ધરતી છે તારી કર્મભૂમી !

ઓક્ટોબર 18, 2014 at 11:44 એ એમ (am) 6 comments

 

 

 

ધરતી છે તારી કર્મભૂમી !

ધરતી છે તારી કર્મભૂમી, ઓ, માનવી,

કર્મ કર ! તું કર્મ કર !…………………………..(ટેક)

કર્મ કરવા બંધાયો છે તું, નથી બીજો કોઈ રાસતો,

ડર મત ! કર્મ કરવા જ ધરતી પર તું આવ્યો,

આવી સમજ સાથે….કર્મ કર ! કર્મ કર !…………(૧)

મોહમાયાની જાળમાં કદી ના તું રહે,

મોહત્યાગે,સ્વાર્થભર્યા કર્મો કદી ના તુંજને પકડે,

આવી સમજમાં….નિસ્વાર્થ તું બનજે !………….(૨)

સ્વર્ગ કે મોક્ષના વિચારો તું મત કર,

ફક્ત પ્રભુસ્મરણમાં રહી કર્મ કર,

એવી સમજથી….પવિત્ર તું બન !………….(૩)

અન્યને સહાય કે સેવાભાવમાં છે પ્રભુ તારો,

ભલે, સન્યાસી કે સંસારી, પ્રભુ વગર ઉધ્ધાર નથી તારો,

એવી સમજમાં……ભવસાગરને તું પાર કર !…..(૪)

અંતે ચંદ્ર કહે ઃ જ્ઞાન થકી પ્રભુસમજ એ જ ભક્તિ,

જ્યારે પ્રભુ જીવનમાં, ત્યારે મળે અપાર શક્તિ,

આવી સમજમાં…..ચંદ્રવિનંતીને તું સ્વીકારી લે !…(૫)

કાવ્ય રચના ઃ તારીખ, સેપ્ટેમ્બર,૧૯,૨૦૧૪               ચંદ્રવદન

 

બે શબ્દો…

આજે હું અમેરીકામાં રહી અમેરીકાને મારી “કર્મભૂમી”રૂપે નિહાળી રહ્યો હતો.

ત્યારે વિચાર આવ્યો “ખરેખર આ ધરતી જ સૌની કર્મભૂમી છે !”

માનવ દેહ સાથે સૌને જન્મ મળ્યો છે.

ધરતી પર આપણે સૌ “કર્મ” કરવા આવ્યા છીએ.

“સ્વાર્થ” કે “નિસ્વાર્થ” કર્મો કરવા ? એનો નિર્ણય દરેકે લેવાનો છે.

જ્યારે પ્રથમ સેવાભાવ કે પછી પ્રથમ પ્રભુ સ્મરણ થકી ….કે પછી “જ્ઞાન જ્યોત” થકી પ્રભુનો સ્વીકાર થાય ત્યારે જ “નિસ્વાર્થ” કર્મો શક્ય બને છે અને જીવન ધન્ય બની જાય છે !

આ કાવ્ય રચના દ્વારા આ જ સંદેશો છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS….

The Earth on which we are born as the HUMANS….are really here to do ACTIONS.

These actions must be SELFLESS & PURE.

The Worldly Desires are our obstacles.

With the DIVINE nearby….it is easy to do SERVICE to OTHERS.

This is the MESSAGE in the Poem in Gujarati.

Dr. Chandravadan Mistry.

 

 

 

 

 

 

 

Entry filed under: કાવ્યો.

સંસારમાં સંતાન મૃત્યુની ઘડી ! કુદરતના નવ રત્નો !

6 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ઓક્ટોબર 18, 2014 પર 3:35 પી એમ(pm)

  જ્યારે પ્રભુ જીવનમાં, ત્યારે મળે અપાર શક્તિ,..

  કર સાહબ સે પ્રીત, રે મન, કર સાહબ સે પ્રીત

  ઐસા સમય બહુરિ નહીં પૈહો ગઈ હૈ અવસર બીત
  તન સુંદર છબી દેખ ન ભૂલો યે બાલોં કી રીત … રે મન

  સુખ સંપત્તિ સપને કી બતીયાં જૈસે તૃણ પર તીત
  જાહી કર્મ પરમ પદ પાવૈ, સોઈ કર્મ કર મીત … રે મન

  સરન આયે સો સબ હી ઉગારે યહી સાહિબ કી રીત,
  કહત કબીર સુનો ભાઈ સાધો, ચલી હો ભવજલ ગીત … રે મન

  જવાબ આપો
 • 2. Vinod R. Patel  |  ઓક્ટોબર 19, 2014 પર 2:28 એ એમ (am)

  અંતે ચંદ્ર કહે જ્ઞાન થકી પ્રભુસમજ એ જ ભક્તિ,
  જ્યારે પ્રભુ જીવનમાં, ત્યારે મળે અપાર શક્તિ,

  ભક્તિથી જ શક્તિ પામીએ અપાર

  આવી સમજ રાખીએ તો બેડો પાર

  જવાબ આપો
 • 3. Suresh Jani  |  ઓક્ટોબર 19, 2014 પર 9:09 પી એમ(pm)

  નૂતન વર્ષાભિનંદન. સાલ મુબારક.

  જવાબ આપો
 • 4. chandravadan  |  ઓક્ટોબર 20, 2014 પર 1:39 એ એમ (am)

  This was an Email Response>>>

  harnish jani

  To Me Today at 3:41 PM

  મારે આવતું વરસ જીવતા રહેવા બધા પ્રયત્ન કરવા છે. તમારા બધાની શુભેચ્છા જોઇએ. આભાર.
  હરનિશ જાની.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Harnishbhai,
  Greetings of Diwali & Happy New Year
  Chandravadan

  જવાબ આપો
 • 5. mangesh  |  ઓક્ટોબર 20, 2014 પર 4:58 એ એમ (am)

  khuba j saras

  જવાબ આપો
 • 6. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  ઓક્ટોબર 20, 2014 પર 3:47 પી એમ(pm)

  ડૉ. પુકાર સાહેબ

  આપની કલમને સો સો સલામ

  આપની આંગણીઓમાંથી સાચા અર્થમાં શબ્દોનો શણગાર થાય છે.

  ” અંતે ડૉ. કિશોર પટેલ પરિવાર તરફથી આપના પરિવારને દીપાવલિની હાર્દિક શુભકામનાઓ “

  જવાબ આપો

Suresh Jani ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 394,955 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: