સ્વામી જ્યોતિર્મયાનંદ કહાણી

ઓગસ્ટ 7, 2014 at 12:03 પી એમ(pm) 5 comments

 

 

 

Jyotirmayananda Saraswati 2010

Jyotirmayananda Saraswati 2010.

 

સ્વામી જ્યોતિર્મયાનંદ કહાણી

 

સ્વામી જ્યોતિર્મયાનંદ વિષે જાણી,

જીવન ઝલક એમની કહેવા થઈ ઈચ્છા મારી !….(ટેક)

 

૧૯૩૧ની સાલ એ હતી,

ત્રીજી ફેબ્રુઆરીના દિવસની વાત હતી,

ભારતના બિહારમાં એક બાળ જન્મની વાત હતી,

એક આત્માએ મનુષ્ય દેહ ધારણ કર્યાની આ વાત હતી !…..(૧)

 

ધરતી પર બાળસ્વરૂપે જીવન જેનું વહે,

એવા જીવનમાં આત્માને દિવ્યપ્રકાશ મળે,

એવા દિવ્યપ્રકાશમાં એક માનવ દેહ ચમકે,

પ્રભુપ્રીતે એક આત્મા લલચાય એની આ વાત રહે !……….(૨)

 

૧૯૫૩માં માનવદેહી પુરૂષ સંસારી જીવન ત્યાગે,

ત્યાગી બની, પ્રભુભક્તિમાં રંગાય સંન્યાસીજીવન જે અપનાવે,

રીસીકેશના સ્વામી શીવાનંદજીને જે ગુરૂજી માને,

“જ્યોર્તિમયાનંદજી સ્વામી” નામે જગને પહેચાણ આપે એની આ વાત રહે !…..(૩)

 

રીસીકેશની “ડીવાઈન લાઈફ સોસાયટી”માં જીવન જેનું વહે,

ત્યાં, ગુરૂજીના માર્ગદર્શનમાં એમની સેવાઓ રહે,

“યોગ વેદાંત ફાઉડેશન એકેડેમી”ના જે પ્રોફેસર બને,

શાસ્ત્રોજ્ઞાનરૂપી પ્રવચનો દ્વારા અનેકને પ્રભાવિત કરે એવી આ વાત રહે !……(૪)

 

ગુરૂજી સ્વામી શીવાનંદજી નિકટ રહી આનંદ હૈયે એ ભરે,

ગુરૂજીના પ્રેમીઓને જવાબો આપવાનું કાર્ય એ કરે,

વળી, શીવાનંદજીના લખેલા પુસ્તકોનું હિન્દીમાં ભાષાંતર કરે,

અને, “યોગ વેદાંત જનરલ”નું તંત્રીપદ પણ સંભાળે એવી આ વાત રહે !……(૫)

 

પરદેશમાં એમના જ્ઞાનભંડાર સાંભળવા અનેક આગ્રહ કરે,

આગ્રહવશ થઈ, ૧૯૬૨માં યુરોપમાં એઓ પધારે,

ત્યારબાદ, નોર્થ અને સાઉથ અમેરીકામાં સૌને લાભ આપે,

અને, અંતે ૧૯૬૯માં મયામી ફ્લોરીડામાં આશ્રમ સ્થાપનાની આ વાત રહે !…..(૬)

 

“યોગા રીસર્ચ ફાઉડેશન”ને આશ્રમનું માર્ગદર્શન મળે,

કાર્ય આવું કરી, ૧૯૮૫માં ન્યુ દિલ્હીમાં એક આશ્રમ કરે,

અને, ૨૦૦૦માં બિહારમાં પણ બીજો આશ્રમ કરે,

જુદા જુદા ધામે કાર્ય કરતા હવે સ્વામીજી ફ્લોરીડામાં રહેવાશ કરે એવી આ વાત રહે !…..(૭)

 

હિન્દુ સંસ્કૃતિના જ્ઞાનભંડારરૂપે સ્વામીજી વિશ્વમાં સૌ જાણે,

એમની વિચારધારાએ અનેકને પ્રભાવિત કર્યા અને કરતી રહે,

માયામી આશ્રમે રોજ ક્લાસોરૂપી લાભ સૌને મળે,

એ જ દિવ્ય પુરૂષની પહેચાણ જગમાં રહે એવી આ વાત રહે !……………………(૮)

 

ખરેખર, આ ધરતી તો ભાગ્યશાળી, એવું ચંદ્ર કહે,

જો, સ્વામીરૂપે અને દિવ્યપ્રકાશરૂપે વિશ્વમાનવીઓને જે પ્રકાશ મળે,

તમે એમને ગુરૂ માનો કે ના માનો એવી સ્વતંત્રતા તમો સૌને રહે,

પણ, પ્રભુના ભક્ત પ્રભુના બની તમે સેવા કરતા રહો એવી આ વાત રહે !………..(૯)

 

નાની પુસ્તીકા “ગારલેન્ડ ઓફ પ્રયર્સ”મારા હાથમાં આવે,

જે વાંચી, સ્વામીજીના જીવન વિષે થોડું મુજને જાણવા મળે,

એ જ જાણી, મારા હૈયે આનંદ ઝરણાઓ વહી રહે,

એવા આનંદમાં રહી, ચંદ્ર સ્વામીજીને વંદન કરે એ જ અંતિમ વાત રહે !………….(૧૦) 

 

કાવ્ય રચના ઃ તારીખ ફેબ્રુઆરી, ૧૩, ૨૦૧૪                     ચંદ્ર્વદન

 

બે શબ્દો...

એક બુક મારા હાથમાં.

એ બુક હતી સ્વામીજીના જીવન વિષે.

વાંચ્યા બાદ, આ રચના શક્ય થઈ.

આજે એક પોસ્ટરૂપે પ્રગટ કરૂં છું.

તમો એને પ્રસાદીરૂપે સ્વીકારશો.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is a Poem in Gujarati & it is on the life of Swami Jyotiyranandaji.

Late Swami Shivanandji of the Divine Life Society (Rishikesh) was his Guru.

After many years at the service of his Guru….Swamiji started preaching & now in Florida Ashram.

Hope you like this Post.

Dr. Chandravadan Mistry

 

Entry filed under: કાવ્યો.

કહેવતોનો હાર ! અંકૂરને અંજલી !

5 ટિપ્પણીઓ Add your own

 • 1. Vinod R. Patel  |  ઓગસ્ટ 7, 2014 પર 2:57 પી એમ(pm)

  સ્વામી શ્રી જ્યોતિર્મયાનંદની જીવન અને કાર્યની કહાણી જાણી અને માણી .

  સ્વામીજીને વંદન

  જવાબ આપો
 • 2. સુરેશ  |  ઓગસ્ટ 7, 2014 પર 3:00 પી એમ(pm)

  ભારતમાં આવા કેટલા બધા પૂણ્યાત્માઓ થઈ ગયા? ધન્ય… ધન્ય…

  જવાબ આપો
 • 3. pragnaju  |  ઓગસ્ટ 7, 2014 પર 4:33 પી એમ(pm)

  સ્વામી જ્યોતિર્મયાનંદ. સાદું જીવન અને ઉચ્ચ વિચારો – સ્વામી જ્યોતિર્મયાનંદ. પ્રત્યેક ગૂઢ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો પાયો સાદું જીવન અને ઉદાત્ત વિચારસરણી છે.
  ધન્યધન્ય

  જવાબ આપો
 • 4. chandravadan  |  ઓગસ્ટ 8, 2014 પર 12:30 પી એમ(pm)

  This was an Email Response>>>>

  pradip raval
  To Me
  Aug 7 at 11:32 PM
  aadhyatm jiv etle swamiji….kahani vachi..anand thayo

  JAN FARIYAD ( International Weekly )

  PRADIP RAVAL ( Editor)
  677/2, “GH” Type, Sector – 8, Gandhinagar.
  Ph. No . : 079-23238022 M : +91 9824653073
  E-mail : prdpraval@yahoo.co.uk
  Web : http://www.janfariyad.com
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pradipbhai,
  Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 5. Purvi Malkan  |  ઓગસ્ટ 10, 2014 પર 11:51 એ એમ (am)

  Niceone

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,824 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: