જ્ઞાનપંથ કે ભક્તિપંથ !

ઓક્ટોબર 3, 2014 at 12:19 પી એમ(pm) 13 comments

 

 

Colorful Mandir

 

 

જ્ઞાનપંથ કે ભક્તિપંથ !

 

જ્ઞાનપંથે હું દોડી રહ્યો,

ના મળે અંત કે કિનારો,

પ્રભુજી, હાથ પકડ રે મારો !……(૧)

 

અજાણને જાણી, અંધકાર મારો દુર થયો,

જ્ઞાનપ્રકાશમાં છતાં હજુ હું છું ગુંચવાયો,

પ્રભુજી, હાથ પકડ રે મારો !…….(૨)

 

દુર દિવ્ય ભજન નાદ ગુંજી રહ્યો,

એવા ગુંજન તરફ હુ તો દોડી રહ્યો,

પ્રભુજી, હાથ પકડ રે મારો !…….(૩)

 

નજીક આવતા, પ્રભુગુણલા છે કાને,

એની મીઠાશમાં હું તો અંજાયો,

પ્રભુજી, હાથ પકડ રે મારો !……(૪)

 

પ્રભુપ્રેમમાં છું પાગલ ‘ને હરખાયો,

હવે, તું જ છે સ્વામી મારો,

પ્રભુજી, હાથ પકડ રે મારો !….(૫)

 

જ્ઞાન છે દવા અજ્ઞાનતાના રોગની,

ભક્તિ તો જીવશક્તિની દવા છે કાયમની,

પ્રભુજી, હાથ પકડ રે મારો !……(૬)

 

અંતે, ચંદ્ર કહેઃ જ્ઞાનપંથે મત બન તું અભિમાની,

ભક્તિમાં પાગલ બની, બની જા તું તત્વજ્ઞાની,

પ્રભુજી, હાથ પકડ રે મારો !…….(૭)

 

કાવ્ય રચના ઃ તારીખ, ફેબ્રુઆરી,૧૩,૨૦૧૪                  ચંદ્રવદન

 

 

બે શબ્દો…

 

હજુ હું કોલંબીઆ, સાઉથ કેરોલીનામાં જ છું….અને એક દિવસ હું વિચારોમાં હતો.

આ પહેલા થોડા પુસ્તકો વાંચ્યા હતા, અને એની યાદ સાથે “જ્ઞાન”પંથની ગીતા શીખ તાજી થઈ.

એવા સમયે, ફરી વિચાર હતો કે ક્યારે કોઈ કહી શકે કે “મને પુર્ણ જ્ઞાન મળી ગયું !”

જવાબ શોધતો રહ્યો અને અંતે જ્યારે પ્રભુને યાદ કર્યા ત્યારે મને થયું કે “જે કોઈ જ્ઞાનપંથે હોય ત્યારે જો ભક્તિપંથ અપનાવે ત્યારે જ્ઞાનસીમાઓ એને આપોઆપ સમજાય જાય છે”.

આથી, મેં અનુભવ્યું કે માનવીને જો આ જીવનને “ધન્ય” કરવું હોય તો “ભક્તિ”નો પંથ લેવો જ પડે છે.

મારી રચના દ્વારા આ જ સંદેશો છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

 

This Post is a Poem in Gujarati named “GYANAPANTH ke BHAKTIPANTH “.

The question is raised as to what PATH a Human should adopt “Whether the Path of Knowledge or the Path of Divine Worship ?”

The quest for knowledge is good but there NO END.

As one follows that path, at some stage in the life, he/she MUST bring the DIVINITY into the MIND.

Some may try to resist such a notion, but eventually he/she will realise that there there is NO SALVATION without the ACCEPTANCE of the DIVINITY.

I hope you like this Post & the message.

Dr. Chandravadan Mistry.

 

 

 

 

 

Advertisements

Entry filed under: કાવ્યો.

કમુ અને ચંદ્રવદન નામે જગપહેચાણ ! અલગ બની એકલપણું !

13 ટિપ્પણીઓ Add your own

 • 1. pravina Avinash  |  ઓક્ટોબર 3, 2014 પર 4:05 પી એમ(pm)

  પ્રભુજીએ તમારો હાથ પકડ્યો છે.

  પ્રવિણાશ

  જવાબ આપો
 • 2. pragnaju  |  ઓક્ટોબર 3, 2014 પર 6:35 પી એમ(pm)

  જ્ઞાનપંથ કે ભક્તિપંથ કે કર્મપંથે સમ્યગ રહેવુ

  જવાબ આપો
 • 3. dee35.USA  |  ઓક્ટોબર 4, 2014 પર 1:06 એ એમ (am)

  નિવૃતીની પ્રવૃતી……સારી વાત છે.

  જવાબ આપો
 • 4. Ritesh Mokasana  |  ઓક્ટોબર 4, 2014 પર 4:26 એ એમ (am)

  આત્મસાતે મન શુદ્ધિ એ પરમ જ્ઞાન થકીનો સુનેરો પંથ ! સરસ કાવ્યાત્મક સંદેશો.

  જવાબ આપો
 • 5. chandravadan  |  ઓક્ટોબર 4, 2014 પર 12:17 પી એમ(pm)

  This was an Email Response>>>

  જ્ઞાનપંથ કે ભક્તિપંથ !
  Me Dear Mitro…….Inviting to read a Post. Please CLICK on the TITLE below to READ the Post>>>>C MISTRY. જ્ઞાનપંથ કે ભક્તિપંથ ! જ્ઞાનપંથ કે ભ

  Oct 3 at 8:10 AM
  Dharamshi Patel
  To Me Oct 3 at 8:48 PM
  Hari om,

  Waw

  Dharamshi Patel
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamsihji
  Abhar Tamaro !
  Chandravadan

  જવાબ આપો
 • 6. nabhakashdeep  |  ઓક્ટોબર 5, 2014 પર 1:41 એ એમ (am)

  આપની વિચારધારા એજ અમૃત મંથન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 7. La' Kant  |  ઓક્ટોબર 5, 2014 પર 5:24 એ એમ (am)

  ફરીથી કહેવાનું મન ….. ઈશક્રુપાના એક ટકા-કેટેલિસ્ટ=ઉદ્વિપક સાથે ત્રણેય …. માર્ગ ….જ્ઞાનપૂર્ણ,સમજ્ણ સાથે ભક્તિ-શ્રધ્ધા સહિત કરાયેલા કર્મનો યોગ્ય તે ગત જન્મના મળેલા સંસ્કાર પ્રમાણે સુયોગ્ય સમ્ન્વય અત્યંત જરુરી ….પહેલાંની કોમેંટ્સ ફરીથી જોઇ જવા વીનંતિ …
  [જ્ઞાનપંથ કે ભક્તિપંથ કે કર્મપંથે સમ્યગ રહેવુ]-. (pragnaju | October 3, 2014 at 6:35 pm)ની કોમેંટ પૅન એજ સંદેશ આપે છે .બાકી ” દ્રુશ્ટિ,ઉદેશ્ય ,ઉપલબ્ધ સાધનો અનુસાર સ્રુષ્ટી ઋઅ‍ૅકઃઅ‍ૅઅ‍ૅય …” તુંડે તુંડે મતિર્ભિન્ના: ” ને સ્વીકાર્યા સિવાય છૂટકો છે?!
  નાથનો હાથ તો સર્વદા ઉપ્લબ્ધ છે જ [ અને એણે હૈયું [શ્રધ્ધામાટે ] .અને મસ્તક [ ગનાન માટે ] આપ્યાજ છે અને હાથ-પગ-અન્ય અવયવો-ઇંદ્રિયો સાથે કર્મ કરવાનો નિર્ણય -પસંદગીની સ્વતંત્રતા પણ આપી જ છે !
  “નિવૃતીની પ્રવૃતીસારી વાત છે.” સમજનાર માટે ….. કદાચ પંથ… લા….મ્બો!
  -લા’ કાંત / ૫.૧૦.૧૪

  જવાબ આપો
 • 8. chandravadan  |  ઓક્ટોબર 5, 2014 પર 3:25 પી એમ(pm)

  This was an Email Response>>>

  જ્ઞાનપંથ કે ભક્તિપંથ !

  Oct 4 at 6:31 PM
  Me On Saturday, October 4, 2014 6:31 PM, chadravada mistry: Dear Mitro……..Inviting you to READ the Post @ Chandrapukar>>>>CHANDRAVADAN….Read by CLICKING on the TITLE be..

  Oct 4 at 7:22 PM

  neeta kotecha
  To Me Oct 4 at 8:48 PM

  ekdam sachi vat gyan na panthe abhiman aave ane bhakti na panthe masti ni dhun lage , samadhi lage , prabhu na hraday sathe jodai sako
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Neetaben,
  Abhara Tamaro.
  Nice to see you on my Blog !
  Chandravadan

  જવાબ આપો
 • 9. ishvarlal R. Mistry.  |  ઓક્ટોબર 5, 2014 પર 5:54 પી એમ(pm)

  Very nice post Chandravadanbhai, GNAN and BHAKTI ,goes hand in hand.,road to salvation, with no Ahankar.

  Ishvarlal.

  જવાબ આપો
 • 10. KishoreCanada  |  ઓક્ટોબર 5, 2014 પર 7:42 પી એમ(pm)

  એક માર્ગ છે દિલનો અને બીજો દિમાગનો.

  જવાબ આપો
 • 11. chandravadan  |  ઓક્ટોબર 6, 2014 પર 1:48 એ એમ (am)

  This was an Email Response>>>

  જ્ઞાનપંથ કે ભક્તિપંથ !

  Oct 4 at 8:48 PM
  Me 8. chandravadan | October 5, 2014 at 3:25 pm This was an Email Response>>> જ્ઞાનપંથ કે ભક્તિપંથ ! Oct 4 at 6:31 PM Me On Saturday, October 4, 2014 6:31 PM,

  Today at 8:33 AM

  Mansukhlal Gandhi
  To Me Today at 5:50 PM
  બહુ સુંદર સંદેશો આપ્યો છે.
  સરસ…………………..

  Mansukhlal Gandhi
  Lo Angeles, CA
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Mansukhbhai,
  Thanks for your Comment !
  Chandravadan

  જવાબ આપો
 • 12. Vinod R. Patel  |  ઓક્ટોબર 7, 2014 પર 11:30 પી એમ(pm)

  જ્ઞાન છે દવા અજ્ઞાનતાના રોગની,
  ભક્તિ તો જીવશક્તિની દવા છે કાયમની,

  માણસ માટે જ્ઞાન અને ભક્તિ બન્ને જરૂરી છે .

  તેઓ બન્ને એક બીજાના પુરક છે .

  જવાબ આપો
 • 13. chandravadan  |  ઓક્ટોબર 10, 2014 પર 8:16 પી એમ(pm)

  This was an Email Response>>>

  Yashumati Raksha Patel

  To Me Today at 1:07 PM
  જ્ઞાન પંથ સાથે ભક્તિ પંથનું મિશ્રણ એતો ચરમ સીમા છે!

  રક્ષા……….
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Raxaben,
  Thanks !
  Please revisit my Blog !
  Chandravadan

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,373 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: