સંસારમાં સંતાન મૃત્યુની ઘડી !

ઓક્ટોબર 16, 2014 at 11:52 એ એમ (am) 14 comments

 

 

 

 

સંસારમાં સંતાન મૃત્યુની ઘડી !

 

માનવી જીવે જગતમાં સ્ત્રી,પુરૂષ સ્વરૂપે,

એક સાથ રહી, ઈચ્છા હોય બાળની સંતાન સ્વરૂપે,

સંતાન ભાગ્યમાં હોય તો જ મળે,

ના મળે તો જીવનભર હૈયે દર્દ રહે,

જો બાળ મળે તો માનવી શું કરે ?

આટલું જ ચંદ્ર સૌને આજે પૂછે !………….(૧)

 

 

જે કોઈ ફક્ત દીકરાની આશમાં હોય,

તેને દીકરી મળતા, ખુબ જ નિરાશા હોય,

જે કોઈ દીકરી કે દીકરાને સમભાવે ઈચ્છે,

તે તો ભાગ્યમાં જે મળે તેને ખુશીથી સ્વીકારે,

આટલી સમજમાં માનવ સ્વભાવ રહે,

બસ, આટલું જ ચંદ્ર સૌને આજે કહે !………(૨)

 

 

દીકરી હોય કે દીકરો, એનો આનંદ માણો,

આશાઓના ડુંગરો રચી, બાળ-ભવિષ્યને નિહાળો,

નાના હોય તેને મોટો કરવાના સ્વપ્નાઓ સેવો,

પ્રેમ આપતા, માયારૂપી જાળમાં ફસાતા જાઓ,

એવી હાલતે, માનવી તો સંતાનમોહમાં ડુબે,

સત્ય આટલું જ ચંદ્ર સૌને આજે કહે !……….(૩)

 

 

 

જેણે બાળ ભવિષ્યમાં સંતાન-વેલો નિહાળ્યો હોય,

જેને પોતાના સંતાનનો પ્રાણ વ્હાલો હોય,

એ કેવી રીતે બાળ-મૃત્યુને સહન કરી શકે ?

તેમાં અકાળ અચાનક મૃત્યના દર્દનું વર્ણન શબ્દોમાં કેમ હોય શકે ?

પણ, આટલો જ ઋણ-સબંધ હશે એવા ભાવે પ્રથમ સ્વીકાર પગલું હોય શકે,

સહનશક્તિનું આટલું જ ચંદ્ર સૌને આજે કહે !……(૪)

 

 

 

જે માનવી એની જીવન-સફરમાં પ્રભુભક્તિમાં રંગાય રહે,

એવા માનવી કદાચ જરા ડોલી, સમતોલન ભાવે હોય શકે,

આવો ભાવ જો ના હોય, તો સંતાન-વિયોગનું દર્દ માનવીને બારે,

સમયના વહેણમાં થયું એને પ્રભુ ઈચ્છારૂપે જો એ સ્વીકારે,

તો, સમતોલ ભાવે મન એનું શાંત બની શકે,

ખરેખર આટલું જ ચંદ્ર સૌને આજે કહે !……….(૫)

 

 

 

સંસારમાં માનવી હંમેશા મનની શાંતી પ્રાપ્ત કરવા આશાઓ રાખે,

સંસારી ખુશી અને શાંતી ક્ષણની, એથી “પરમ શાંતી”ની આશાઓ રાખે,

સંસારી આનંદ ત્યાગી શકે, એ જ મોહમાયાને ત્યાગવાની શક્તિ ધરાવે,

જેનો લક્ષ પ્રભુ સ્મરણ સાથે ભક્તિ પંથે જીવન સફરે હંમેશ રહે,

આવી હાલત જેની હોય, તે જ જ્ઞાની અને સંતાન મૃત્ય સમયે સ્થીર રહે,

અંતે,એક સંદેશારૂપે આટલું જ ચંદ્ર સૌને આજે કહે !………..(૬)

 

 

 

કાવ્ય રચના ઃ તારીખ ઓગસ્ટ,૮,૨૦૧૪             ચંદ્રવદન

 

 

બે શબ્દો…

આજની કાવ્ય પોસ્ટ છે “સંસારમાં સંતાન મૃત્યુની ઘડી !”.

એક દિવસ એક મિત્ર સાથે વાતો કરતા જાણ્યું કે એમનો એકનો એક મોટો પરણેલો દીકરો અચાનક ગુજરી ગયો.

એ જાણી દીલગીરી અનુભવી.

પણ વિચારતો હતો….મા-બાપની ઉંમર વધે અને મૃત્યુની વાટ જોવાય…સંતાન સંસારે રહશે એવા વિચારો હોય. પણ જ્યારે સંતાન મૃત્યુને ભેટે ત્યારે એવા માતાપિતાના દીલોમાં જે દર્દ હોય તે શબ્દોમાં કેમ કહી શકાય ?

બસ…આ જ વિચાધારામાં રહી આ કાવ્ય રચના થઈ છે…આજે એ પ્રસાદીરૂપે પ્રગટ કરી છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

Today’s Post is a Poem about the DEATH of a CHILD.

Before the eyes of the PARENTS, this is the BIGGEST TRAGEDY.

The HURT in the HEARTS of these parents can not be told in the words.

Hope you like the Post.

Dr. Chandravadan Mistry

 

 

 

 

 

 

 

 

Entry filed under: કાવ્યો.

જીવન સફરમાં ૧૩મી ઓક્ટોબરનો દિવસ ધરતી છે તારી કર્મભૂમી !

14 ટિપ્પણીઓ Add your own

 • 1. mangesh  |  ઓક્ટોબર 16, 2014 પર 12:01 પી એમ(pm)

  જો બકા સંસારમાં તો આવું રહેવાનું જ,

  જવાબ આપો
 • 2. mangesh  |  ઓક્ટોબર 16, 2014 પર 12:03 પી એમ(pm)

  છતાં આપને રહેવું માનવી સાથે તેથી જ રહેશે યાદ્ગીરી ની રહેઠાણ.

  જવાબ આપો
 • 3. mangesh  |  ઓક્ટોબર 16, 2014 પર 12:39 પી એમ(pm)

  sorry

  જવાબ આપો
  • 4. chandravadan  |  ઓક્ટોબર 16, 2014 પર 1:03 પી એમ(pm)

   Mangeshbhai,
   Your visits/comments appreciated for this Post & other Posts.
   Why sorry ?
   Each of us (as Humans) has our “views” for how to live the Life as a Human on this Earth. A Guru may guide you to your Path. Another Person can be on the path different from you…yet, that person can be on the RIGHT Path.
   I believe that the “Divinity within if aroused” can ALWAYS lead you to the RIGHT PATH.
   Chandravadan

   જવાબ આપો
 • 5. pragnaju  |  ઓક્ટોબર 17, 2014 પર 12:06 એ એમ (am)

  સંસારમાં માનવી હંમેશા મનની શાંતી પ્રાપ્ત કરવા આશાઓ રાખે,
  સંસારી ખુશી અને શાંતી ક્ષણની, એથી “પરમ શાંતી”ની આશાઓ રાખે,
  સંસારી આનંદ ત્યાગી શકે, એ જ મોહમાયાને ત્યાગવાની શક્તિ ધરાવે,
  જેનો લક્ષ પ્રભુ સ્મરણ સાથે ભક્તિ પંથે જીવન સફરે હંમેશ રહે,
  આવી હાલત જેની હોય, તે જ જ્ઞાની અને સંતાન મૃત્ય સમયે સ્થીર રહે,
  અંતે,એક સંદેશારૂપે આટલું જ ચંદ્ર સૌને આજે કહે !
  કોઈ ગુજરી જાય ત્યારે . . .
  એવા વખતે આપણું હૈયું વીંધાઈ જાય છે. બધા જુદી જુદી રીતે શોક કરીએ છીએ. લિઓનાર્ડો ૧૪ વર્ષનો હતો ત્યારે અચાનક તેના પપ્પા ઑફ થઈ ગયા. તેની માસીએ એ સમાચાર આપ્યા. પહેલા તો તે માનવા તૈયાર જ ન હતો. ફ્યુનરલ વખતે પણ એ હકીકત તે સ્વીકારી ન શક્યો. છએક મહિના સુધી તે રડી ન શક્યો. ઘણી વાર તે પપ્પાના આવવાની રાહ જોતો બેસી રહેતો. આવું તો વરસ સુધી ચાલ્યું. આખરે તેણે એ કડવી હકીકત માનવી પડી. તેને લાગ્યું કે ‘દુનિયામાં મારું કોઈ જ નથી.’ ઘરમાં એકલો પડતો ત્યારે તેને પપ્પાની યાદ બહુ સતાવતી. તે રડી પડતો.
  લિઓનાર્ડોનો અનુભવ બતાવે છે કે ગુજરી ગયેલાની જુદાઈનો કડવો ઘૂંટડો ગળે ઉતારવો સહેલો નથી. પણ દરરોજ મનને મનાવીને જીવવું પડે છે. જેમ કોઈ ઘા રૂઝાતા વાર લાગે, તેમ દિલ પર પડેલો આ ઘા રૂઝાતા વર્ષો પણ લાગે.
  વ્યક્તિ ગુજરી જાય ત્યારે તેમની ખોટ સાલે છે. પણ એવી લાગણીઓ દિલમાં જ રાખવી ન જોઈએ. નહિતર આપણને જ નુકસાન થશે. પણ આપણે કઈ રીતે દુઃખ હળવું કરીને જીવી શકીએ? ચાલો જોઈએ.*
  આવા કઠિન સંજોગો સહન કરવા મુશ્કેલ છે. કદાચ એમાંથી બહાર આવવા ઘણો સમય લાગે પણ ખરો. એવા વખતે લાગણીઓ સુનામી જેવી હોય છે, જેને આપણે રોકી શકતા નથી. જો રડી પડાય તો કંઈ ખોટું નથી. એ નોર્મલ છે. એનાથી દિલના ઘા રૂઝાશે.
  ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ
  ‘તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.’ એમ કરવા પ્રાર્થના જેવું બીજું કંઈ જ નથી.

  જવાબ આપો
 • 6. rateepatel  |  ઓક્ટોબર 17, 2014 પર 12:52 એ એમ (am)

  2014-10-16 7:52 GMT-04:00 “ચંદ્ર પુકાર” :

  > chandravadan posted: ” સંસારમાં સંતાન મૃત્યુની ઘડી ! માનવી
  > જીવે જગતમાં સ્ત્રી,પુરૂષ સ્વરૂપે, એક સાથ રહી, ઈચ્છા હોય બાળની સંતાન
  > સ્વરૂપે, સંતાન ભાગ્યમાં હોય તો જ મળે, ના મળે તો જીવનભર હૈયે દર્દ રહે, જો
  > બાળ મળે ત”

  જવાબ આપો
 • 7. chandravadan  |  ઓક્ટોબર 17, 2014 પર 1:53 એ એમ (am)

  This was an Email Response>>>

  RE: સંસારમાં સંતાન મૃત્યુની ઘડ

  Mansukhlal Gandhi
  To Me Today at 6:32 PM
  જેના ખભા ઉપર પોતાની નનામી નીકળે તેવી આશા રાખતાં બાપને જ્યારે દીકરાને કાંધ દેવી પડે એ એક ભયંકર દુઃખ છે…… સાંભળીને પણ દુઃખ થાય, ત્યારે માબાપની અને પરણેતરની અને બાળકોની તો કેવી હાલત થતી હશે, એ વિચારેજ કમકમા આવી જાય છે….. માણસ માત્ર મૃત્યુ પાસે લાચાર છે…..
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Mansukhbhai,
  Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 8. chandravadan  |  ઓક્ટોબર 17, 2014 પર 3:26 એ એમ (am)

  This was an Email Response>>>

  સંસારમાં સંતાન મૃત્યુની ઘડી !

  himatlal joshi

  To Me Today at 7:04 PM

  પ્રિય ચંદ્ર વદન મિસ્ત્રી ભાઈ
  તમે જેને ઓળખો છો એ ઉત્તમ ભાઈ પ્રજા પતિનો એકનો એક દીકરો કાર અકસ્માતમાં ઘરના આંગણામાં મૃત્યુ પામ્યો .એ તમે જાણતા હશો . એ બનાવ બન્યો ત્યારે ઉત્તમ ભાઈ અને કુસુમ બેન ઉપર આભ તૂટી પડ્યો હોય એવું દુખ થએલું .

  Ataai
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Yaad Chhe…..Emnu Dard Shadoma Kem Hoy Shake ?
  Pratibhav Mate Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 9. ગોદડિયો ચોરો…  |  ઓક્ટોબર 17, 2014 પર 4:01 એ એમ (am)

  આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ

  દુઃખના ડુંગરે તુટી પડે એવી વિષમ પરીસ્થિતીમાં ગમે તેવા કઠણ કાળજાના મા બાપનું હૈયું વલોવાઇ જાય છે.

  જવાબ આપો
 • 10. riteshmokasana  |  ઓક્ટોબર 17, 2014 પર 7:21 એ એમ (am)

  જિંદગીની સૌથી વિકટ પળ, બાપ ની હાજરીમાં સંતાનનું મોત ! શોલે ફિલ્મના એક મશહુર ડાયલોગમાં આ વાતને વણેલ છે. જેના પર વીતે તે જ જાણે ! ભગવાન કરે એ ઘડી કોઈના જીવનમાં ના આવે !

  જવાબ આપો
 • 11. pravinshastri  |  ઓક્ટોબર 18, 2014 પર 2:07 એ એમ (am)

  આ શિર્ષક જ એટલું કરુણ છે કે વાંચવા માટે કઢણ કાળજું જોઈએ. કોઈક વાર વાંચીશ. આજે તો નહીં. ક્ષમ્ય ગણશો.

  જવાબ આપો
 • 12. અશોકકુમાર (દાસ) 'દાદીમા ની પોટલી'  |  ઓક્ટોબર 18, 2014 પર 12:17 પી એમ(pm)

  સંસારમાં માનવી હંમેશા મનની શાંતી પ્રાપ્ત કરવા આશાઓ રાખે,
  સંસારી ખુશી અને શાંતી ક્ષણની, એથી “પરમ શાંતી”ની આશાઓ રાખે,
  સંસારી આનંદ ત્યાગી શકે, એ જ મોહમાયાને ત્યાગવાની શક્તિ ધરાવે,
  જેનો લક્ષ પ્રભુ સ્મરણ સાથે ભક્તિ પંથે જીવન સફરે હંમેશ રહે,
  આવી હાલત જેની હોય, તે જ જ્ઞાની અને સંતાન મૃત્ય સમયે સ્થીર રહે,
  અંતે,એક સંદેશારૂપે આટલું જ ચંદ્ર સૌને આજે કહે !………..

  મિત્રના પુત્રના નિધન ની રજૂઆત ખૂબજ સુંદર ભાવ સાથે ભાવાંજલિ સ્વરૂપે આપી.

  આ પળ દરેક માટે મુશ્કેલ હોય છે, પરંતુ નિયતી સામે આપને સૌ લાચાર છે. દરેકે જીવે પોતાના મૃત્યુની તૈયારી કરીને જ વર્તમાનમાં જીવવાનું હોય છે.

  જવાબ આપો
 • 13. Vinod R. Patel  |  ઓક્ટોબર 19, 2014 પર 3:03 એ એમ (am)

  ને પોતાના સંતાનનો પ્રાણ વ્હાલો હોય,

  એ કેવી રીતે બાળ-મૃત્યુને સહન કરી શકે ?

  ચન્દ્રવદનભાઈ, તમારી આ રચના વાંચીને મારા પ્રથમ પુત્ર નૈમેષની યાદ તાજી

  થઇ જે ફક્ત ૧૦ મહિનાનું આયુષ્ય ભોગવીને પ્રભુને વ્હાલો થઇ ગયો હતો !

  આવી અચાનક આવેલી ખોટ દિલને હલાવી દેતી હોય છે પરંતુ મન સાથે

  સમજુતી કરીને જીવવાનું હોય છે. જનારા પાછળ જવાતું નથી .

  જવાબ આપો
 • 14. sapana53  |  ઓક્ટોબર 19, 2014 પર 11:47 એ એમ (am)

  જેણે બાળ ભવિષ્યમાં સંતાન-વેલો નિહાળ્યો હોય,

  જેને પોતાના સંતાનનો પ્રાણ વ્હાલો હોય,

  એ કેવી રીતે બાળ-મૃત્યુને સહન કરી શકે ?

  તેમાં અકાળ અચાનક મૃત્યના દર્દનું વર્ણન શબ્દોમાં કેમ હોય શકે ? ખૂબ જ દર્દ્નાક કલ્પન જે કોઈ મા બાપ કરી ના શકે પણ ધાર્યુ તે ધણિનું થાય

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,824 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: