Archive for સપ્ટેમ્બર 17, 2014

૧૭મી સેપ્ટેમ્બરના દિવસની યાદ !

532703_3ac2c766a3abfe2cdb2a54864016f745_large

 

 

૧૭મી સેપ્ટેમ્બરના દિવસની યાદ !

૧૭મી સેપ્ટેમ્બરનો દિવસ ફરી ફરી આવે,

આવી, એ તો હાર્ટ એટેકની યાદ તાજી કરાવે !

 

 

૧૯૮૯ની એ સાલ હતી,

શનિવારના દિવસની વાત હતી,

 

 

બેઈકરફીલ્ડ શહેરથી મહેમાનો હમ-ઘરે આવે,

વાતો કરી,ભોજન કરતા, હૈયે ખુબ આનંદ લાવે,

 

 

વિદાય દેતા, કમુ અને હું ઘરે એકલા ફરી,

અચાનક મારા પેટમાં દાઝરો અનુભવવાની ઘડી,

 

 

દવા લીધી પણ ના કાંઈ એની અસર પડી,

અચાનક છાતી ભારી, ‘ને કપાળે પરસેવાની નિશાની રહી,

 

 

ડોકટરી જ્ઞાનથી “એંજાઈના”રૂપે હાર્ટના દર્દનું જાણી,

“નાઈટ્રો”મુખે ‘ને કારડિઓલોજ્સ દોસ્તને વાતો કરી,

 

 

હોસ્પીતાલ નજિક ‘ને તરત જ  ઇમરજન્સિમાં  હુ હ્તો,

એન્જોગ્રામ કરતા, ત્રણ આરટરી બ્લોગનો આગાધ હતો,

 

 

રાતોરાત ઈમરજંસી બાયપાસ સર્જરીનો નિર્ણય રહ્યો,

મુજને “નવજીવન”મળ્યાની આ વાત હુ આજે કહી રહ્યો,

 

 

હોસ્પીતાલે રહ્યા રહ્યા, પ્રભુનો પાડ માનતો રહ્યો,

પ્રભુપ્રેરણાએ કાવ્યોરૂપે અન્યનો આભાર લખતો રહ્યો,

 

 

“પ્રભુ પ્રીતના અમી ઝરણા” નામે એક પુસ્તીકા બની,

તે પ્રસાદીરૂપે સૌને વહેંચી, ખુશી મુજ હૈયે ભરી,

 

 

આજે ૨૦૧૪માં ફરી એ ઘટનાની યાદ તાજી બની,

વિચારોને શબ્દોમાં લખી આજે મેં સૌને કાવ્યરૂપે કહી !

 

 

કાવ્ય રચના તારીખ સેપ્ટેમ્બર,૧૭,૨૦૧૪               ચંદ્રવદન

 

બે શબ્દો…

 

આજે છે બુધવાર અને ૧૭મી સેપ્ટેમ્બર.

આજે ફરી ૧૯૮૯માં બનેલી ઘટના યાદ આવી.

બાદશાહ અકબર વિષેની પોસ્ટો પ્રગટ કરવાના નિર્ણય આધારીત આજે જ છેલ્લી પોસ્ટ “તના રીરી”ની છે.

આજે જ એ પોસ્ટ બાદ આ પોસ્ટ તમે વાંચી રહ્યા છો.

પોસ્ટ ગમી ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today on 17th Sep, 2014, I am publishing a 2nd Post.

After completing ALL Posts related to AKBAR…..this day of 17th Sept is remembered for the INCIDENT that had happened in my life in 1989.

As a Poem  I had narrated that incident of MY HEART ATTACK…..my HEART BYPASS Surgery.

I am ever THANKFUL to GOD for extending my LIFE.

Dr. Chandrvadan Mistry

સપ્ટેમ્બર 17, 2014 at 10:29 પી એમ(pm) 18 comments

તાના અને રીરીની કહાણી !

 

TANA RIRI  the CLASSICAL SINGERS of VADNAGAR,GUJARAT

 

 

MEMORIAL of TANA RIRI  at VADNAGAR,GUJARAT

 

 

 

 

તાના અને રીરીની કહાણી !

 

 

તના અને રીરી છે ગુજરાતના વડનગરવાસી,

 

કહાણી કહું એમની, જે નથી સૌએ એ જાણી !……(ટેક)

 

 

 

દિપક રાગથી ગાતા, તાનસેન દેહે અગ્નિ પ્રગટે,

 

રોગથી પીડીત થઈ, ભારતના ખુણે ખુણે એ ફરે,

 

ફરતા, ફરતા, ગુજરાતના વડનગરે એ આવે,

 

અહીં આવતા, તના રીરીના પ્રવેશની વાત લાવે !……….(૧)

 

 

 

વડનગરના નાગર બ્રામણ કોમે જોડીયા બાળકીઓ રહે,

 

જેને સૌ વડનગરવાસીઓ તના અને રીરી નામે પૂકારે,

 

બે નાની બાળા મુધર વાણીમાં ક્લાસીકલ સંગીત જાણે,

 

પાણી ભરતા, તાનસેનજી એમના મલહાર રાગનું જાણે !…….(૨)

 

 

 

મધુર કંઠે બાલવાણીમાં વડનગરમાં સાંભળતા તાનસેન તો રાજી,

 

અને, હવે બિમારીથી દુર અને ફરી દિલ્હી જાય થઈ રાજી ખુશી,

 

કેવી રીતે ઈલાજનું જાણવાના અકબર આગ્રહે, તાનસેન તના રીરીનું કહે,

 

જે કારણે અકબરને તના રીરી પાસે દરબારમાં આવી ગાવા આદેશ કરે!……(૩)

 

 

 

નાગર બ્રામણો તો ફક્ત વડનગર રહી ઈષ્ટદેવ નજીક ગાય શકે,

 

તો, એવા કારણે તના રીરી પણ દરબારે ના ગાવની ઈચ્છા ધરે,

 

વડનગરને બાદશાહ કોપથી બચાવવા ‘ને લાજ રાખવા કાજે,

 

કુવામાં કુદી, આત્મહત્યાનાં પંથે જઈ, એમના પ્રાણો તજે !…………….(૪)

 

 

 

અકબર તના અને રીરીના મૃત્યુ વિષે જાણી મનમાં અફસોસ કરે,

 

વડનગર પોતે જઈ, તના રીરીના માતપિતાની ક્ષમા માંગે,

 

દિલ્હીમાં આવી, તાનસેનને તના-રીરી નામે નવો રાગ રચવા આદેશ કરે,

 

વડનગરમાં યાદગીરીમાં મંદિરજેવું અને આજે ગામે તના અને રીરી અમર રહે !……(૫)

 

 

 

આ તના રીરીની કહાણી વિષે કોઈ બીજો હેવાલ કહે,

 

કોઈ કહે કે તાનસેન પાસે અકબર જાણે ત્યારે બેગોમો શહેજાદા પ્લોટ રચે,

 

તના રીરીને કેદી કરતા, વડનરવાસીઓ બે શહેજાદાઓનું મૃત્યુ કરે,

 

જે કારણે અકબર હુમલો કરી તના રીરીને કેદી કરી દિલ્હી લાવવાના પ્રયાસે !…….(૬)

 

 

 

અને, આ કહાણીમાં વિગતો વધુમાં એવી તે મારે અહીં કહેવી છે,તે તમે સાંભળવી રહે,

 

દિલ્હી પ્રવેશ કરતા પહેલા, મહાકાલેશ્વરના મંદિર આગળ તના રીરી વીટીઓનું ઝેરે ચુસે,

 

આવા વર્ણનમાં અકબર ક્રોધીત થઈ વડનગર પર હુમલો કરતા નાગરો અને અન્ય મરે,

 

તો, હું સૌને પૂછું કહાણી કઈ ખરી અને કઈ ખોટી, કોઈ કહેશો મને  ?………………(૭)

 

 

 

હું તો કહું કે આ તના રીરીની કહાણીમાં પુર્ણ સત્ય શું એ ના જાણું,

 

પણ,  એ એક ઐતિહાસીક ઘટના જરૂર હતી, એ હું જાણું,

 

એથી, આ કાવ્યવાંચનમાંથી તમે એક ઘટનારૂપે તના રીરીને જાણો,

 

જાણી, બે બાળીકાને વંદન કરી તમ શીશ નમાવો !………………..(૮)

 

 

 

કાવ્ય રચના ઃ તારીખ,ઓગસ્ટ,૯,૨૦૧૪                     ચંદ્રવદન

 

ખાસ નોંધ….આ કાવ્ય રચનામાં “તના” ને બદલે તમો “તાના” વાંચશો …..ચંદ્રવદન

 

 

બે શબ્દો…

 

નરસીંહ મેહતાના જીવન વિષે પોસ્ટ પ્રગટ કરી હતી ત્યારે, પ્રજ્ઞાજુબેન વ્યાસે પ્રતિભાવમાં “તના રીરી” વિષે ઉલ્લેખ કર્યો હતો.

ત્યારે તના અને રીરી કોણ તેનો અજાણ હતો.

ગુગલ દ્વારા એમના વિષે જાણ્યું.

ત્યારે વડનગર સાથે સબંધ હતો.

 નરસીંહના વડનગર સાથે નાતો હોવાના કારણે જ પ્રજ્ઞાજુબેને આંગળી ચીંધી હશે.

જે વાંચ્યું એ આધારીત જ કાવ્ય રચના થઈ છે.

તના અને રીરી વિષે જુદી જુદી હકિકતો હતી…પણ એક સત્ય કે ઇતિહાસે અકબરની સત્તા સમયે “તના અને રીરી” જરૂર હતા.

તમો પણ ગુગલ પર જઈ વધુ જાણી શકો છો.

ચાલો, આવો, વાંચો અને આશા છે કે તમોને આ કાવ્ય-પોસ્ટ ગમે !

ડો. ચંંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

 

This is a Poem in Gujarati on a Twins born at VADNAGAR, Gujarat during the reign of AKBAR.

Their names were TANA & RIRI.

They had very SWEET VOICE & knew the CLASSICAL MUSIC.

Tansen of AKBAR’s COURT had the intense burning of the body after singing in the DIPAK RAAG.

For finding a cure he was at Vadnagar, Gujarat.

He had the contact of TANA & RIRI who by singing in RAAG MALHAAR ( that has the potential to create RAINS) cured Tansen.

Akbar knowing of Tana & Riri desired to have them sing at Delhi in his Darbar.

The twins were very religious & bound by the traditions were only for singing at Vadnagar close to their Deity.

To save the village & the PRESTIGE, they jumped into the Well & died.

Akbar according to one VERSION of the story, regretted their deaths, other version talks about his ANGER.

The TRUTH lies within these versons but TANA & RIRI were REAL PERSONS as per the HISTORY.

Hope you like the Post.

Dr. Chandravadan Mistry

 

 

 

સપ્ટેમ્બર 17, 2014 at 12:03 પી એમ(pm) 12 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 395,706 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930