કુદરતના નવ રત્નો !

ઓક્ટોબર 20, 2014 at 11:54 એ એમ (am) 13 comments

 

 

 

 

 

કુદરતના નવ રત્નો !

સર્જનહારે પણ કરી છે કમાલ કેવી ?

એ છે સૌને જાણવા જેવી !………………(ટેક)

બ્રમાંડે આકાશ સાથે પૃથ્વી શણગારી એણે,

ધરતી ઉપર અને અંદર મુલ્યવાન ખજાનો ભર્યો એણે,  …….(૧) 

ચમકતા “હીરા”ને જાણી, અપનાવવા સૌ ઈચ્છે,

જગતમાં મુલ્ય એનું ઉંચુ ‘ને સૌ એને ચાહે !………………(૨)

રાતા રંગના “માણેક”કે પીળા રંગે “મોતી-મુક્તા”નું રત્ન વ્હાલું,

રાજમુંગટે મુકતા, શણગારરૂપી શોભાથી સૌ મોહી કહે પ્યારૂ !……(૩)

લીલા રંગે “પાનું-પન્ના” સંગે “પોખરાજ-ગામેદા” પીળા રંગે,

“વૈદર્ય”આસમાની રંગે, ‘ને “લસણિયો” છે તમખિરીયા રંગે,……(૪)

ગુલાબી રંગે “પરવાળુ-પ્રવાલ વિદુમ” સૌને ગમે,

નીલા રંગે “નિલમ-લીલમ મસ્કલ”ને સૌ વ્હાલ કરે !…………(૫)

ચંદ્રે કહી દીધું છે કુદરતી નવ રત્નો વિષે આજે,

જાણી એવું, કુદરતને તમે નમન કરજો આજે !……………….(૬)

કાવ્ય રચનાઃ તારીખ, સેપ્ટેબર,૧૪,૨૦૧૪                ચંદ્રવદન

 

બે શબ્દો…

“અકબર દરબારના નવ રત્નો”ની કાવ્ય પોસ્ટ પ્રગટ કરી ત્યારે પ્રજ્ઞાજુબેન વ્યાસે એ વાંચી પ્રતિભાવમાં “કુદરતના નવ રત્નો” વિષે ઉલ્લેખ કર્યો.

બસ…એ પ્રતિભાવ આધારે મેં આ રચના કરી.

ભુલો થઈ હોય સુધારશો.

આશા છે કે તમોને આ કાવ્ય પોસ્ટ ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS...

Nature has given the GEM STONES.

There are NINE GEM STONES with the different colors.

I came to know of these 9 by a Comment for a Post on this Blog.

A Poem in Gujarati is created to tell of these NINE GEMS

Hope you enjoy it !

 

Dr. Chandravadan Mistry

 

 

 

 

 

 

 

 

 

Entry filed under: કાવ્યો.

ધરતી છે તારી કર્મભૂમી ! દિવાળી આવી ! દિવાળી આવી !

13 ટિપ્પણીઓ Add your own

 • 1. mangesh  |  ઓક્ટોબર 20, 2014 પર 12:04 પી એમ(pm)

  khub saras.

  જવાબ આપો
 • 2. pravina Avinash  |  ઓક્ટોબર 20, 2014 પર 12:33 પી એમ(pm)

  10 the one is “WE”.

  pravina

  જવાબ આપો
 • 3. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  ઓક્ટોબર 20, 2014 પર 3:45 પી એમ(pm)

  ડૉ. પુકાર સાહેબ

  ખુબ જ સરસ સચિત્ર સમજ અને રચનામાં વીણી લઈ

  કુદરતનો કરિશ્મા વર્ણવ્યો,

  અદભૂત સાહેબ

  ” અંતે ડૉ. કિશોર પટેલ પરિવાર તરફથી આપના પરિવારને દીપાવલિની હાર્દિક શુભકામનાઓ “

  જવાબ આપો
 • 4. chandrashekhar  |  ઓક્ટોબર 20, 2014 પર 5:00 પી એમ(pm)

  priy kaviraj: you are also a genuine ratna of the nature and sau kamuben knows how valuable it is. may you shine with luster of the gem you have within you. wish you both shubh diwali ane nutan varshabhinandan. jay shri krushna!

  purnima-chandrashekhar

  જવાબ આપો
 • 5. chandravadan  |  ઓક્ટોબર 20, 2014 પર 8:18 પી એમ(pm)

  This was an Email Response>>>

  કુદરતના નવ રત્નો !

  Me Dear Mitro….Namaste ! New Post on Chandrapukar,,
  Today at 8:27 AM

  Mansukhlal Gandhi

  To Me Today at 11:41 AM
  અતિ સુંદર………………..
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Mansukhabhai,
  Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 6. pragnaju  |  ઓક્ટોબર 20, 2014 પર 11:12 પી એમ(pm)

  આભાર
  સુંદર જાણકારી કાવ્ય દ્વારા
  શ્રધ્ધા પ્રમાણે નવ રત્નોમાં મુખ્ય એવા સૂર્યના રત્ન માણેક અને ચંદ્રના રત્ન મોતી વિશે જાણીએ

  માણેક
  તમામ ગ્રહો સૂર્ય ગ્રહને ફરતા પરિભ્રમણ કરે છે. માણેક એ સૂર્ય ગ્રહનું મુખ્ય રત્ન છે. તેને અંગ્રેજીમાં રુબી કહે છે. માણેક ખૂબ જ મૂલ્યવાન રત્ન છે. માણેક લાલ, ગુલાબી, આકાશી અને ભૂખરા-બદામી રંગનાં મળે છે. આ રત્ન મુખ્યત્વે પાંચ પ્રકારનાં હોય છે. જેમ કે,

  * પદ્મરાગ
  * સૌગંધિક
  * નીલગંધી
  * કરવિન્દ
  * જામુનિયા
  (પદ્મરાગ માણેક સૌથી શ્રેષ્ઠ હોય છે.)
  બજારમાં મળતાં માણેક ઘણાં દોષવાળાં હોય છે. જેવાં કે, સુન્ન માણેક, દૂધક માણેક, જામીવામા માણેક, દ્વિરંગી માણેક, ધૂમ્રવર્ણ માણેક, તડવામો માણેક, ત્રિશૂલ માણેક, ખાડાવાળો માણેક, સફેદ માણેક, એકાધિકી માણેક, મધના રંગનો માણેક, વજનમાં હલકો માણેક, અનાજના કણ જેવો માણેક વગેરે.

  માણેક ડોક-ગરદનનો દુખાવો, મધુપ્રમેહ, જ્વર, પિત્ત, હૃદય પીડા, નેત્ર વિકાર, રક્તદોષ, અજીર્ણ, નપુંસકતા, મોતિયો, ર્હિનયા, ક્ષય વગેરે જેવા ઘણાં રોગ મટાડી શકે છે.
  સુવર્ણકાર, નાટયકાર, દવાના વેપારી, અભિનેતા, અભિનેત્રી, સૈનિક, શ્રીમંત વ્યક્તિ, સરકારી અધિકારી વગેરે માટે માણેક ફાયદાકારક છે. પ્રતિષ્ઠા, પૈસો, યશ, ઐશ્વર્ય, આરોગ્ય, તેજ અને કીર્તિમાન સ્થાપવા માણેક જ પહેરી શકાય. જે વ્યક્તિનો જન્મ ૧, ૧૦, ૧૯, ૨૮ તારીખે થયો હોય તેમનો ભાગ્યાંક ૧ હોય છે. તેઓ માણેક ધારણ કરે તો લાભ થાય છે. કુંડળીમાં સૂર્ય તુલા રાશિનો હોય તો માણેક પહેરી શકાય. રવિવારના દિવસે શુભ સમયમાં માણેક ધારણ કરવો. ધારણ કરતા પહેલાં નીચેના મંત્રોના ૨૮ હજાર જાપ કરવા.

  * ૐ હ્રીં હ્રીં સૂર્યાય નમઃ ।
  * ૐ ધૃણિઃ આદિત્યાય નમઃ ।
  મોતી
  મોતી ચંદ્ર ગ્રહનું મુખ્ય રત્ન છે. તેને સંસ્કૃતમાં મુક્તા, ઇંદુરત્ન, શશિરત્ન, નીરજ, જીવરત્ન વગેરે નામથી, મરાઠી, ગુજરાતી અને પંજાબી ભાષામાં મોતી, ઉર્દૂમાં મુખારિદ તથા અંગ્રેજીમાં પર્લ કહે છે.

  મોતી ગુલાબી, સોનેરી, ગાજર જેવા રંગનું, સફેદ અને અપારદર્શક હોય તેવું પસંદ કરવું. સમુદ્ર, સમુદ્રખાડી, સરોવર, મોટી નદીઓમાંથી મોતી રત્ન મળી આવે છે. શ્રેષ્ઠ મોતી ઈરાનની ખાડીમાંથી મળી આવે છે.

  મોતી ફક્ત છીપલાંમાં જ બને છે એવું નથી. દુર્લભ મોતી ગજમુક્તા, સર્પમુક્તા, મીનમુક્તા, આકાશમુક્તા, શંખમુક્તા, શૂકરમુક્તા, મેઘમુક્તા અને છીપમુક્તા પણ હોય છે.

  તૂટેલું, રેસાવાળું, કાળા ડાઘવાળું, બેડોળ, લાલ કે રક્ત વર્ણવાળું, ચપટું કે ત્રિકોણી મોતી વાપરવું નહીં. તે દુઃખ, દરિદ્રતા વધારે છે.

  મોતી જમણા હાથની છેલ્લી આંગળી કનિષ્ઠિકામાં ચાંદી ધાતુમાં જડાવીને પહેરવું જોઈએ. મોતી માનસિક શાંતિ આપે છે. સ્વભાવ ગરમીથી મુક્તિ અપાવે છે. મોતીની ભસ્મ સાંધાઓનો દુખાવો દૂર કરે છે. વાયુવિકારનું શમન કરે છે. પાચનશક્તિ વધારી દુર્બળતા દૂર કરે છે અને હૃદયને બળ પૂરું પાડે છે.

  ૨, ૧૧, ૨૦, ૨૯ તારીખે જન્મેલા લોકોનો ભાગ્યાંક ૨ હોય છે, તેઓ મોતી ધારણ કરે તો ફાયદો થાય છે. વૃશ્ચિક રાશિવાળા (નીચ ચંદ્રવાળા) અને ગ્રહ દોષવાળા મોતી પહેરીને ચંદ્રનું શુભ ફળ મેળવી શકે છે. મોતી રત્ન સોમવારના દિવસે ધારણ કરવું જોઈએ અને ધારણ કરતા પહેલાં નીચેના મંત્રનો ઓછામાં ઓછો અગિયાર માળા અથવા ૪૪ હજાર વાર જાપ કરવો.

  * ૐ સોમ સોમાય નમઃ ।
  વેબ જગતમાંથી સાભાર

  જવાબ આપો
  • 7. chandravadan  |  ઓક્ટોબર 20, 2014 પર 11:22 પી એમ(pm)

   Pragnajuben,
   Thanks a lot for this very informative response as your Comment for the Post.
   Your visits/Comments @ Chandrapukar are always appreciated !
   Please keep re-visiting my Blog.
   Happy Diwali & happy New Year to you & all in the Family.
   Chandravadan

   જવાબ આપો
  • 8. La Kant Thakkar  |  ઓક્ટોબર 21, 2014 પર 9:35 એ એમ (am)

   મુ.સુ.શ્રી પ્રગનાજુની વધારાની માહિતી ગમી. આવી વાતોમાં,મૂળ “શ્રધ્ધા” નું તત્ત્વ તો મહત્વનું છે જ ! એક જિગ્નાસા જાગી જસ્ટ ..સહજ જ … ”નિશ્ચિત પ્રારબ્ધ અને પુરુષાર્થ” ઉપરાંત, એકંદરે-ઓવર-ઓલ, આ રત્નો-માણેકો ના સુક્ષ્મ વાઇબ્રેશંસની “સંગતિ’/વપરાશ, સ્વતંત્ર રીતે (એકલા) ,કેટ્લા ટકા ફાયદો અથવા તકલીફ્માં રાહત આપી/અપાવી શકે? પ્રભાવ પાડી શકે ? મંત્ર,જાપ, ઉચિત સમય અને સૌથી અગત્યની વાત તે ધારણ કરનારની માનસિકતા [+ કે -] ,માન્યતા અને મૂળ તો,,,,,,,,,, ” ઓટો-સજેશન [ ડાયરેક્ટ કે પરોક્ષ -પ્લેસેબો/સ્યુડો ઇફ્ફેક્ટ ] નું તત્વ પણ કામ કરે છે કે નહીં ? આ મુદ્દાઓ પર યોગ્ય પ્રતિભાવ-પૂર્તિ [વધારાની ઇંફર્મેશન ] અપાય તો માહિતી વધુ ગમશે . અભાર …chandravadanભાઇ અને મુ.સુ.શ્રી પ્રગનાજુ બેઉ નો …
   -લા કાંત / ૨૧.૧૦.૧૪

   જવાબ આપો
 • 9. SARYU PARIKH  |  ઓક્ટોબર 21, 2014 પર 1:20 પી એમ(pm)

  saras rachanaa. Wish you Happy Diwali.
  Saryuna namaste

  જવાબ આપો
 • 10. ishvarlal R. Mistry.  |  ઓક્ટોબર 21, 2014 પર 8:20 પી એમ(pm)

  Very nice poem Chandravadanbhai. , Wish you all Happy Diwali & Best wishes in the coming New Year.
  Ishvarbhai Mistry.& Family.

  જવાબ આપો
 • 11. nabhakashdeep  |  ઓક્ટોબર 22, 2014 પર 5:41 એ એમ (am)

  ડૉશ્રીચંદ્રવદનભાઈ મિસ્ત્રી.

  જય યોગેશ્વર.

  સરસ માહિતીપ્રદ રચના ને આદરણીય સુશ્રી પ્રજ્ઞાબેનનો પૂરક પ્રતિભાવ…લાભ્યા…ધનતેરશે.

  આરોગ્ય ને સંપદા આપને તથા કુટુમ્બીજનોને સુખથી ભરી દે તેવી, દીપાવલિની શુભેચ્છા સાથે નૂતન વર્ષાભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 12. chandravadan  |  ઓક્ટોબર 22, 2014 પર 12:05 પી એમ(pm)

  This was an Email Response>>.

  કુદરતના નવ રત્નો !

  Oct 20 at 7:46 PM

  Dharamshi Patel

  To Me Oct 21 at 8:49 PM
  Hari om,

  Waw

  Dharamshi Patel
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamsihji
  Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 13. અશોકકુમાર (દાસ) 'દાદીમા ની પોટલી'  |  ઓક્ટોબર 25, 2014 પર 12:15 પી એમ(pm)

  સુંદર રચના સાથે સુંદર માહિતી આવરી લેવામાં આવી છે, વડીલ પ્રજ્ઞાજુબેન દ્વારા વિશે પૂરક માહિતી પ્રાપ્ત થવા બદલ આભાર.

  સર્વેને નૂતનવર્ષાભિનંદન

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,823 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: