તાના અને રીરીની કહાણી !

September 17, 2014 at 12:03 pm 12 comments

 

TANA RIRI  the CLASSICAL SINGERS of VADNAGAR,GUJARAT

 

 

MEMORIAL of TANA RIRI  at VADNAGAR,GUJARAT

 

 

 

 

તાના અને રીરીની કહાણી !

 

 

તના અને રીરી છે ગુજરાતના વડનગરવાસી,

 

કહાણી કહું એમની, જે નથી સૌએ એ જાણી !……(ટેક)

 

 

 

દિપક રાગથી ગાતા, તાનસેન દેહે અગ્નિ પ્રગટે,

 

રોગથી પીડીત થઈ, ભારતના ખુણે ખુણે એ ફરે,

 

ફરતા, ફરતા, ગુજરાતના વડનગરે એ આવે,

 

અહીં આવતા, તના રીરીના પ્રવેશની વાત લાવે !……….(૧)

 

 

 

વડનગરના નાગર બ્રામણ કોમે જોડીયા બાળકીઓ રહે,

 

જેને સૌ વડનગરવાસીઓ તના અને રીરી નામે પૂકારે,

 

બે નાની બાળા મુધર વાણીમાં ક્લાસીકલ સંગીત જાણે,

 

પાણી ભરતા, તાનસેનજી એમના મલહાર રાગનું જાણે !…….(૨)

 

 

 

મધુર કંઠે બાલવાણીમાં વડનગરમાં સાંભળતા તાનસેન તો રાજી,

 

અને, હવે બિમારીથી દુર અને ફરી દિલ્હી જાય થઈ રાજી ખુશી,

 

કેવી રીતે ઈલાજનું જાણવાના અકબર આગ્રહે, તાનસેન તના રીરીનું કહે,

 

જે કારણે અકબરને તના રીરી પાસે દરબારમાં આવી ગાવા આદેશ કરે!……(૩)

 

 

 

નાગર બ્રામણો તો ફક્ત વડનગર રહી ઈષ્ટદેવ નજીક ગાય શકે,

 

તો, એવા કારણે તના રીરી પણ દરબારે ના ગાવની ઈચ્છા ધરે,

 

વડનગરને બાદશાહ કોપથી બચાવવા ‘ને લાજ રાખવા કાજે,

 

કુવામાં કુદી, આત્મહત્યાનાં પંથે જઈ, એમના પ્રાણો તજે !…………….(૪)

 

 

 

અકબર તના અને રીરીના મૃત્યુ વિષે જાણી મનમાં અફસોસ કરે,

 

વડનગર પોતે જઈ, તના રીરીના માતપિતાની ક્ષમા માંગે,

 

દિલ્હીમાં આવી, તાનસેનને તના-રીરી નામે નવો રાગ રચવા આદેશ કરે,

 

વડનગરમાં યાદગીરીમાં મંદિરજેવું અને આજે ગામે તના અને રીરી અમર રહે !……(૫)

 

 

 

આ તના રીરીની કહાણી વિષે કોઈ બીજો હેવાલ કહે,

 

કોઈ કહે કે તાનસેન પાસે અકબર જાણે ત્યારે બેગોમો શહેજાદા પ્લોટ રચે,

 

તના રીરીને કેદી કરતા, વડનરવાસીઓ બે શહેજાદાઓનું મૃત્યુ કરે,

 

જે કારણે અકબર હુમલો કરી તના રીરીને કેદી કરી દિલ્હી લાવવાના પ્રયાસે !…….(૬)

 

 

 

અને, આ કહાણીમાં વિગતો વધુમાં એવી તે મારે અહીં કહેવી છે,તે તમે સાંભળવી રહે,

 

દિલ્હી પ્રવેશ કરતા પહેલા, મહાકાલેશ્વરના મંદિર આગળ તના રીરી વીટીઓનું ઝેરે ચુસે,

 

આવા વર્ણનમાં અકબર ક્રોધીત થઈ વડનગર પર હુમલો કરતા નાગરો અને અન્ય મરે,

 

તો, હું સૌને પૂછું કહાણી કઈ ખરી અને કઈ ખોટી, કોઈ કહેશો મને  ?………………(૭)

 

 

 

હું તો કહું કે આ તના રીરીની કહાણીમાં પુર્ણ સત્ય શું એ ના જાણું,

 

પણ,  એ એક ઐતિહાસીક ઘટના જરૂર હતી, એ હું જાણું,

 

એથી, આ કાવ્યવાંચનમાંથી તમે એક ઘટનારૂપે તના રીરીને જાણો,

 

જાણી, બે બાળીકાને વંદન કરી તમ શીશ નમાવો !………………..(૮)

 

 

 

કાવ્ય રચના ઃ તારીખ,ઓગસ્ટ,૯,૨૦૧૪                     ચંદ્રવદન

 

ખાસ નોંધ….આ કાવ્ય રચનામાં “તના” ને બદલે તમો “તાના” વાંચશો …..ચંદ્રવદન

 

 

બે શબ્દો…

 

નરસીંહ મેહતાના જીવન વિષે પોસ્ટ પ્રગટ કરી હતી ત્યારે, પ્રજ્ઞાજુબેન વ્યાસે પ્રતિભાવમાં “તના રીરી” વિષે ઉલ્લેખ કર્યો હતો.

ત્યારે તના અને રીરી કોણ તેનો અજાણ હતો.

ગુગલ દ્વારા એમના વિષે જાણ્યું.

ત્યારે વડનગર સાથે સબંધ હતો.

 નરસીંહના વડનગર સાથે નાતો હોવાના કારણે જ પ્રજ્ઞાજુબેને આંગળી ચીંધી હશે.

જે વાંચ્યું એ આધારીત જ કાવ્ય રચના થઈ છે.

તના અને રીરી વિષે જુદી જુદી હકિકતો હતી…પણ એક સત્ય કે ઇતિહાસે અકબરની સત્તા સમયે “તના અને રીરી” જરૂર હતા.

તમો પણ ગુગલ પર જઈ વધુ જાણી શકો છો.

ચાલો, આવો, વાંચો અને આશા છે કે તમોને આ કાવ્ય-પોસ્ટ ગમે !

ડો. ચંંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

 

This is a Poem in Gujarati on a Twins born at VADNAGAR, Gujarat during the reign of AKBAR.

Their names were TANA & RIRI.

They had very SWEET VOICE & knew the CLASSICAL MUSIC.

Tansen of AKBAR’s COURT had the intense burning of the body after singing in the DIPAK RAAG.

For finding a cure he was at Vadnagar, Gujarat.

He had the contact of TANA & RIRI who by singing in RAAG MALHAAR ( that has the potential to create RAINS) cured Tansen.

Akbar knowing of Tana & Riri desired to have them sing at Delhi in his Darbar.

The twins were very religious & bound by the traditions were only for singing at Vadnagar close to their Deity.

To save the village & the PRESTIGE, they jumped into the Well & died.

Akbar according to one VERSION of the story, regretted their deaths, other version talks about his ANGER.

The TRUTH lies within these versons but TANA & RIRI were REAL PERSONS as per the HISTORY.

Hope you like the Post.

Dr. Chandravadan Mistry

 

 

 

Advertisements

Entry filed under: કાવ્યો.

બીરબલની કહાણી ! ૧૭મી સેપ્ટેમ્બરના દિવસની યાદ !

12 Comments Add your own

 • 1. pragnaju  |  September 17, 2014 at 1:51 pm

  અકબર રાજાના દરબારમાં નવરત્ન હતા. મિંયા તાનસેને દિપક રાગ ગાયો અને અકબરના દરબારમાં દીવા પ્રગટયા પણ તાનસેનના શરીરમાં એક ભયંકર આગ પ્રજવલીત થઇ. આ આગને બુઝાવવા તે દર-દર ભટકવા લાગ્યા. કોઇ બુઝાવી ન શકયું અને વડનગરમાં આવ્યા. ત્યાં નરસિંહ મહેતાની દોહીત્રી તાના અને રીરીએ રાગ મલ્હાર ગાઇ તાનસેનની આગ બુઝાવી. આ વાતની અકબર બાદશાહને ખબર પડી અને તાના-રીરીને રાણી બનાવવાનો સંદેશો મોકલ્યો. ગુજરાતની આ ગુજરાતણોએ ગૌરવવંતા ગુજરાતને બચાવવા માટે આત્મ સમર્પણ કર્યુ! ..
  ઘટનાને સુંદર કાવ્યસ્વરુપ આપ્યું
  સમગ્ર વિશ્વમાં જેના ડંકા વાગ્યા છે તેવો તાનારીરી-મહોત્સવ મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વતન વડનગરમાં ભવ્ય રીતે ઉજવાયો હતો

