Archive for ઓગસ્ટ 13, 2014

રોજનીશી સાથે સ્વાસ્થ્ય, સાહિત્ય અને કવિતા

FROM  the SUNRISE…….

To the SUNSET

 

HUMAN LIFE with the DAY CYCLE….alternating with the NIGHT CYCLE

is the ROJNISHI or the DAILY ROUTINES

રોજનીશી સાથે સ્વાસ્થ્ય, સાહિત્ય અને કવિતા

“સ્વાસ્થ્ય”ના લાભોની વાતો પ્રજ્ઞાજુબેન પૂછી રહે,

તો, એના જવાબરૂપે શું કહું એ સમજાતું નથી મને !……(૧)

 

વળી, એઓ લખે છે કે “રોજનીશી” નું કંઈક કહો,

તો, એવા જવાબરૂપે પ્રથમ મારે જે કહેવું તે સાંભળો !…..(૨)

 

જ્યારે, દિવસનો સુર્ય પ્રકાશ હજુ નજરે ના પડે,

ત્યારે,જાગતા નીચેના ફ્લોરનો કોમ્પ્યુટરરૂમ યાદ આવે !…..(૩)

 

રૂમમાં આવી, પ્રથમ “ચંદ્રપૂકાર”બ્લોગને નિહાળું,

કોઈના પ્રતિભાવો હોય, વાંચી આનંદ હૈયે ભરૂં !………….(૪)

 

એવા આનંદ સહીત, કોઈકવાર નવી પોસ્ટ પ્રગટ કરૂં,

અને પછી, આવેલા ઈમેઈલો વાંચી જવાબો આપું !………(૫)

 

આટલું કર્યા બાદ, સુર્ય પ્રકાશ મારી નજરે પડે,

અન્ય બ્લોગોની ઈનટરનેટ સફર કરતા ખુશી હૈયે રહે !……(૬)

 

હવે તો, સવારના સાત થતા, નાસ્તાનો સમય હોય,

સવારની મુખ સાફસુફી બાદ, નાસ્તાની મઝા હોય !……….(૭)

 

જરા ટીવી અને સવારના સ્નાનનો આનંદ માણી,

નવા કપડા પહેરી, નવલા દિવસની તૈયારી રહી !………..(૮)

 

જાગતા,કે પ્રથમ કાર્ય કરતા, મનડે પ્રભુસ્મરણ રહે,

એકવાર અને અનેકવાર કાર્યો સર્વે પ્રભુને અર્પણ રહે !………(૯)

 

કોઈવાર સવારે ઘરની જરૂરતની ચીજો માટે બહાર જાઉં,

કોઈવાર એકલો તો કોઈવાર પત્નીના સંગાથે હું જાઉં !…….(૧૦)

 

આવા સમયગાળામાં “બ્લડ સુગર” ટેસ્ટો કરતો રહું,

ડાયાબીટીસ માટે ઈનસુલીન તેમજ અન્ય દવાઓ લઉ !……(૧૧)

 

બપોરના બારનો સમયગાળો આવતા જાણે જલ્દી આવ્યો,

પરેજીની યાદ સાથે,બપોરનું ભોજનની ઘડીને એ લાવ્યો !…..(૧૨)

 

સવાર કે બપોરના સમયે, કોઈવાર, વિચારોમાંથી પ્રભુપ્રેરણા મળે,

એવા સમયે. હ્રદય-મનથી શબ્દો વહી વાર્તા કે કાવ્ય બને !……(૧૩)

 

સમય કોઈનો બાંધ્યો રહે ? એ તો એની ગતીએ વહેતો રહે,

સાંજના સમયે, આ માનવશરીરને સુર્ય પ્રકાશ ઓછો મળે !…….(૧૪)

 

સવાર કે બપોરની ગરમી પછી સાંજની ઠંડક કોને ન ગમે ?

એવી કુદરતી ઠંડકે મન મારૂં કર્તવ્ય પાલન કર્યું કે નહી ના વિચારો કરે !…(૧૫)

 

એકલો કે પત્ની સાથે બેસી, ટીવી કે વાતો કરી હૈયે આનંદ વહે,

એને સાંજના છ પછી, પત્નીએ પ્રેમથી બનાવેલ ડિનરનો આનંદ રહે !……(૧૬)

 

સમય વહેતો રહે અને રાત્રીના નવ વાગ્યા એવું ઘડીયાળ કહે,

એવા સમયે ટીવી કે અન્ય કાર્યો કરતા આંખો ભારી બને !…………..(૧૭)

 

કુદરત જ જાણે કહે કે હવે સુવાનો સમય થઈ ગયો હોય,

હું ફેમીલીરૂમ છોડી, દાદર ચડી, બેડરૂમમાં હાજર થઈ ગયો હોય !………(૧૮)

 

પ્રભુની કૃપા ઘણી કે બેડ પર પડતા નિંદર મુજને મળે,

કોઈવાર જ કદાચ, વિચારોથી થાકી મુજને નિંદર મળે !……………..(૧૯)

 

જો નવ વાગે સુવાનું થયું તો એકધારી અનોખી શાંતી મળે,

સ્વપના ભલે આવે જાવે, સવારે ઉઠતા કોઈક જ યાદ આવે !………….(૨૦)

 

ફરી બીજા દિવસના વહેલી સવારના ચાર કે પાંચ હશે,

અને, પ્રભુએ ઘડેલી “રોજનીશી” જીવનમાં ફરી આરંભ હશે !…………(૨૧)

 

આવી રોજનીશીમાં શું ચિન્તાઓ કે મુજવણો નહી હોય ?

આનંદ સાથે દુઃખો અનુભવતા પ્રભુની યાદ મુજ હૈયે જરૂર હોય !……..(૨૨)

 

આ રોજનીશીમાં શરીરની કાળજી, સાથે મનની શાંતીનું મેં કહ્યું,

વળી સાથે પ્રભુભક્તિના વિચારે “આધ્ય્મિકતા”નું પણ કહ્યું !……………(૨૩)

 

આવા વર્ણનમાં ત્રણનું મિલન એ જ ખરો “સ્વાસ્થ્ય” થયો,

આટલી સમજ મનમાં ખીલવી, રોજનીશી પ્રકાશ ચંદ્રને થયો !……………(૨૪)

 

જવાબ તો પ્રજ્ઞાજીબેનને રોજનીશીનો આપી દીધો,

પણ, સાહિત્ય કવિતા સાથે સબંધ એનો કેવી રીતે થયો ?……………….(૨૫)

 

સાહિત્ય વાંચન દ્વારા અનેકની વિચારધારાની જાણકારી મળે,

એવી જાણકારી દ્વારા “જ્ઞાનગંગા” જીવને વહેતી રહે !…………..(૨૬)

 

ઉચ્ચ વિચારોમાં જે કોઈ રહે તેને કર્મો કરવાની ખરી સમજ મળે,

જે થકી, જીવન જીવવાની અમુલ્ય ચાવી હસ્તે મળે !…………..(૨૭)

 

કદી,કોઈને માતા સરસ્વતીની કૃપા જો સાથ આપે,

તો, ઉચ્ચ વિચારધારા કાવ્યો પણ બની શકે !…………….(૨૮)

 

તો, આખરે કાવ્યો કે કવિતા શું છે ?

“રોજનીશીનું એક બાળ છે”એવો ચંદ્રજવાબ છે !………….(૨૯)

 

માનવી જગતમાં જીવતા પોતાની અનોખી રોજનીશી ઘડે,

નથી એ કોઈની એકસરખી, અંતે સૌએ પ્રભુને બતાવવી પડે !…..(૩૦)

 

 

કાવ્ય રચના ઃ તારીખ,જુન,૬,૨૦૧૪ ચંદ્રવદન

 

 

 

બે શબ્દો…

આજની કાવ્ય રચના એક પોસ્ટરૂપે.

એનો આધાર છે પ્રજ્ઞાજુબેન વ્યાસના પ્રષ્નો.

એ વાંચી, હું વિચારોમાં રહ્યો.

જવાબરૂપે શું લખું ?

મારા જીવન તરફ નજર કરી…મારી જ “રોજનીશી” નિહાળી.

અને….આ રચના થઈ.

વાંચી તમે શું કહો છો ?

ડો.ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

 

Today’s Post is a Poem based on my observations of my daily routines.

I was inspired to link the daily acts to the Health…literature & Poems by some questions raised by a Blog Admirer Pragnaben Vyas.

I hope the READERS will try to observe their DAILY ROUTINES and see if they are on the right path or not….If on the right path NO CHANGE, but if the path needs the changes then they IMPLEMENT that CHANGE.

Hope you enjoy this Post.

Dr. Chandravadan Mistry.

 

 

 

 

ઓગસ્ટ 13, 2014 at 12:45 પી એમ(pm) 10 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,535 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031