ધર્મેન્દ્રને ચંદ્ર-અંજલી !

September 2, 2014 at 1:30 pm 12 comments

 

ધર્મેન્દ્રને ચંદ્ર-અંજલી !
અરે ! પ્રભુજીતમે શું કર્યું ?
અકાળ માનવદેહે મૃત્યુઆવું તેં શાને કર્યું ?……………(ટેક)
 
બાર વર્ષ પહેલાહાર્ટ એટેકનું દર્દ આપ્યું,
તેમાંથી ઉગારીદયા કરી જીવનદાન દીધું,
ત્યારે…આભાર માન્યો હતો તમારો,
એમાં કાંઈ ભુલ હતીઆજે પ્રષ્ન છે અમારો !…………….(૧)
 
૨૦૧૪ની સાલે ૩૧મી તારીખનો દિવસ હતો,
થાયરોડની બિમારીનું ડોકટરે કહ્યાનો એ દિવસ હતો,
ત્યારે…હાર્ટ એટેકની ચેતવણી કેમ ના દીધી ?
શું તમે નારાજ હતા કે તમે ચેતવણી એવી ના દીધી !……….(૨)
 
૪૭ વર્ષની વયે, ધર્મેન્દ્રને બોલાવ્યો હતો તમે,
શું ખોટ હતી તારા દરબારમાં કે બોલાવ્યો એને તમે ?
આજેકરેલો નિર્ણય તારો જરા પણ સમજાતો નથી,
હવેમૌન ના રહેજેજવાબ આપવાની તારી ફરજ રહી !…….(૩)
 
ઋણ સબંધે જગતમાં સૌ જીવી રહ્યા છે,
ત્યાગજે તું માયાનેએ જ ખરી સમજ છે,
આત્મા તો અમરઅંતે એ મુજમાં જ સમાય છે,
જીવસમજ્યો કે નહી પ્રષ્ન એવો પ્રભુ કરે છે !……………(૪)
 
મોહમાયાને ત્યાગીજીવે ઘટના નિહાળી ફરી,
ત્યારેદર્દ હલકુંપ્રભુઈચ્છારૂપે સ્વીકારી ખરી,
ભલે ધર્મેન્દ્ર જીવ પરલોકમાં ને દેહ જગમાં બળી ગયો,
મીઠી યાદમાં ધર્મેન્દ્ર તો આ જગમાં જીવી રહ્યો !………(૫)
 
અંતેચંદ્ર સૌને આજે કહી રહે,
ધર્મેન્દ્ર તો પરમાત્મા સંગે રહે,
સ્વીકારજે હ્રદયભાવભરી અંજલી મારી,
શોક ના કરોઅંતિમ વિનંતી છે મારી !……………..(૬)
 
 
કાવ્ય રચના ઃ તારીખ,ઓગસ્ટ,૧૮,૨૦૧૪          ચંદ્રવદન
બે શબ્દો…
જમનાદાસભાઈ મિસ્ત્રી ઈંગલેન્ડમાં રહે.
એમની સાથે મિત્રતા.
સમય સમયે ફોન પર વાતો થાય.
કોઈવાર..ઈમેઈલ આવે.
ઘણો લાંબો સમય થઈ ગયો અને એમના તરફથી કાંઈ સમાચાર નહી.
તો ઓગસ્ટ,૧૮,૨૦૧૪ના દિવસે મેં એમને ફોન કર્યો.
ત્યારે ચર્ચાઓ કરતા, જાણ્યું કે એમનો દીકરો  ૪૭ની વયે અચાનક હાર્ટ એટેકે માર્ચ,૩૧,૨૦૧૪માં ગુજરી ગયો હતો.
અકાળ મૃત્યના સમાચારથી ખુબ જ દીલગીરી અનુભવી.
ફોન બાદ, ઘટનાનું વિચારતા આ રચના થઈ.
એ જ મારી “અંજલી” છે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
 
FEW WORDS…
My friend Jamanadas Mistry who resided in England had son’s Death at 47 years by the Heart Attack.
I felt their pain.
I expressed my “Sympathy”.
After putting down the phone, I created this Poem in memory of their son RAVINDRA.
May his Soul rest in Peace !
Dr. Chandravadan Mistry.

 

 

 

 

 

 

Advertisements

Entry filed under: કાવ્યો.

રાજનિતી છેત્રે ઝોંકું “ભક્તિભાવના ઝરણા”ફરી પુસ્તકરૂપે !

12 Comments Add your own

 • 1. Ritesh Mokasana  |  September 2, 2014 at 1:50 pm

  સદગત શ્રી ધર્મેન્દ્રના આત્માને ભગવાન શાંત આપે ! કાવ્યો રૂપી અંજલી આપીને આપે એક વડીલ ધર્મ પણ બજાવ્યો છે.

  Reply
 • 2. Purvi Malkan  |  September 2, 2014 at 1:58 pm

  શ્રી ચંદ્રવદન ભાઈ

  આ કાવ્ય વાંચીને ખરેખર દુખ થયું. પ્રભુ તેમના આત્મા ને શાંતિ આપે અને તે વડીલ ને મનોબળ આપે. તમારા ઈમેઈલ હવે ઓછા કેમ થઈ ગ્યાં છે? શું તમે લખતા નથી? ભાભી અત્યારે યુરોપમાં છે આવતા અઠવાડિયે ઈન્ડિયા પોંચશે. આ લેખ તમારા વાંચવામાં આવ્યો? તમારો પ્રતીભાવ નો જોયો તેથી લાગ્યું કે કદાચ વાંચ્યો નહીં હોય તેથી પાછો મોકલું છુ. ખાસ તો તમારા શરીર પરના લેખો ને થોડી બીજી કાવ્ય રચનાઓ ભાભી પ્રિન્ટ કરીને લઈ ગયા છે. કે’તા કે વાંચવાના બાકી છે ને હવે થોડા દીવસ શાંતિ ચ્હે તો તો વંચાઇ જાય.

  ગોળની ગળી અને મોલાસીસની મીઠી માયા – પૂર્વી મોદી મલકાણ

  ગોળની ગળી અને મોલાસીસની મીઠી માયા – પૂર્વી મોદી મલકાણ અક્ષરનાદ પર લાડુ વિશેના શ્રી અરુણાબેનના ગઈકાલના લેખથી જાણે મીઠાસની મૌસમ શરૂ થઈ છે, આજનો પૂર્વીબેનનો લેખ શેરડી, ખાંડ, આર્ટિફિશિયલ સુગર, મોલાસિસ અને ગોળ વગેરે પર રસપ્… View on aksharnaad.com Preview by Yahoo

  Reply
  • 3. chandravadan  |  September 2, 2014 at 10:56 pm

   Purvi,
   I was away for some days.
   Commented on the Blog.
   You always read the Posts @ Chandrapukar.
   Thanks !
   Uncle

   Reply
 • 4. pragnaju  |  September 2, 2014 at 2:09 pm

  ધર્મેન્દ્રને અમારી શ્રધ્ધાંજલી !

  Reply
 • 5. Vinod R. Patel  |  September 2, 2014 at 10:28 pm

  મિત્ર ના પુત્ર ધર્મેન્દ્રના અવસાનનું દુખ તમે આ કાવ્યમાં વ્યક્ત કરી એને અંજલી આપી.

  સદગત શ્રી ધર્મેન્દ્રના આત્માને પ્રભુ શાંતિ બક્ષે એવી પ્રાર્થના છે .

  Reply
 • 6. nabhakashdeep  |  September 3, 2014 at 1:06 am

  આપના વ્યથિત હૃદયનો પડઘો ઝીલી સંવેદના અનુભવી. પ્રભુ વિપદા સહન કરવાની કુટુમ્બીજનોને શક્તિ આપે ને સદગત આત્માને અક્ષર સુખ વર્તે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 7. chandravadan  |  September 3, 2014 at 1:18 pm

  This was an Email Response>>>>

  jamnadas.mistry
  To Me Today at 4:42 AM
  Shri Chandravandanbhai

  Many thanks.

  Jay Shri Krishna
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Jamnadasbhai,
  Abhar !
  My Prayers for God’s Guidance to you & your Family.
  Chandravadan

  Reply
 • 8. neeta kotecha  |  September 3, 2014 at 2:15 pm

  bahu dukh thayu vachine.. java vada chalya jay che. bas prabhu pachd emni yad ma jivta lokone himmat aape, aap na kavya e aakh bhini kari didhi bhai…

  Reply
  • 9. chandravadan  |  September 3, 2014 at 3:12 pm

   Nitaben
   After a long time happy to read your Comment on my Blog.
   Please do REVISIT my Blog !
   Hope all well @ Mumbai
   Chandravadan

   Reply
 • 10. harnishjani52012  |  September 3, 2014 at 4:25 pm

  ડોકટર સાહેબ,આપના શોકમાં અમે પણ જોડાઈએ છીએ.

  Reply
 • 11. chandravadan  |  September 4, 2014 at 8:26 pm

  This was an Email Response>>>>

  ધર્મેન્દ્રને ચંદ્ર-અંજલી ! ધર્મેન્દ્રને ચંદ્ર-અંજલી ! અરે ! પ્રભુજી, તમે શું ક

  Sep 3 at 9:10 PM
  himatlal joshi
  To Me Today at 9:24 AM
  પ્રિય ચંદ્રવદન ભાઈ
  તમે ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી એ સરસ બંધ બેસતી કવિતા છે
  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Attaji,
  Khub Khub Abhar !
  Chandravadan

  Reply
 • 12. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  September 8, 2014 at 2:05 pm

  સદગત શ્રી ધર્મેન્દ્રના આત્માને પ્રભુ શાંતિ બક્ષે એવી પ્રાર્થના છે .

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

September 2014
M T W T F S S
« Aug   Oct »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: