Archive for સપ્ટેમ્બર 5, 2014

મેનટોર કહો કે માર્ગદર્શક કહો !

gulab1

 

મેનટોર કહો કે માર્ગદર્શક કહો !

માનવી જગતમાં જન્મી, જીવન સફર કરે,

આગેકુચ કરતા, એ જ્યારે જીવનમાં ડરે,

ત્યારે, મેનટોર યાને માર્ગદર્શકની જરૂરત પડે !………(૧)

 

સંસારી મહાસાગરમાં માનવી એક તણખલું છે,

જન્મે એક અજાણ જીવ, પણ ખરૂં ખોટુંનું જાણવું છે,

એવા સમયે, એક મેનટોર કે માર્ગદર્શકની ઈચ્છા રહે છે !………..(૨)

 

જન્મ લેતા, ઋણસબંધે માતાપિતા પ્રથમ માર્ગદર્શક બને,

અભ્યાસ કરતા, શિક્ષકો ગુરૂપદે એના માર્ગદર્શકો રહે,

અંતે માનવી એકલો, આત્માને મેનટોર કહી પૂછતો રહે !………(૩)

 

દેહ ભીતરના આત્માને ભુલી,માનવી લાચાર થાય છે,

એવા સમયે, મન અશાંત અને ગુંચવાય ડુબતો જાય છે,

ત્યારે, કોઈ એક મેનટોર કે માર્ગદર્શકનો ખરો આધાર છે !………(૪)

 

“તારી શક્તિમાં મને પુરો વિશ્વાસ છે ” કહી ડુબતાનો હાથ પકડનાર,

કે પછી, “તું ચોક્કસ કરી શકીશ”કહી હાતાશમાં હિંમત આપનાર,

એ જ ખરેખર માનવીનો મેનટોર કે માર્ગદર્શક કહી શકાય !………..(૫)

 

મેનટોર કે માર્ગદર્શક મળતા, ફરી આત્મા જાગૃત બને,

મનની અપાર શક્તિના સહારે, મંજીલો એ હાંસીલ કરે,

અસંભવ સંભવ બને, અને જીવનમાં સફળતા અનેક મળે !………….(૬)

 

માનવી અંધકારમાં ડુબી રહે ત્યારે અંતે ચંદ્ર કહે,

અંતકરણ ખોલી,પ્રભુને યાદ કરજે, પ્રેરણાઓ જરૂર મળશે,

એક મેનટોર કે માર્ગદર્શકરૂપે પ્રભુ જ મળ્યા એવું તું માનજે !…………..(૭)

 

કાવ્ય રચના ઃ તારીખ, સેપ્ટેમ્બર,૪,૨૦૧૪                ચંદ્રવદન

 

 

બે શબ્દો…

સેપ્ટેમ્બર,૪,૨૦૧૪ના દિવસે પ્રજ્ઞાજુબેનના બ્લોગ પર પરેશભાઈનો લેખ હતો.

“મેન્ટોરઃ અનુભવી,અકલમંદ અને વિશ્વાસુ  માર્ગદર્શક “

એમના લેખમાંથી નીચેનું લખાણ>>>>

 

મેન્ટોરનાંમૂળમાં ‘મેન્ટોસ’ શબ્દ છે જેનો અર્થ નિશ્ચય, લક્ષ્ય, ઉદ્દેશ- એવો થાય છે. સંસ્કૃત શબ્દ ‘મન્તૃ’ 
એટલે- ‘એ જે વિચારેછે’. લેટિન ભાષામાં ‘મોનિટર’ એટલે- ‘એ જેપ્રેરણા આપેછે, ઉપદેશ આપે છે,
સલાહ આપે છે’. આમ મેન્ટોર શબ્દ માર્ગદર્શકનાં અર્થમાં લોકપ્રિય બન્યો. આપણાંકૃષ્ણ ભગવાન પણ
પાંડવોનાં ફ્રેન્ડ, ફિલોસોફર અનેગાઇડ હતા. એક સાચા મેન્ટોર હતા. લાલ કૃષ્ણ અડવાણી અને
મુરલી મનોહર જોશી પણ તો કૃષ્ણનાંનામ છે. એનેમેન્ટોર તરીકેનિયુક્ત કરવાની ઘટના એ એક
શાબ્દિક યોગાનુયોગ હોઇ શકે !
‘શાશ્વત પ્રભાવ: મનુષ્યોમાં મૂલ્યોનું મૂડી રોકાણ’ પુસ્તકનાંલેખક ફિલ ડાઉનર લખે છે કે
મેન્ટોર(માર્ગદર્શક)નાં શબ્દોનું મેન્ટી (માર્ગવાંછુક)નેમન મોટુંમૂલ્ય હોય છે. મેન્ટોર શુંકહી શકે?
આ રહ્યા એ દસ વાક્યો.
1. ‘હુંતારા માટેઇશ્વરનેપ્રાર્થના કરીશ.’ પ્રાર્થનાની શક્તિથી મેન્ટોર ભાલીભાંતિ
પરિચિત હોય જ. અનેશિષ્ય માટેપ્રાર્થના કરવી એનુંમહત્વ ઘણુંહોય છે.
2. ‘તારી શક્તિમાં મને વિશ્વાસ છે.’ મેનેજમેન્ટ ગુરૂજોહ્ન મેક્સવેલ કહેછેકેમેન્ટર પોતાનાં
શિષ્યનાં માથા પર પરફેક્ટ ‘10’ લખેલા જોઇ શકેછે. એનેખબર છે કે આજેભલેએ નથી;
પણ મહેનતથી, એની છૂપી શક્તિનો ઉપયોગ કરીનેએ સફળ થઇ જ શકશે.
3. ‘હું તને શી રીતેમદદ કરી શકું?’ શક્ય છે કે મેન્ટર પાસેબધા ઉત્તર ન પણ હોય. પણ એની પાસે
એક ચોક્ક્સ આવડતનો અનુભવ છે. એ રીતેએ ચોક્કસ મદદ કરી શકે. 4. ‘ચાલ મારી સાથે..’ બધી
જ વાત કાંઇ બોલીનેન શીખવાડી શકાય. ક્યાંક મેન્ટોર સાથેચાલી પણ નીકળવુંપડે. અને નીરિક્ષણથી
ઘણું શીખી શકાય.
5. ‘તુંચોક્ક્સ કરી કરી શકીશ.’ મારેતો એવો મેન્ટોર જોઇએ, જે હું કરી શકું એવું કરવા માટે પ્રેરે.
6. ‘તારે કારણેચોક્ક્સ ફેર પડી રહ્યો છે.’ શિષ્યની નેતાગીરીનેમૂલવે, પ્રશંસાનાંબેશબ્દો ઉચ્ચારેતો ખરેખર
ફેર પડી જાય.
7. ‘ભૂલ્યા ત્યાંથી ફરી ગણો’ કાયમ વખાણ જ હોય એવુંનહીં. ક્યાંક કડવા વેણ પણ કહેવા પડે.
8. ‘હવેતુંઆનાથી સારુંશી રીતેકરી શકે?’ મનનાં 90% તો કાર્યરત થઇ જાય, પણ મેન્ટોર પોતાનાં
મેન્ટીનાં બાકીનાં 10%નેપણ સક્રિય કરે.
9. ‘ચાલ, તનેવધારે ‘નેવધારેકામ કરવા પ્રોત્સાહિત કરું’ સારી વાતે સતત ઉત્તેજન દેવુંજ રહ્યું. અને
10. ‘આ તારે કરવું જ રહ્યું.’ મેન્ટોર અને મેન્ટીનો સંબંધ એવો થઇ ગયો છે કે હવેની
આદેશાત્મક વાત જાણેકેઇશ્વરનો આદેશ. આમ ઇશ્વરથી શરૂથયેલી વાત ઇશ્વર પર જ પૂર્ણ થાય. 
ઝાઝુંહોય નહીંપાસેઅનેતો ય એનેઝાઝાની કોઇ ખેવના નહીંહોય, એ સાચા મેન્ટોરનાં લક્ષણો છે.
નહીંતર ગુરૂને ચેલો પૂછેજ નહીં તો ગુરૂએ દુ:ખી થવાની જગ્યાએ સમૂળગાનું રાજી થવુંજોઇએ કારણ કે
એ સાબિતી છે કે ચેલો હવે સક્ષમ થઇ ચૂક્યો છે. બાકી ગુરૂની હાલત ઘણી વાર અભ્યાસક્રમમાંથી રદ થયેલા
પાઠ્યપુસ્તક જેવી હોય છે. મફતનાંભાવેપણ કોઇ ન પૂછે !

પરેશભઈનો લેખ વાંચ્યા બાદ, મારા મનમાં “મેન્ટોર” શબ્દ ગુંજી રહ્યો.

પ્રેરણા થતા, આ કાવ્ય રચના છે આજે પોસ્ટરૂપે.

આશા છે કે તમોને ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી 

 

FEW WORDS…

 

Today’s Post is based on an article in Gujarati by PARESH  VYAS .

It was published on the Blog of PRAGNAJU VYAS.

The LINK to read the Post @ Pragnajuben’s Blog is>>>

http://niravrave.wordpress.com/2014/09/04/%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%AD%E0%AA%B5%E0%AB%80-%E0%AA%85%E0%AA%95%E0%AA%B2%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6-%E0%AA%85%E0%AA%A8/

 

It was on the MENTOR…..an individual GUIDING another & thus a LIGHT in the LIFE of that person who needs the DIRECTIONS to march forwards in the life.

Hope you like this Post.

Dr. Chandravadan Mistry

સપ્ટેમ્બર 5, 2014 at 3:48 પી એમ(pm) 14 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 395,706 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930