અંકૂરને અંજલી !

ઓગસ્ટ 8, 2014 at 12:18 પી એમ(pm) 14 comments

અંકૂરને અંજલી !

અંકૂર,એક યુવાન તેત્રીસ વર્ષની વયે,

શાને અચાનક પ્રભુજીએ બોલાવ્યો તને ?

કે પછી, પ્રભુને મળવા ઉતાવળ હતી તને ?

કાંઈ સમજાતું નથી મને !………………………..(૧)

કાયા તારી અતી સુંદર અને સૌને વ્હાલી હતી,

સોફ્ટવેર ઈન્જીનીઅરને વળી શોભતી હતી,

કાયા એવી શાને તેં છોડી ?

કાંઈ સમજાતું નથી મને !…………………….(૨)

અંકૂર, મમતાનો વ્હાલો તું હતો,

ખુબ સ્નેહથી મોટો તને કર્યો હતો,

આજે કેમ ના હાલતો ‘ને મૌન હતો ?

કાંઈ સમજાતું નથી મને !………………………(૩)

હિંમતે નવા કપડા પહેરાવી દીધા,

આંખમાં આંસુંઓ પણ નુંછી લીધા,

હૈયે દર્દના ઘા સંતાડી દીધા,

કાંઈ સમજાતું નથી મને !……………………….(૪)

કોણ ક્યારે, પ્રભુધામે કોઈ ના જાણે,

છતાં, પ્રભુ નામે જ હિંમત આવે,

મીઠી યાદમાં અંકૂર અમરતા પામે,

ચંદ્ર સમજી, અંકૂરને અંજલી અર્પે !……………….(૫)

કાવ્ય રચના ઃ તારીખ ,ઓગસ્ટ,૭,૨૦૧૪              ચંદ્રવદન

 

THIS WAS THE POST on ANKUR on the Blog of SAPANA>>>

7Aug2014

અલવિદાઅ અંકૂર

Posted by sapana

મિત્રો,
આ કાવ્ય અંકૂરને અર્પણ જે આ ફાની દુનિયાથી ચીર વિદાય લઈ ગયો છે!!

એક ચીસ નીકળી ગઈ!!
હ્ર્દયને જાણે કોઈએ જાણે
કુંભાર માટી મસળે એમ મસળી નાંખ્યું
આંખમાં આંસું એમ ધસી આવ્યાં જાણે
નદીમાં પૂર આવી ગયું
જ્યારે એ માં ને કહેવામાં આવ્યું કે
આજ છેલ્લી વાર તારાં તેત્રીસ વરસનાં
સોફ્ટ્વેર એન્જીનીયરીંગ ભણેલાં
ઈન્ટાલીએન્ટ, શોખીન
દેખાવડા એકના એક દીકરાને
તૈયાર કરી દે!!
નવડાવી દે.
નવાં કપડા પહેરાવીદે
દાઢી બનાવી દે..
વાળ ટ્રીમ કરી દે…
એને ક્રીનેટ માટે તૈયાર કરી દે..
બસ છેલ્લી વાર..
અને માં ‘ના ના ના’
કરતી બીજા ઓરડામાં
ભાગી ગઈ!!
એ માં ની હાલત વર્ણવવા માટે
શબ્દો ખૂટી ગયાં છે..
અલવિદાહ અંકૂર!!
અલવિદાહ દીકરા!!
સપના વિજાપુરા

COMMENTS

One Response to “અલવિદાઅ અંકૂર”

 1. ના જાણતો હતો હું અંકુરને ,
  જાણ્યો, તો જોયો ચુપ અંકુરને,
  ઈન્દુભાઈ શાહ ‘ને પત્નીનો વ્હાલો જે હતો,
  ના બોલતો, ના હાલતો આજે એ હતો,
  અચાનક આવું? જ્યારે એની યુવાનીનું જોર હોય,
  દીલે દર્દ, નયને આંસું, પણ પ્રભુનામે જ હિંમત હોય !
  …..ચંદ્રવદન્
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Please convey our Condolences to INDUBHAI SHAH & the Family

   

  બે શબ્દો…

  ચીકાગોમાં રહે ઈન્દુભાઈ અને સુધાબેન

  સંતાનસુખરૂપે એક દીકરી અને એક દીકરો.

  પ્રભુકૃપાથી એક સુખી પરિવાર.