  Reply
 • 2. NAVIN BANKER  |  September 17, 2014 at 3:19 pm

  આપના લેખો, કવિતાઓ વારંવાર વાંચું છું.
  આપે જ્યાં જયાં તના-રીરી લખ્યું છે ત્યાં ‘તાના-રીરી’ કરશો. ઘણાં નાગરોને, ‘નાગર બ્રાહ્મણ’ શબ્દ પ્રત્યે અણગમો હોય છે. તેઓ કહે છે કે અમે નાગર-બ્રાહ્મણ નહીં, અમે તો ‘નાગર’.
  આપનું સાહિત્યસ્રર્જન આનંદદાયક છે.
  નવીન બેન્કર

  Reply
  • 3. chandravadan  |  September 17, 2014 at 4:59 pm

   Navinbhai,
   Thanks for your Comment.
   I had added a NOTE in Gujarati requesting all to read as “તાના”
   This NOTE is at the End of the Kavya
   Chandravadan

   Reply
 • 4. Ramesh Patel  |  September 17, 2014 at 5:11 pm

  તાના-રીરી સંગીતની સાધના થકી પ્રાપ્ત અનુપમ સિધ્ધી, એ યશોગાથા તેમની દુઃખદ વિદાય છતાં સંસાર ભૂલશે નહી સરસ કાવ્યાંજલિ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 5. pravinshastri  |  September 17, 2014 at 6:10 pm

  તાના અને રીરીની વાત ખુબજ જાણીતી છે. તાનસેનની દાહમાં રાહત મળ્યા પછી દરેક ગાયકીમાં તાના રીરીનો ઉલ્લેખ કરવાનું શરૂ કર્યું હતું. એની ફિલ્મ જોયાનું પણ યાદ છે. તાના અને રીરી નરસિંહ મહેતાની દોહિત્રી હતી તે પ્રજ્ઞાબેનની કૉમેન્ટમાંથી જાણ્યું. ડોકટર સાહેબ, આપતો કવિ છો. થોડા શબ્દોમાં ઘણી સરસ વાત.

  Reply
 • 6. pravina Avinash kadakia  |  September 17, 2014 at 6:12 pm

  તાના રીરીનું આત્મ સમર્પણ ગૌરવવંતુ હતું.. વડનગરમાં તેમનો ભવ્ય મહોત્સવ
  ખૂબ આનંદદાયક સમાચાર.

  Reply
 • 7. chandravadan  |  September 17, 2014 at 7:32 pm

  This was an Email Response>>>>

  તના અને રીરીની કહાણી !(3)
  Me Dear Mitro…..Did you know of Tana & Riri ? You read the Post @ Chandrapukar. Just Click on the Title below & you will be able read the Post….then you can Post your Comment>>>Chandravadan તના
  Today at 7:58 AM

  Today at 9:21 AM
  Saryu Parikh
  To Me Today at 9:40 AM

  ભાઈશ્રી,
  સરસ વિષય જાણકારી. સુંદર ફોટાઓ.
  સરયૂ

  Saryu Parikh સરયૂ પરીખ http://www.saryu.wordpress.com
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Saryuben,
  Abhar for your Comment.
  Chandravadan bhai

  Reply
 • મારી સમજ મુજબ તણા રીરી નહિ પરંતુ તાના રીરી નામ છે અને તેમનો એક લેખ ‘દાદીમા ની પોટલી’ પર પણ આપ માણી શકો છો.

  http://desais.net/das/%E0%AA%9F%E0%AB%82%E0%AA%82%E0%AA%95%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%A7%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE%E0%AA%93-%E0%AA%B2%E0%AB%87%E0%AA%96/2012012212456/%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%B0%E0%AB%80/

  વડનગર પહોંચીને સરદારે નીલકંઠ રાયને બાદશાહનો હૂકમ સંભળાવ્યો. ચારે તરફ હાહાકાર મચી ગયો. તાના અને રીરીએ પણ પરિસ્થિતિની ગંભીરતા સમજી લીધી. બાદશાહનો ઈરાદો કેવળ મેઘમલ્હાર સાંભળવાનો નહિ પણ બીજો કંઈક પણ છે ખરો. ગામના સમજુ, શાના અને વડીલ લોકોએ સભા બોલાવી. અકબર સાથે ટકરાવું યોગ્ય ન લાગ્યું. બંને બહેનોને આગ્રા મોકલવામાં આવે અને આખા ગામને વિનાશમાંથી બચાવી લેવું. તાના અને રીરીએ પોતાનાં સાસરા અને દાદાને એટલો વિશ્વાસ અપાવ્યો કે એમણે આગ્રા જવા દેવામાં આવે અને તેઓ કૂળની મર્યાદા કે પોતાના સતિત્વને અખંડ રાખશે. ભગવાન હાટકેશ્વર તેમની રક્ષા કરશે.

  પસંદગીના દરબારીઓ અને નવરાત્નોની સાથે દીવાને ખાસમાં તાના-રીરીના ગાનની મહેફિલની વ્યવસ્થા ગોઠવવામાં આવી. તાનસેનના વિશેષ આગ્રહ સાથે બંને બહેનો પર્દાની પાછળ બેગમ અને શાહ્જાદીઓની વચ્ચે બેઠી. બાદશાહે મેઘમલ્હાર ગાવાનું આહવાન કર્યું અને હસતાં હસતાં બોલ્યાં : ‘આ કાર્તિક મહિનામાં પણ વરસાદ વરસે છે કે નહિ એ અમે જોવા માગીએ છીએ.’ આ બાજુએ સાજિંદોએ સૂર સાધ્યા. આ બાજુએ પર્દાની પાછળથી ઉદાસીનતા સાથેની સ્વરલહેરી વહેવા લાગી. જાણે કે જીવનનો સમસ્ત રસ શતધારે વહીને ચારે દિશામાં ફેલાઈ રહ્યો છે. વરસાદ વરસવો શરૂ થયો એનો કોઈનેય ખ્યાલ ન આવ્યો. સ્વરલહરી હવે તો વહેતી બંધ થઇ. પર્દાની પાછાળની જમીન પર પાણી વધવા લાગ્યું. બેગમ અને શાહ્જાદીઓ ઊઠીને પોતપોતના મહેલોમાં જવા લાગી. એમણે જોયું તો લોહીના પ્રવાહમાં બંને બહેનો એકબીજાના હાથ પકડીને ચીરનિંદ્રામાં શાંત ભાવે સૂતી હતી. એમના વક્ષસ્થળમાંથી લોહીની ધારા વહતી હતી અને નજીકમાં જ બે કટાર પણ પડી હતી.

  Reply
  • 9. chandravadan  |  September 18, 2014 at 3:30 am

   Ashokbhai,
   Thanks for this & other comments.
   I will visit your Blog & read the Post as per the Link.
   Chandravadan

   Reply
 • 10. chandravadan  |  September 18, 2014 at 3:25 am

  This was an Email Response>>>

  himatlal joshi
  To Me Today at 8:01 PM
  પ્રિય ચંદ્રવદન ભાઈ
  તમે તાના રી રી વિષે સરસ માહિતી આપી

  Ataai
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Abhar Tamaro !
  Chandravadan

  Reply
 • 11. chandravadan  |  September 18, 2014 at 7:45 pm

  This was an Email Response>>>

  તના અને રીરીની કહાણી !
  Me On Wednesday, September 17, 2014 7:58 AM, chadravada mistry wrote: Dear Mitro…..Did you know of Tana & Riri ? You read the Post @ Chandrapukar.

  Sep 17 at 8:01 PM
  Dharamshi Patel
  To Me Sep 17 at 8:16 PM
  Hari om,

  Waw

  Dharamshi Limbani
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamsihji,
  Abhar !
  Chandravadan

  Reply
 • 12. Purvi Malkan  |  September 19, 2014 at 8:02 am

  sundar itihas

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,005 hits

Disclimer

September 2014
M T W T F S S
« Aug   Oct »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: