વૃક્ષ, પક્ષી અને માછલીની વાણી !

December 25, 2014 at 5:37 pm 12 comments

 

 

 

 

વૃક્ષ, પક્ષી અને માછલીની વાણી !
પેલું વૃક્ષ આજે મને કહે ઃ
ભલે, એક જ જગાએ હું રહું,
સેવા અનેકની દીલથી હું કરૂં,
તાપ સહન કરી છાંયડો બનું,
પવને હલી, પંખો હું બનું,
ફુલોરૂપી મહેક છે મારી,
ફળો દ્વારા ભુખ ભાંગુ તમારી !

 

આટલા શબ્દો સાંભળ્યા અને…..

આકાશે ઉડતું પક્ષી મને કહે ઃ
ધરતી પર પગોથી હું ચાલું,
પ્રભુએ આપેલી પાંખે આકાશે ઉંડુ,
ધરતીનો પ્રભુશણગાર નિહાળી,
પ્રભુના ગુણગાન વાણીએ કરૂં,
પક્ષીવાણી માનવી તું ના સમજે,
પણ,પ્રેમભાવભરી છે એવું તું જાણજે,

 

વૃક્ષ અને પક્ષી શબ્દો ગુંજી રહ્યા અને……

તળાવમાંથી માછલી મને કહે ઃ
નથી રહી શકતી હું પાણી વગર,
છતાં, નથી અફસોસ આવી હાલત પર,
કદી કોઈનો ખોરાક બનું, ચિન્તા નથી એની,
પ્રભુએ નિમીત કર્યું, તે સ્વીકારવું એ જ ફરજ મારી,
જરા પાણી બહાર અને ધરતી ‘ને આકાશ નિહાળું,
નિહાળી, પ્રભુના ગુણગાન ખુશ થઈ ગાવું !
અંતે ચંદ્ર વિચારી સૌ માનવીઓને કહે ઃ

નથી કાંઈ સ્વાર્થ વૃક્ષ, પક્ષી કે માછલીમાં તલભાર,
જે પ્રભુએ આપ્યું તેમાં સૌ ખુશ રહી માને એને પ્રભુઆભાર,
માનવી ત્યારે  જે મળ્યું તેનો ગર્વ કરી સ્વાર્થમાં ફુલાય,
સ્વાર્થનો કદી ત્યાગ કરે તો જ એનું શીર નમ્રતાથી ઝુકાય,
એવા પરિવર્તનમાં જ પ્રભુગુણગાન માનવી મુખે હશે,
ત્યારે જ મોહમાયા બંધનો તુટશે અને માનવજીવન ધન્ય હશે !

 

કાવ્ય રચના ઃ તારીખ, સેપ્ટેમ્બર,૨૦,૨૦૧૪                ચંદ્રવદન
બે શબ્દો….
પ્રથમ મારા મનમાં ધરતી પર એક સ્થાને સ્થીર થઈ જીવન વિતાવતા વૃક્ષો નજરે આવ્યા.
એવી સ્થીરતામાં “સેવા”ના દર્શન થયા.
પછી, આકાશ તરફ નજર કરતા પક્ષીઓ નજરે આવ્યા.
એમની વાણી માનવી સમજી શકતો નથી.
પણ….એ વાણીમાં “પ્રભુના ગુણગાન”નો ભાસ થયો.
અંતે પાણીમાં જ જીવી શકે એવી માછલી નજરે આવી.
જાણે માછલીના મનનું હું જાણતો હોય એવા ભાવે મેં મારા વિચારો દર્શાવ્યા.
આ ત્રણ (વૃક્ષ, પક્ષી અને માછલી)માંથી માનવીને કાંઈ શીખવાનું હતું એવા ભાવ સાથે “ચંદ્ર વિચારો” શબ્દોમાં પ્રગટ કર્યા.
જે કાવ્ય બન્યું એ જ આજે પોસ્ટરૂપે છે.
ગમ્યું ?
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 FEW WORDS…

The Creation of this Poem in Gujarati is based on my observations on the TREES/BIRDS and FISH.

I saw in these 3 SELFLESS ACTS & the PRAISES for the GOD.

In contrast….

In the HUMANS only I saw the EGO & SELFISH ATTITUDE…..yet I was at the POSITIVE NOTE with the IDEA that the HUMANS can become SELFLESS & be LOVED by GOD.

These is the MESSAGE in my Poem.

Dr. Chandravadan Mistry

 

 

 

 

Advertisements

Entry filed under: કાવ્યો.

સુવિચારો…..ઈશ્વર જીવન સફરમાં થતી ભુલો !

12 Comments Add your own

 • 1. rajnikant shah  |  December 26, 2014 at 2:17 am

  good.i enjoyed.

  Date: Thu, 25 Dec 2014 17:37:05 +0000
  To: rashah10@hotmail.com

  Reply
  • 2. chandravadan  |  December 26, 2014 at 2:39 am

   Rajnjikantji,
   It nice of you to visit….read…& comment on the Post.
   I am happy that you enjoyed.
   Please do revisit my Blog.
   Chandravadan

   Reply
 • 3. દાદીમા ની પોટલી  |  December 26, 2014 at 11:16 am

  નથી કાંઈ સ્વાર્થ વૃક્ષ, પક્ષી કે માછલીમાં તલભાર,
  જે પ્રભુએ આપ્યું તેમાં સૌ ખુશ રહી માને એને પ્રભુઆભાર,
  માનવી ત્યારે જે મળ્યું તેનો ગર્વ કરી સ્વાર્થમાં ફુલાય,
  સ્વાર્થનો કદી ત્યાગ કરે તો જ એનું શીર નમ્રતાથી ઝુકાય,
  એવા પરિવર્તનમાં જ પ્રભુગુણગાન માનવી મુખે હશે,

  ખૂબજ સુંદર ભાવના સાથેના વિચારો વ્યક્ત કર્યા છે. ધનયવાદ.

  Reply
 • 4. venunad  |  December 26, 2014 at 1:24 pm

  અભિનંદન ડૉ. ચન્દ્રવદનજી,
  છેલ્લો ફકરો ખરે ખર ગમી ગયો. તમારી કવિતાના આ વખતના શબ્દો અને વિષય અનન્ય છે.

  Reply
 • 5. pragnaju  |  December 26, 2014 at 2:18 pm

  અભિનંદન

  Reply
 • 6. P.K.Davda  |  December 26, 2014 at 3:22 pm

  પશુ પક્ષીઓને પ્રતિક બનાવી સરસ શીખામણો આપી છે.

  Reply
 • 7. Sanat Parikh  |  December 26, 2014 at 3:31 pm

  How true it is! Humans can learn something from these. Thank you.

  Reply
 • 8. pravinshastri  |  December 26, 2014 at 4:23 pm

  આતે કેવી પ્રકૃતિ?
  માનવી આરોગે
  નિસ્વાર્થી વૃક્ષ-પંખી અને માનવી.
  સંહારતાં આ માનવી સ્વાર્થ કાજે પ્રકૃતિ.

  Reply
 • 9. chandravadan  |  December 26, 2014 at 5:44 pm

  This was an Email Response>>>

  વૃક્ષ, પક્ષી અને માછલીની વાણ…
  Today at 5:24 AM
  Indu Shah
  To me Today at 7:22 AM
  very good thoughts.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Induben,
  Thanks !
  Please do revisit my Blog
  Chandravadan

  Reply
 • 10. chandravadan  |  December 26, 2014 at 11:23 pm

  This was an Email Response >>>

  harnish jani
  To me Today at 11:53 AM

  પક્ષી અને માછલીને લીધી તો બિચારા મુંગા પશુઓ પર કેમ ન લખ્યું
  ગાય,ભેંસ બકરી તો દૂધ આપે છે.

  Reply
  • 11. chandravadan  |  December 27, 2014 at 12:57 am

   હરનિશભાઈ,

   તમે આવ્યા…..તમે હાસ્યભાવે પ્રતિભાવ આપ્યો…..ખુશીભર્યો આભાર !

   હા તો…મુંગા પશુઓ વિષે લખવાનો વિચાર શબ્દોમાં ના મુક્યો…..મને થયું કે માનવી જ એક પ્રાણી (પશુ) છે કે કહેવાય છે કે ખુબ સમજદાર છે એથી આટલું કહ્યું તેમાંથી સમજી જશે.

   ચાલો..તમે તો સાથે દુધરૂપી ઉપકારનું પણ કહી દીધું !

   ફરી બ્લોગ પર પધારજો !

   ચંદ્રવદન

   Reply
 • 12. chandravadan  |  December 27, 2014 at 1:59 pm

  This was an Email Response>>>

  વૃક્ષ, પક્ષી અને માછલીની વાણી !

  Yashumati Raksha Patel

  To me Dec 26 at 9:18 PM
  વૃક્ષ, પક્ષી અને માછલીની ગૂઢ ભાષા કાવ્યમાં ઘણી સરસરીતે ગૂંથી લીધી. તત્વજ્ઞાનનું રસપાન કરવામાં ઘણો આનંદ થયો.

  રક્ષા
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Raxaben
  Abhar !
  See you again on my Blog !
  Chandravadan

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,864 hits

Disclimer

December 2014
M T W T F S S
« Nov   Jan »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: