Archive for ઓક્ટોબર 8, 2014

ગુરૂ શોધવાની માથાકુટમાં ન પડવું !

 

 

 

ગુરૂ શોધવાની માથાકુટમાં ન પડવું !

 

જગતમાં જે કોઈ  ગુરૂની શોધમાં ગાંડો બને,

તે કદી સાચા ગુરૂ પાસે કેમ પહોંચી શકે ?

 

સવાલ આવો હું સૌને આજે પૂછું,

સાથે મનમાં સાચો ગુરુ કોણ એનો વિચાર કરૂં !

 

જગમાં ઉપદેશક કે માર્ગદર્શક ખરેખર હોય શકે ?

લાખો કે કરોડોમાં એકાદ બે જ એવી વ્યક્તિ હોય શકે !

 

અમુક રંગના કપડા કે મસ્તકે તિલક એવી ઓળખ દે,

એવી ઓળખે ગુરૂ શોધનારા જ ઠગાઈ મુરખ બની રહે !

 

ગુરૂમાં તો ત્યાગ, બ્રહ્મચર્ય સદાઈ અપરિગ્રહના પાસા હોય,

એવી વ્યક્તિમાં, કદી ના ડગી શકાય એવી વિરલ ઘટના હોય !

 

 ધ્યેયસહિત  શિષ્યરૂપી તૈયારી જેની અચળ બની હોય,

ત્યારે લોહચુંબક જેમ ખેંચાઈ, સદગુરૂ ચરણે એ અંતે હોય !

 

જે છેત્રે પ્રગતિ કરવાની ઈચ્છા પ્રબળ જેને હોય,

મનની જિજ્ઞાસા કેન્દ્રીક શક્તિ બનતા ગુરૂતત્વ સ્વીકાર હોય !

 

જે કહ્યું તેના ઉદાહરણો આપવાનો પ્રયત્ન હવે હું કરૂં,

નરેન્દ્ર, વિનાબા અને અંબુ પુરાણીના દાખલાઓ હુ કહું !

 

“તમે ઈશ્વર જોયો છે?”ની આગમાં નરેન્દ્ર બળે,

ત્યારે રામકૃષ્ણજી જવાબ આપતા, વિવેકાનંદજી એ બને !

 

ક્રાંતિ અને ઈશ્વરદર્શનની ઈચ્છા વિનય હૈયે રહે,

ગાંધીજી ચરણે હિમાલયના દર્શન કરી, વિનોબાજી એ બને !

 

વ્યાયામ અને સ્વાતંત્ર્યના ઉપાસના જેને હ્રદયે બળે,

પોંડિચેરીના અરવિંદ એવા અંબુભાઈ પુરાણીને શાંત કરે !

 

સજ્જનતાને ઠોકર મારી, દારૂડિયા મુનશી વૈભવી વિલાસી બને,

 સ્વામી દયાનંદ સરસ્વતીને મળતા એઓ સ્વામી શ્રધ્ધાનંદજી બને !

 

માનવી જ્યારે એના અંતકરણે જિજ્ઞાસા ભરી દે ત્યારે એનું શિષ્યતત્વ જાગે,

એવી જાગૃતિમાં એનું ગુરૂત્વાકર્ષણ, પોતાને ખેંચે કે સદગુરૂને એની નજીક લાવે !

 

માટે ચંદ્ર કહે, ગુરૂ શોધવાનો પરપંચ છોડી, એક શિષ્ય તરીકે તું જાગ,

જો તું જાગ્યો તો, પળમાં ગુરૂ હાજર હશે એવા સત્યને તું હવે જાણ !

 

 

કાવ્ય રચના ઃ તારીખ, ઓગસ્ટ,૧, ૨૦૧૪                    ચંદ્રવદન

 

 

બે શબ્દો…

 

 

આજે મારા હાથમાં છે “અખંડ આનંદ”નો જુલાઈ,૨૦૧૩નો અંક.

એ અંકના ૭૭માં પાનથી હરેશ ધોળકિયાનો લેખ “ગુરૂ શોધવાની માથકૂટમાં ન પડવું !”.

આ લેખને એકવાર વાંચ્યો.

ફરી વાંચ્યો.

અને….મારા હ્રદયમાં એક “અનોખી” ચળવળ. પ્રભુએ આ જ નામે એક કાવ્ય રચના લખવા પ્રેરણા આપી.

જે શક્ય થયું એમાં હરેશભાઈના વિચારો છે….પ્રભુપ્રેરણા આધારીત શબ્દોની ગોઠવણ છે. મારૂં કંઈ નથી !

મને આ રચનાનું વાંચન કરી આનંદ છે !

તમોને પ્રસાદીરૂપે છે….આશા એટલી કે તમોને પણ આનંદ થાય !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

 

FEW WORDS…

 

 

Today’s Post is a Poem in Gujarati giving the message that “DO NOT WASTE

 

YOUR TIME SEARCHING FOR A GURU.”

 

One finding a GURU is dependent on the INNER TRUE DESIRE for SOME

 

GOAL.

If one cultivates the right VIRTUES as the FOLLOWER ( SHISHYA)….then

 

you will reach the RIGHT GURU.

 

If your convictions are SHALLOW….you will be LOST or find a FAKE as the

GURU.

The Poem gives the GURU-SHISHYA Relations of (1) Ramakrushna &

 

 

Narendra (Vivekanandaji)(2) Gandhiji and Vinobaji (3) Arbindo & Ambu

 

 

Purani and (4) Swami Dayanand Saraswati & Munashji ( who becomes

 

Swami Shradhdhanandji)

 

Hope you like this Post !

 

Dr. Chandravadan Mistry.

 

 

 

 

ઓક્ટોબર 8, 2014 at 1:16 પી એમ(pm) 13 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 395,709 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031