પડછાયો મારો !

October 25, 2014 at 11:57 am 16 comments

 

 

 

 

 

 

 

ME & MY SHADOW (PICTURE via GOOGLE)

 

પડછાયો મારો !

અરે ! ઓ ! પડછાયો મારો, વખાણ કરૂં હું તારા,

આજે હૈયે જાગે ભાવ એવો, ‘ને વખાણ કરૂ હું તારા !……………(ટેક)

મારી કાયાના આકારે તું તો બને,

હું હાલું તો તું પણ જરૂર હલે,

આ તે નટખટ ટેવ તારી કેવી ?…………………….(૧)

ભલે, મજાક તું મારી આવી કરે,

હું પૂછું મારા મન હૈયાનું તું શું જાણે ?

નકલ એની તું કદી ના કરી શકે !…………………..(૨)

પડછાયા તુંજમાં પુરી નકલ ના હોય,

પણ જ્યાં હું ત્યાં જ તું મુજ સંગે હોય,

જાણે અટળ વિશ્વાસે તું મુજ સાથે હોય !……………….(૩)

તારા અટળ વિશ્વાસભાવે પ્રભુને હું ભજું,

પ્રભુ-પડછાયો બનવા, પ્રયાસો હું કરૂં,

પ્રભુમાં સમાય જઈશ, શ્રધ્ધા હૈયે એવી ભરૂં !…………(૪)

જો પ્રભુ સાથે મિલન થાય કદી મારૂં,

ત્યારે,પડછયા પ્યારે, ના કાંઈ ચાલે મારૂં,

સંગ તારો છોડ્યાનું દુઃખ હશે મારૂં કે તારૂં ?……………(૫)

કાવ્ય રચનાઃ તારીખ,ઓગસ્ટ,૧૨,૨૦૧૪                    ચંદ્રવદન

 

 

બે શબ્દો…

આજે એક દાવડાજીનો ઈમેઈલ.

એમાં એક હંસ પાણીમાં….અને હંસનો પડછાયો પડ્યો હતો પાણીમાં.

આટલું નિહાળી….”પડછાયા” વિષે કાવ્ય લખવા વિચાર આવ્યો.

શબ્દો આમ તેમ ચુંટ્યા…ફરી ગોઠવ્યા.

અંતે….આ રચના થઈ.

ગમી ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Post is a Poem on SHADOW.

It tells of how faithfully one’s shadow follows an individual.

It is the exact REPLICA of the SELF.And…always faithfully remains close to an Individual.

But…I raise the Question ” It has NO power to reflect on one’s MIND or the HEART.

At the end of the Poem….there is a desire to be the part of GOD….and if that happens the shadow is LOST for ever.

Dr. Chandravadan Mistry.

 

Advertisements

Entry filed under: કાવ્યો.

દિવાળી આવી ! દિવાળી આવી ! ઓ, પ્રભુજી, દયા કરો !

16 Comments Add your own

 • 1. pragnaju  |  October 25, 2014 at 12:21 pm

  જો પ્રભુ સાથે મિલન થાય કદી મારૂં,
  ત્યારે,પડછયા પ્યારે, ના કાંઈ ચાલે મારૂં,
  સંગ તારો છોડ્યાનું દુઃખ હશે મારૂં કે તારૂં ?

  સરસ અભિવ્યક્તી
  યાદ
  કોણ અજવાળું અડે આ પડછાયો પડે ?
  છું સ્વયમ્ પ્રાકટ્યમાં તો કોણ આ મારા વડે ?
  દૃષ્ટિ થાકી, લોથ થઈ આવી ભલે ચરણે પડે;
  ક્યાં કદી આનંત્ય-પથનો વેગળે છેડો જડે ?

  મઝાની વાત
  રાત્રિ અને અંધારા સિવાય વ્યક્તિનો કદી સાથ ન છોડનાર પડછાયો બપોરે અડધી મિનિટ માટે ગાયબ !. આ ખગોળીય ઘટના……..
  વર્ષમાં બે દિવસ એવા આવે છે જ્યારે વ્યક્તિ કે વસ્તુનો પડછાયો ખોવાઈ જાય છે. આવું થવાનું કારણ પૃથ્વીનો ઝુકાવ છે.પૃથ્વી પોતાની ધરી પર ૨૩.૫ અંશ ઝુકેલી છે. જેના કારણે વ્યક્તિ કે વસ્તુનો પડછાયો તે વ્યક્તિ કે વસ્તુની બરાબર નીચે જતો રહેશે. જેથી વ્યક્તિ તેની આસપાસ પોતાનો પડછાયો નિહાળી શકશે નહીં. બહારથી જોતાં પડછાયો ગૂમ થયાનું જણાશે

  કદાચ આ એનો અણસાર ?

  Reply
 • 2. pragnaju  |  October 25, 2014 at 12:26 pm

  જો પ્રભુ સાથે મિલન થાય કદી મારૂં, ત્યારે,પડછયા પ્યારે, ના કાંઈ ચાલે મારૂં, સંગ તારો છોડ્યાનું દુઃખ હશે મારૂં કે તારૂં ? સરસ અભિવ્યક્તી યાદ કોણ અજવાળું અડે આ પડછાયો પડે ? છું સ્વયમ્ પ્રાકટ્યમાં તો કોણ આ મારા વડે ? દૃષ્ટિ થાકી, લોથ થઈ આવી ભલે ચરણે પડે; ક્યાં કદી આનંત્ય-પથનો વેગળે છેડો જડે ? મઝાની વાત રાત્રિ અને અંધારા સિવાય વ્યક્તિનો કદી સાથ ન છોડનાર પડછાયો બપોરે અડધી મિનિટ માટે ગાયબ !. આ ખગોળીય ઘટના…….. વર્ષમાં બે દિવસ એવા આવે છે જ્યારે વ્યક્તિ કે વસ્તુનો પડછાયો ખોવાઈ જાય છે. આવું થવાનું કારણ પૃથ્વીનો ઝુકાવ છે.પૃથ્વી પોતાની ધરી પર ૨૩.૫ અંશ ઝુકેલી છે. જેના કારણે વ્યક્તિ કે વસ્તુનો પડછાયો તે વ્યક્તિ કે વસ્તુની બરાબર નીચે જતો રહેશે. જેથી વ્યક્તિ તેની આસપાસ પોતાનો પડછાયો નિહાળી શકશે નહીં. બહારથી જોતાં પડછાયો ગૂમ થયાનું જણાશે કદાચ આ એનો અણસાર ?

  Reply
 • 3. Suresh Jani  |  October 25, 2014 at 12:55 pm

  જ્યારે સૂર્ય બરાબર માથા પર આવે, ત્યારે પડછાયો ગાયબ થઈ જાય. એ વખતે સૂર્ય આપણને જરાક પણ ન દેખાય.
  અહં = સૂર્ય , બહુ જ પાવરફુલ !!

  Reply
 • 4. mdgandhi21, U.S.A.  |  October 25, 2014 at 6:11 pm

  પ્રભુ-પડછાયો બનવા, પ્રયાસો હું કરૂં,

  પ્રભુમાં સમાય જઈશ, શ્રધ્ધા હૈયે એવી ભરૂં !…

  સરસ અભિવ્યક્તી….Nice………….

  Reply
 • 5. P.K.Davda  |  October 25, 2014 at 7:44 pm

  આપણા પડછાયાની લંબાઈ આપણી ઊંચાઈથી વધારે હોય તો સમજી જવાનું કે હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે.

  Reply
 • 7. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  October 26, 2014 at 2:40 am

  Res. Dr. Pukar sir
  Very very nice poem

  Reply
 • 8. dhufari  |  October 26, 2014 at 6:38 am

  ભાઇશ્રી ચંદ્રવદન
  કાવ્ય રચના માટે ક્યારે અને ક્યાંથી સબ્જેક્ટ મળી જાય એ કલ્પના બહારની વાત છે જો એ શક્ય હોય તો કવિઓ અવિરત કાવ્યો લખ્યા જ કરે લખ્યા કરે એમ તમને નથી લાગતું?

  Reply
  • 9. chandravadan  |  October 26, 2014 at 1:30 pm

   ધુલારીજી,

   તમે કદાચ પહેલીવાર જ મારા બ્લોગ પર પધાર્યા.

   જે શબ્દોમાં તમે તમારો પ્રતિભાવ આપ્યો તે વાંચી ખુશીભર્યો આભાર !

   તમે પ્રતિભાવમાં એક સવાલ કર્યો.

   હું એનો શું જવાબ આપું ?

   “જે વિષયે લખવાનું કહો તે હું લખું” કવિ કહે,

   “ના, એ તદ્દન છે ખોટું !” સરસ્વતીમાતા એને કહે,

   “હું કરૂં હું કરૂં “નો ભ્રમ છોડ તું,

   “જે થાય છે તે પ્રભુકૃપા છે એવું સમજ તું !”

   આવી, સરસ્વતીમાત વાણી સાંભળી કવિ કહેઃ

   જ્ઞાનપદે જે અભિમાન જે હતું તે ત્યાગવું રહે,

   પ્રભુકૃપાથી જગમાં બધું થયું થાય અને થતું રહે!

   ….ચંદ્રવદન

   હા ! ધુલારીજી મને યાદ છે કોઈ બ્લોગ પર તમારા ફોટા સાથે તમારા શબ્દો વાંચ્યા હશે એવું મનમાં થાય છે.

   તમે ક્યાં ? ભારતમાં ?

   પ્રભુ તમોને આનંદ અને તંદુરસ્તી બક્ષે એવી નવા વર્ષની મારી પ્રાર્થના.

   ફરી “ચંદ્રપૂકાર” પર પધારજો !

   ચંદ્રવદન

   Reply
   • 10. chandravadan  |  October 26, 2014 at 4:11 pm

    2014-10-26 19:08 GMT+05:30 chadravada mistry
    Dhufariji,
    I had read your name wrongly as I responded to your Comment on my Blog CHANDRAPUKAR.
    I bring that to you as below>>>

    AND in Response>>>

    Prabhulal Tataria

    Today at 8:44 AM

    ભાઇશ્રી ચંદ્રવદન
    હું ધુલારી નથી ધુફારી છું અંગ્રેજીમાં એફ તમને એલ કેમ દેખાયું સમજાતું નથી કદાચ મારી પહેલી વખતની કોમેન્ટ વાંચી અતિસય હરખમાં આમ બન્યું હશે,હોય તેનું કાંઇ નહીં માણસ માત્ર ભૂલને પાત્ર હું રિટાયર છું અને હાલ ગાઝિયાબાદ(યુપી)માં મારા દીકરા સાથે રહું છું
    અસ્તુ

 • પ્રભુ-પડછાયો બનવા, પ્રયાસો હું કરૂં,
  પ્રભુમાં સમાય જઈશ, શ્રધ્ધા હૈયે એવી ભરૂં !…

  સરસ અભિવ્યક્તી… પડછાયા નો એક હિસાબ જ અલગ છે. જે એક છાયા જ્યોતિષ શાસ્ત્ર તરીકે (વિજ્ઞાન -) જાણીતું છે.

  Reply
 • 12. chandravadan  |  October 26, 2014 at 1:41 pm

  This was an Email Response>>>

  himatlal joshi

  To Me Oct 25 at 9:17 PM

  પ્રિય ચંદ્રવદનભાઈ
  તમારા કાવ્યો અને જાણકારી અદ્ભુત છે
  આતાના રામ રામ
  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Khub Abhar.
  Tamaraa Ashirvado hamesha rahe.
  Tamo Tandurast Raho Evi Prarthana
  Chandravadan

  Reply
 • 13. Vinod R. Patel  |  October 26, 2014 at 2:31 pm

  પ્રભુ-પડછાયો બનવા, પ્રયાસો હું કરૂં,
  પ્રભુમાં સમાય જઈશ, શ્રધ્ધા હૈયે એવી ભરૂં !…

  પ્રભુ એ સૂર્ય અને આપણે માત્ર એના પડછાયા .

  કાવ્યની કલ્પના ગમી.

  Reply
 • 14. harnishjani52012  |  October 26, 2014 at 4:07 pm

  આપણા જીવનમાં એવી વ્યક્તિ મળી જાય છે કે આપણને એના પડછાયો બનવાનું ગમે છે, ખાસ તો બાળપણમાં

  Reply
 • 15. sapana53  |  October 26, 2014 at 4:53 pm

  વાહ ચંદ્રવદનભાઈ આ કવિતા ખૂબ ગમી માનવ પડછાયાનું પ્રભુ સાથે મિલન અદભુત વિચાર…આપની બુક ભક્તિભાવના ઝરણા વાંચું છું આપનો ઈશ્વર સાથેનો સંબંધ જોઈ આનંદ થાય છે

  Reply
 • 16. Vishvas  |  October 27, 2014 at 5:04 am

  જય શ્રીકૃષ્ણ કાકા,

  મારા તથા મન તથા ઘરના સર્વે તરફથી આપ સૌને નૂતનવર્ષાભિનંદન.

  ખુબ જ સુંદર રચના.
  કાવ્યમાં પડછાયા સાથે વાત કરતા કરતા પ્રભુ ભક્તિ પણ આપ સરસ રીતે વણી લો છો.

  આપનો ડો.હિતેશ ચૌહાણ. અને મન

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,680 hits

Disclimer

October 2014
M T W T F S S
« Sep   Nov »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: