Archive for ઓગસ્ટ 9, 2014

નરસીંહ મહેતા જીવન ઝલક !

 

Narsinh Mehta
NaraShinhMehta.jpg

Narsi Bhagat
Born Narsinh
c. 1409
Talaja, Bhavnagar Gujarat, India
Died c. 1488
Saurashtra, India

 

 નરસીંહ મહેતા જીવન ઝલક !

નરસીંહ મહેતાની જીવન ઝલક કહેવા પ્રયાસ હું કરૂં,

જે લખું એમાં એનું જીવન સમાવી દેવા હું ઈચ્છું !……….(ટેક)
૧૪૦૯ની સાલે જન્મે વડનગરના નાગર કોમે,

સૌરાષ્ટની ભૂમી પર નરસીં નામે એને સૌ પૂકારે,……….(૧)

 

પાંચ વર્ષની વયે, માતાપિતાને ગુમાવી,મુંગાપણામાં જીવન વહે,

આઠ સાલે બાળ નરસીંહને પ્રભુકૃપાથી વાચા એની આવે,…..(૨)

 

૧૪૨૯ની સાલે માણેકબાઈ સંગે સંસારી જીવન નરસીંહને રંગે,

જ્યારે પત્ની પિયર, પ્રભુભક્તિ ભરપુર નરસીંહને ભાભી મહેંણા મારે,….(૩)

 

ભાભી કઠોર શબ્દે નરસીંહ તો ઘરનો ત્યાગ કરે,

જંગલ જઈ, પ્રભુની શોધમાં નરસીંહ તપસ્યા રહે,…….(૪)

 

શીવલિંગ સામે સાત દિવસ ઉપવાસભરેલું ધ્યાન ધર્યું,

તો, શીવજી પ્રગટ થઈ, કૃષ્ણ વૃદાવનનું દર્શન કરાવ્યું,…..(૫)

 

એવું વૃદાવન દર્શન કારણે નરસીંહમાં તો પરિવર્તન થયું,

એક નવા નરસીંહ સ્વરૂપે ઘરે આવી ભાભીને નમન કર્યું,……(૬)

 

ભાભી તારા શબ્દો કારણે જ હું પ્રભુને મળી શક્યો,

એવા ભાવે નરસીહે ભાભીનો આભાર માન્યો,…………..(૭)

 

હવે તો પુર્ણ પ્રભુભક્તિમાં તલ્લીન રહી પ્રભુને ભજે,

જુનાગઢમાં ગરીબ જેવા થઈ કૃષ્ણભાવ સહીત ભજન કરે,….(૮)

 

સંસારી જીવને પત્ની સંગે દીકરો શામદાસ ‘ને દીકરી કુંવરબાઈ મળે,

પણ, તનમનથી તો નરસીંહ કૃષ્ણભાવમાં ભક્તિમય રહે,………….(૯)

 

૧૪૪૭માં કુંવરબાઈ શ્રીરંગને પરણી ગ્રભવતી થઈ નરસીંહ ઘર આવે,

કુંવરબાઈના મામેરાએ પ્રભુ શામળશા શેઠ બની નરસીંહની લાજ રાખે,….(૧૦)

 

સૌમાં પ્રભુ નિહાળી,જુનાગઢના હરિજન સંગે નરસીંહ  ભજન કરે,

ત્યારે, ક્રોધીત નાગર બ્રામણો નરસીંહને નાત બહાર કરે,……………(૧૧)

 

સાધુસંગી બની, હરદિવસ નરસીંહ પ્રભુને પૂકારે,

એવી પૂકારમાં નરસીંહ તો અણમોલ રચનાઓ કરે,………..(૧૨)

 

નાત જાતના વાડા તોડી, સૌને એક સમજી, હ્રદયે રાખી,

“વૈણવ જન તો તેને રે કહીએ”ની રચના નરસીંહએ કરી,……(૧૩)

 

નરસીંહજીવન જીવન તો પ્રભુભક્તિમાં વહી ગયું,

૭૯ની વયે માંગરોળ ગામે જઈ પ્રાણ તજી એ પુર્ણ થયું………..(૧૪)

 

ગુજરાતની ભૂમી પર નરસીંહ તો કૃષ્ણભક્ત અને કવિરાજ રત્ન હતા,

સરળ ગુજરાતી ભાષામાં ભક્તિ કે વેદોની સમજ આપનાર જ્ઞાની હતા,…..(૧૫)

 

નરસીંહ રચનાઓમાં પૂરાણો ગીતા અને ભક્તિમાર્ગ રહે,

વળી, એમાં સમાજ પરિવર્તનરૂપી ક્રાંતીકારી ભાવ રહે,………..(૧૬)

 

ગાંધીજી નરસીંહની વૈણવજનની રચનાને પોતાની પ્યારી કહે,

અને, નરસીંહ નામ ફક્ત ગુજરાત નહી પણ ભારતમાં ગુંજી રહે,…….(૧૭)

 

ભલે, નરસીંહ તો છે પ્રભુધામે એના કૃષ્ણ સંગે,

એ તો આજે એની ભક્તિભરી રચનાઓમાં અમર રહે,……..(૧૮)

 

થોડા શબ્દોમાં જીવન ઝલકરૂપે કહેવું કઠીણ રહ્યું,

સ્વીકારજો તમે પ્રસાદીરૂપે, જે આજે ચંદ્રે કહ્યું !……………….(૧૯)

 

કાવ્ય રચના ઃ તારીખ ઓગસ્ટ,૬,૨૦૧૪               ચંદ્રવદન

 

બે શબ્દો….

મેં આગળ “નરસૈયો રે થાવું” નામે એક રચના કરી હતી.

પણ ફરી નરસીંહ મહેતાની યાદ તાજી થતા, એમના જીવન વિષે “ઝલક”રૂપે કહવાની ઈચ્છા થઈ.

એમના જીવન વિષે વાંચ્યું.

જે જાણ્યું તેને એક કાવ્ય સ્વરૂપ આપવા આ મારો પ્રયાસ છે.

આશા છે તમોને ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી 

 

FEW WORDS…

Today’s Post is a Poem in Gujarati narrating the life of NARASIH MEHTA, a well known Poet & Krushna Devotee of Gujarat.

Born in 1407 in Saurastra, Gujarat and died at 79 years of age.

In his life he wrote many devotional songs in which he tried to take the message of Purano, Gita to the Public.

He also gave the message of Love to All in the Mankind via his Creations.

Gandhiji loved his Creation “Vaishav Jan” and made it popular in India.

Narshih Mehta is alive (Amar) in his Poems.

He was a Jewel of Gujarat.

Dr. Chandravadan Mistry.

ઓગસ્ટ 9, 2014 at 12:19 પી એમ(pm) 12 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 396,657 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031