Archive for સપ્ટેમ્બર 15, 2014

બીરબલની કહાણી !

 

 

Birbal
Birbal.jpg
Born 1528
present-day Uttar Pradesh, India
Died 1586 (aged 60–61)
Swat valley, present-day Pakistan
Occupation Courtier and advisor in the Mughalcourt of Emperor Akbar
PHOTO & INFO  Via GOOGLE SEARCH

 

 

બીરબલની કહાણી !

બીરબલને સૌ જાણે એવા નામે,

પણ…ખરેખર બીરબલ કોણ તે કોઈ ના જાણે,

તો, કહું છું હું એની કહાણી !……………………………..(ટેક)

 

 

યમના નદીના કાંઠે ઉત્તર પ્રદેશમાં એક ગામ છે,

એ તો કલાપી નજીક, જ્યાં જન્મે એક બાળ રે,

કહાણી કહું છું એની, સાંભળજો તમે ધ્યાનથી !…………..(૧)

 

 

બાળ પિતા ગંગાદાસ ‘ને માતા અનભ દેવી નામે,

ત્રીજા સંતાનરૂપે આ બાળ છે મહેશ દાસ નામે,

કહાણી કહું છું એની, સાંભળજો તમે ધ્યાનથી !…………..(૨)

 

 

મહેશ તો હિન્દી, સંસ્કૃત ‘ને પરસીઅન ભાષાઓ શીખે,

ભણતર સાથે સંસ્કારે,કવિ અને ગાયક એ બને,

કહાણી કહું છું એની, સાંભળજો તમે ધ્યાનથી !……….(૩)

 

 

ગરીબ છે જન્મે, પણ ધનવાન પત્ની ભાગ્યમાં મળે,

રાજા રામચંદ્રજી રેવાના દરબારે સેવા એ તો કરે.

કહાણી કહું છું એની, સાંભળજો તમે ધ્યાનથી !…………(૪)

 

 

કવિરાજ કે ગાયકના ગુણો સમજી, અકબર એને દરબારે લાવે,

નવ રત્નોમાં જોડી, બીરબલ નામ દઈ સનમાન એનું કરે,

કહાણી કહું છું એની, સાંભળજો તમે ધ્યાનથી !……….(૫)

 

 

૧૫૫૬થી ૧૫૬૨ સુધી અકબર દરબારે બીરબલ ચમકે,

લડવૈયો નહી પણ અકબર માટે એ જંગો ખલે,

કહાણી કહું છું એની, સાંભળજો તમે ધ્યાનથી !………(૬)

 

 

અતિ બુધ્ધિશાળી અને ચતુર બીરબલ તો રહે,

રાજકાર્યોમાં પણ અકબરને એ તો સલાહો દેતો રહે,

કહાણી કહું છું એની, સાંભળજો તમે ધ્યાનથી !…….(૭)

 

 

સ્વાટવેલીમાં ભયંકર બળવો થતા, બીરબલ યુધ્ધે જાય,

એવી લડાઈમાં અનેકોની મૃત્યુમાં બીરબલ પ્રાણ જાય,

કહાણી કહું છું એની, સાંભળજો તમે ધ્યાનથી !…….(૮)

 

 

તપાસો ઘણી, પણ બીરબલ દેહ નહી અકબરને મળે,

ત્યારે, “મારી સત્તામાં આ છે મહાદુઃખભરી ઘટના”અકબર એવું કહે,

કહાણી કહું છું એની, સાંભળજો તમે ધ્યાનથી !…….(૯)

 

 

બીરબલ નામે કવિ કે ગાયકરૂપે કોઈ ના એને જાણે,

અકબર-બીરબલની વાતોમાં ચતુર બીરબલને સૌ જાણે,

કહાણી કહું છું એની, સાંભળજો તમે ધ્યાનથી !……(૧૦)

 

 

અંતે ચંદ્ર કહેઃ વાર્તાઓમાં બીરબલની બુધ્ધિના દર્શન થાય,

એવી વાર્તાઓ દ્વારા બીરબલ તો આજે અમર કહેવાય,

કહાણી કહું છું એની, સાંભળજો તમે ધ્યાનથી !……(૧૧)

 

 

કાવ્ય રચના ઃ તારીખ ઓગસ્ટ,૧૧,૨૦૧૪              ચંદ્રવદન

બે શબ્દો…

આજની કાવ્ય-પોસ્ટ એટલે બીરબરના જીવન વિષે કાંઈક કહેવાનો મારો પ્રયાસ.

અકબર-બીરબલની અનેક વાર્તાઓ દ્વારા સૌ બીરબલને જાણે.

પણ એના જન્મ અને અકબરના દરબારમાં એનો સમાવેશ થયો તે પહેલાના જીવન વિષે અનેક અજાણ છે.

તો…એક કાવ્યરૂપે બીરબલનું જીવન અહીં કહ્યું છે.

આશા છે કે તમોને ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

This is a Poem in Gujarati on the life of BIRBAL who by birth was of the Brahmin Caste & was born as MAHESH DAS at a small village in Uttar Pradesh of India.

He was a Poet & a Singer.

Akbar was attracted by his talents & he was made a member of NAV RATNA of the Akbar Darbar.

He died fighting a battle & his body was never recovered. Akbar regetted this & his loss very much.

Birbal is ever remembered for the Stories filled with his WITS.

Dr. Chandravadan Mistry.

સપ્ટેમ્બર 15, 2014 at 1:04 પી એમ(pm) 13 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,824 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930