Archive for સપ્ટેમ્બર 13, 2014

અકબરની બેગમોમાં જોધા !

 

 

Rajkumari Heer Kunwar, Phool Kanwar
Empress Consort of the Mughal Empire
Birth of jahangir.jpg
Artistic depiction of Mariam-uz-Zamani alias Harka Bai
Reign october 1 1562 – 27 October 1605
Consort Akbar
Issue Jahangir
House Kachwahas of Amer
Father Raja Bharmal
Born October 1, 1542
Amer, India
Died May 19, 1623 (aged 81)[1][2]
Agra, India[3]
Burial Tomb of Mariam-uz-Zamani, Sikandra,Agra[1]
Religion Hinduism

 

અકબરની બેગમોમાં જોધા !

અકબર જીવનમાં ત્રણ બેગમો નજીક હતી,

જેમાં, રૂકૈયા, સલીમા અને અંતે જોધા હતી,

ત્રણેનું જરા કહેતા, વાત જોધાની મારે કરવી !…………(૧)

 

 

રૂકૈયા તો બચપણથી બેગમ બની હતી,

સલીમા તો બહેરામ ખાનની પ્રથમ પત્ની હતી,

જેને બહેરમના મૃત્યુ પછી પત્નીરૂપે અકબરે સ્વીકારી !……..(૨)

 

 

અકબરની ઈચ્છાઓ રાજપુતાનામાં એનો પ્રભાવ રહે,

સંજોગો આવતા, અમેરના રાજા પાસે રાજકુંવરીનો હાથ માંગે,

આવી ઘટના થઈ હતી એવું ઈતિહાસ કહે !……………..(૩)

 

 

જન્મે જોધા હતી હલકા બાઈ કે અન્ય નામે,

ઓકટોબર ૧૫૪૨માં એનો જન્મ અમેર ધામે,

હિન્દુ-મુસલીમ લગ્ન આવું રાજનિતી નામે !…………..(૪)

 

 

જોધા હિન્દુ ધર્મ પાળે ‘ને અકબર એ સ્વીકારે,

એકબીજા ના હતા પ્રેમમાં પણ અંતે બે પ્રેમી બને,

“મરીઅમ-ઉઝ-ઝમાની”ની પદે જોધા અકબર પ્યારી બને !……(૫)

 

 

જોધા કારણે અકબર હિન્દૂને પ્રેમ દ્રષ્ટીએ નિહાળે,

કાયદાકાનુનો બદલી પ્રજામાં પ્રેમવાતાવરણ લાવે,

રાજપુતાના સાથે મિત્રતા અને અકબર સત્તાની હદો વધારે !………(૬)

 

 

સંતાનની ઝંખના અકબર હૈયે જ્યારે રહે,

ત્યારે જોધા સલીમ નામે પુત્ર આપે,

જે રાજગાદીએ આવતા જહાંગીર નામે સૌ પૂકારે !………………(૭)

 

 

૧૬૨૩માં જોધાનું મૃત્યુ,૮૧ વર્ષની વયે,

પુત્ર જહાંગીરે વાવ કરી, અંતિમ અંજલી ધરી,

ઈતિહાસે આવી છે જોધા કહાણી, જે મેં સૌને કહી !……………..(૮)

 

 

કાવ્ય રચના ઃ તારીખ, ઓગસ્ટ,૧૨,૨૦૧૪               ચંદ્રવદન

 

બે શબ્દો…

 

આજે તો સૌ ટીવી અને સીનેમાના યુગમાં જોધા વિષે જાણે.

“જોધા અકબર” નામે હિન્દી ફિલ્મ સૌએ નિહાળી.

હવે “જોધા અકબર” નામે ચાલે છે ટીવી સીરીઅલ.

જે જોવા મળે છે તેમાં “પરમ સત્ય” ના મળે. નાટકરૂપે સૌને ગમે એવા કારણે કોઈક ઘટનામાં ફેરફારો થયા હશે.

જે ગુગલ દ્વારા જાણ્યું તેમાં પણ જુદા જુદા વિચારો છે.

પણ….અકબર રાજપુતાની રાજકુંવરીને પરણ્યો હતો એ એક સત્ય છે.

આ રચના સૌને ગમે એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

 

Today is the Life Story of JODHA as a Poem in Gujarati.

Jodha was one of the 3 Begams of Akbar and she was very close & was given the Title of MARIUM-UZ- ZAMANI.

She gave a son SALIM ( who was on the known as JAHANGIR as he ruled Hindustan).

Jodha (by agreement) remained Hindu and died at the age of 81 in 1623.

Dr. Chandravadan Mistry.

 

સપ્ટેમ્બર 13, 2014 at 12:05 પી એમ(pm) 7 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 177 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 391,243 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930