મૃગેશ નામે એક ફુલ

August 16, 2014 at 12:09 pm 8 comments

 

 

મૃગેશ નામે એક ફુલ !

 

જગતનું એક ફુલ,મૃગેશ નામે ખીલ્યું હતું,

હજુ તો કળીમાથી એક ફુલ બન્યું,

અને, કેમ આજે એ અચાનક કરમાય ગયું ?……(૧)

દુરથી મેં એ ફુલને નિહાળ્યું હતું,

અનેકે તો નજીક આવી એને સ્પર્સ્યું હતું,

તો, કેમ આજે એ કરમાય ગયું ?……..(૨)

ડાળીએ રહી જે મહેક આપી હતી,

તે કદી ભુલાય એવી નથી,

તો, શા કારણે આવું થયું ?………(૩)

એવી મહેકમાં “રીડગુજરાતી”નો પ્રાણ રહે,

એવા બ્લોગમાં મૃગેશ શાહ રહે,

ભલે જે થયું, પણ મૃગેશ તો જગમાં અમર છે !…..(૪)

માનવરૂપી ફુલો, જગતમાં જે ખીલે,

તે તો એક દિવસ કરમાય મરે,

ફક્ત યાદરૂપી મહેક જગમાં અંતે રહે !…….(૫)

ના જાણે જગમાં કોણ કેટલો સમય રહે,

પણ, મુલ્ય તો જગમાં કર્મરૂપી મહેકનું જ રહે.

એથી, આજે મૃગેશ- મહેકનું મુલ્ય અમર છે !……(૬)

આવી વિચારધારામાં રહી, ચંદ્ર કહેઃ

મૃગેશ તો એની મીઠી યાદમાં જગમાં હજી છે,

એક આત્મારૂપે પણ એ તો અમર છે !………..(૭)

આવી અંજલી આજે મૃગેશને ધરી,

અર્પી પિતા અને પરિવારને આશ્વાશન કળી,

સ્વીકારજો એને, ચંદ્રવિનંતી એવી રહી !…….(૮)

કાવ્ય રચના ઃ તારીખ જુન,૫,૨૦૧૪                        ચંદ્રવદન

 

બે શબ્દો….

 

જુન ૨૦૧૪માં, “રીડગુજરાતી” બ્લોગના સર્જનહાર અને ટકાવી રાખનાર મૃગેશ શાહનું નાની વયે મૃત્યુ થયુંના સમાચારથી બ્લોગ જગત હલી ગયું હતું.

એવા સમયે મૃગેશના પરિવારમાં જે દર્દ હશે તેની કલ્પના કરવી અશક્ય હતી.

એવા સમયે પરિવારમાં આશ્વાસન આપવા મારા હ્રદયમાંથી જે શબ્દો વહ્યા હતા તે મેં કાવ્યરૂપે પ્રગટ કર્યા હતા.

આજે એ જ તમે પોસ્ટરૂપે વાંચી રહ્યા છો.

ઘટના બન્યા બાદ સમય વહી ગયો…..આજે આ પોસ્ટ દ્વારા એ ઘટનાને તાજી કરી રહ્યો છું.

પધારો…વાંચો….મૃગેશને વંદન !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS...

 

Mugresh Shah known by his Blog “ReadGujarati”was a Pioneer.

At a very young age he suddenly died.

His death was known by the Blogger Community.

I was shocked too.

Hearing of his death, I was inspired & wrote this Poem then (June 2014) & now only publishing it as a Post.

My Vandan to Mrugesh !

Dr. Chandravadan Mistry.

 

 

Advertisements

Entry filed under: કાવ્યો.

ભારતની સ્વતંત્રતા વિષે મારા વિચારો ! Mother & Daughter on this Earth ! એક માતા અને એક દીકરી, આ ધરતી પર !

8 Comments Add your own

 • 1. pragnaju  |  August 16, 2014 at 12:16 pm

  માનવામા ન આવે કે તે અમારી સાથે નથી
  રોજ બ્લોગ પર જઇએ અને માનસ પટ પર દેખાય
  કેટલું જીવ્યા કરતા કેવું જીવ્યા તે અગત્યનું !
  ફરી શ્રધ્ધાંજલી

  Reply
 • 2. Vinod R. Patel  |  August 16, 2014 at 12:52 pm

  રીડ ગુજરાતીના આ પ્રતિભાવાન જનકની અકાળે વિદાય એ સુસાહિત્ય

  પ્રચાર ક્ષેત્રે મોટી ખોટ છે.

  સ્વ. ભાઈ મૃગેશે નાની ઉંમરે એમના રીડર્સ ડાઈજેસ્ટ જેવા બ્લોગ

  દ્વારા ઘણા ઉગતા બ્લોગરોને પ્રેરણા આપી છે

  સ્વ. મૃગેશને હાર્દિક સ્મરણાંજલિ .

  Reply
 • 3. P.K.Davda  |  August 16, 2014 at 2:02 pm

  મૃગેશભાઇ અથાયોગ્ય અંજલી.

  Reply
 • 4. chandravadan  |  August 16, 2014 at 6:15 pm

  This was an Email Response>>>

  મૃગેશ નામે એક ફુલ !(2)
  Me મૃગેશ નામે એક ફુલ ! જગતનું એક ફુલ,મૃગેશ નામે ખીલ્યું હતું, હજુ તો કળીમાથી એક ફ
  Today at 5:36 AM
  pradip raval
  To Me
  Today at 8:21 AM
  khub saras rachana

  JAN FARIYAD ( International Weekly )

  PRADIP RAVAL ( Editor)
  677/2, “GH” Type, Sector – 8, Gandhinagar.
  Ph. No . : 079-23238022 M : +91 9824653073
  E-mail : prdpraval@yahoo.co.uk
  Web : http://www.janfariyad.com
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pradipbhai,
  Abhar !
  Fari Padharjo.
  Chandravadan

  Reply
 • 5. sapana53  |  August 16, 2014 at 9:15 pm

  અલ્લાહ એમના આત્માને શાંતિ અર્પે..

  Reply
 • 6. chandravadan  |  August 17, 2014 at 12:15 pm

  This was an Email Response>>>

  Pravinkant Shastri
  To Me
  Today at 4:29 AM

  સરસ શ્રધ્ધાંજલી.
  Pravin shastri.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pravinbhai,
  Thanks !
  Chandravadan

  Reply
 • 7. pareejat  |  August 18, 2014 at 2:03 am

  khari shradhdnjali ane smarananjali.

  Reply
 • 8. chandravadan  |  August 18, 2014 at 12:17 pm

  This was an Email Response>>>
  Me મૃગેશ નામે એક ફુલ મૃગેશ નામે એક ફુલ ! જગતનું એક ફુલ,મૃગેશ નામે ખીલ્યું હતું, હ
  Aug 16 at 7:51 PM
  himatlal joshi
  To Me
  Aug 17 at 1:59 PM
  મિસ્ત્રી ભાઈ
  મૃગેશ શાહની શ્રધ્ધાંજલિ કવિતા ગહરી અસર કારક હતી .પ્રભુ મૃગેશના આત્માને મોક્ષ આપે એવી મારી પ્રાર્થના “આતા ”
  Ataai
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataaji,
  Namaste !
  Abhar !
  Chandravadan

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,680 hits

Disclimer

August 2014
M T W T F S S
« Jul   Sep »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: