમને તો શ્રધ્ધા છે

  જવાબ આપો
 • 7. chandravadan  |  ડિસેમ્બર 29, 2014 પર 12:44 એ એમ (am)

  This was an Email Response>>>

  કરેલી ભુલોનો પસ્તાવો !

  Today at 10:28 AM
  Aum Raval
  To me Today at 12:22 PM
  Khub saras
  Sent via Micromax
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ohmji,
  Abhar.
  Happy that you liked the Post
  Chandravadan

  જવાબ આપો
 • 8. aataawaani  |  ડિસેમ્બર 29, 2014 પર 12:58 પી એમ(pm)

  બહુ સરસ કવિતા છે .બહુ સરસ કવિતા છે ચંદ્રવદન ભાઈ .

  જવાબ આપો
 • 9. દાદીમા ની પોટલી  |  જાન્યુઆરી 4, 2015 પર 3:55 પી એમ(pm)

  ભૂલો થવી એ સ્વાભાવિક છે .એ ભૂલોમાંથી જ જીવનના બોધપાઠ શિખવા મળે છે . ભૂલોનો પસ્તાવો કરવાથી દિલ હળવું અને શાંત બને છે.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,545 hits

Disclimer

સંગ્રહ

ડિસેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: