કહેવતોનો હાર !

ઓગસ્ટ 6, 2014 at 12:02 પી એમ(pm) 12 comments

 

 

 

 

કહેવતોનો હાર !

ગુજરાતી કહેવતોને ગુંથી એક હાર હું બનાવું,

મનમાં એને રાખી, જીવન ઘટનાઓને તમે નિહાળવું !………(ટેક)

બોલે તેના બોર વેચાય“થી શરૂઆત હું કરૂં,

ના બોલવામાં નવ ગુણ” પણ સાથે જોડું,…….(૧)

ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે” એવું યાદ કરો,

“રાજા,વાજા અને વાંદરા ત્રણે સરખા“ને પણ તમે સાથે જોડો,……….(૨)

ખાલી ચણો વાગે ઘણો“એવું સાંભળ્યું હશે,

અધુરો ઘડો છલકાય ઘણો“નું પણ યોગ્ય રહે,………(૩)

ટીપે ટીપે સરોવર ભરાય“એવું તો ઘણીવાર બોલાય,

લોભી હોય ત્યાં ધૂતારા ભુખે ન મરે“એ પણ સત્ય કહેવાય…..(૪)

દુરથી ડુંગર રણિયામણા“માં એક ચેતવણી રહે,

શેરને માથે સવાશેર“પણ તમોને હંમેશ યાદ રહે,…………(૫)

ઝઝા હાથ રણિયામણા“ની યાદ તમોને રહે,

ત્યારે, “સંપ ત્યાં જંપ”ની યાદ તાજી બને,……………(૬)

સાપ ગયા અને લીસોટા રહી ગયા“ને યાદ કરો,

“વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા“નું ના કદી ભુલી શકો, ……..(૭)

“પુત્રના લક્ષણ પારણાંમાં અને વહુના લક્ષણ બારણામાં“સાંભળ્યું હશે,

લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ના જવાય“નું કોણ ભુલી શકે ?…….(૮)

“કાગનું બેસવું અને ડાળનું ટુટવું”માં એક સમજ રહી છે,

“ઉતાવળે આંબા ના પાકે” અને “ધીરજના ફળ મીઠા”માં એક શીખ રહી છે,………..(૯)

રામ રાખે તેને કોણ ચાખે“તો સૌ કોઈ બોલે,

“મા, તે મા, બીજા વગડાના વા“કહી સૌ અંતર ખોલે…………….(૧૦)

“શેઠની શિખામણ જાંપા સુધી“ને તમે યાદ કરો,

કીડીને કણ ને હાથીને મણ“ને પણ ના ભુલો,………….(૧૧)

કાશીમાં કાગડાઓ તો કાળા જ ” કહેવાનો ભાવ તમે જાણો,

ચેતતા નર સદા સુખી“ને સમજવાનું પણ ના ભુલો,…………..(૧૨)

“રાજાને ગમે તે રાણી“ના શબ્દોમાં ભરી સમજને તમે જાણો,

“કુતરાની પૂછડી વાંકી તે વાંકી“માં એક ચેતવણીને પહેચાણો………..(૧૩)

અનેક કહેવતો તો હજુ કહેવાનું  છે બાકી,પણ હું શું કરૂં ?

અંતે જે કહેવત કહેવી છે તેનું આજે હું અહીં કહું ઃ

જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ

અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી”……..(14)

કવિ હું તો નથી તો કાવ્યરૂપે લખ્યું શા માટે ?

તો, જવાબરૂપે હું કહું “લખ્યું છે ફક્ત કહેવતો કહેવા માટે !”…..(15)

કાવ્ય રચના ઃ તારીખ, ઓગસ્ટ,૩,૨૦૧૪                           ચંદ્રવદન

બે શબ્દો…

આજની રચના છે એક મિત્રના ઈમેઈલ આધારીત.

એ ઈમેઈલમાં અનેક ગુજરાતી કહેવતો હતી.

એમાંથી મેં થોડી ચુંટી.

જે ચુંટી તેને “પુષ્પો”રૂપે નિહાળી, એક “હાર” બનાવવા મારો પ્રયાસ હતો.

જે શક્ય થયું તે આધારે અનેક “કહેવતો” તાજી થાય એવો મારો ભાવ છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is a Poem in Gujarati made possible by joining several Gujarati Sayings of Wisdom based on the practical experiences of many.

These saying are often “short” but the message is “deep”.

I hope you like this Post !

Dr. Chandravadan Mistry.

 

 

 

Advertisements

Entry filed under: કાવ્યો.

માનવ તંદુરસ્તી (૩૬) ચંદ્રપૂકાર (૧૧ ) ઃજુદા જુદા વીટામીન તત્વો અને શરીરને મળતા લાભો સ્વામી જ્યોતિર્મયાનંદ કહાણી

12 ટિપ્પણીઓ Add your own

 • 1. sapana53  |  ઓગસ્ટ 6, 2014 પર 12:39 પી એમ(pm)

  wahhh maja aavi gai

  જવાબ આપો
 • 2. pragnaju  |  ઓગસ્ટ 6, 2014 પર 1:20 પી એમ(pm)

  હવે તો
  ગુજરાતી કહેવતો – Wikiquote
  gu.wikiquote.org/wiki/ગુજરાતી_કહેવતો
  Translate this page
  ગુજરાતી કહેવતો. Wikiquoteથી. આના પર જાવ: ભ્રમણ, શોધો. જે તે મૂળાક્ષરથી શરૂ થતી બધી જ કહેવતો જોવા માટે તેના પર ક્લિક કરો. ૦-૯ · અ · આ · ઇ · ઈ · ઉ · ઊ · એ · ઐ · ઓ · ઔ · અં · ક · ખ · ગ · ઘ · ઙ · ચ · છ · જ · ઝ · ઞ · ટ · ઠ · ડ · ઢ · ણ · શ્રેણી · ત · થ · દ · ધ · ન · પ · ફ · બ · ભ · મ · ય · ર · લ · વ · શ …
  અને ચિત્રો જોઇએ તો
  Images for કહેવતોReport images
  Image result for કહેવતો
  Image result for કહેવતો
  Image result for કહેવતો
  Image result for કહેવતો
  Image result for કહેવતો
  Image result for કહેવતો
  Image result for કહેવતો
  More images for કહેવતો….આખો બગીચો

  જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  ઓગસ્ટ 6, 2014 પર 2:34 પી એમ(pm)

  સુ.શ્રી પ્રજ્ઞાબેન એ ઉપર જે ગુજરાતી કહેવતોની વિકિપીડીયાની લીંક બતાવી છે ત્યાં નીચે ક્લિક કરી પહોંચી જાઓ ત્યાં કક્કાના કોઈ પણ અક્ષર ઉપર ક્લિક કરવાથી એ અક્ષરથી શરુ થતી કહેવતોનો નો ભંડાર મળી આવશે .

  http://gu.wikiquote.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%A4%E0%AB%8B

  આ લિન્કની જાણ સૌને કરવા માટે પ્રજ્ઞાબેનનો અને આ પોસ્ટથી એનું નિમિત

  બનવા માટે ડો.ચન્દ્રવદનભાઈનો પણ આભાર .

  જવાબ આપો
  • 4. chandravadan  |  ઓગસ્ટ 6, 2014 પર 2:52 પી એમ(pm)

   Pragnajuben & Vinodbhai,
   It was nice of you to visit my Blog & read the Kavya Post on Gujarati Kehvato…..and give the LINK to read ALL KAHVATO .
   Very nice INFO to all.
   Thanks !
   Chandravadan

   જવાબ આપો
 • 5. P.K.Davda  |  ઓગસ્ટ 6, 2014 પર 3:08 પી એમ(pm)

  કહેવતોની વાત કરવી એટલે ભેંસના શીંગડામાં માથું નાખવું.

  જવાબ આપો
 • 6. harnishjani52012  |  ઓગસ્ટ 6, 2014 પર 3:29 પી એમ(pm)

  ચંદ્રવદનભાઈ ,કહેવતોનો હાર જાણે તમે મારે માટે જ બનાવ્યો ન હોય એમ લાગ્યુ. અને આખે આખો હાર સેવ કરી દીધો. આભાર.

  જવાબ આપો
 • 7. pravinshastri  |  ઓગસ્ટ 6, 2014 પર 8:25 પી એમ(pm)

  અને મારી નવી કહેવતો….
  બોલે તેના બોર વેચાય,
  મુંગો મનમોહન કહેવાય
  ગાંડું લખે તે તે લેખક કહેવાય
  સાહિત્યકારોના પેટ માં દુખાય.

  જવાબ આપો
 • 8. Thakorbhai & Parvatiben Mistry  |  ઓગસ્ટ 6, 2014 પર 8:30 પી એમ(pm)

  Embracing Gujarati maxims or proverbs in your poem is excellent work. This made your commentators to disclose informative website on sayings in Gujarati and other different languages – thanks to them.

  જવાબ આપો
 • 9. Ramesh Patel  |  ઓગસ્ટ 7, 2014 પર 1:15 એ એમ (am)

  કહેવતો એટલે સમય સમયે બનતી ઘટનાઓનો નિષ્કર્શ.આપે સરસ રીતે ગુંથી ને હારતોરાથી વધાવી દીધી. પ્રતિભાવોએ ભંડારો ખોલી..માલંમાલ કરી દીધા.મજા માણી..ડૉશ્રી ચન્દ્રવદનભાઈને આંગણે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 10. Hemant Bhavsar  |  ઓગસ્ટ 7, 2014 પર 2:15 એ એમ (am)

  Dear Chandravadanbhai , you did an awsome work with your own usage of imgination and wording on every phrase….

  જવાબ આપો
 • 11. mdgandhi21  |  ઓગસ્ટ 7, 2014 પર 4:59 એ એમ (am)

  “કહેવતોનો હાર”…..સુંદર રચના છે..

  Date: Wed, 6 Aug 2014 12:02:33 +0000
  To: mdgandhi21@hotmail.com

  જવાબ આપો
 • 12. pravina  |  ઓગસ્ટ 8, 2014 પર 2:11 એ એમ (am)

  કહેવતોનો હાર કહીશું કે ‘ગુજરાતી કહેવતોની કરામત”.

  પ્રવિનાશ

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,313 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: