Archive for ઓગસ્ટ 8, 2014

અંકૂરને અંજલી !

અંકૂરને અંજલી !

અંકૂર,એક યુવાન તેત્રીસ વર્ષની વયે,

શાને અચાનક પ્રભુજીએ બોલાવ્યો તને ?

કે પછી, પ્રભુને મળવા ઉતાવળ હતી તને ?

કાંઈ સમજાતું નથી મને !………………………..(૧)

કાયા તારી અતી સુંદર અને સૌને વ્હાલી હતી,

સોફ્ટવેર ઈન્જીનીઅરને વળી શોભતી હતી,

કાયા એવી શાને તેં છોડી ?

કાંઈ સમજાતું નથી મને !…………………….(૨)

અંકૂર, મમતાનો વ્હાલો તું હતો,

ખુબ સ્નેહથી મોટો તને કર્યો હતો,

આજે કેમ ના હાલતો ‘ને મૌન હતો ?

કાંઈ સમજાતું નથી મને !………………………(૩)

હિંમતે નવા કપડા પહેરાવી દીધા,

આંખમાં આંસુંઓ પણ નુંછી લીધા,

હૈયે દર્દના ઘા સંતાડી દીધા,

કાંઈ સમજાતું નથી મને !……………………….(૪)

કોણ ક્યારે, પ્રભુધામે કોઈ ના જાણે,

છતાં, પ્રભુ નામે જ હિંમત આવે,

મીઠી યાદમાં અંકૂર અમરતા પામે,

ચંદ્ર સમજી, અંકૂરને અંજલી અર્પે !……………….(૫)

કાવ્ય રચના ઃ તારીખ ,ઓગસ્ટ,૭,૨૦૧૪              ચંદ્રવદન

 

THIS WAS THE POST on ANKUR on the Blog of SAPANA>>>

7Aug2014

અલવિદાઅ અંકૂર

Posted by sapana

મિત્રો,
આ કાવ્ય અંકૂરને અર્પણ જે આ ફાની દુનિયાથી ચીર વિદાય લઈ ગયો છે!!

એક ચીસ નીકળી ગઈ!!
હ્ર્દયને જાણે કોઈએ જાણે
કુંભાર માટી મસળે એમ મસળી નાંખ્યું
આંખમાં આંસું એમ ધસી આવ્યાં જાણે
નદીમાં પૂર આવી ગયું
જ્યારે એ માં ને કહેવામાં આવ્યું કે
આજ છેલ્લી વાર તારાં તેત્રીસ વરસનાં
સોફ્ટ્વેર એન્જીનીયરીંગ ભણેલાં
ઈન્ટાલીએન્ટ, શોખીન
દેખાવડા એકના એક દીકરાને
તૈયાર કરી દે!!
નવડાવી દે.
નવાં કપડા પહેરાવીદે
દાઢી બનાવી દે..
વાળ ટ્રીમ કરી દે…
એને ક્રીનેટ માટે તૈયાર કરી દે..
બસ છેલ્લી વાર..
અને માં ‘ના ના ના’
કરતી બીજા ઓરડામાં
ભાગી ગઈ!!
એ માં ની હાલત વર્ણવવા માટે
શબ્દો ખૂટી ગયાં છે..
અલવિદાહ અંકૂર!!
અલવિદાહ દીકરા!!
સપના વિજાપુરા

COMMENTS

One Response to “અલવિદાઅ અંકૂર”

 1. ના જાણતો હતો હું અંકુરને ,
  જાણ્યો, તો જોયો ચુપ અંકુરને,
  ઈન્દુભાઈ શાહ ‘ને પત્નીનો વ્હાલો જે હતો,
  ના બોલતો, ના હાલતો આજે એ હતો,
  અચાનક આવું? જ્યારે એની યુવાનીનું જોર હોય,
  દીલે દર્દ, નયને આંસું, પણ પ્રભુનામે જ હિંમત હોય !
  …..ચંદ્રવદન્
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Please convey our Condolences to INDUBHAI SHAH & the Family

   

  બે શબ્દો…

  ચીકાગોમાં રહે ઈન્દુભાઈ અને સુધાબેન

  સંતાનસુખરૂપે એક દીકરી અને એક દીકરો.

  પ્રભુકૃપાથી એક સુખી પરિવાર.

  પણ….જીવન સફરે વિધાતા શું લખે એ કોઈના જાણે.

  દીકરો અંકૂર ભણીને આનંદમાં હતો….સૌ એને જાણે અને જે એને જાણે તેના દીલો એ જીતી લેતો.

  અચાનક એક બિમારીની જાણ…તરત સારવાર ચાલુ….પણ ૩૩ વર્ષની વયે પ્રભુએ એને બોલાવ્યો અને એ આ દુનિયા છોડી ચાલી ગયો.

  માતાપિતાનો વ્હાલો…દીકરાને “અંતિમ વિદાય” આપવી એ સહેલું નથી જ !

  સપનાબેન અને એમનો પરિવાર શાહ કુટુંબથી નજીક હતા…અને સપનાબેને અંકૂરને અંજલી આપતી રચના એમના બ્લોગ પર પ્રગટ કરી.

  વાંચી અને મારૂં હૈયું હલી ગયું.

  અને, જે લખ્યું તે આજે પોસ્ટરૂપે છે ..અને સાથે સપનાબેનની રચના પણ પ્રગટ કરી છે.

  પ્રભુ અંકૂરના આત્માને પરમ શાંતી આપે એવી અંતરની પ્રાર્થના.

  ડો. ચંદ્રવદન મિસ્ત્રી

  FEW WORDS…

  Today’s Post is a TRIBUTE ( Anjali) to young ANKUR who died at the age of 33 years.

  I came to know of the death of ANKUR   by reading a Post on the Blog of SAPANABEN.

  The Poem of that BLOG  of SAPANABEN…copy of which is published here.

  A wonderful young man and liked by all in the Community.

  This was on the age to leave this World….but the Wishes of God must be respected.

  Ankur lives on in this World in his sweet memories.

  May his Soul rest in Peace !

   

  Dr. Chandravadan Mistry

 

 

 

ઓગસ્ટ 8, 2014 at 12:18 પી એમ(pm) 14 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,435 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031