ભારતની સ્વતંત્રતા વિષે મારા વિચારો !

August 15, 2014 at 12:04 am 14 comments

 

 

 

 

 

ભારતની સ્વતંત્રતા વિષે મારા વિચારો !
આજે છે ૧૫મી ઓગસ્ટ ૨૦૧૪.
આ તારીખ એટલે ભારતની આઝાદી યાને સ્વતંત્રતાનો દિવસ.
૧૯૪૭માં આઝાદી મળ્યા બાદ અનેક વર્ષો વહી ગયા.
દરેક ભારતવાસી પોતાની નજરે આ દિવસને નિહાળી પોતાના મનમાં દેશ વિષે પોતાનો અભિપ્રાય આપે.
જેણે આઝાદીની લડત પોતે નિહાળી હોય એમના દીલમાં ભારત પ્રત્યેના વિચારો અલગ.
જેણે આઝાદી બાદ જન્મ લીધો હોય તેઓ માટે જુદા વિચારો હોય શકે.
 આઝાદી પહેલા જન્મ લેનારાઓમાં સૌના હૈયે અંગ્રેજ સત્તાને હઠાવી ગુલામી દુર કરવાની ઈચ્છાઓ હતી.
પણ એવા જ લોકો આજે જે પ્રમાણે ભારતની હાલત છે તેઓ જ બે દ્રષ્ઠીએ કહી શકે>>>
(૧) કોઈક કહે કે અંગ્રેજોએ જે રીતે અપમાનીત કરી રાજ કર્યું તેના કરતા તો “આઝાદ” બની જીવન જીવવું એમાં જ માન સમમાન રહે. એઓ સર્વે આવા અભિપ્રાય સાથે મક્કમ રહી શકે અને સ્વતંત્ર ભારતમાં સારૂં જ નિહાળવા પ્રયાસો કરે.
     કોઈક પણ એવા હોય શકે કે તેઓ આજે કહે ” અંગ્રેજ સમયે કેટલું સારું હતું !” અને આવા વિચાર કરનારાઓ સ્વતંત્ર ભારતમાં “જે ખરાબ થયેલું તે કે થઈ રહ્યું” તેના વર્ણનમાં કાયમ રહી રહી “નેગેટીવ” વિચારધારામાં બંધી બની જાય છે.

(૨) કોઈક ભ્રષ્ટાચાર વિગેરેથી “નારાજી” અનુભવી હોવા છતાં  “પોઝીટીવ” વિચારધારા રાખી ભારતમાં સારું જ થશે એવા હ્રદયભાવો સાથે જીવનમાં આગેકુચ કરતા રહે છે.
હું “પોઝીટીવ” વિચારધારાનો વ્યક્તિ છું !
મારો જન્મ ૧૯૪૩માં થયો ત્યારે દેશ અંગ્રેજની સત્તા નીચે હતો. પણ એક બાળ દેશ વિષે શું જાણે ?
પણ જન્મ બાદ જ્યારે થોડી સમજ આવી ત્યારે મારા હૈયે આઝાદીની લડતમાં જે કોઈએ ફાળો આપ્યો હતો તેઓ સૌ માટે મારૂં શીશ નમી ગયું અને વંદન પાઠવ્યા.
અને લડાઈની વાતો કરતા જે કોઈએ પ્રાણ છોડ્યા હતા તેઓ સૌનું જાણી એમના કરેલા બલીદાન માટે પ્રભુને એમની મુક્તિ માટે પ્રાર્થના હતી.
આઝાદ ભારતને નિહાળી મારા હૈયે “ગૌરવ” રહે છે. આજે હું ભલે અમેરીકામાં રહું છું પણ મારૂં દીલ ભારતમાં જ હંમેશ રહે છે.
હું એટલું જાણું છું કે…..અંગ્રેજ સત્તા સામે બળથી યાને બંદુકનો જવાબ બંદુકથી આપતા આઝાદી નજીક નહી દુર જાત.
મારૂં એવું પણ માનવું છે કે….અંગ્રેજોએ પ્રજાની “એકતા” તોડી રાજ કર્યું હતું …તો, પ્રજાની એકતા પાછી “સાકાર” કરી “સત્યાગ્રહ”ના પંથે જઈ પૂકાર કરવી એ જ એક આઝાદીની “ચાવી” હતી.આવી જાણકારી ગાંધીજીમાં હતી. સત્યના પંથે રહી, સૌને એક કરી ગાંધીજીએ આઝાદીનું સ્વપ્નું સાકાર કર્યું હતું.
આ મારી વિચારધારા સાથે અનેક સહમત ના હોય.
હું તો એવું પણ કહું કે……૧૯૪૭માં અંગ્રેજો ગયા અને તેની સાથે દેશના ભાગલા તો પડ્યા ..એ માટે કોઈ ગાંધીજીને દોષીત ગણે…હું કહું કે અંગ્રેજો (જેઓ ભાગલા પાડી અન્ય પર જીત મેળવવાની આદતે હતા)તેઓએ જીણા અને અન્યના મતભેદને ડબાવવાને બદલે “અગ્નિમા ઘી મુકી” આગ વધારી અને હિન્દુ-મુસલીમ એકતાને ભંગ કરી હશે.આ મારૂ અનુમાન છે.  એવા સમયે, સર્વ રાજાઓને સ્વતંત્રતા અને એવા સમયે સરદારની “ચતુરતા”ના કારણે જ આજના “અખિલ ભારત”ના દર્શન થાય છે. જો….સરદારનું નહેરૂએ માન્યું હોત અને યુનોમા ના ગયા હોત તો ચાલી રહેલ લડતએ “સીઝ ફાયર” ના હોત અને  જીતી કાશમીર ભારતનું એક “અખંડ અંગ ” હોત. સરદાર દ્વારા આટલું જ પ્રભુએ નક્કી કર્યું હશે કે ટુંક સમયમાં જ ગુજરી ગયા હતા.
નહેરૂ હેઠળ જરૂર ભારતે પ્રગતિ કરી છે..પણ ધીરે ધીર કોંગ્રેસની સત્તા હેઠળ જે “નેતાગીરી” આવી તેમાં “સ્વાર્થ”ને મહત્વ અપાતું ગયું, અને આજે પરિણામરૂપે “ભ્રષ્ટાચાર” અને અન્ય બુરી હાલતનો સામનો પ્રજાએ કરવો પડે છે.
તો ૨૦૧૪માં બીજેપી અને મોદીજીએ ભારતની જવાબદારી સંભાળવા પહેલ કરી છે. વચનો આપ્યા હતા તે પ્રમાણે પ્રજા પરિણામો નિહાળશે ?
એ તો સમય જ કહેશે.
આજે સ્વતંત્રતાના દિવસે સૌ ભારતવાસીઓને મારા અભિનંદન. સૌ હૈયે દેશ માટે “ગૌરવ” અનુભવે. 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

 

It is 15th August.

It is the Independence Day of India.

There may be some who will always talk NEGATIVE about India living in INDIA or OVERSEAS.

I say to ALL…Please think “POSITIVE” and have the NATIONAL PRIDE to be an INDIAN.

May you all have the “HAPPY INDEPENDENCE DAY”.

Dr. Chandravadan Mistry.

 

 

Advertisements

Entry filed under: Uncategorized.

રોજનીશી સાથે સ્વાસ્થ્ય, સાહિત્ય અને કવિતા મૃગેશ નામે એક ફુલ

14 Comments Add your own

 • 1. pragnaju  |  August 15, 2014 at 12:09 am

  सारे जहाँ से अच्छा हिन्दोसिताँ हमारा
  हम बुलबुलें हैं इसकी यह गुलसिताँ हमारा

  ग़ुर्बत में हों अगर हम, रहता है दिल वतन में
  समझो वहीं हमें भी दिल हो जहाँ हमारा

  परबत वह सबसे ऊँचा, हम्साया आसमाँ का
  वह संतरी हमारा, वह पासबाँ हमारा

  गोदी में खेलती हैं इसकी हज़ारों नदियाँ
  गुल्शन है जिनके दम से रश्क-ए-जनाँ हमारा

  ऐ आब-ए-रूद-ए-गंगा! वह दिन हैं याद तुझको?
  उतरा तिरे किनारे जब कारवाँ हमारा

  मज़्हब नहीं सिखाता आपस में बैर रखना
  हिन्दी हैं हम, वतन है हिन्दोसिताँ हमारा

  यूनान-व-मिस्र-व-रूमा सब मिट गए जहाँ से
  अब तक मगर है बाक़ी नाम-व-निशाँ हमारा

  कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी
  सदियों रहा है दुश्मन दौर-ए-ज़माँ हमारा

  इक़्बाल! कोई महरम अपना नहीं जहाँ में
  मालूम क्या किसी को दर्द-ए-निहाँ हमारा!
  જયહિન્દ

  Reply
 • 2. Hemant Bhavsar  |  August 15, 2014 at 2:19 am

  Happy Independence Day to all living in India and Abroad ; Extreme fortunate to born in India through chance to see the world and beautiful Canada .

