જીવન સફરમાં થતી ભુલો !

December 27, 2014 at 1:43 pm 10 comments

 

 

 

 

જીવન સફરમાં થતી ભુલો !

જીવન સફર કરતા, લ્યો તમે પેન્સીલ અને રબ્બર હાથમાં,

સફર કરતા, બધી જ ઘટનાઓને તમે લાખો શબ્દોમાં,………(૧)

ના માનજો કોઈપણ ઘટનાને નજીવી કે નાની,

સર્વ ઘટનાઓને માનજો તમે એક સરખી,……………..(૨)

ઘટનાઓ શબ્દોમાં લખતા, રબ્બર જો ઘસાય ગયું,

તો, જાણજો કે અનેક ભુલોભર્યું એ જીવન હતું,………….(૩)

જો કદી એવું થયું તો નિરાશ ના થાશો,

પણ, ભુલો સુધારતા જરા વિચારજો,………………(૪)

જો જીવનની ભુલો તમે સુધારી આગેકુચ કરી,

તો, માનજો કે સત્યપંથે તમ સફર એ રહી,………(૫)

પણ, ભુલો કરી ફક્ત એને ગણતા રહ્યા,

અને, સુધારી નહી તો, મુરખ તમે રહ્યા,…………(૬)

સફર કરતા, જે લખ્યું તેમાં જરા ના સુધાર્યું,

તો, પેન્સીલ ટુંકી અને રબ્બર જરા ના ઘસાયું,…….(૭)

જીવન સફરે જો એવી હાલત જો તમારી,

તો, માનજો ભુલોભરી એ જીવનસફર તમારી…….(૮)

માનવીઓને તો હર ઘડીએ કાંઈ શીખવું રહ્યું,

એવી સમજ જો રાખશો તો તમજીવન ધન્ય થઈ ગયું !….(૯)

ચંદ્ર તો છે ભુલોભર્યો એક માનવી આ જગનો,

પ્રભુ સ્મરણ કરી, ભુલો સુધારતો રહે આ જગમાં !…….(૧૦) 

કાવ્ય રચના ઃ તારીખ સેપ્ટેમ્બર, ૨૦,૨૦૧૪      ચંદ્રવદન

બે શબ્દો…

દાવડાજીનો ઈમેઈલ નીચે મુજબ>>>>

અને…પ્રભુપ્રેરણા થઈ.

અને….આ રચના શક્ય થઈ.

કાંઈ જ મારૂં નથી.

પ્રભુનું જ પ્રભુને અર્પણ કરી પ્રસાદીરૂપે તમોને !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 FEW WORDS…

This Post is Poem in Gujarati about the MISTAKES we make as the HUMANS as we live on this EARTH.

To ERR is HUMAN….but  one must learn from these mistakes & NOT to repeat them.

If you sincerely think of GOD and make the RESOLUTION not to make the mistakes, you will be CORRECTING these mistakes & moving forward in LIFE.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

વૃક્ષ, પક્ષી અને માછલીની વાણી ! કરેલી ભુલોનો પસ્તાવો !

10 Comments Add your own

 • 1. sapana53  |  December 27, 2014 at 2:48 pm

  waah saras sandesh..

  Reply
 • 2. Hemant Bhavsar  |  December 27, 2014 at 3:06 pm

  Nice poem , Life is a jouney of learning and progress but rightly said if mistake repeated and no action will make this journey walking on unknown path and had no purpose at all …….

  Reply
 • 3. P.K.Davda  |  December 27, 2014 at 5:25 pm

  મનુષ્ય માત્ર ભૂલ ને પાત્ર

  Reply
 • 4. dee35  |  December 27, 2014 at 5:36 pm

  કરેલી ભૂલનો પસ્તાવો થાય તો તે માફ.

  Reply
 • 5. Vinod R. Patel  |  December 27, 2014 at 6:04 pm

  ચંદ્ર તો છે ભુલોભર્યો એક માનવી આ જગનો,
  પ્રભુ સ્મરણ કરી, ભુલો સુધારતો રહે આ જગમાં !…

  જગતમાં સૌ ચંદ્રો ભૂલો કરતા જ હોય છે. ભૂલ થયા કરે એ સ્થિતિ સારી નહિ.

  થયેલી ભૂલો કે બીજી ભૂલોથી બચીને કે સુધારીને જીવન યાત્રા કરવી એમાં જ રહ્યો જીવનનો સાર .

  Reply
 • 6. vimala  |  December 27, 2014 at 6:39 pm

  જીવન સફર માટેની હકારાત્મક પ્રેરણા.

  “માનવીઓને તો હર ઘડીએ કાંઈ શીખવું રહ્યું,

  એવી સમજ જો રાખશો તો તમજીવન ધન્ય થઈ ગયું !”….(૯)

  Reply
 • 7. chaman  |  December 27, 2014 at 11:21 pm

  સુંદર સંદેશ જેઓ સમજે એમને માટે!

  Reply
 • 8. pragnaju  |  December 28, 2014 at 1:50 pm

  મા શ્રી વિનોદભાઇની કોમેંટના અનુસંધાનમા
  ચંદ્ર તો છે ભુલોભર્યો એક માનવી આ જગનો,
  પ્રભુ સ્મરણ કરી, ભુલો સુધારતો રહે આ જગમાં !…
  જગતમાં સૌ ચંદ્રો ભૂલો કરતા જ હોય છે. ભૂલ થયા કરે એ સ્થિતિ સારી નહિ.
  થયેલી ભૂલો કે બીજી ભૂલોથી બચીને કે સુધારીને જીવન યાત્રા કરવી એમાં જ રહ્યો જીવનનો સાર .
  તમે એક સંવેદનશીલ અને કોમળ હૃદય ધરાવનારા કવિ …..કાવ્ય એ ઉત્તમ મનની ઉત્તમ ક્ષણોની ઉત્તમ નોંધ છે.આ વાત આપની પંક્તિઓને પણ સંપૂર્ણપણે લાગુ પડે છે. કવિનું સમાજ પર મોટું ઋણ છે કારણ કે તે માણસને ઢંઢોળે છે, હચમચાવી મૂકે છે, જાગ્રત કરે છે. તેની સંવેદના તેના શબ્દો થકી અનેક હૃદયો સુધી પહોંચે છે. કવિ હંમેશા કાલાતીત હોય છે. તેના શબ્દો શાશ્ર્વત હોય છે. પસ્તાવો એ હૃદયના ઊંડાણમાંથી જન્મેલી શ્રેષ્ઠ વૃત્તિ છે. જીવનમાં ભૂલો કોણ નથી કરતું? ભૂલો કરવી એ માનવ હોવાની નિશાની છે. પ્રશ્ર્ન એ છે કે પોતે કરેલી ભૂલનો પસ્તાવો કેટલાને થાય છે? માણસને જ્યારે ભૂલનો પસ્તાવો થાય ત્યારે તે સામાન્ય માણસ મટીને સંત બની જાય છે. ચોર, લૂંટારાને પણ ભૂલ થયા પછી પસ્તાવો થયો અને તે લૂંટારામાંથી સંત બની ગયાનાં ઉદાહરણોથી ઇતિહાસ ભરેલો છે.
  ભૂલ કરવી ખોટું નથી… તે સહજ છે, પરંતુ તેનો પસ્તાવો ન થવો તે ખોટું છે. માણસનો અહંકાર તેને તેની ભૂલનો સ્વીકાર કરવા દેતો નથી. ભૂલનો સ્વીકાર જ ન હોય ત્યાં પસ્તાવાની તો વાત જ ક્યાં આવી? ભ્રષ્ટાચારમાં ડૂબેલા રાજકારણીઓના ચહેરાઓ જુઓ તો જણાઈ આવશે કે તે ચહેરાઓ પર પસ્તાવાનું કોઈ ચિહ્ન નથી. તેઓ કોઈ પરાક્રમ કર્યું હોય તે રીતે ફરતા હોય છે. પસ્તાવાનો અભાવ માણસને પશુતુલ્ય અવસ્થામાં જ રાખે છે.
  પસ્તાવો સાધારણ અને અસાધારણ વચ્ચેનો તફાવત છે. ભૂલ કરનારો સામાન્ય માણસ પસ્તાવા પછી અસાધારણ બની જાય છે. તેથી અહીં પસ્તાવાને ઝરણું કહ્યું છે. ઝરણું શીતલ હોય છે, આહ્લાદક હોય છે અને પ્રસન્ન કરનારું હોય છે. ઝરણા પાસે ઘડીભર બેસવાનું મન થાય છે. ઝરણું આકર્ષક હોવાથી પશુ, પંખી, માનવ… બધાં તેની પાસે ખેંચાઈને આવે છે. આપણને ભૂલ કરનાર પ્રત્યે ભલે નફરત હોય પરંતુ પોતાની ભૂલનો પસ્તાવો કરનાર ગમવા માંડે છે. પસ્તાવો ભૂલની અસરને ધોઈને પુણ્યના માર્ગે લઈ જાય છે. કશેક વાંચેલ એક વાક્યનું સ્મરણ થાય છે કે ‘પાપ અને પુણ્યનો જાહેરમાં જો એકરાર કરવામાં આવે તો બંને બળી જાય છે’ (મોટાભાગે શ્રી હીરાભાઈ ઠક્કરનું આ વાક્ય છે). માણસ બધાની વચ્ચે પોતાની ભૂલ કબૂલ કરે તો જાણે-અજાણે તે માફ થઈ જાય છે. પસ્તાવારૂપી ન્યાયાધીશ તમને તમારી ભૂલ માટે પણ નિર્દોષ જાહેર કરીને છોડી દે છે, જો તમે કબૂલ કરો તો.મોટા ભાગે ભૂલનો સ્વીકાર તો નથી જ, વધારામાં તેને છાવરવાના પ્રયાસો કરવામાં આવે છે. એક ભૂલને છુપાવવા બીજી અનેક ભૂલો કરવા માણસ તૈયાર થઈ જાય છે. જેનામાં નૈતિક હિંમત હોય તે જ ભૂલ કબૂલ કરી શકે.
  પતિ-પત્ની, શિક્ષક-વિદ્યાર્થી, અધિકારી-કર્મચારી શેઠ-નોકર પ્રમાણિકતાપૂર્વક ભૂલનો સ્વીકાર કરે તો અરસપરસ પ્રેમનો સેતુ બંધાય, સંબંધોની ગુણવત્તા સુધરે
  તમને તો અનુભવ છે કે આજનું મેડિકલ સાયન્સ પણ પ્રેમ, દય, ક્ષમા, પસ્તાવો જેવાં લક્ષણોને ઔષધિ કે ઉપચાર તરીકે સ્વીકારે છે. બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ… જેવામાં તેનાથી રાહત મળે છે.વધુ આ વાત વિસ્તારથી કાવ્યમય બનાવશોજી

  Reply
  • 9. chandravadan  |  December 28, 2014 at 3:55 pm

   Pragnajuben…
   Thanks for your Comment.
   Based on your Comment….NEW Rachana is the Post.
   Inviting you to read this NEW POST !
   Chandravadan

   Reply
 • 10. chandravadan  |  December 28, 2014 at 3:53 pm

  This was an Email Response>>>

  Aum Raval
  To me Today at 6:52 AM
  जिन्दगी का एक ओर वर्ष कम हो चला,
  कुछ पुरानी यादें पीछे छोड़ चला..

  कुछ ख्वाईशैं दिल मे रह जाती हैं..
  कुछ बिन मांगे मिल जाती हैं ..

  कुछ छोड़ कर चले गये..
  कुछ नये जुड़ेंगे इस सफर मे ..

  कुछ मुझसे बहुत खफा हैं..
  कुछ मुझसे बहुत खुश हैं..

  कुछ मुझे मिल के भूल गये..
  कुछ मुझे आज भी याद करते हैं..

  कुछ शायद अनजान हैं..
  कुछ बहुत परेशान हैं..

  कुछ को मेरा इंतजार हैं ..
  कुछ का मुझे इंतजार है..

  कुछ सही है
  कुछ गलत भी है.
  कोई गलती तो माफ कीजिये और
  कुछ अच्छा लगे तो याद कीजिये।

  💕💕 Happy Last Few Days of Year 2014. 🙏🙏
  Sent via Micromax
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Aumbhai,
  Abhar.
  Please DO revisit my Blog
  Chandravadan

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

December 2014
M T W T F S S
« Nov   Jan »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: