અસહાયકને સેવા !

October 10, 2014 at 12:07 pm 9 comments

 

African Fire: Paul Goldstein's Masai Mara Sunrises and Sunsets

 

 

 

અસહાયકને સેવા !

અસહાયકને કદી સહાય કરવા વિચાર્યું તમે ?

એવો વિચાર ના આવ્યો તો માનવજીવનને કદી ના સમજ્યું તમે !……(ટેક)

કોઈ અંધને નિહાળી, કદી હૈયે દર્દ અનુભવ્યું તમે ?

કદી એવું હૈયે થયું , તો માનજો કે માનવી છો તમે,

ત્યારે જ હૈયે માનવાતા ખીલી, અંધને સહાય કરવા દોડો તમે,

જે નિહાળી, પ્રભુ હોય રાજી અને પલટે જીવનબાજી તમારી !…….(૧)

કોઈ લુલા લંગડાને નિહાળી, કદી હૈયે દર્દ અનુભવું તમે ?

કદી એવું થયું, તો માનજો કે માનવી છો તમે,

ત્યારે જ હૈયે માનવતા ખીલી,લુલા લંગડાને સહાય કરવા દોડો તમે,

જે નિહાળી, પ્રભુ હોય રાજી અને પલટે જીવનબાજી તમારી !……..(૨)

કોઈ હોય ભુખ્યો,તરસ્યો કે રોગનો દર્દી કે અન્ય રીતે અસહાયી,

એના હૈયે વહી રહી હોય કોઈના સહકારની આશાઓ ઘણી,

એવા સમયે સેવાભાવ તમ હૈયે જો જાગે, તો માનજો પ્રભુએ કૃપા કરી,

શુભવિચારો કે કર્મ થકી જે થયું તેમાં માનજો કે પુન્ય કરવાની તક મળી !….(૩)

ચંદ્ર કહે સૌને અંતે, માનવજીવન તો એક ટુંકી સફર છે,

પળ પળે,ઘટનાઓ બનતી રહે,બનેલી ઘટના ફરી ક્યારે તે કોણ જાણી શકે ?

જ્યારે એવી અજાણતા હોય, તો સેવા કરવાની તકો પ્રેમથી સ્વીકારવી રહી,

એવી જ પ્રભુની ઈચ્છા રહે, એવી ચંદ્ર-સમજ તમે કદી પણ ભુલવી નહી !…..(૪)

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૨૩,૨૦૧૪               ચંદ્રવદન

 

બે શબ્દો…

આ કાવ્યપોસ્ટ”અસહાયને સહાય”માં જ ખરેખર છુપાપેલ છે મારો “જીવન મંત્ર’….એ છે “જનક્લ્યાણ કે જનસેવા”.

પ્રભુએ મારા પર તો ખુબ જ દયા કરી છે..જે માટે હું હંમેશા પ્રભુનો પાડ માનતો રહું છું.

મારી આ જીવનસફરમાં જ્યારે પણ કોઈને હું દુઃખી નિહાળું ત્યારે મારા હૈયે પ્રથમ દર્દ થાય અને મનમાં પ્રાર્થના હોય કે “પ્રભુની કૃપા એના પર હોય અને એનું ભલું થાય”.

અનેકવાર, એવા દ્રશ્ય સાથે મેં પ્રભુને યાદ કરી મારી શક્તિ કે સંજોગો પ્રમાણે સહાય કે સેવા કરવાની તકો લઈ આનંદ અનુભવ્યો છે.

“શિક્ષણ ઉત્તેજન” દ્વારા ગરીબાયને હટાવવા માટે મારી યાત્રા છે.

ગરીબાયમાં જ ભુખ,તરસ, અનેક પીડાઓરૂપી શત્રુઓ ખડા થઈ માનવીને “લાચાર” કરે છે….એક નાનો “ટેકો” ઘણીવાર એવી લાચાર વ્યક્તિમાં એનું જ “આત્મબળ”ને જાગૃત કરે છે. એવો જ ભાવ મનમાં રાખી મારી જીવન યાત્રા ચાલુ રહેલ છે.

આ પોસ્ટ વાંચી, કદી એક વ્યક્તિને પ્રેરણા મળે અને એ “જનસેવા” પંથે હશે તો મારા હૈયે ખુબ જ આનંદ હશે !

આ પોસ્ટ સૌને ગમે એવી આશા !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is about helping those who are UNFORTUNATES & are in the NEED of the ASSISTANCE.

There are MANY ways one can offer this ASSISTANCE.

If one gives the assistance, he/she must remove the EGO and give that assistance from the HEART and  with the name of GOD.

Hope that MANY are INSPIRED to do this NOBLE SERVICE ( SEVA).

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

ગુરૂ શોધવાની માથાકુટમાં ન પડવું ! જીવન સફરમાં ૧૩મી ઓક્ટોબરનો દિવસ

9 Comments Add your own

 • 1. pragnaju  |  October 10, 2014 at 1:48 pm

  ઈર્ષા , નફરત , લોભ , બદલો લેવાની ભાવના , કોઈને દુખી કરી પોતે ખુશ અનુભવી , ક્ષમા ના કરવી , કોઈને નુકસાન પહોચવાની ભાવના , કોઈને હેરાન પરેશાન કરવું ,ભ્રષ્ટાચાર કરવાની ભાવના , અતિ-સ્વાર્થીપણુંથી માનસિક અશાંતિ થાય છે . એટલે આપણને અને બીજા બધાને શાંતિ સુખ અને સકારાત્મક વિચારો અને કર્મો કરવા જેથી બીજાને શાંતિ ,સુખ અને આનંદ મળે અને માનસિક સ્વસ્થતા જળવાઈ રહે . વ્યક્તિ ઘણી વખત પોતે ઉભા કરેલા બિન જરૂરી વલણને કારણે પ્રશ્નો ઉદભવતા હોય છે . ….
  આનો એક સુંદર ઉપાય છે અસહાયકને સેવા !

  Reply
 • 2. sapana53  |  October 10, 2014 at 3:37 pm

  ચંદ્રવદનભાઈ આ કવિતા વાંચી એક જ પંકતિ યાદ આવી’વૈષણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે’ વાહ ખૂબ ગમી કવિતા…કદી એવું થયું, તો માનજો કે માનવી છો તમે,

  Reply
 • 3. pravina Avinash  |  October 10, 2014 at 11:01 pm

  જિંદગીના એવા મુકામે પહોંચ્યા છીએ જ્યાં ‘અસહાયકને સહાય’ એ ખૂબ અગત્યનો હિસ્સો છે!

  પ્રવિનાશ

  Reply
 • 4. Vinod R. Patel  |  October 11, 2014 at 12:39 am

  એવા સમયે સેવાભાવ તમ હૈયે જો જાગે, તો માનજો પ્રભુએ કૃપા કરી,
  શુભવિચારો કે કર્મ થકી જે થયું તેમાં માનજો કે પુન્ય કરવાની તક મળી !

  ભાવ સભર રચના

  Reply
 • 5. પરાર્થે સમર્પણ  |  October 11, 2014 at 3:03 am

  આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ

  કોઈ હોય ભુખ્યો,તરસ્યો કે રોગનો દર્દી કે અન્ય રીતે અસહાયી,

  એના હૈયે વહી રહી હોય કોઈના સહકારની આશાઓ ઘણી,

  એવા સમયે સેવાભાવ તમ હૈયે જો જાગે, તો માનજો પ્રભુએ કૃપા કરી,

  આવાં પ્રેરણાદાયક કાર્યો ને સેવાની માનવતા મહેંકાવતા ડો. શ્રીના શબ્દો

  દિલને ઝંઝોળી દે તેવા છે.

  ચંદ્રનો પુકાર સાંભળવા મોડો પડ્યો છું તે બદલ માફ કરશો.

  Reply
 • 6. Ramesh Patel  |  October 13, 2014 at 1:09 am

  પારકાના દુખ જોઈ દ્રવે, એજ સાચી માનવતા.આપે આ સંવેદનાઓને સરસ રીતે ઝીલી છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 7. venunad  |  October 13, 2014 at 4:33 pm

  ખબર નહીં કેમ પણ મને પણ આવી જ લાગણી થયા કરે છે જ્યારે હું ભીખારી, અસહાય વૃધ, અપંગ અને દુઃખી લોકોને જોઉં છું. કદાચ એટલેજ કવિઓને ભગવાને સંવેદનશિલ બનાવ્યા હશે! ખૂબજ સરસ રીતે આપે આપની વેદનાને વા છા આપી છે.

  Reply
 • 8. chandravadan  |  October 15, 2014 at 1:19 pm

  These were the Email Response>>>

  અસહાયકને સેવા !
  Me Dear Mitro……Aavo….Aavo…..Read this Post & be INSPIRED for SEVA…Please CLICK on the TITLE to be on my Blog…Hope to read your COMMENTS>>>>CHANDRAVADAN અસહાયકને સેવા !

  Oct 10 at 4:40 PM

  Saryu Parikh ભાઈશ્રી, તમારા વિચારો સરસ છે. મારી સમજ પ્રમાણે અસહાયક=સહાય ન કરે તેવો. અસહાય=ન
  Oct 10 at 6:31 PM
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Saryuben,
  Abhar !
  Chandravadan

  Reply
 • 9. chandravadan  |  October 15, 2014 at 1:19 pm

  This was an Email Response>>>

  himatlal joshi
  To Me Oct 10 at 7:22 PM

  પ્રિય ચંદ્ર વદન ભાઈ
  તમારી કાવ્ય શક્તિ અમર રહે એવી આતાની શુભેચ્છા
  Ataai
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Khub Khub Abhar.
  Chandravadan

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,008 hits

Disclimer

October 2014
M T W T F S S
« Sep   Nov »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: