Archive for ઓગસ્ટ 15, 2014

ભારતની સ્વતંત્રતા વિષે મારા વિચારો !

 

 

 

 

 

ભારતની સ્વતંત્રતા વિષે મારા વિચારો !
આજે છે ૧૫મી ઓગસ્ટ ૨૦૧૪.
આ તારીખ એટલે ભારતની આઝાદી યાને સ્વતંત્રતાનો દિવસ.
૧૯૪૭માં આઝાદી મળ્યા બાદ અનેક વર્ષો વહી ગયા.
દરેક ભારતવાસી પોતાની નજરે આ દિવસને નિહાળી પોતાના મનમાં દેશ વિષે પોતાનો અભિપ્રાય આપે.
જેણે આઝાદીની લડત પોતે નિહાળી હોય એમના દીલમાં ભારત પ્રત્યેના વિચારો અલગ.
જેણે આઝાદી બાદ જન્મ લીધો હોય તેઓ માટે જુદા વિચારો હોય શકે.
 આઝાદી પહેલા જન્મ લેનારાઓમાં સૌના હૈયે અંગ્રેજ સત્તાને હઠાવી ગુલામી દુર કરવાની ઈચ્છાઓ હતી.
પણ એવા જ લોકો આજે જે પ્રમાણે ભારતની હાલત છે તેઓ જ બે દ્રષ્ઠીએ કહી શકે>>>
(૧) કોઈક કહે કે અંગ્રેજોએ જે રીતે અપમાનીત કરી રાજ કર્યું તેના કરતા તો “આઝાદ” બની જીવન જીવવું એમાં જ માન સમમાન રહે. એઓ સર્વે આવા અભિપ્રાય સાથે મક્કમ રહી શકે અને સ્વતંત્ર ભારતમાં સારૂં જ નિહાળવા પ્રયાસો કરે.
     કોઈક પણ એવા હોય શકે કે તેઓ આજે કહે ” અંગ્રેજ સમયે કેટલું સારું હતું !” અને આવા વિચાર કરનારાઓ સ્વતંત્ર ભારતમાં “જે ખરાબ થયેલું તે કે થઈ રહ્યું” તેના વર્ણનમાં કાયમ રહી રહી “નેગેટીવ” વિચારધારામાં બંધી બની જાય છે.

(૨) કોઈક ભ્રષ્ટાચાર વિગેરેથી “નારાજી” અનુભવી હોવા છતાં  “પોઝીટીવ” વિચારધારા રાખી ભારતમાં સારું જ થશે એવા હ્રદયભાવો સાથે જીવનમાં આગેકુચ કરતા રહે છે.
હું “પોઝીટીવ” વિચારધારાનો વ્યક્તિ છું !
મારો જન્મ ૧૯૪૩માં થયો ત્યારે દેશ અંગ્રેજની સત્તા નીચે હતો. પણ એક બાળ દેશ વિષે શું જાણે ?
પણ જન્મ બાદ જ્યારે થોડી સમજ આવી ત્યારે મારા હૈયે આઝાદીની લડતમાં જે કોઈએ ફાળો આપ્યો હતો તેઓ સૌ માટે મારૂં શીશ નમી ગયું અને વંદન પાઠવ્યા.
અને લડાઈની વાતો કરતા જે કોઈએ પ્રાણ છોડ્યા હતા તેઓ સૌનું જાણી એમના કરેલા બલીદાન માટે પ્રભુને એમની મુક્તિ માટે પ્રાર્થના હતી.
આઝાદ ભારતને નિહાળી મારા હૈયે “ગૌરવ” રહે છે. આજે હું ભલે અમેરીકામાં રહું છું પણ મારૂં દીલ ભારતમાં જ હંમેશ રહે છે.
હું એટલું જાણું છું કે…..અંગ્રેજ સત્તા સામે બળથી યાને બંદુકનો જવાબ બંદુકથી આપતા આઝાદી નજીક નહી દુર જાત.
મારૂં એવું પણ માનવું છે કે….અંગ્રેજોએ પ્રજાની “એકતા” તોડી રાજ કર્યું હતું …તો, પ્રજાની એકતા પાછી “સાકાર” કરી “સત્યાગ્રહ”ના પંથે જઈ પૂકાર કરવી એ જ એક આઝાદીની “ચાવી” હતી.આવી જાણકારી ગાંધીજીમાં હતી. સત્યના પંથે રહી, સૌને એક કરી ગાંધીજીએ આઝાદીનું સ્વપ્નું સાકાર કર્યું હતું.
આ મારી વિચારધારા સાથે અનેક સહમત ના હોય.
હું તો એવું પણ કહું કે……૧૯૪૭માં અંગ્રેજો ગયા અને તેની સાથે દેશના ભાગલા તો પડ્યા ..એ માટે કોઈ ગાંધીજીને દોષીત ગણે…હું કહું કે અંગ્રેજો (જેઓ ભાગલા પાડી અન્ય પર જીત મેળવવાની આદતે હતા)તેઓએ જીણા અને અન્યના મતભેદને ડબાવવાને બદલે “અગ્નિમા ઘી મુકી” આગ વધારી અને હિન્દુ-મુસલીમ એકતાને ભંગ કરી હશે.આ મારૂ અનુમાન છે.  એવા સમયે, સર્વ રાજાઓને સ્વતંત્રતા અને એવા સમયે સરદારની “ચતુરતા”ના કારણે જ આજના “અખિલ ભારત”ના દર્શન થાય છે. જો….સરદારનું નહેરૂએ માન્યું હોત અને યુનોમા ના ગયા હોત તો ચાલી રહેલ લડતએ “સીઝ ફાયર” ના હોત અને  જીતી કાશમીર ભારતનું એક “અખંડ અંગ ” હોત. સરદાર દ્વારા આટલું જ પ્રભુએ નક્કી કર્યું હશે કે ટુંક સમયમાં જ ગુજરી ગયા હતા.
નહેરૂ હેઠળ જરૂર ભારતે પ્રગતિ કરી છે..પણ ધીરે ધીર કોંગ્રેસની સત્તા હેઠળ જે “નેતાગીરી” આવી તેમાં “સ્વાર્થ”ને મહત્વ અપાતું ગયું, અને આજે પરિણામરૂપે “ભ્રષ્ટાચાર” અને અન્ય બુરી હાલતનો સામનો પ્રજાએ કરવો પડે છે.
તો ૨૦૧૪માં બીજેપી અને મોદીજીએ ભારતની જવાબદારી સંભાળવા પહેલ કરી છે. વચનો આપ્યા હતા તે પ્રમાણે પ્રજા પરિણામો નિહાળશે ?
એ તો સમય જ કહેશે.
આજે સ્વતંત્રતાના દિવસે સૌ ભારતવાસીઓને મારા અભિનંદન. સૌ હૈયે દેશ માટે “ગૌરવ” અનુભવે. 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

 

It is 15th August.

It is the Independence Day of India.

There may be some who will always talk NEGATIVE about India living in INDIA or OVERSEAS.

I say to ALL…Please think “POSITIVE” and have the NATIONAL PRIDE to be an INDIAN.

May you all have the “HAPPY INDEPENDENCE DAY”.

Dr. Chandravadan Mistry.

 

 

ઓગસ્ટ 15, 2014 at 12:04 એ એમ (am) 14 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,536 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031