  પણ….જીવન સફરે વિધાતા શું લખે એ કોઈના જાણે.

  દીકરો અંકૂર ભણીને આનંદમાં હતો….સૌ એને જાણે અને જે એને જાણે તેના દીલો એ જીતી લેતો.

  અચાનક એક બિમારીની જાણ…તરત સારવાર ચાલુ….પણ ૩૩ વર્ષની વયે પ્રભુએ એને બોલાવ્યો અને એ આ દુનિયા છોડી ચાલી ગયો.

  માતાપિતાનો વ્હાલો…દીકરાને “અંતિમ વિદાય” આપવી એ સહેલું નથી જ !

  સપનાબેન અને એમનો પરિવાર શાહ કુટુંબથી નજીક હતા…અને સપનાબેને અંકૂરને અંજલી આપતી રચના એમના બ્લોગ પર પ્રગટ કરી.

  વાંચી અને મારૂં હૈયું હલી ગયું.

  અને, જે લખ્યું તે આજે પોસ્ટરૂપે છે ..અને સાથે સપનાબેનની રચના પણ પ્રગટ કરી છે.

  પ્રભુ અંકૂરના આત્માને પરમ શાંતી આપે એવી અંતરની પ્રાર્થના.

  ડો. ચંદ્રવદન મિસ્ત્રી

  FEW WORDS…

  Today’s Post is a TRIBUTE ( Anjali) to young ANKUR who died at the age of 33 years.

  I came to know of the death of ANKUR   by reading a Post on the Blog of SAPANABEN.

  The Poem of that BLOG  of SAPANABEN…copy of which is published here.

  A wonderful young man and liked by all in the Community.

  This was on the age to leave this World….but the Wishes of God must be respected.

  Ankur lives on in this World in his sweet memories.

  May his Soul rest in Peace !

   

  Dr. Chandravadan Mistry

 

 

 

Advertisements

Entry filed under: કાવ્યો.

સ્વામી જ્યોતિર્મયાનંદ કહાણી નરસીંહ મહેતા જીવન ઝલક !

14 ટિપ્પણીઓ Add your own

 • 1. sapana53  |  ઓગસ્ટ 8, 2014 પર 1:47 પી એમ(pm)

  અંકૂર મા બાપનો લાડકો છેલ્લાં ૬ વરસથી બીમારીથી પિદાતો હતો.ઈન્દુભાઈ આમ ખૂબ ધાર્મિક પ્રકૃતિના છે છ્તા અંકૂરને છેલ્લી વિદાય આપતા બોલી ગયાં હતાં કે અલ્લાહે આ ન્યાય નથી કર્યો..ત્યારે મારી આંખમાં આંસું આવી ગયા હતાં ભગવાન એમને પોતાની સુરક્ષામાં રાખે એવિ દુઆ.!!!

  જવાબ આપો
 • 2. P.K.Davda  |  ઓગસ્ટ 8, 2014 પર 1:49 પી એમ(pm)

  ઘણાં દુખદ સમાચાર છે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે.

  જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  ઓગસ્ટ 8, 2014 પર 2:18 પી એમ(pm)

  સપનાબેને અંકૂરને અંજલી આપતી રચના એમના બ્લોગ પર પ્રગટ કરી.એ વાચી

  આ ભાવુક હૃદયના ચન્દ્ર’ભાઈનું દિલ હાલી ઉઠ્યું અને એમાંથી સર્જાઈ ગઈ

  એમની આ સંવેદનશીલ પોસ્ટ.

  પડોશી સપનાબેનને આ યુવાનના અકાલ અવસાનથી આટલી અસર થઇ તો

  તો માં-બાપનાં આઘાત માટે આપણે કલ્પના કરી શકીએ.

  Condolences to INDUBHAI SHAH & the Family

  સ્વ.અંકુરને શ્રધાંજલિ

  જવાબ આપો
 • 4. pragnaju  |  ઓગસ્ટ 8, 2014 પર 2:40 પી એમ(pm)

  પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે.

  અંકુરને શ્રધાંજલિ

  જવાબ આપો
 • 5. hirals  |  ઓગસ્ટ 8, 2014 પર 2:47 પી એમ(pm)

  very sad demise. Condolences to his family.

  જવાબ આપો
 • 6. pravina  |  ઓગસ્ટ 8, 2014 પર 3:41 પી એમ(pm)

  અંકૂરની વસમી વિદાય બદલ દિલગીરી. તે સાથે પ્રિય દીકરા સંદિપની યાદ

  આવી ગઈ. ભર જુવાનીમાં, પ્રિય પત્ની અને બે માસુમ બાળકો છોડીને વિદાય

  થયો.

  ખેર, સર્જનહારની સૃર્ષ્ટિમાં સઘળું ગોપનીય છે !

  જવાબ આપો
 • 7. ishvarlal R. Mistry.  |  ઓગસ્ટ 8, 2014 પર 9:03 પી એમ(pm)

  Very sorry to hear the sudden death of Ankur, May his soul rest in peace,our sympathy to the family ,they say there is a reason for death,but sometimes we cannot do anything.Very sad to see such young person leave this sansar.great loss to the family.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 8. Dilip Gajjar  |  ઓગસ્ટ 8, 2014 પર 10:38 પી એમ(pm)

  ખુબ ખુબ આઘાત જનક ઘટના અંકુરના યુવાવસ્થામાં અકાળ અવસાનથી તેમના માતાપિતા, પરિવાર પર શું વીતી હશે..તેમને આઘાત સહન કરવાની શક્તિ પરમાત્મા દે…સદ્ગતનાં આત્માર્થે શ્રધ્ધાંજલિ

  જવાબ આપો
 • 9. Dilip Gajjar  |  ઓગસ્ટ 8, 2014 પર 10:51 પી એમ(pm)

  જાતસ્ય હી ધ્રુવો મૃત્ય ધ્રુવં જન્મ મૃતાશ્ય ચ
  તસ્માદ અપરીહાર્યાથે ના ત્વં શોચીતું મર્હ્સી
  જન્મ લેનારનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃતકનો જન્મ નિશ્ચિત છે તેથી ઉપાય વિનાના વિષય માં શોક કરવો યોગ્ય નથી.
  આવા કપરા સમયે પરમાત્માએ કહેલા વચન પર વિશ્વાશ રાખી આસ્વાસન મેળવવું જ રહ્યું…

  જવાબ આપો
  • 10. chandravadan  |  ઓગસ્ટ 8, 2014 પર 11:19 પી એમ(pm)

   Dilipbhai,
   Read your 2 Comments.
   A tragedy for a Family.
   but for any tragedy 1st the SWIKAR as the GOD’S WILL can only give the strength to bear the LOSS of the LOVED ONE.
   Chandravadan

   જવાબ આપો
 • 11. chandravadan  |  ઓગસ્ટ 9, 2014 પર 12:13 એ એમ (am)

  This was an Email Response>>>>>

  અંકૂરને અંજલી ! અંકૂર,એક યુવાન તેત્રીસ વર્ષની વયે, શાને અચાનક પ્રભુજીએ બોલાવ
  Today at 1:11 PM
  Jay Gajjar
  To Me
  Today at 3:06 PM
  THANKS SHREE CHANDRAKANTBHAI,
  HAVE A NICE DAY
  JAY GAJJAR
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>.
  Jaybhai,
  Abhar for reading the Post.
  Come again !
  Chandravadan

  જવાબ આપો
 • 12. riteshmokasana  |  ઓગસ્ટ 9, 2014 પર 5:59 એ એમ (am)

  Sad news …as poem its nice condolence to his family..god may bless his soul to keep in peace.

  જવાબ આપો
 • 13. chandravadan  |  ઓગસ્ટ 9, 2014 પર 12:18 પી એમ(pm)

  This was an Email Response>>>>

  Purvi Malkan
  To Me
  Today at 5:05 AM
  uncle ji Ankurni vaat vanchi ne pida thai aavi. ena mamma papa ni shu dasha hashe te vichar thi aaankh chhalkai aavi.

  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Purvi,
  Abhar !
  May you enjoy your Tour.
  Uncle

  જવાબ આપો
 • 14. પરાર્થે સમર્પણ  |  ઓગસ્ટ 10, 2014 પર 6:00 એ એમ (am)

  આદરણીય વડિલ ડો.શ્રી ચંદ્રવદનભાઇ

  ચિ અંકુરના આત્માને પ્રભુ શાંતિ અર્પે

  ઘણા જ દુ;ખદ સમાચાર છે. આ વસમી વેળાએ એમના કુટુંબીજનો આઘાત સહન કરવની શક્તિ અર્પે.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 303,954 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: