Archive for ઓક્ટોબર 16, 2014

સંસારમાં સંતાન મૃત્યુની ઘડી !

 

 

 

 

સંસારમાં સંતાન મૃત્યુની ઘડી !

 

માનવી જીવે જગતમાં સ્ત્રી,પુરૂષ સ્વરૂપે,

એક સાથ રહી, ઈચ્છા હોય બાળની સંતાન સ્વરૂપે,

સંતાન ભાગ્યમાં હોય તો જ મળે,

ના મળે તો જીવનભર હૈયે દર્દ રહે,

જો બાળ મળે તો માનવી શું કરે ?

આટલું જ ચંદ્ર સૌને આજે પૂછે !………….(૧)

 

 

જે કોઈ ફક્ત દીકરાની આશમાં હોય,

તેને દીકરી મળતા, ખુબ જ નિરાશા હોય,

જે કોઈ દીકરી કે દીકરાને સમભાવે ઈચ્છે,

તે તો ભાગ્યમાં જે મળે તેને ખુશીથી સ્વીકારે,

આટલી સમજમાં માનવ સ્વભાવ રહે,

બસ, આટલું જ ચંદ્ર સૌને આજે કહે !………(૨)

 

 

દીકરી હોય કે દીકરો, એનો આનંદ માણો,

આશાઓના ડુંગરો રચી, બાળ-ભવિષ્યને નિહાળો,

નાના હોય તેને મોટો કરવાના સ્વપ્નાઓ સેવો,

પ્રેમ આપતા, માયારૂપી જાળમાં ફસાતા જાઓ,

એવી હાલતે, માનવી તો સંતાનમોહમાં ડુબે,

સત્ય આટલું જ ચંદ્ર સૌને આજે કહે !……….(૩)

 

 

 

જેણે બાળ ભવિષ્યમાં સંતાન-વેલો નિહાળ્યો હોય,

જેને પોતાના સંતાનનો પ્રાણ વ્હાલો હોય,

એ કેવી રીતે બાળ-મૃત્યુને સહન કરી શકે ?

તેમાં અકાળ અચાનક મૃત્યના દર્દનું વર્ણન શબ્દોમાં કેમ હોય શકે ?

પણ, આટલો જ ઋણ-સબંધ હશે એવા ભાવે પ્રથમ સ્વીકાર પગલું હોય શકે,

સહનશક્તિનું આટલું જ ચંદ્ર સૌને આજે કહે !……(૪)

 

 

 

જે માનવી એની જીવન-સફરમાં પ્રભુભક્તિમાં રંગાય રહે,

એવા માનવી કદાચ જરા ડોલી, સમતોલન ભાવે હોય શકે,

આવો ભાવ જો ના હોય, તો સંતાન-વિયોગનું દર્દ માનવીને બારે,

સમયના વહેણમાં થયું એને પ્રભુ ઈચ્છારૂપે જો એ સ્વીકારે,

તો, સમતોલ ભાવે મન એનું શાંત બની શકે,

ખરેખર આટલું જ ચંદ્ર સૌને આજે કહે !……….(૫)

 

 

 

સંસારમાં માનવી હંમેશા મનની શાંતી પ્રાપ્ત કરવા આશાઓ રાખે,

સંસારી ખુશી અને શાંતી ક્ષણની, એથી “પરમ શાંતી”ની આશાઓ રાખે,

સંસારી આનંદ ત્યાગી શકે, એ જ મોહમાયાને ત્યાગવાની શક્તિ ધરાવે,

જેનો લક્ષ પ્રભુ સ્મરણ સાથે ભક્તિ પંથે જીવન સફરે હંમેશ રહે,

આવી હાલત જેની હોય, તે જ જ્ઞાની અને સંતાન મૃત્ય સમયે સ્થીર રહે,

અંતે,એક સંદેશારૂપે આટલું જ ચંદ્ર સૌને આજે કહે !………..(૬)

 

 

 

કાવ્ય રચના ઃ તારીખ ઓગસ્ટ,૮,૨૦૧૪             ચંદ્રવદન

 

 

બે શબ્દો…

આજની કાવ્ય પોસ્ટ છે “સંસારમાં સંતાન મૃત્યુની ઘડી !”.

એક દિવસ એક મિત્ર સાથે વાતો કરતા જાણ્યું કે એમનો એકનો એક મોટો પરણેલો દીકરો અચાનક ગુજરી ગયો.

એ જાણી દીલગીરી અનુભવી.

પણ વિચારતો હતો….મા-બાપની ઉંમર વધે અને મૃત્યુની વાટ જોવાય…સંતાન સંસારે રહશે એવા વિચારો હોય. પણ જ્યારે સંતાન મૃત્યુને ભેટે ત્યારે એવા માતાપિતાના દીલોમાં જે દર્દ હોય તે શબ્દોમાં કેમ કહી શકાય ?

બસ…આ જ વિચાધારામાં રહી આ કાવ્ય રચના થઈ છે…આજે એ પ્રસાદીરૂપે પ્રગટ કરી છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

Today’s Post is a Poem about the DEATH of a CHILD.

Before the eyes of the PARENTS, this is the BIGGEST TRAGEDY.

The HURT in the HEARTS of these parents can not be told in the words.

Hope you like the Post.

Dr. Chandravadan Mistry

 

 

 

 

 

 

 

 

ઓક્ટોબર 16, 2014 at 11:52 એ એમ (am) 14 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,466 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031