  Reply
 • 3. Purvi Malkan  |  August 15, 2014 at 3:45 am

  sundar vicharo ane kharu lakhan 

  Reply
 • 4. પરાર્થે સમર્પણ  |  August 15, 2014 at 6:44 pm

  આદરણીય વડિલ ડો.શ્રી ચંદ્રવદનભાઇ

  સુંદર મનભાવન વિચારો સાથે લેખન

  સ્વાતંત્ર્ય દિનની શુભ કામના

  Reply
 • 5. chandravadan  |  August 15, 2014 at 10:22 pm

  This was an Email Response>>>

  Re: ભારતની સ્વતંત્રતા વિષે મારા વિચ
  Dharamshi Patel
  To Me
  Aug 14 at 8:07 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshiji
  Thanks for liking the Post with your “Waw”
  Chandravadan

  Reply
 • 6. Vinod R. Patel  |  August 15, 2014 at 10:33 pm

  વિચાર કરવા જેવા વિચારો ગમ્યા .

  આઝાદી દિનની શુભ કામનાઓ .

  Reply
 • 7. ગોદડિયો ચોરો…  |  August 16, 2014 at 12:12 am

  આદરણીય વડિલ ડો.શ્રી ચંદ્રવદનભાઇ

  અનેરા દિને ઉલ્હાસ ને ઉંમંગ ભર્યા વાતાવરણમાં અનોખા માનવીનો લાલ કિલ્લેથી લલકાર

  સ્વાતંત્ર્ય દિનની શુભ કામના

  Reply
 • 8. chaman  |  August 16, 2014 at 2:37 am

  મૌન રાખવા કરતાં વિચારો દર્શાવી દિલ હળવું કરવું સારું.
  અભિનંદન તમારા વિચારોને શબ્દદેહ આપવા માટે આવા શુભ દિવસે.
  મજામાં હશો.
  ચીમન પટેલ “ચમન”

  Reply
  • 9. chandravadan  |  August 16, 2014 at 2:47 am

   ચીમનભાઈ,

   તમે ઘણા લાંબા સમય બાદ મારા બ્લોગ પર પધાર્યા અને તે પણ ભારતના સ્વતંત્રતાના દિવસે….અને, પધારી “બે શબ્દો” લખ્યા તે વાંચી ખુબ ખુશી થઈ છે.

   ફરી પણ આવશો ! તમે તંદુરસ્ત રહો એવી પ્રાર્થના !….ચંદ્રવદન

   Reply
 • 10. Dinesh Mistry  |  August 16, 2014 at 8:15 am

  Chandravadanbhai,
  A very thoughtful kavya for this Independence Day 🙂
  Dinesh Mistry

  Reply
 • સુંદર વિચારો .

  આઝાદી દિનની શુભ કામનાઓ .

  Reply
 • 12. chandravadan  |  August 16, 2014 at 12:51 pm

  This was an Email Response>>

  ભારતની સ્વતંત્રતા વિષે મારા વિચ..
  This was an Email Response>>> Re: ભારતની સ્વતંત્રતા વિષે મારા વિચ Dharamshi Patel To Me Aug 14 at 8:
  Aug 15 at 3:23 PM
  Dharamshi Patel
  To Me
  Aug 15 at 8:16 PM
  Hari om,
  Waw
  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshihji,
  Abhar !
  Chandravadan

  Reply
 • 13. smdave1940  |  August 18, 2014 at 12:04 am

  ભારતની ક્રાતિ એ ફક્ત વિદેશીઓની ગુલામી ફગાવી દેવા માટે ન હતી પણ તે સામાજીક, આર્થિક અને રાજકીય બદલાવ માટેની હતી. સશસ્ત્ર સંગ્રામ થી કઈ જાતની આઝાદી આવી હોત તે આપણે જાણતા નથી. તે લોક શાહી કેવી હોત તે પણ આપણે જાણતા નથી. જો સ્વકેન્દ્રી માનસ પણ લોકશાહીને નુકશાન પહોંચાડી શકે અને દેશને બરબાદ કરી શકે તો સશસ્ત્ર ક્રાંતિ કદાચ ભારતને પાકિસ્તાનના રસ્તે લઈ ગયું હોત. આઝાદીના સત્યાગ્રહી સૈનિકોના બલીદાનની કિમત ઓછી આંકી ન શકાય. તેઓ સશસ્ત્ર ઐનિકો કરતા વધુ હિમતવાળા હતા તેમાં શંકાને સ્થાન નથી.

  Reply
 • 14. pareejat  |  August 18, 2014 at 2:04 am

  aatlu badhu thayu hova chhata ye aapne svatra chhie.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,864 hits

Disclimer

August 2014
M T W T F S S
« Jul   Sep »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: