રોજનીશી સાથે સ્વાસ્થ્ય, સાહિત્ય અને કવિતા

August 13, 2014 at 12:45 pm 10 comments

FROM  the SUNRISE…….

To the SUNSET

 

HUMAN LIFE with the DAY CYCLE….alternating with the NIGHT CYCLE

is the ROJNISHI or the DAILY ROUTINES

રોજનીશી સાથે સ્વાસ્થ્ય, સાહિત્ય અને કવિતા

“સ્વાસ્થ્ય”ના લાભોની વાતો પ્રજ્ઞાજુબેન પૂછી રહે,

તો, એના જવાબરૂપે શું કહું એ સમજાતું નથી મને !……(૧)

 

વળી, એઓ લખે છે કે “રોજનીશી” નું કંઈક કહો,

તો, એવા જવાબરૂપે પ્રથમ મારે જે કહેવું તે સાંભળો !…..(૨)

 

જ્યારે, દિવસનો સુર્ય પ્રકાશ હજુ નજરે ના પડે,

ત્યારે,જાગતા નીચેના ફ્લોરનો કોમ્પ્યુટરરૂમ યાદ આવે !…..(૩)

 

રૂમમાં આવી, પ્રથમ “ચંદ્રપૂકાર”બ્લોગને નિહાળું,

કોઈના પ્રતિભાવો હોય, વાંચી આનંદ હૈયે ભરૂં !………….(૪)

 

એવા આનંદ સહીત, કોઈકવાર નવી પોસ્ટ પ્રગટ કરૂં,

અને પછી, આવેલા ઈમેઈલો વાંચી જવાબો આપું !………(૫)

 

આટલું કર્યા બાદ, સુર્ય પ્રકાશ મારી નજરે પડે,

અન્ય બ્લોગોની ઈનટરનેટ સફર કરતા ખુશી હૈયે રહે !……(૬)

 

હવે તો, સવારના સાત થતા, નાસ્તાનો સમય હોય,

સવારની મુખ સાફસુફી બાદ, નાસ્તાની મઝા હોય !……….(૭)

 

જરા ટીવી અને સવારના સ્નાનનો આનંદ માણી,

નવા કપડા પહેરી, નવલા દિવસની તૈયારી રહી !………..(૮)

 

જાગતા,કે પ્રથમ કાર્ય કરતા, મનડે પ્રભુસ્મરણ રહે,

એકવાર અને અનેકવાર કાર્યો સર્વે પ્રભુને અર્પણ રહે !………(૯)

 

કોઈવાર સવારે ઘરની જરૂરતની ચીજો માટે બહાર જાઉં,

કોઈવાર એકલો તો કોઈવાર પત્નીના સંગાથે હું જાઉં !…….(૧૦)

 

આવા સમયગાળામાં “બ્લડ સુગર” ટેસ્ટો કરતો રહું,

ડાયાબીટીસ માટે ઈનસુલીન તેમજ અન્ય દવાઓ લઉ !……(૧૧)

 

બપોરના બારનો સમયગાળો આવતા જાણે જલ્દી આવ્યો,

પરેજીની યાદ સાથે,બપોરનું ભોજનની ઘડીને એ લાવ્યો !…..(૧૨)

 

સવાર કે બપોરના સમયે, કોઈવાર, વિચારોમાંથી પ્રભુપ્રેરણા મળે,

એવા સમયે. હ્રદય-મનથી શબ્દો વહી વાર્તા કે કાવ્ય બને !……(૧૩)

 

સમય કોઈનો બાંધ્યો રહે ? એ તો એની ગતીએ વહેતો રહે,

સાંજના સમયે, આ માનવશરીરને સુર્ય પ્રકાશ ઓછો મળે !…….(૧૪)

 

સવાર કે બપોરની ગરમી પછી સાંજની ઠંડક કોને ન ગમે ?

એવી કુદરતી ઠંડકે મન મારૂં કર્તવ્ય પાલન કર્યું કે નહી ના વિચારો કરે !…(૧૫)

 

એકલો કે પત્ની સાથે બેસી, ટીવી કે વાતો કરી હૈયે આનંદ વહે,

એને સાંજના છ પછી, પત્નીએ પ્રેમથી બનાવેલ ડિનરનો આનંદ રહે !……(૧૬)

 

સમય વહેતો રહે અને રાત્રીના નવ વાગ્યા એવું ઘડીયાળ કહે,

એવા સમયે ટીવી કે અન્ય કાર્યો કરતા આંખો ભારી બને !…………..(૧૭)

 

કુદરત જ જાણે કહે કે હવે સુવાનો સમય થઈ ગયો હોય,

હું ફેમીલીરૂમ છોડી, દાદર ચડી, બેડરૂમમાં હાજર થઈ ગયો હોય !………(૧૮)

 

પ્રભુની કૃપા ઘણી કે બેડ પર પડતા નિંદર મુજને મળે,

કોઈવાર જ કદાચ, વિચારોથી થાકી મુજને નિંદર મળે !……………..(૧૯)

 

જો નવ વાગે સુવાનું થયું તો એકધારી અનોખી શાંતી મળે,

સ્વપના ભલે આવે જાવે, સવારે ઉઠતા કોઈક જ યાદ આવે !………….(૨૦)

 

ફરી બીજા દિવસના વહેલી સવારના ચાર કે પાંચ હશે,

અને, પ્રભુએ ઘડેલી “રોજનીશી” જીવનમાં ફરી આરંભ હશે !…………(૨૧)

 

આવી રોજનીશીમાં શું ચિન્તાઓ કે મુજવણો નહી હોય ?

આનંદ સાથે દુઃખો અનુભવતા પ્રભુની યાદ મુજ હૈયે જરૂર હોય !……..(૨૨)

 

આ રોજનીશીમાં શરીરની કાળજી, સાથે મનની શાંતીનું મેં કહ્યું,

વળી સાથે પ્રભુભક્તિના વિચારે “આધ્ય્મિકતા”નું પણ કહ્યું !……………(૨૩)

 

આવા વર્ણનમાં ત્રણનું મિલન એ જ ખરો “સ્વાસ્થ્ય” થયો,

આટલી સમજ મનમાં ખીલવી, રોજનીશી પ્રકાશ ચંદ્રને થયો !……………(૨૪)

 

જવાબ તો પ્રજ્ઞાજીબેનને રોજનીશીનો આપી દીધો,

પણ, સાહિત્ય કવિતા સાથે સબંધ એનો કેવી રીતે થયો ?……………….(૨૫)

 

સાહિત્ય વાંચન દ્વારા અનેકની વિચારધારાની જાણકારી મળે,

એવી જાણકારી દ્વારા “જ્ઞાનગંગા” જીવને વહેતી રહે !…………..(૨૬)

 

ઉચ્ચ વિચારોમાં જે કોઈ રહે તેને કર્મો કરવાની ખરી સમજ મળે,

જે થકી, જીવન જીવવાની અમુલ્ય ચાવી હસ્તે મળે !…………..(૨૭)

 

કદી,કોઈને માતા સરસ્વતીની કૃપા જો સાથ આપે,

તો, ઉચ્ચ વિચારધારા કાવ્યો પણ બની શકે !…………….(૨૮)

 

તો, આખરે કાવ્યો કે કવિતા શું છે ?

“રોજનીશીનું એક બાળ છે”એવો ચંદ્રજવાબ છે !………….(૨૯)

 

માનવી જગતમાં જીવતા પોતાની અનોખી રોજનીશી ઘડે,

નથી એ કોઈની એકસરખી, અંતે સૌએ પ્રભુને બતાવવી પડે !…..(૩૦)

 

 

કાવ્ય રચના ઃ તારીખ,જુન,૬,૨૦૧૪ ચંદ્રવદન

 

 

 

બે શબ્દો…

આજની કાવ્ય રચના એક પોસ્ટરૂપે.

એનો આધાર છે પ્રજ્ઞાજુબેન વ્યાસના પ્રષ્નો.

એ વાંચી, હું વિચારોમાં રહ્યો.

જવાબરૂપે શું લખું ?

મારા જીવન તરફ નજર કરી…મારી જ “રોજનીશી” નિહાળી.

અને….આ રચના થઈ.

વાંચી તમે શું કહો છો ?

ડો.ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

 

Today’s Post is a Poem based on my observations of my daily routines.

I was inspired to link the daily acts to the Health…literature & Poems by some questions raised by a Blog Admirer Pragnaben Vyas.

I hope the READERS will try to observe their DAILY ROUTINES and see if they are on the right path or not….If on the right path NO CHANGE, but if the path needs the changes then they IMPLEMENT that CHANGE.

Hope you enjoy this Post.

Dr. Chandravadan Mistry.

 

 

 

 

Advertisements

Entry filed under: કાવ્યો.

સુવિચારો…..મનુષ્યવાણી ! ભારતની સ્વતંત્રતા વિષે મારા વિચારો !

10 Comments Add your own

 • 1. Purvi Malkan  |  August 13, 2014 at 1:36 pm

  રોજનીશી સુંદર રહી. અંકલજી મારે પ્રોટીન ઉપર જાણવું છે. પ્રોટીન આપણાં શરીર ઉપર કેવી રીતે કામ કરે છે? 

  પૂર્વી. 

  Reply
  • 2. chandravadan  |  August 13, 2014 at 3:26 pm

   પુર્વી,

   પ્રતિભાવ માટે આભાર !

   “પ્રોટીન” વિષે જાણવાની ઈચ્છા.

   તો, જવાબરૂપે>>>>

   આપણા ખોરાકમાં ત્રણ મુખ્ય તત્વો હોય છે.

   (૧) કારબોહાઈડ્રેઈટ્સ ( Carbohydrates) જેમાંથી અંતિમ તત્વ છે ગ્લુકોસ યાનેસુગર ( Glucose).

   (૨) ફેટ્સ (Fats ) જેનું અંતિમ તત્વ છે ફેટી ર્સીડ્સ (Fatty Acids )

   (૩) પ્રોટીન ( Protein) જેનું અંતિમ તત્વ છે અમીનો એસીડસ (Amino Acids )

   અમીનો એસીડ્સને માનવ દેહના બંધારણના “બીલ્ડીંગ બ્લોક્સ” (Building Blocks ) કહેવામાં આવ્યા છે.

   માનવ દેહના દરેક અંગો…હાર્ટ મગજ અને માંસ (મસ્લસ) સર્વ માટે અમીનોએસીડ્સની જરૂરત પડે છે.

   કહેવાયું છે પ્રોટીન્સ દાળોમાંથી મળે…આ શાકાહારીઓ માટે અગત્યનું…પણ “એનીમલ પ્રોટીન્સ” (Animal Protein ) જે વધારે અગત્યનો કહેવાય તે માટે દુધ કે દુધમાંથી બનેલી ચીજો જ એવો એનીમલ પ્રોટીન્સ શાકાહારીઓને આપે છે એ જાણવું અગત્યનું રહે છે.

   આ પ્રોટીન્સમાંથી જ એનઝાઈનસ (Enzymes ) હોર્મોન્સ (Hormones ) તેમજ એન્ટીબોડીસ (Antibodies ) બને છે અને એથી માનવ શરીરને એના કાર્યો કરવા જરૂરીત પડે છે.

   આવી સમજ દ્વારા પ્રોટીન્સ વિષે જાણતા ખુશી હશે>>>ડો. ચંદ્રવદન

   Reply
 • 3. pragnaju  |  August 13, 2014 at 1:54 pm

  સરસ
  બે પંક્તીમા સાર
  માનવી જગતમાં જીવતા પોતાની અનોખી રોજનીશી ઘડે,
  નથી એ કોઈની એકસરખી, અંતે સૌએ પ્રભુને બતાવવી પડે

  Reply
 • 4. pravina  |  August 13, 2014 at 8:55 pm

  માનવી જગતમાં જીવતા પોતાની અનોખી રોજનીશી ઘડે,
  નથી એ કોઈની એકસરખી, અંતે સૌએ પ્રભુને બતાવવી પડે

  રોજનીશીનું જમા ઉધાર પાસુ ‘ચિત્રગુપ્તને ચોપડે ચઢે.’.

  સુંદર

  Reply
 • 5. P.K.Davda  |  August 13, 2014 at 11:33 pm

  ૩૦ કડીઓમાં સાત્વિક જીવનનું સરવૈયું. સરસ.

  Reply
 • 6. Hemant Bhavsar  |  August 14, 2014 at 12:02 am

  My Life style at age of 47 with the grace of god , wake up with quite meditation classical music , hard work out 45 minutes with group of 25 staff members , start work sharp 8:00 am , on lunch time walk at the river trail , 4:00 Pm hard work out , 6:00 pm Prayer time , 7:00 pm only vegan food or beans , 9:00 Pm – 10:00 Pm meditation , 10:30 deep sleep with no stress ,,,,,,,blood pressure normal , no cholesterol , no fat , active 7 days a week , because health is wealth ……….

  Reply
  • 7. chandravadan  |  August 14, 2014 at 12:21 am

   Hemant,
   Thanks for your visit/comment.
   I have read your Comments on other Posts too..
   Now reading this Comment I say>>>>

   પ્રતિભાવ અંગ્રેજીમા આપ્યો.

   જીવન સફરમાં રોજના ક્રમનું મહત્વ ઘણું છે.

   તમે સવાર ઉઠી “મનન” કરો, અને કસરત અને પછી નોકરીએ.

   સાંજે પ્રાર્થના( યાને પ્રભુ સ્મરણ ) અને અંતે સુવાનું.

   તમો ચિન્તા મુક્ત રહી તંદુરસ્ત છો.

   તમે જે લખ્યું તેમાં પ્રથમ “પ્રભુનો પાડ” માન્યો. આ વાંચી હું અતી ખુશ છું.

   ખરેખર તો આપણે સૌએ પળે પળે પ્રભુનું સ્મરણ કરી એનો પાડ માનવો જ જોઈએ.

   જો, આવી ટેવ પડે તો અંતે બધા જ કાર્યો પ્રભુને અર્પણ કરવાની ટેવ પણ આપોઆપ પડી જાય છે.

   તમો તંદુરસ્ત રહો….તમો ભક્તિમય બની રહો એવી પ્રાર્થના….ચંદ્રવદન
   Dr. Chandravadan Mistry

   Reply
 • 8. ishvarlal R. Mistry.  |  August 14, 2014 at 5:22 am

  Very nicely described daily routine ,to follow to stay healthy within its time frame,well said thankyou for sharing ,like it very much Chandravadanbhai.

  Ishvarbhai.

  Reply
 • 9. Dilip Gajjar  |  August 14, 2014 at 7:04 am

  સુંદર સરળ રોજનીશીનું પ્રજ્ઞાબેનને જવાબ રૂપે નિરૂપણ વાંચી આનંદ થયો.

  Reply
 • સરસ રોજનીશી. એકદમ સરળ…વાંચીને ખુબજ આનંદ થયો.

  -પ્રવિણ કે.શ્રીમાળી

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

August 2014
M T W T F S S
« Jul   Sep »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: