Archive for સપ્ટેમ્બર 30, 2014

કમુ અને ચંદ્રવદન નામે જગપહેચાણ !

ચમિ અને કમુ

કમુ અને ચંદ્રવદન નામે જગપહેચાણ !

હું કોણ ? હું કોણ ? રૂપી સવાલો જ્યારે થાય,

ત્યારે, માનદેહરૂપી પહેચાણની વાતો જગમાં થાય,

 

માનવી જ માનવીને પહેચાણ કારણે નામો જુદા જુદા ધરે,

એવી પ્રથાએ “કમુ અને ચંદ્રવદન”નામો બે જીવોને મળે,

 

જગમાં માનવદેહોને નામ-સ્વરૂપો અનેક મળે,

પણ, દેહભિતર આત્માને કોઈ નામ ના નડે,

 

જગમાં માવવદેહરૂપી સાધન દ્વારા કર્મો કરો,

“સારૂ” કરી, જગસાગર તરી, પ્રભુને મળો,

 

મૃત્યુ સમયે ના રૂદન કે કોઈ શોક કરો,

આત્મા અમર છે, જાણી એવું પ્રભુને ભજો,

 

કમુ કે ચંદ્રવદને જગમાં આવી શું કર્યું ?

સારૂ, નબળુ સર્વનો હિસાબનું તો પ્રભુએ જાણી લીધું,

 

જે શક્ય થયું કે થશે તેમાં પ્રભુની કૃપા નિહાળો,

“પુન્ય” હશે તો માનજો કે માનવ જન્મ ધન્ય થયો !

 

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૧૧,૨૦૧૪

બે શબ્દો…

કમુ માનવ સ્વરૂપે એક નારી !

કમુ માતા-પિતાની એક દીકરી !

કમુ  એક પતિની પત્ની !

કમુ ચાર દીકરીઓની માતા !

કમુ તો અન્ય માટે હ્શે બેન, માસી, મામી, કાકી, ફોઈ, ભત્રીજી કે ભાણકી કે મિત્ર !

“હું” કોણ ?

માનવ સ્વરૂપે એક નર !

માતાપિતાનો એક દીકરો !

એક પતિ !

એક દીકરીઓનો પિતા !

અન્ય માટે ભાઈ, માસા, મામા, કાકા,ફુઆજી, ભત્રીજો, ભાણેજ કે મિત્ર !

પણ….ખરેખર તો માનવ સ્વરૂપે પ્રભુએ સર્જેલા બે જીવો !

શા કારણે આ જગતમાં છે આ બે જીવો ?

પ્રભુ ઈચ્છા કારણે જરૂર આ જગતમાં છીએ !

આટલા વર્ષો જીવી ગયા….હવે, કેટલું આયુષ્ય છે બાકી ?

શાને કરીએ ચિંતાઓ એની ?

જેટલું જીવન વહી ગયું તેમાં શું કર્યું ?

સારૂં કે ખોટું કર્યું ?

એનો હિસાબ તો છે પ્રભુ પાસે !

હવે પછીના જીવન વિષે જરા વિચારીએ !

કંઈક “સારૂ” જ કરવા માટે આશાઓ હશે !

જે જીવનમાં શક્ય થયું કે હવે પછી થશે તેમાં પ્રભુકૃપા હશે !

પ્રભુ જ “કર્તા” કહી જીવનમાં હશે જીવનની આગેકુચ અમારી !

જ્યારે જગમાં ના હોઈશું ત્યારે રૂદન શાનું ?

મૃત્યુ કરે દેહનું “પતન”….પણ આત્મારૂપે અમે તો “અમર” છે !

અરે ! અમે નહી પણ તમે અને આપણે સર્વ અમર છીએ !

ચંદ્રવદન

લખાણ ઃ તારીખ,જાન્યુઆરી,૧૧,૨૦૧૪

FEW WORDS…

Today’s Post on the ENDING POST….in a SERIES of POSTS which were directed to explain the CREATION of GOD……The EARTH in the UNIVERSE…MANKIND on the EARTH…..the HUMAN SOCIETY….the understanding of BODY & SOUL….the MORTALITY of the HUMAN BODY & IMMORTALITY (AMAR) of the SOULS.

This Post talks of the NAMES as the RECOGNITION of the HUMANS.

The Human Life is LIMITED….one must do the GOOD or RIGHT Acts within this short Lifespan. Kamu & Chandravadan are ONLY as the EXAMPLES….What is said in the Poem can be applicable to ALL.

Hope you like this Post & OTHER Posts !

Dr. Chandravadan Mistry

સપ્ટેમ્બર 30, 2014 at 2:30 પી એમ(pm) 17 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 396,657 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930