મોર તો કુદરતની કરામત !

જુલાઇ 20, 2014 at 12:55 પી એમ(pm) 12 comments

 

 

મોર તો કુદરતની કરામત !

 

મોર તો છે એક કુદરતની કરામત,

થઈ એ શક્ય એ જ પ્રભુની હુકમત !……(ટેક)

 

સુંદરતાથી ભરપૂર કાયા બની છે મોરની,

નિહાળો એકવાર અને કરો તમે પ્રસંદતા મોરની,

 

ચાંચવાળા મુખડે સાથે ઝુલે છે એક કલગી,

કાયા સુંદર છે સફેદ અને ભુરા રંગની,

 

બે પાતળા પગો પર કાયા ડોલી રહે,

જમીનથી ઉપર જાણે કળાકાર રમી રહે,

 

ખુશીમાં મોરપીંછો ભર્યો આકાર રહે પ્યારો,

જાણે નૃત્યકરનારે પહેર્યો છે તાજ ન્યારો,

 

મેહુલીયો ગાજે ‘ને મેઘ ઝરમર વરસે,

ત્યારે, મોર ઘેલો બની નૃત્યમાં પાગલ બને,

 

ના હોય મઘ તો પણ કાંઈ પરવા નથી,

વનડે ઢેલ સામે મોર તો નાચતા થાકે નહી,

 

અરે !કૃષ્ણ મોહી, મોરપીંછ મસ્તકે ગ્રહે,

જાણે મોર પર કૃષ્ણ-કૃપાની ધારા વરસે,

 

મોર તો છે સુંદર ‘ને સૌને ભલે લાગે વ્હાલો,

ઢેલ સામે નૃત્યમાં છે ખુશી અને સુંદરતા ભર્યો,

 

અંતે ચંદ્ર કહે ઃ ભલે સૌ પક્ષીઓમાં સુંદરતા હોય,

મોરની સુંદરતાનું વર્ણન કદી શબ્દોમાં ના હોય,

 

કાવ્ય રચના ઃ તારીખ,માર્ચ, ૧૭,૨૦૧૪              ચંદ્રવદન

 

બે શબ્દો…

મોર અને ઢેલ ….આ રહી નર-માદાની જોડ.

કેવી બનાવી છે કુદરતે આ પક્ષીની જોડ !

સર્વ જીવોની જોડને નિહાળીએ તો નારીમાં કુદરતે “સુંદરતા” બક્ષી હોય.

અહી,નર-પક્ષી મોરને પ્રભુએ કળા સાથે એક અનોખી “સુંદરતા” આપી છે……શાંત વાતાવરણે સુંદર કલગીવાળી ડોક સાથે અનોખા રંગીન પીંછા.

અને, જ્યારે ખુશી હોય ત્યારે નૃત્ય સાથે કળા કરતા પંખારૂપી રંગીન પીંછા-તાજવાળા મોરના દર્શન કરતા કોઈ પણ માનવીના હૈયે જરૂર ખુશી હોય જ !

બસ….આ બધું જ મેં મારી કાવ્ય રચનામાં કહ્યું છે !

આશા છે કે આ પોસ્ટ સૌને ગમે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is the poem in Gujarati entitled “MOR TO KUDARATNI KARAMAT” meaning PEACOCK is a BEAUTY of the NATURE (GOD).

The COLORFUL BODY….the DANCE….the VOICE…..and the PEACOCK FEATHER with LORD KRUSHNA. All these are in the THOUGHTS as I wrote this Poem.

I hope you like this Post.

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

માનવ-સ્વીકારરૂપી પ્રભુભક્તિ ! ચંદ્રવિચારો શબ્દોમાં (૨૬)

12 ટિપ્પણીઓ Add your own

 • 1. P.K.Davda  |  જુલાઇ 20, 2014 પર 8:13 પી એમ(pm)

  મોરને જોવાની મજા ખરેખર અલગ જ છે.

  જવાબ આપો
 • 2. pragnaju  |  જુલાઇ 20, 2014 પર 9:14 પી એમ(pm)

  સુંદર એનીમૅટેડિત્ર સાથે…
  મોરની સુંદરતાનું વર્ણન કદી શબ્દોમાં ના હોય ભગવાન શ્રી કૃષ્ણ તેમના મુગટમાં બાળપણથી જ કાયમ મોરનું પીંછું ધરતા હતા તેમજ સરસ્વતી માતા પણ મોરપીંછ ધારણ કરે છે. ભગવાન શિવના પુત્ર કાર્તિકેયનું વાહન મોર

  જવાબ આપો
 • 3. mehtasp25  |  જુલાઇ 21, 2014 પર 12:20 એ એમ (am)

  અતિ સુંદર….

  જવાબ આપો
 • 4. pravinshastri  |  જુલાઇ 21, 2014 પર 1:07 એ એમ (am)

  મોરનું સૌંદર્ય અને નૃત્ય, પક્ષીઓના રંગ અને કલરવો, ફૂલોના રંગ જૉઈને એમ લાગે કે કુદરત એ જ ઈશ્વર છે. સરસ કાવ્ય રચના. દંભ વગરના સરળ શબ્દોમાં હંમેશાં તમે તમારા હૈયાને વહાવો છો.

  જવાબ આપો
 • 5. Hemant Bhavsar  |  જુલાઇ 21, 2014 પર 1:18 એ એમ (am)

  Very nice description same as per the picture of Peacock ……Thank you .

  જવાબ આપો
 • 6. Vinod R. Patel  |  જુલાઇ 21, 2014 પર 2:38 એ એમ (am)

  મોર તો છે એક કુદરતની કરામત,

  થઈ એ શક્ય એ જ પ્રભુની હુકમત

  મોરપીંચ્છ ના રંગો છે એ કુદરત સિવાય કોઈ કલાકાર આબેહુબ ચિત્રમાં મૂકી નાં શકે !

  કુદરતે માદા ઢેલને કદરૂપી બનાવી અને નર મોરને સ્વરૂપવાન એ પણ એક કરામત !

  જવાબ આપો
 • 7. chandravadan  |  જુલાઇ 21, 2014 પર 10:14 પી એમ(pm)

  This was an Email Response>>>>

  SARYU PARIKH
  To Me

  Jul 20 at 5:55 PM

  Beautiful.

  We have been fortunate to see moreni kala, here in our Radha-Madhav temple, Barsana dham in Austin.

  Good-day Saryu

  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Saryuben,
  Thanks !
  I am away@ Dallas.
  Read your Email.
  Chandravadan

  જવાબ આપો
 • 8. chandravadan  |  જુલાઇ 21, 2014 પર 10:17 પી એમ(pm)

  This was an Email Response>>>>

  Pravina Avinash
  To Me

  Jul 20 at 8:10 AM

  bahu j sundar rachna. mann to joi ne khush khush thai gayu.

  Pravina

  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pravinaben,
  Thanks !
  Dr. Mistry

  જવાબ આપો
 • 9. Purvi Malkan  |  જુલાઇ 21, 2014 પર 10:49 પી એમ(pm)

  હ્યુઅટનની એક રેસ્ટોરન્ટમાં મોર આવતા હતા.

  મોરલાએ આવી મારા કાનમાં ધીરે કહ્યું
  કેમ છે કેમ છે કેમ છે

  આંખોથી આંખો મીલાવી મેં કહ્યું
  હેમખેમ છે હેમખેમ .છે હેમખેમ છે

  સુંદર.

  જવાબ આપો
 • 10. chandravadan  |  જુલાઇ 22, 2014 પર 1:06 એ એમ (am)

  This was an Email Response>>>

  Rajul Shah
  To Me

  Today at 9:18 AM

  It’s really wonderful morning to see

  such beautiful mail .

  Tanks for making morning so beautiful
  Sent from my iPhone
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Rajulben,
  Abhar !
  Chandravadan

  જવાબ આપો
 • 11. ishvarlal R. Mistry.  |  જુલાઇ 22, 2014 પર 6:09 પી એમ(pm)

  Very nicely said about Morenikala and very beautiful to look at. Like it very much.Thankyou Chandravadanbhai.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 12. સુરેશ જાની  |  જુલાઇ 27, 2014 પર 1:53 પી એમ(pm)

  લો .. આ મારી કરામત ..

  http://evidyalay.net/hobbylobby/?p=645

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 177 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 391,415 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: